ઉત્સવ

વાતમાં માલ છે તો એ છે કે

આજે આટલું જ -શોભિત દેસાઈ

નીચેવાળા! તમે ખેંચીને પગ ના પાડતા એને
ઉપરવાળા! પકડજો હાથ, આગળ આવવા દેજો
The little Prince નામની એન્તોઈન દ સેન્ત ઈક્સુપેરીની ભવ્ય, ઝાકઝમાળ બાળ-પ્રૌઢ-વૃદ્ધ પરમ તત્ત્વજ્ઞાની લઘુનવલમાં અર્પણમાં ચકાચૌંધ સત્ય આલેખાયું છે…

દરેક પુખ્ત
એક વખત રહ્યો જ છે બાળક
બહુ ઓછા આ વાત યાદ રાખે છે.
સાનફ્રેન્સિસ્કોનો એક સમયનો ટેક્સી ડ્રાઈવર દલેર મહેંદી મહંમદ અસ્લમ નામના રિક્ષા ચાલકની ગાયકીથી અંજાઈને એને લાહોર-કરાચીમાં ઘર લઈ આપે છે એ સજ્જનતા દલેરને માણસાઈની કઈ કક્ષા પર મૂકી આપે છે! પ્રૌઢ પુખ્ત થવા છતાં એ પોતાની અંદરના બાળકને સાચવી શક્યો છે, એનું ગૌરવ કોને ન થાય! સરકારને પ્રજાના મા-બાપ ગણવામાં આવે તો આ કામ તો સરકારોએ કરવાનું હોય! અરે! પણ ભૂલ્યો… સરકારો સંતાનો- ભાઈ-ભત્રીજાવાદમાંથી ઊંચી આવે ત્યારે પ્રજા તરફ નજર નાખેને! પહેલો લોટ પત્યા પછી સરકારની નજર પડે એક ઔર ઘૂસી ગયેલા કલાસ તરફ: જમાઈઓ અને ખુશામતિયાઓ.

મેં હમણાં જ એક કલીપ જોઈ પદ્મશ્રી અર્પણ સમારોહની. રાષ્ટ્રપતિ ભવનમાં પ્રથમ હરોળમાં બેઠા છે મોદીજી, ઓમ બિરલા, અમિત શાહ અને અન્ય મહાનુભાવો. દરેક પદ્મશ્રી રાષ્ટ્રપતિ પાસે જતાં નમી અને મોદીજીને બે ફૂટના અંતરેથી પ્રણામ ધરે છે, મોદીજી સામે એટલા જ આંતરિક થઈ અને એ પ્રણામ સ્વીકારે અને ધરે છે. આપણી જોનારની આંખમાં સાલા ક્યાંના ક્યાં છુપાઈ ગયેલા આંસુ ધસી આવે છે આ ક્લીપ જોતાં જોતાં… સૌથી પહેલાં આનંદ તો એ વાતનો થાય કે જેને કોઈ પણ પ્રકારના અકરામની જરૂર નથી એવા કોઈ પણ ક્રિકેટર કે ફિલ્મ સ્ટારનું નામ જ ન હોય. આટલા અધધધ પૈસા અને એવોર્ડસ જે ‘જ્ઞાતિ’ માટે ‘આરક્ષિત’ છે એવાઓને પદ્મશ્રી શેના માટે?! પદ્મશ્રીનાં ખિતાબ ફક્ત એને અને એને જ અર્પણ થવા જોઈએ જેઓએ એકધારી નિષ્ઠાથી પોતાની સર્વ કાબેલિયત જીવનને સમર્પીને પોતાના પસંદ કરાયેલા ક્ષેત્રને પોતાની જાત અર્પણ કરી હોય… સ્વયંને હોમી દીધા હોય. અને આવા વિરલજન શોધી અને રાષ્ટ્રપતિ ભવનમાં એમના આવા સન્માન કરાય એ સરકારને મનોમન કુરનિશ બજાવાનું ઉમળકું આપોઆપ હૃદયમાં ઊમટે… અને કેવા અને કોણ વિશિષ્ટ વ્યક્તિત્વો! પંડવાણી કલાકાર ઉષા બાર્લે, ભારતની પિત્તલ નગરી તરીકે પ્રસિદ્ધ મોરાદાબાદનો, brass પર અદ્ભુત ડિઝાઈન અને પેન્ટિંગ કરતા દિલશાદ હુસેન, સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રે પ્રદાન સમર્પિત કરતા ડૉ. રતનસિંગ જગ્ગી, વ્હીલચેર પર સન્માન સ્વીકારવા આવેલા ભિવંડીના મહિપતરાય પ્રતાપરાય કવિ-સમાજસેવિકા હિરાબાઈ ઈબ્રાહિમ બોબી-કલાસંલગ્ન મંગલ કાંતા રોય અને કોટા સચ્ચિદાનંદ શાસ્ત્રી… રેડિયો પરથી જૈવિક ખાતર બનાવવાની રીત અને ઉપયોગ જાણીને ભારતભરમાં ફેલાવનાર અને એ દ્વારા સ્ત્રીસશક્તિકરણની નીંવને વધુ મજબૂત બનાવનાર હિરાબાઈએ તો મોદીજીના ઓવારણા ય લીધા અને મોદીજીએ ઊભા થઈને એને સજળ સ્વીકાર્યા પણ ખરા! પૂરી પચાસ સેકંડના આ સંવાદમાં ઊભરાતાં હતા કર્તૃત્વ-માતૃત્વ અને સંતત્વ… અને આ કોણ છે કોટા સચ્ચિદાનંદ શાસ્ત્રી! આંધ્ર પ્રદેશનાં હરિકથાકાર….ફક્ત ૮૯ વર્ષની ઉંમરે, એમને મળેલું અને મૃત:પ્રાય બનતી જતી આખી હરિકથા પરંપરામાં નવાં જોમ અને બળ રેડતું આ અભિવાદન.

થોડાક અપવાદોને બાદ કરતાં સંપૂર્ણ બહુમતીનો આ જ મોટો ફાયદો છે. ઘૂસપેઠિયાઓની આપોઆપ કટોતી થઈ જાય. હું તો ઈચ્છું કે ક્રિકેટ-ફિલ્મનાં સહુજન Voluntary disclosure Scheme હેઠળ એવું જાહેર કરે કે અમને ખૂબ મળ્યું છે, પદ્મ પુરસ્કાર અમારા સિવાયનાને જ મળે…
આજે આટલું જ…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા