ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

ભારતીય અર્થતંત્રના વિકાસમાં છે વૈશ્વિક વિશ્વાસ

છ વરસમાં સાત ટ્રિલ્યન ડૉલરની ઈકોનોમી સર્જવામાં મહત્ત્વનો ભાગ ભજવશે ફિઝિકલ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચર

ઈકો-સ્પેશિયલ -જયેશ ચિતલિયા

ભારતીય અર્થતંત્રના વિકાસની સફળતાના આંકડા અને અંદાજની વાત એ માત્ર કોઈ રાજકીય નિવેદનો નથી, કોઈ સ્થાનિક
સંસ્થાનો અભ્યાસ પણ નથી, બલકે ગ્લોબલ સંસ્થાનો અભિપ્રાય અને આશાવાદ છે. એની પાછળના આધાર અને વિભિન્ન કારણ પણ સમજવા જોઈએ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નૈતૃત્વ હેઠળ ભારતમાં જે રીતે ફિઝિકલ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસ થઈ રહયો છે તેને ધ્યાનમાં રાખતા વિદેશી કંપનીઓ ભારત તરફ વળી રહી છે અને અહી એડવાન્સ્ડ પ્રોડકટસ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ હકીકતને લક્ષ્યમાં લેતા ભારત આગામી છ વરસમાં સાત ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બની જશે એવી આશા અસ્થાને નથી… ‘આ વિધાન છે, ગ્લોબલ ફાઈનાન્સયિલ મંચ પર અગ્રણી સ્થાન ધરાવતી સંસ્થા જેપી મોર્ગન’ના ચેરમેનનું .

આપણે ભારતમાં ગ્લોબલ લેવલે વધી રહેલા વિશ્વાસની, ઈમેજની, પ્રતિભાની, બદલાતા સંબંધોની, નીતિઓ અને અભિગમની વાત કરવી છે તેથી જ વૈશ્વિક સંસ્થા જેપી મોર્ગનના ચેરમેન અને સીઈઓ કેમી ડિમોન દ્રારા તાજેતરમાં વ્યકત કરાયેલા વિચારોને સમજવા જરૂરી છે. ડિમોન કહે છે, મોદીના નેતૃત્વ હેઠળ ભારત ૨૦૩૦ સુધીમાં સાત ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી બની જશે. આ વિધાન કોઈ ભારતીય સંસ્થાએ કર્યુ હોત તો તેની સામે સવાલો અને શંકા પણ થાત, પણ આવો વિશ્વાસ વૈશ્વિક સંસ્થાના વડાએ કર્યો છે, એ પણ એવી સંસ્થા જેનો વિશ્ર્વભરમાં દબદબો છે.

‘જેપી મોર્ગન’ ભારતમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે. અહી તે સાય્બર, ટેકનોલોજી, એઆઈ (આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ) અને ડેટા ક્ષેત્રે કાર્યરત છે. અહી પોતાનો વિસ્તાર વધારવા ઉત્સુક ‘જેપી મોર્ગન’ વિરાટ ઈન્ટરનેશનલ પેમેન્ટ સિસ્ટમ પણ ધરાવે છે.

બીજી બાજુ, ભારતમાં ઉત્પાદન ક્ષેત્ર એકધારું વૃદ્ધિ પામતું જાય એવા સંજોગો ઊભા થતા રહેશે. પ્રોડકશન લિન્કડ મેન્યુફેકચરિંગ સ્કિમ આ વિષયમાં પરિણામલક્ષી કામગીરી કરી રહી છે, એપલ અને સેમસંગના સાહસો તેની સાક્ષી પૂરે છે. ભારતમાં સેમિક્ધડકર પ્લાન્ટ સ્થપાઈ
રહયા છે.

અમેરિકાની મુલાકાતની ફળશ્રુતિ
વડા પ્રધાનની અમેરિકા- મુલાકાતની વાત પર આવીએ તો એ અમેરિકામાં ૧૫ એવી કંપનીઓના સીઈઓને મળ્યા છે, જે કંપનીઓ ડિજિટલ ઈનોવેશનને આગળ વધારી રહી છે. ભારતમાં અઈં ના વિકાસ માટે અઢળક તક છે એવો નિષ્કર્ષ આ ટેક કંપનીઓ સાથેની ચર્ચામાંથી બહાર આવ્યો હતો, જેમાં ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ કહયું હતું કે એ ભારતમાં કૃષિ અને હેલ્થ ક્ષેત્રે સંખ્યાબંધ પાર્ટનરશીપ અને કાર્યક્રમો કરવા માગે છે. એ અર્થાત્ ગૂગલ કેન્દ્ર અને રાજય સરકારો સાથે પણ આ દિશામાં આગળ વધશે. ઓરેકલ કંપનીના સાફરા કેટઝના મતે એમની કંપની અઈં સેકટરમાં ભારતની મૂખ્ય ભૂમિકા જોઈ રહી છે. આવી વિવિધ તકો પર જે ચર્ચા-વિચારણા થઈ તે ભારતમાં આગામી દાયકામાં આવનારા ટેકનોલોજીની નવક્રાંતિની ઝલક આપે છે.

જેપી મોર્ગનનું મહત્ત્વ સમજવા માટે એક હકીકત એ પણ જોવી ઘટે કે જેપી મોર્ગને તેના ગ્લોબલ ડેટ ઈન્ડાઈસિસમાં ભારતીય સોવરેન બોન્ડસને સ્થાન આપ્યા બાદ આ બોન્ડસમાં વિદેશી રોકાણકારો તરફથી ૧૮ અબજ ડૉલર (૧.૫ લાખ કરોડ રૂપિયા) નું રોકાણ આવ્યું છે, જે તેની શાખ દર્શાવે છે. અલબત્ત, હજી મહત્વની વાત એ છે કે તાજેતરમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કાપ મુકાયા બાદ આ બોન્ડસમાં વધુ વિદેશી રોકાણની શકયતા વધી છે.

આર્થિક વિકાસદરનો આશાવાદ દરમિયાન ગ્લોબલ રેટિંગ એજન્સી મુડીઝ એનાલિટિકસે’ પણ ભારતીય અર્થતંત્રનો ૨૦૨૪માં વિકાસદરનો અંદાજ વધારીને ૭.૧ ટકા કર્યો છે, જે અગાઉના અંદાજમાં ૬.૮ ટકા હતો. જોકે ૨૦૨૫માં આ વિકાસદર ૬.૫ ટકા અને ૨૦૨૬માં ૬.૬ ટકા અંદાજવામાં આવ્યો છે. એક વધુ સકારાત્મક અહેવાલ એ છે કે ‘મુડીઝે’ ભારતમાં ઈન્ફલેશન રેટનો અંદાજ પાંચ ટકાથી ઘટાડીને ૪.૭ ટકા મુકયો છે. ૨૦૨૫ અને ૨૦૨૬માં તે અનુક્રમે ૪.૫ ટકા અને ૪.૧ ટકા રહેશે એવી ધારણા છે. આમ અર્થતંત્રના સંજોગો વધુ બહેતર થવાના આશાવાદ ગ્લોબલ લેવલેથી સતત આવી રહયા હોવાની બાબત આવકાર્ય બને છે.

ઊભરતા અર્થતંત્રોમાં ભારત ઉત્તમ
‘જેપી મોર્ગન’ ઉપરાંત ભારતીય માર્કેટ માટે ઊંચો આશાવાદ અને વિશ્ર્વાસ ધરાવનાર ઈમરજિંગ માર્કેટસના ઈન્વેસ્ટમેન્ટ ગુરુ માર્ક મોબિયસનું કહેવું છે કે, વિશ્ર્વના મોટાભાગના ઊભરતા અર્થતંત્રમાં ગ્લોબલ રોકાણ પ્રવાહ હવે પછી વધુ વહેતો થશે. ખાસ કરીને યુએસ ફેડરલ રિઝર્વ તરફથી કરાયેલો વ્યાજદરનો ઘટાડો આમાં વિશેષ કારણ બનશે. એક મહત્ત્વની વાત ભારતીય માર્કેટ માટે એ છે કે ઈમરજિંગ માર્કેટસમાં ભારત સૌથી આકર્ષક અને ઉત્તમ ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે. એટલું જ નહીં, આગામી દાયકો પણ ભારતનો રહેશે. આમ ગ્લોબલ સ્તરેથી સતત એક વાત દોહરાતી રહી
છે કે આ સમય ભારત માટે ઉત્તમ સમય છે, જેના કારણોમાં વર્તમાન સરકારનાં આર્થિક પગલાં, નીતિઓ, સુધારા અને લિડરશિપને ગણાવાય છે.

અમુક વર્ગ તો ત્યાં સુધી માને છે કે આ સદી ભારતની છે.

અલબત્ત, આમાં ઘણાં અણધાર્યા પડકારો અને પરિબળો પણ આકાર લઈ શકે..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker