ઉત્સવ

સર રોબર્ટ ગ્રાન્ટે મુંબઈની આ મેડિકલ કોલેજ માટે ઝડપી કાર્યવાહીકરી હોત તો ૧૮૩૫માં જ મેડિકલ કોલેજ મુંબઈને મળી હોત

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા

ઓગણીસમી સદી સુધી રાજપૂત, પાટીદાર જેવી જ્ઞાતિઓમાં દીકરી જન્મે તો તેને ‘દૂધપીતી’ કરવાની એક કાળી પ્રથા પ્રચલિત હતી. આ ‘દૂધપીતી’ શબ્દનો અર્થ જ કંઈક જુદો થાય છે અને સ્વાતંત્ર્ય પછી જન્મેલી પેઢીને એનો અર્થ કદાચ ખબર ન હોય એ પણ શકય છે. તરત જન્મેલી દીકરીને એક મોટા તપેલામાં કે એવા વાસણમાં છલોછલ દૂધ રેડી તેમાં ડુબાડીને મારી નાખવામાં આવતી હતી. બીજા એક રિવાજ પણ પ્રચલિત હતો અને તેમાં દીકરીની માતા પોતાનાં બંને સ્તનોની ડીંટડી પર અફીણ લગાવીને તાજી જન્મેલી દીકરીને ધવરાવતી. આ અફીણને કારણે નવજાત પુત્રીનું અવસાન થતું. મુંબઈના ગવર્નર શ્રી જોનાથન ડંકન જ્યારે વારાસણસીના રેસિડન્ટ હતા ત્યારે તેમના જોવામાં આ આવ્યું અને ૧૭૮૯ના એપ્રિલની ૨૬મી તારીખે ગવર્નર જનરલને પત્ર લખી આ પ્રથા અટકાવવા અનુરોધ કર્યો હતો. અંગ્રેજ સરકારે આ પ્રથા અટકાવવા ચક્રો ગતિમાન કર્યાં અને મુંબઈની સરકારના ચીફ સેક્રેટરી શ્રી જે.પી. વિલોબીએ ઈ.સ. ૧૮૪૩માં આ પ્રથા વિરુદ્ધ લોકમત કેળવવા એક નિબંધ પ્રગટ કરવાનો આદેશ આપ્યો અને તે માટે રૂા. ૬૦૦ અને રૂા. ૪૦૦ના ઈનામની ગેઝેટમાં જાહેરાત કરી. આ નિબંધ અંગ્રેજીમાં લખવાનો હતો તથા સાથે તેનું ગુજરાતી ભાષાંતર પણ કરવાનું રહેતું હતું. આ પ્રકારના નિબંધના પ્રથમ વિજેતા નીવડયા મુંબઈના શ્રી ભાઉદાજી. અંગ્રેજી નિબંધનું શીર્ષક હતું : ‘ઋયળફહય ઈંક્ષરફક્ષશિંભશમય’ તો ગુજરાતીમાં હતું : ‘સ્ત્રી બાળહત્યા.’ અંગ્રેજીની ૬૦૦ નકલો અને ગુજરાતીની ૧૫૦૦ નકલો છાપીને ૧૮૪૭માં પ્રગટ કરવામાં આવી હતી.
ઓગણીસમી સદીના સમયનું મુંબઈ જ કંઈ નિરાળું હતું અને અહીંના લોકોને મુંબઈના વિકાસ માટે કંઈક કરી છૂટવાની તમન્ના હતી. મુંબઈમાં મેડિકલ કોલેજ ઈ.સ. ૧૮૪૫માં શરૂ થઈ ત્યારે તેમાં પ્રવેશ માટે કેપિટેશન ફી જેવી કોઈ વાત અસ્તિત્વમાં નહોતી; વિદ્યાર્થીઓ પાસે ફી તો લેવાતી નહોતી, પરંતુ ઉપરથી પૈસા સ્ટાયપેન્ડ આપવામાં આવતા હતા એવા વિદ્યાર્થીને તશિાંયક્ષમશફિુ તરીકે ઓળખવામાં આવતા હતા અને તે જમાનામાં એક પ્રાથમિક શાળાના હેડમાસ્તરનો માસિક પગાર રૂા. ૬ હતો. આ મેડિકલ કોલેજનો પ્રથમ પદવીદાન સમારંભ ૧૫મી એપ્રિલ ૧૮૫૧ના દિવસે યોજાયો હતો. મુંબઈની આ પ્રથમ મેડિકલ કોલેજને આજે પણ આપણે ગ્રાન્ટ મેડિકલ કોલેજ તરીકે ઓળખીએ છીએ. આ નામ મુંબઈના ગવર્નર સર રોબર્ટ ગ્રાન્ટના નામ ઉપરથી આપવામાં આવ્યું છે, પરંતુ ખરી રીતે સર રોબર્ટ ગ્રાન્ટ એ માટેના સાચા અધિકારી નહોતા. આ મેડિકલ કોલેજ માટે સિંહફાળો સર જમશેદજી જીજીભાઈનો હતો. જર અને જમીન બંનેની તેમણે સહાય કરી હતી.
ગ્રાન્ટ મેડિકલ કોલેજનો પાયો ૧૮૪૩ની સાલમાં જ્યારે નાખવામાં આવ્યો ત્યારે સર ગ્રાન્ટના સ્વભાવથી સુપરિચિત કોલકત્તાના બિશપ ડેનિયલ વિલ્સને કહ્યું હતું કે સર ગ્રાન્ટે આ બાબત નિપટાવામાં લાસરિયાપણું ઘણું રાખ્યું હતું.
સર રોબર્ટ ગ્રાન્ટે મુંબઈની આ મેડિકલ કોલેજ માટે ઝડપી કાર્યવાહી કરી હોત તો ૧૮૩૫માં જ મેડિકલ કોલેજ મુંબઈને મળી હોત. મેડિકલ કોલેજ શરૂ કરવાની પ્રક્રિયા ૧૮૩૫માં શરૂ થઈ હતી અને ત્યારે સર રોબર્ટ ગ્રાન્ટ મુંબઈના ગવર્નર હતા. એમના લાસરિયા કારભાર માટે તે વખતે અંગ્રેજોમાં ‘ઈવફક્ષભયિુ’ શબ્દ પ્રચલિત હતો. સરકારને સર રોબર્ટ ગ્રાન્ટ પ્રિય એટલા માટે હતા કે તેમણે સાતારાના રાજા પ્રતાપસિંહને રાજભ્રષ્ટ કર્યા હતા.
ક્રોફોર્ડ માર્કેટનું નામ બદલીને મહાત્મા જ્યોતિબા ફૂલે માર્કેટ કરવામાં નગરસેવકોએ ઊલટથી ભાગ લીધો હતો; પરંતુ, હાલમાં રસ્તાઓ, ચોક, ગલીઓનાં નામ બદલવાની દરખાસ્તમાં વ્યસ્ત નગરસેવકો આ ગ્રાન્ટ મેડિકલ કોલેજનું નામ ભૂલી ગયા છે. સરકારી ગ્રાન્ટ અને લોકોના જાહેર ફાળાથી આ મેડિકલ કોલેજ સ્થાપવામાં આવી છે.
શ્રી ભાઉદાજી તો શિક્ષકની સરકારી નોકરી છોડીને ડૉક્ટર બનવા આ મેડિકલ કોલેજમાં જોડાયા હતા. પદવી મેળવ્યા પછી એ સહુ નવા ડૉક્ટરોની નિમણૂક સબ-આસિસ્ટન્ટ સજર્યન્સ તરીકે થઈ હતી; પરંતુ ડૉ. મેરવાનજી સોરાબજી અને ડૉ. ભાઉદાજીએ છૂટા થઈને સ્વતંત્ર પ્રેક્ટિસ શરૂ કરી હતી.
ઈંગ્લેન્ડના સુપ્રસિદ્ધ મેગેઝિન ‘ધી લેન્સેટ’માં ડૉ. ભાઉદાજી આંખોનાં મોતિયાનું ઓપરેશન કરે છે એવો લેખ પ્રગટ થયો હતો. અર્વાચીન ગુજરાતી કવિતાના પિતા મનાતા કવિ દલપતરામ તો લગભગ આંધળા જેવા થઈ ગયા હતા; પરંતુ ૧૮૫૯માં મુંબઈ આવીને ડૉ. ભાઉદાજી પાસે આંખની સારવાર નવ મહિના સુધી કરાવતાં ફરીથી દૃષ્ટિ મળી હતી.
અત્યારે તો ડૉક્ટરો કંપનીઓની પેટન્ટ દવાઓ વાપરે છે કે લખી આપે છે; પરંતુ તે જમાનામાં તો ડૉક્ટરોને પોતાને દવા બનાવવી પડતી હતી. ડૉ. ભાઉદાજીએ ૧૮૬૧માં રક્તપિત્ત-કુષ્ઠ રોગ માટે અકસીર ઔષધ બનાવ્યું હતું. સર જે. જે. હૉસ્પિટલ નજીક શ્રી રૂસ્તમજી જમશેદજીએ રક્તપિત્તની સારવાર માટે ધર્માદા દવાખાનું સ્થાપ્યું હતુ અને ડૉ. ભાઉદાજી એ દવાખાનું સંભાળતા હતા અને રોજ જતા હતા. ડૉ. ભાઉદાજીની સારવારથી ઘણા રક્તપિત્તના રોગી સારા થયા હતા અને વર્તમાનપત્રોમાં ચર્ચાપત્ર લખી ડૉ. ભાઉદાજીની પ્રશંસા કરી હતી. એમાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં કમ્પોઝીટર તરીકે કામ કરતા રૂસ્તમજી બહેરામજીએ સારા થઈને ‘રાસ્તગોફતાર’ વર્તમાનપત્રમાં ચર્ચાપત્ર લખી આભાર માન્યો હતો. આ ચર્ચાપત્ર વાંચી સુરતના દૈનિક ‘ગુજરાત મિત્ર’ તરફથી એવો આગ્રહ ધરાવવામાં આવ્યો હતો કે ડૉ. ભાઉદાજીએ આ ‘નુસખો’ લોકહિત માટે જાહેરમાં રજૂ કરવો જોઈએ. આ દવા માટે દેશ-પરદેશથી મોટા પ્રમાણમાં પૂછપરછ શરૂ થઈ હતી. જે. જે. હૉસ્પિટલના ડૉ. હન્ટરે મેળવેલી માહિતી પ્રમાણે ડૉ. દાજી ‘ૠુક્ષજ્ઞભફમિશક્ષ ઘમજ્ઞફિફિં’ એટલે કે ‘ચૌલમોગરા’-‘તુવરક’ (સંસ્કૃત)નું તેલ વાપરતા હતા. મરાઠીમાં ક્વટી, કડુ, કવઠ કહેવામાં આવે છે. એને ખષ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ ફળના બીયામાંથી ભાઉદાજીએ તેલ બનાવ્યું હતું. સંસ્કૃતમાં ગરૂડ ફળ પણ કહેવામાં આવ્યું છે.
ડૉ. ભાઉદાજી ગ્રંથપ્રેમી પણ એટલા જ હતા અને એશિયાની લાઈબ્રેરીઓમાં અગ્ર હરોળ ધરાવતી જે. એન. પિટિટ ઈન્સ્ટિટ્યૂટ-લાઈબ્રેરીની સ્થાપનામાં ડૉ. ભાઉદાજીએ સક્રિય ભાગ લીધો હતો. કોટ વિસ્તારમાં એક સાર્વજનિક પુસ્તકાલય અને વાચનાલય હોવું જોઈએ એ માટે ૧૮૫૫ના જાન્યુઆરીની ૧૩મી તારીખે શ્રી ફરામજી નસરવાનજીના પ્રમુખપદે એક સભા સર જમશેદજી જીજીભાઈ પારસી બેનીવોલેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ખાતે યોજાઈ હતી અને તેમાં ડૉ. ભાઉદાજીએ ભાષણ કરી સહુને આ લાઈબ્રેરી સ્થાપવામાં ઉદાર હૈયે સહાય કરવા અનુરોધ કર્યો હતો. આ સભામાં અન્ય પારસી ગૃહસ્થો સાથે દાદાભાઈ નવરોજી પણ હાજર રહ્યા હતા.
ડૉ. ભાઉદાજીનું મરણ થયું ત્યારે ‘રાસ્તગોફતાર’ વર્તમાનપત્રમાં તેમને અંજલિ આપતાં તા. ૭-૬-૧૮૭૪ના અંકમાં લખવામાં આવ્યું હતું કે ‘પોતે હિન્દુ છતાં પારસીઓમાં પારસી જ લાગતો હતો.’ ડૉ. ભાઉદાજી, મરાઠી, કોંકણી, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી ભાષા જાણતા હતા.


ઈતિહાસમાં નૌકાયુદ્ધના વિજેતા તરીકે નેલ્સન હારેશિયોનું નામ ગર્વ સાથે લેવામાં આવે છે, પરંતુ આ દરિયાવીર નેલ્સને મુંબઈ નજીક મરાઠાઓ સામે દરિયાયુદ્ધ લડીને થાણે અને સાષ્ટિનો પ્રદેશ જીતી લીધો હતો. ૧૭૭૫ના જુલાઈની ૩૧મી તારીખે મસ્કતથી નૌકાનાં લંગર ઉપાડી નેલ્સન એ જ વરસના ઑગસ્ટની ૧૭મીએ મુંબઈ બંદરે આવી પહોંચ્યો હતો. અંગ્રેજો ત્યારે આ પ્રદેશ માટે મરાઠા સાથે યુદ્ધ ચલાવી રહ્યા હતા, પણ મરાઠા એડમિરલ આંગ્રે સામે વિજયી નીવડી શક્યા નહોતા. નેલ્સનના નસીબમાં વિજયરેખા હતી. એમને કોઈ જાણતું નહોતું ત્યારે થાણે જીતીને પોતાનું નામ નૌકાદળની આગલી હરોળમાં મૂકી દીધું હતું.
નેલ્સને આ દરિયાઈ યુદ્ધ સર એડવર્ડ હયુજીસના નૌકાદળમાં ‘જયફ ઇંજ્ઞતિય’ – દરિયાઈ ઘોડા નામના યુદ્ધજહાજમાં રહીને ૧૭૭૬ના ફેબ્રુઆરીની ૧૭મી તારીખે લડ્યું હતું. આ જહાજનો કેપ્ટન જ્યોર્જ ફાર્મન હતો. નેલ્સન પોતાની ડાયરીમાં લખે છે કે ઈરાની અખાતથી મુંબઈ સુધીની સમંદરી સફર શારીરિક અકળામણ કરાવનારી રહી; પણ મુંબઈના બારામાં જેવો પ્રવેશ કર્યો કે વહેતા વાયરાએ મને પ્રફુલ્લિત કરી દીધો અને કંઈક કરી દેખાડવાની તમન્ના મારે હૈયે પેદા કરી. નેલ્સન લખે છે કે ‘ઈં ૂશહહ બય ફ વયજ્ઞિ ફક્ષમ ભજ્ઞક્ષરશમશક્ષલ શક્ષ ઙજ્ઞિદશમયક્ષભય, ૂશહહ બફિદય યદયિુ મફક્ષલયિ.’
જ્યારે નેલ્સનના હૈયે મુંબઈ આવી પ્રેરણા પેદા કરતું હોય તો ભારતના અન્ય લોકો માટે મુંબઈ પ્રેરણા-કેન્દ્ર હોય એ સ્વાભાવિક છે. નેલ્સનનો ભાઈ પણ ઈન્ડિયન નેવી ફોર્સ (ભારતના નૌકાદળ)માં હતો અને એનું ખૂન મુંબઈ બંદરે કરવામાં આવ્યું હતું. એના ખૂનીને મુંબઈના બારાથી થોડે દૂર આવેલા એક ટાપુ ઉપર ફાંસી આપવામાં આવી હતી.
૧૭૬૮ના ઑગસ્ટની ૯મી તારીખે મુંબઈના ગવર્નર ડંકનને એક પત્ર પણ નેલ્સને લખ્યો હતો. મુંબઈના કસ્ટમ બંદરેથી ફરિયાદના રૂપમાં આ પત્ર નેલ્સનને ગવર્નરને લખ્યો હતો.
નેલ્સનની બીજા અંગ્રેજ અધિકારીઓ ભારે અદેખાઈ કરતા હતા. છતાં થાણે ખાતે મરાઠાઓ ઉપર મેળવેલા વિજયને કવિતામાં ગૂંથી લઈ લખવામાં આવ્યું હતું.
‘ઠવયક્ષ ગયહતજ્ઞક્ષ ઘ’યિ વશત ઈજ્ઞીક્ષિિુંથત રજ્ઞયત કશસય વિંય મયતિિંજ્ઞુશક્ષલ અક્ષલયહ જ્ઞિતય’
નેલ્સનના મુંબઈ આગમન વખતે ૧૭૭૫માં વસતિ માત્ર એક લાખ પચાસ હજાર હતી.
વુમન્સ આઈલેન્ડ આગળ આવેલી દીવાદાંડીની રોશની અરબી સમુદ્રમાં પાંચ દરિયાઈ માઈલ દૂરથી જોઈ શકાતી હતી. આ ટાપુ પર અંગ્રેજી ફોજ માટે બે બરાકો હતી. નેલ્સન પહેલાં અહીં ઊતર્યો હતો. એ આરોગ્યદાયક જગ્યા હતી અને બીમાર નૌકા સૈનિકોને બીમારી પછી આરામ માટે અહીં બેરેકમાં મોકલવામાં આવતા હતા.
આ જ નેલ્સન હોરેશિયો છે કે જેમણે લવજી વાડિયાના પુત્ર માસ્ટર શિપ બિલ્ડર પાસે ‘વિકટરી’ જહાજ મુંબઈમાં બંધાવ્યું હતું. ડાંગનાં જંગલોમાંથી મંગાવેલાં ખાસ સાગના ઝાડનાં લાકડાંમાંથી એ બાંધવામાં આવ્યું હતું. આ લાકડાંઓનો ઈજારો અનાવલ અને તરકાણીના પારસી દેસાઈઓએ લીધો હતો.
અંબિકા અને વેગણિયા નદીમાં એ લાકડાં તરતાં મૂકી ગણદેવી બંદરે પારસી ગઝદરો કઢાવીને બરાબર માપી આપતાં હતાં અને ગણદેવીના પારસી સુથારોએ વહાણ માટેનાં પાટિયાં ઘડ્યાં હતાં. બીલીમોરા બંદરેથી વહાણમાં મુંબઈની ગોદીમાં મોકલવામાં આવ્યાં હતાં. ત્યારે અંગ્રેજો માટેનું કબ્રસ્તાન સોનાપુર નજીક અત્યારે જ્યાં એસ.કે. પાટિલ ગાર્ડન છે ત્યાં હતું અને નેલ્સન અહીં પોતાના ભાઈની કબરે મીણબત્તી ચઢાવવા આવ્યો હતો.
મુંબઈ માટે નેલ્સને પોતાની ડાયરીમાં નોંધ્યું છે:
‘ઈં ૂફત ઙહફભયમ શક્ષ વિંય જયફ ઇંજ્ઞતિય, િૂંયક્ષિું લીક્ષત, ૂશવિં ભફાફિંશક્ષ ઋફળિયિ.’
આ સી હોર્સમાં રહીને મરાઠાઓ ઉપર વિજય મેળવ્યો હતો. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?