ઉત્સવ

ભારતે નવા પ્રતિબંધ પૂર્વે જ રશિયા પાસેથી ખરીદયું 2.5 અબજ યુરોનું ક્રુડ ઓઈલ

નવી દિલ્હી : અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર દરમિયાન અમેરિકાએ રશિયાની અનેક ઓઈલ કંપનીઓ પર પ્રતિબંધ મુક્યા હતા. કારણ કે ભારત રશિયા પાસેથી મોટાપાયે ક્રુડ ઓઈલની ખરીદી કરે છે. જોકે, ભારતે આ પૂર્વે જ રશિયાની કંપનીઓ પાસેથી ઓક્ટોબર માસમાં જ 2.5 અબજ યુરોની ક્રુડ ઓઈલની ખરીદી કરી લીધી હતી.

ઓક્ટોબરમાં ભારતે 2.5 અબજ યુરોની ક્રુડ ઓઈલની ખરીદી કરી

આ અંગે યુરોપિયન સંશોધન સંસ્થાએ અહેવાલ આપ્યો હતો. ઓક્ટોબરમાં ભારતે 2.5 અબજ યુરોની ક્રુડ ઓઈલની ખરીદી કરી હતી. સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર(CREA)અનુસાર ચીન પછી ઓક્ટોબરમાં ભારત રશિયાનો ક્રુડ ઓઈલ ખરીદદાર બીજો સૌથી મોટો દેશ રહ્યો. ઉલ્લેખનીય છે કે, 22 ઓક્ટોબરના રોજ અમેરિકાએ રશિયાની બે સૌથી મોટી ક્રુડ ઓઈલ કંપની રોઝનેફ્ટ અને લુકોઇલ પર પ્રતિબંધો લાદ્યા હતા. જેથી યુક્રેન યુદ્ધને ભંડોળ પૂરું પાડવા માટે રશિયાને રોકી શકાય.

ભારતીય કંપનીઓએ આયાત બંધ કરી દીધી

રશિયન કંપનીઓ પર લાદવામાં આવેલા પ્રતિબંધો પછી રશિયાએ ઓક્ટોબરમાં 60 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ મોકલ્યું હતું. જેમાં રોઝનેફ્ટ અને લુકોઇલનો હિસ્સો 45 મિલિયન બેરલ હતો. ભારતે કુલ 3.1 અબજ યુરોની આયાત કરી હતી. ભારતની કુલ ખરીદીમાં ક્રૂડ ઓઇલનો હિસ્સો 81 ટકા હતો. ત્યારબાદ કોલસો 11 ટકા અને ઓઈલ પ્રોડક્ટ 7 ટકા હતો.

ક્રૂડ ઓઇલની આયાતમાં ભારતે 11 ટકાનો વધારો કર્યો

ભારતે ફેબ્રુઆરી 2022 માં યુક્રેન પર આક્રમણ કર્યા બાદ રશિયાથી તેની આયાતમાં નોંધપાત્ર વધારો કર્યો. પશ્ચિમી પ્રતિબંધો અને યુરોપિયન માંગમાં ઘટાડાને કારણે રશિયા ક્રુડ ઓઈલ ભારે ડિસ્કાઉન્ટ પર મળતું હતું. પરિણામે ભારતની રશિયન ક્રૂડ ઓઇલની આયાત ટૂંકા ગાળામાં તેની કુલ ક્રૂડ ઓઇલ આયાતના એક ટકાથી વધીને લગભગ 40 ટકા થઈ ગઈ. ઓક્ટોબરમાં ભારતે કુલ 3.6 અબજ યુરોનો ખર્ચ કર્યો. જેમાં ક્રૂડ ઓઇલ પર 2.5 અબજ યુરો, કોલસા પર 452 મિલિયન યુરો અને ઓઈલ ઉત્પાદનો પર 344 મિલિયન યુરોનો સમાવેશ થાય છે. આમ, ઓક્ટોબર માસમાં ક્રૂડ ઓઇલની આયાતમાં ભારતે 11 ટકાનો વધારો કર્યો હતો.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button