વિશેષ પ્લસ : વિશ્વના પ્રાચીન ગ્રંથોની ધરા તો ભારત છે તો… આપણે સર્જનાત્મક સુપરપાવર કેમ નથી?

-લોકમિત્ર ગૌતમ
ભારતમાં હાલમાં પહેલી વાર 1 થી 4 મે 2025 સુધી આયોજિત થયેલા વેવ્સ (વર્લ્ડ ઓડિયો /વિઝયુઅલ એન્ડ એન્ટરટેઈનમેંટ સમીટ) સમ્મેલનમાં 90 થી પણ વધારે દેશના 10 હજાર થી પણ વધુ પ્રતિનિધીઓ, 1 હજારથી વધારે કલાકારો, 300 થી વધુ કંપનીઓ, 350 થી વધુ સ્ટાર્ટઅપ પ્રતિનિધિઓએ વારંવાર એક જ વિષય પર 42 મુખ્ય સત્રો અને 39 વિશેષ સત્રો અને 32 માસ્ટર ક્લાસ દરમિયાન એક જ વાત પર ચર્ચા થઈ હતી કે, આદિગ્રંથોની ધરો હોવા છતાં ભારત રચનાત્મક મહાશકિત અથવા સુપર પાવર કેમ નથી?
નરેન્દ્ર મોદીએ સમ્મેલનનું ઉદઘાટન કરતા સંબોધન કરતા કહ્યું કે ભારત પાસે વાર્તાઓનો ખજાનો છે અને આમાં કોઈ બે મત નથી કે, ખરેખર વાર્તાઓના મામલામાં ભારત એક કથા હબ છે. આ બધું હોવા છતાં, કેમ એવું છે કે ભારતમાં લખાયેલી વાર્તાઓ અથવા આપણે ત્યાં બનેલી ફિલ્મો દુનિયાને હચમચાવી દેવામાં કેમ ઓછી પડે છે જેમકે દુનિયાની જુદી જુદી જગ્યાએથી ઘણી વાર્તાઓ, ઉપન્યાસ, ફિલ્મો અને ટીવી સિરીયલો આપણને હચમચાવી નાખે છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમ્મેલનનું ઉદઘાટન કરતા એ આર રેહમાન અને રાજા મૌલીના વખાણ કરતા રાજકપૂરને યાદ કર્યા કે જેમની ફિલ્મો આજે પણ જાપાનથી લઈને રશિયા સુધી યાદ કરવામાં આવે છે.
પરંતુ આ આપણે ભલે દ્વિધા સાથે કહીયે, પણ એ તો નક્કી જ છે કે આખરે એવી કઈ વાત છે કે, આટલી પ્રાચીન સભ્યતા અને વિરાટ સંસ્કૃતિના સ્વામી હોવા છતાં આપણે ફિલ્મો, આવી ટીવી સિરીયલો કે વેબસિરીઝ કેમ નથી બનાવી શકતા, કે જેનું દુનિયામાં તે જ ક્ષણે વખાણ થાય, ભાષાંતર થાય અને દુનિયા તે વાર્તાઓને પોતાના સમાજ સાથે સરખાવી શકે? કયાં એવું તો નથી ને આપણી ક્રિએટિવીટીની સાંમ્કૃતિક જટીલતાઓ હોય? આપણો અનુભવ કે આપણી કલ્પના અસાધારણ રીતે રચનાત્મક હોવા છતાં સાંસ્કૃતિક રૂપે પ્રસારિત કેમ નથી થઈ શકતી? કયાં આપણું નરેશન સ્ટ્રકચર એટલું નબળું તો નથી ને કે કોઈને સમજાતું નહીં હોય? જો ઊંડાણમાં વિચારીએ તો આવું જ કાંઈક છે. આમ જોઈએ તો ભારતીય જીવન દ્રષ્ટિ અથવા જીવન શૈલી કાંઈક અલગ જ છે કે જેમાં સાચ્ચું અને ખોટું, સારુ અને ખરાબ જેવા કાળા ધોળા વિભાજન નથી.
ભારતના સૌથી મહાન અને તથ્યપૂર્ણતાથી ભરપૂર ગ્રંથ મહાભારતને જ લઈએ તો મહાભારતમાં એક સાથે નૈતિકતા- અનૈતિકતા , સત્ય અસત્ય ,ધર્મ અર્ધમ કથાઓની તો ગંગા વહે છે. તમે કોઈ સ્પષ્ટતાં સાથે એવું તારણ નહીં કાઢી શકો કે મહાભારત જેવો મહાનગ્રંથ કોના પક્ષમાં છે. જો એક તરફ દુર્યોધનની તમામ અનૈતિકતાનો, અનીતિઓનો પ્રતિકાર કે આલોચના કરીયે છીએ તો તે સમયે તે જ મહાભારતમાં શ્રીકૃષ્ણ દ્વારા તેવી જ રીતે જાળ ફાંસ અનૈતિકતાઓ, અસત્ય અને અધર્મનો મહિમામંડલ કરે છે. જો કે આની પાછળ ખૂબ જ સૂક્ષ્મ તર્ક અને પક્ષપાત મોજૂદ છે,
પરંતુ એક સામાન્ય વ્યકિત ખૂબ સહજતાથી આ સ્વીકારી નથી શકતા કે જો ધર્મ યુઘ્ઘમાં અભિમન્યું ને ધેરીને મારી નાખવો અધર્મ છે, તો કમરની નીચે ગદા ન મારવી એ સ્પષ્ટ નીતિ હોવા ઉપરાંત આપમને ભગવાન કૃષ્ણના ઈશારા પર ભીમ દ્વારા દુર્યોધનની જાંધ તોડી નાખવાની હરકત કેમ અધર્મ યુઘ્ઘનો હિસ્સો નથી લાગતી? આમ જોઈએ તો મોટા ભાગની ભારતીય કથા એટલી સૂક્ષ્મ અને ગોળાકાર છે કે ભારતીય વાર્તાઓ અંતમાં સત્ય અને અસત્યના ધુંધળાપણામાં પહોંચી જાય છે.
કથા સમ્રાટ પ્રેમચંદની વાર્તા ‘કફન’ના અંતમાં તમે સ્પષ્ટ રૂપે તારણ ન કાઢી શકો કે વાર્તામાં નાયક કોણ છે? આખરે વાર્તા કોના માટે સહાનુભૂતિ દર્શાવે છે. પશ્ચિમી સમાજનો આ જટીલ કથાબોધ સમજાતો નથી. પશ્ચિમ લોકો કયારેય નહીં સમજી શકે કે જો રાવણ આટલો જ મહાન જ્ઞાની, અત્યંત સારી રીતે જ્ઞાન ધરાવતો, તપસ્વી અને મહાન ભકત હતો, તો પછી જાણી જોઈને આવી નીચ હરકત કેમ કરી કે તેની હરકતોને કારણે સમગ્ર કુળનો નાશ થયો. કુળની એક પણ વ્યકિત દીવો કરવા માટે પણ બચતી નથી. શું આ આપણા રચનાકારોની પરમપ્રજ્ઞા સ્થિતિમાં પહોંચી જવાનું કારણ છે કે તેઓ સારાઈ અને બુરાઈને એક ચોક્કસ રૂપમાં નથી જોઈ શકતા.
પશ્ચિમી સમાજ સીધી સપાટ કથા ક્રમ પર ભરોસો કરે છે. તેથી જ પશ્ચિમી મહાન કથાઓ સ્પષ્ટ રૂપે સીધી અને એક લાઈનર હોય છે જે ગોળગોળ ફરતી નથી કે જે પોતાની સુવિધા માટે કોઈ ને નાયક કે અને ચાહે તો એને જ ખલનાયક બનાવી દે.
એમ તો પશ્ચિમી કથા આધારમાં પણ નાટકીયતા હોય છે. આમ જોઈએ તો પશ્ચિમી કથાઓ મોટા ભાગે ફોકસ્ડ હોય છે. એટલે જ ભારતની અપાર રચનાત્મકતા દુનીયાને જબરજસ્ત રૂપે આકર્ષિત કરી શકે છે ન તો તોડી પાડે છે.
ભારતની જે પણ કથાઓ વૈશ્ર્વિક રૂપે પસંદ આવી છે તો કેવું જોઈએ કે, આ મૂળ વાર્તાઓ નથી કે પરંતુ ભારતીય જમીનની મૂળ ભાષાઓથી નીકળી અંગ્રેજીમાં નવો આકાર -પ્રકાર આપી ઊભી કરેલી વાર્તા છે. જેવી રીતે સ્લમડોગ મિલેનિયર, આરઆરઆર જેવી બીજી તમામ વાર્તાઓ જેમકે, ગુનિત મોંગાની ડોકયુમેન્ટરી કથા ‘ધ એલિફન્ટ વિસ્પરર્સ’ આ ખૂબ જ નાજુક અને કોમળ વાર્તાઓ છે.
પરંતુ આમાંથી જયારે થોડી નાટકીયતો ઓછી કરી ત્યારે અને અંગ્રેજીમાં ઢાંચો કરવામાં આવ્યો ત્યારે તે ફિલ્મો પશ્ચિમી સમાજને આક્રર્ષિત કરી શકી. આપણી કથાઓ ખૂબ જ જટીલ એટલે કે ખૂબ જ ઊંડાણવાળી હોય છે એમાં એક સાથે વાર્તા કહેવાની કળા હોય છે સાથે લોકકથા શૈલી ધરાવતી વાર્તાઓ અને અસ્પષ્ટ કથા દિશા પશ્ચિમી કલાને ઉલઝાવે છે. અમારા જમાનાના આધુનિક કથાકાર જેમકે, મહાશ્ર્વેતા દેવી, ઉદય પ્રકાશ, મણિનાથ રેણુ અને પ્રેમચંદ સરળ કથાકાર હોવા છતાં પોતાની ઉદાર દ્રષ્ટિને કારણ તેઓ વિલનમાં પણ નાયક જોઈ શકે છે અને નાયકમાં પણ નેગેટીવીટી જાળવી રાખે છે.
આ બધું જ મળાવીને આપણે એ તો વિચારવું જોઈએ જ કે, જે ધરતીમાંથી પહેલી વાર કવિતાએ જન્મ લીધો છે , જયાં સૌથી મોટો કથાગ્રંથ મહાભારતની રચના થઈ, જયાં પ્રકૃતિનો દરેક જીવ પોતાની અભિવ્યકિત કરી શકે છે, આવી જાતક કથાઓની દુનિયામાં આખરે દુનિયા એવી રીતે કેમ આકર્ષિત ન થઈ જેવી રીતે એક જમાનામાં રશિયન સાહિત્યનું ઘેલું લાગેલું અને યુરોપ અને અમેરિકાની યુઘ્ઘોત્તર વાર્તાઓએ ધુમ મચાવી હતી.
આપણ વાંચો : ટ્રાવેલ પ્લસ : કલા-અધ્યાત્મ ને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય એટલે મોઢેરાનું સૂર્યમંદિર