ઉત્સવ

સ્પોર્ટ્સના ઈતિહાસમાં… અમર થઇ ગયા છે આ શાકાહારી રમતવીરો

કેનવાસ -અભિમન્યુ મોદી

કાર્લ લેવિસન, સ્કોટ જુરેક, માર્ટિના નવરાતિલોવા

પેરિસ ઓલિમ્પિક ચાલે છે. અત્યાર સુધી આપણને ત્રણ બ્રોન્ઝ મેડલ મળ્યા છે. મનુ ભાકર – સરબજોત સિંઘ અને સ્વપ્નિલ કુસાળેએ ચંદ્રકના હકદાર બન્યા છે. મનુ ભાકરે પિસ્તોલ શૂટિંગમાં હેટટ્રિક કરે એવી અપેક્ષા છે. ઓલિમ્પિક વિલેજમાં ખેલાડીઓ પોતાના આહારને લઈને બહુ ચુસ્તપણે શિસ્તનું પાલન કરતા હોય છે, કારણ કે ખોરાકનો સીધો સંબંધ પરફોર્મન્સ સાથે છે. ઘણા લોકોના મનમાં એવી માન્યતા પ્રવર્તે છે કે ખેલાડીએ તો નોન-વેજિટેરિયન ફૂડ લેવું પડે તો જ શક્તિ મળે. પ્રોટીન માટે રોજ ઈંડાં ખાવા જ પડે. આ બધી ગેરમાન્યતા છે અને વિજ્ઞાને તો આવા પૂર્વગ્રહોને અનેક વખત રદિયો આપ્યો છે. ઇતિહાસમાં એવા ઘણા કાબેલ ખેલાડીઓ થઇ ગયા છે, જેમનો ખોરાક શુદ્ધ શાકાહાર હતો, છતાં પણ પોતાની રમતમાં ટોચ ઉપર પહોંચ્યા છે. આ ખેલાડીઓએ બતાવ્યું છે કે સમર્પણ, શિસ્ત અને યોગ્ય સમતોલ શાકાહાર હોય તો પણ અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી શકાય છે.

કાર્લ લેવિસને ઓલિમ્પિક લેજેન્ડ કહેવામાં આવે છે. એ રમતગમતના ઇતિહાસમાં સૌથી વધુ માનપાન પામેલા ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ્સમાંથી એક છે. શાકાહારી એથ્લેટ્સ કઈ ઊંચાઈઓ હાંસલ કરી શકે છે તેનું એ એક ઝળહળતું ઉદાહરણ છે. નવ ઓલિમ્પિક સુવર્ણ અને એક સિલ્વર ચન્દ્રક સાથે, લેવિસે ૧૯૮૦ અને ૧૯૯૦ ના દાયકાની શરૂઆતમાં સ્પ્રિન્ટ અને લાંબી કૂદ સ્પર્ધાઓમાં પ્રભુત્વ મેળવ્યું હતું. એની કારકિર્દી એટલે શ્રેષ્ઠ પરફોર્મન્સની હારમાળા, જેમાં ૧૯૮૪ થી ૧૯૯૬ સુધી લાંબી કૂદમાં સતત ચાર ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રકોનો સમાવેશ થાય છે.

પ્રથમ સાત સુવર્ણ ચંદ્રકો જીત્યા પછી લેવિસ ૧૯૯૦માં શાકાહારી બન્યો. એનાથી એનો પરફોર્મન્સ વધુ બહેતર બન્યો ને એની કારકિર્દી આગળ ધપતી રહી તેના માટે એણે પ્લાન્ટ બેઝ્ડ આહારને શ્રેય આપ્યો છે. પોતાના પુસ્તક, ‘વેરી વેજિટેરિયન’માં લેવિસ વનસ્પતિ આધારિત આહારની હિમાયત કરે છે. પુસ્તકમાં સ્વાસ્થ્યને થતા લાભ અને એથ્લેટીક પ્રદર્શન પર તેની હકારાત્મક અસર પર ભાર મૂકે છે. લેવિસ કહે છે કે પ્રાણી પ્રોટીનને બદલે યોગ્ય પોષક તત્ત્વો યુક્ત શાકભાજી અને ફળફળાદી વધુ લાભદાયી છે.

માર્ટિના નવરાતિલોવાને સર્વકાલીન મહાન ટેનિસ ખેલાડીઓમાંથી એક ગણવામાં આવે છે. સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સમાં આશ્ર્ચર્યજનક ૫૯ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ સાથે એની કારકિર્દી ત્રણ દાયકાના સમયગાળામાં ફેલાયેલી છે. ચુસ્ત શરીરની માવજત અને જરૂરી પોષણ માટે નવરાતિલોવાની પ્રતિબદ્ધતા જબરદસ્ત હતી. રમતના મેદાનમાં પોતાની સફળતા અને આયુષ્ય માટે એનો આહાર મુખ્ય કારણ હતું એવું તે જણાવે છે.

નવરાતિલોવાએ ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં શાકાહારી આહાર અપનાવ્યો હતો અને ત્યારથી એ શાકાહારની હિમાયતી બની છે. ઉંમર ૪૦ વર્ષની થઇ ગઈ તો પણ એ નિવૃત્ત થયાં ન હતાં. એમનું એનર્જી લેવલ જળવાઈ રહેલું, કારણ કે એણે શાકાહાર અપનાવ્યો હતો. એ પોતાની સ્ફૂર્તિ અને સારા આરોગ્યનો શ્રેય પોતાના શાકાહારી ખોરાકને આપે છે.

બિલી જીન કિંગ ટેનિસ કોર્ટમાં અને બહાર બધે જ લીડર રહ્યા છે. આ આગવા રમતવીરે કડક શાકાહારી જીવનશૈલી અપનાવી હતી. બિલી કિંગે ૩૯ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યાં હતાં અને ૧૯૭૩માં ‘બેટલ ઓફ ધ સેક્સ’ મેચમાં મેલ ટેનિસ પ્લેયર બોબી રિગ્સને હરાવીને રમતગમતમાં જેન્ડર ઇક્વાલીટીની હિમાયત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

બિલી કિંગે ૧૯૯૦ના દાયકામાં શાકાહારી આહાર અપનાવ્યો. એમણે ખુલાસો કર્યો છે કે કેવી રીતે આહાર એમના વજનને નિયંત્રિત કરવામાં, ઊર્જાનું સ્તર જાળવી રાખવામાં અને ઇજાઓમાંથી સાજા થવામાં મદદ કરે છે.

શાકાહારી આહાર માટેની બિલીની આ સ્લાહની નોંધ ‘વિમેન્સ સ્પોર્ટ્સ ફાઉન્ડેશને’ પણ લીધી. આ સંસ્થા દ્વારા ખેલાડીઓને સ્વસ્થ જીવન અને રમતગમત માટે પ્રોત્સાહન આપવામાં આવે છે.
ભૂતપૂર્વ વર્લ્ડ હેવીવેઇટ અને ક્રુઝરવેઇટ બોક્સિંગ ચેમ્પિયન ડેવિડ હેય તાજેતરના વર્ષોમાં સૌથી પ્રખ્યાત વેગન એથ્લેટ્સમાંના એક છે. હેય ૨૦૧૪માં શાકાહારી બન્યો ઈજાઓમાંથી સાજા થવામાં એની વહારે શાકાહાર આવ્યો અને તેને કારણે જ એ બોક્સિંગ રિંગમાં પરત ફરી શક્યો એ એવું ખુદ સ્વીકારે છે..

શાકાહારથી એના એનર્જી લેવલમાં વધારો થયો-એની ક્રિયા-પ્રતિક્રિયા વધુ ઝડપી બન્યા અને આરોગ્યની ગુણવત્તા સુધરી.એમણે તે ધારણાને પડકારી છે કે તાકાત અને સ્નાયુ બનાવવા માટે માંસ જરૂરી છે.
સ્કોટ જુરેક એક પ્રસિદ્ધ અલ્ટ્રા-મેરેથોન દોડવીર છે, જે એના અવિશ્ર્વસનીય સ્ટેમિના અને વિશ્ર્વની કેટલીક અઘરી રેસમાં એક કરતાં વધુ જીત માટે જાણીતો છે. જુરેકે વેસ્ટર્ન સ્ટેટ્સ ૧૦૦-માઇલ એન્ડ્યુરન્સ રન સતત સાત વખત જીત્યા છે અને યુ.એસ. ૧૬૫.૭ માઈલનું અંતર કાપીને ૨૪ કલાકમાં રેસનો રેકોર્ડ બનાવ્યો છે.

જુરેકે ૧૯૯૯માં કડક શાકાહારી આહાર અપનાવ્યો હતો અને ત્યારથી એ શાકાહારનો કટ્ટર સમર્થક છે. પોતાના પુસ્તક ‘ઈટ એન્ડ રન’ માં, જુરેક ચર્ચા કરે છે કે કેવી રીતે એનો આહાર એની સફળતા માટે મહત્ત્વપૂર્ણ રહ્યો છે અને એ આહાર એને કઈ રીતે આત્યંતિક સ્ટેમિના માટે જરૂરી પોષક તત્ત્વો અને એનર્જી પ્રદાન કરે છે.

વિખ્યાત ટેનિસ ખેલાડી વિનસ વિલિયમ્સ ઓટોઈમ્યુન ડિસિઝથી પીડાય છે એવું નિદાન ૨૦૧૧માં થયું. બીમાર પડ્યા પછી એ વિગન બની. આહારમાં આ ફેરફાર દ્વારા એણે શારીરિક સ્થિતિને નિયંત્રિત કરવાનું શરૂ કર્યું એનાથી એને થાક ઓછો લાગતો. સાંધામાં દુખાવો ઘટ્યો.

તબિયત સારી નહોતી રહેતી,છતાં પણ એણે રમવાનું છોડ્યું નહિ. ગ્રાન્ડ સ્લેમના ફાઈનલમાં પહોંચીને એણે પોતાનું નામ અને પ્રતિષ્ઠા જાળવી રાખ્યાં. સ્પોર્ટસ ફિલ્ડમાં તો આવા અનેક દાખલા છે, જેમાં શાકાહારી ખેલાડીઓએ અનેક વિશ્ર્વવિક્રમ સર્જ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સરસ મજાના મોન્સૂનના દિવસો ચાલી રહ્યા છે, મુંબઈ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે… તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ?