ઉત્સવ

વિશ્વમાં વધી રહી છે ફુલોની ખેતી ભારત કંઈ રીતે ઉઠાવશે ફાયદો?

ફોકસ પ્લસ -અપરાજિતા શર્મા

હોટલથી માંડીને વ્યક્તિગત ઘરોની સજાવટ, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો, લગ્નો, તહેવારો, અત્તરથી લઈને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોમાં વધેલી ઔદ્યોગિક માંગને કારણે, સમગ્ર વિશ્ર્વમાં ફૂલોની ખેતી ખૂબ જ ઝડપથી વધી રહી છે. આ કારણે જ ઘણા વિકસિત અને વિકાસશીલ દેશોમાં ફૂલોની ખેતી મુખ્ય વ્યવસાય તરીકે ઊભરી રહી છે.


Also read:


ભારતે પણ આનો લાભ લેવો જોઈએ, કારણ કે આપણી પાસે ફૂલોની ખેતી માટે માત્ર જરૂરી તમામ સંસાધનો જ નથી, આપણી પાસે વિશ્ર્વના સૌથી સુગંધિત ફૂલો અને તેમની વિશાળ વિવિધતા પણ છે. આમ છતાં, વર્ષ ૨૦૨૪માં ૫૦ અબજ ડોલરના વૈશ્ર્વિક ફૂલ ઉદ્યોગમાં નેધરલેન્ડનો હિસ્સો લગભગ ૪૦ ટકા, કોલંબિયાનો હિસ્સો ૧૫-૧૭ ટકા, કેન્યાનો હિસ્સો ૭-૧૦ ટકા છે, જ્યારે ભારતનો હિસ્સો માત્ર ૧-૨ ટકા જ છે. ભારત ઇચ્છે તો આયોજનબદ્ધ રીતે વિશ્ર્વ ફૂલ ઉત્પાદનમાં તેનો હિસ્સો આસાનીથી ૨૦ થી ૨૫ ટકા વધારી શકે છે; કારણ કે આપણી પાસે માત્ર ઔષધીય દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી ફૂલોની લાંબી સૂચિ જ નથી, પરંતુ આપણી પાસે વિશ્ર્વમાં સૌથી વધુ સુગંધિત ફૂલો પણ છે, જેની પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ માંગ છે.

જો કે, ભારતમાં ફૂલોની ખેતી ઝડપથી વધી રહી છે. ખાસ કરીને પશ્ર્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં તાજેતરના વર્ષોમાં ફૂલોની ખેતી મોટા પાયે કરવામાં આવી રહી છે.


Also read:


દરમિયાન, દેશના સ્થાનિક ફૂલ બજારમાં ફૂલોની માંગમાં પણ ૧૫ થી ૨૦ ટકાના દરે વધારો થયો છે, આ સાથે ભારતમાંથી ફૂલોની નિકાસ પણ વધી છે. ખાસ કરીને યુરોપ અને મધ્ય પૂર્વના બજારોમાં. ભારતના ઘણા ફૂલોની વિશ્ર્વમાં ખૂબ માંગ છે, જેમાં ગુલાબ, મેરીગોલ્ડ, જાસ્મીન, લીલી અને ઓર્કિડનો સમાવેશ થાય છે. જ્યાં સુધી ભારતીય ફૂલોના મહત્તમ ઉપયોગની વાત છે, તેઓ મુખ્યત્વે ડેકોરેશન અને ધાર્મિક હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છે. કદાચ આપણાં ફૂલોમાં હજી એ ગુણવત્તા નથી કે આપણા ફૂલોના ઉત્પાદનમાં યાંત્રિક સંડોવણી નથી, જે તેમને આરોગ્યપ્રદ બનાવે અને ઔષધીય હેતુઓ માટે તેમનો ઉપયોગ વધારે. પરંતુ ભારતમાંથી ફૂલોની નિકાસમાં માત્ર આ જ અવરોધો નથી. આ ઉદ્યોગના વિકાસને મર્યાદિત કરતા અન્ય ઘણા અવરોધો છે, જેને ધીમે ધીમે દૂર કરવામાં આવી રહ્યા છે.

ભારતમાં ફૂલોની ખેતી માટે અદ્યતન ટેકનોલોજી અને સંશોધનનો પણ અભાવ છે, ખાસ કરીને નેધરલેન્ડ જેવા મોટા નિકાસ કરતા દેશોની સરખામણીમાં. ભારતમાં, ફૂલોની ખેતીમાં સંશોધન માટે મૂડીનું રોકાણ કરવામાં આવતું નથી અને ઉત્પાદનમાં આધુનિક તકનીકોનો ઉપયોગ પણ મર્યાદિત છે. ઉદાહરણ તરીકે, હાઈડ્રોપોનિક્સ અને ગ્રીનહાઉસ જેવી અદ્યતન તકનીકોનો ઉપયોગ કરીને દેશમાં ૧ ટકા પણ ફૂલોનું ઉત્પાદન થતું નથી. આ કારણે ઉત્પાદન અને ગુણવત્તામાં સુધારાની શક્યતાઓ મર્યાદિત બની જાય છે.


Also read:


આ બધા સાથે, ભારતની આબોહવા હંમેશા ફૂલોની ખેતી માટે અનુકૂળ નથી, ખાસ કરીને ખુલ્લા મેદાનમાં ઉગાડવામાં આવતા ફૂલો માટે. આબોહવા પરિવર્તનને કારણે ફૂલોની ઊપજ અને ગુણવત્તા પર અસર પડી છે. આ ઉપરાંત વિશ્ર્વના બજારોમાં પણ ફૂલની ખેતીને શહેરી ખેતીના એક ભાગ તરીકે જોવામાં આવી રહી છે, જ્યાં લોકોએ નાના પાયે અથવા તો ઘરોમાં પણ ફૂલો ઉગાડવાનું શરૂ કર્યું છે. હાઇડ્રોપોનિક્સ અને ગ્રીનહાઉસ ટેક્નોલોજી જેવી નવી ટેક્નોલોજીને કારણે ફૂલોની ખેતી વધુ પ્રચલિત બની રહી છે, જેણે ઉત્પાદનને વધુ કાર્યક્ષમ અને ટકાઉ બનાવ્યું છે. પરંતુ તમામ શરતો હોવા છતાં, તાજેતરના વર્ષોમાં ભારતમાંથી ફૂલોની નિકાસ નોંધપાત્ર રીતે વધી છે, જેના કારણે આ એક નફાકારક વ્યવસાય બની રહ્યો છે.                                                                      

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker