ઉત્સવ

આઈડિયા વીથ ઈનોવેશન જર્મન ટૅકનોલૉજીથી ખેતીને ફાયદો

છોડથી લઈને પાક સુધીની વિગત એક જ એપ્લિકેશન પર!

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ

એપ્લિકેશનમાં ઈનોવેશનથી અનેક ક્ષેત્રમાં મોટો અને સીધો ફાયદો થયો છે. ગણતરીની

મિનિટોમાં મળતું આઉટપૂટ સરળતા અને સચોટતાથી કામ પાર પાડી દે છે.

આપણા દેશમાં જર્મની કંપનીઓની ઉત્પાદકતાનું મોટું યોગદાન રહ્યું છે. ખાસ કરીને

ખેતીક્ષેત્રને લગતી કેટલીક ટૅકનોલૉજીમાં જર્મન સર્વિસ ઘણું સારું અને શ્રેષ્ઠ કામ આપે છે.

સ્વદેશી દિમાગ અને જર્મન રેવન્યૂ વચ્ચે દેશના જ કૌશલ્ય ધરાવતા યુવાનોને કંઈક નવું

કરવાનો મોકો મળ્યો છે. આ કામ પણ સરળ નથી, કારણ એ છે કે, બ્રિટન અને અમેરિકા

જેવા દેશ ઠંડી આબોહવા ધરાવે છે. વાહન માટે તૈયાર થયેલી બેટરી ત્યાં -૧૦ ડિગ્રીમાં કામ

આપે તે આપણા દેશમાં ૪૩ ડિગ્રી તાપમાનમાં દોડવી જોઈએ. આ તો થઈ સાવ પ્રાથમિક

વાત. જર્મન સર્વિસ કે એપ્લિકેશનથી દેશના ખેતિ ક્ષેત્રમાં ડંકો વાગે ને પડઘા પડે એવું

કામ થયું છે.

જ્યાં વાર્ષિક માંડ એક પાક ઊતરતો ત્યાં બે-ત્રણ પાકથી ખેડૂતોના ખિસ્સાને આર્થિક રાહત

થઈ રહી છે. આ પાછળનું શ્રેય જાય છે જર્મન એપ્લિકેશન સિસ્ટમને. મોબાઈલની કોઈ પણ

એપ્લિકેશન એક ચોક્કસ સર્વિસ પર કામ કરતી હોય છે. આધુનિક યુગના ઉત્તમ સમયની

વાત છે, જ્યાં ખેતરમાં રોપેલા કોઈ છોડમાં રોગ લાગુ પડે છે તો કોઈ નિષ્ણાતોને

બોલાવવામાં નથી આવતા. દેશના ખેડૂતો પોતાનો મોબાઈલ કાઢીને માત્ર એનો એક ફોટો

પાડીને નીવેડા સુધી જ નહીં , પણ રોગ અંગેની આખી કથા સુધી પહોંચી જાય છે.

એપ્લિકેશનમાંથી ત્યાં સુધીની જાણકારી મળે છે કે છોડવામાં કેવા પ્રકારનો રોગ, કેવી રીતે

અને ક્યાં સુધી યથાવત્ રહેશે.

વેલકમ ટુ ટેકબેઝ ગ્રીન ફાર્મિંગ ટૅકનોલૉજી જ્યાં થાય છે ટૅકનોલૉજીના સહારે ખેતી,

જાણવણી, રોગનો નીવેડો અને સંપૂર્ણ માર્ગદર્શન. એપ્લિકેશનમાંથી જ માર્ગદર્શન મળે છે

એને ખેડૂતો સીધો પોતાના ખેતરમાં અમલમાં મૂકે છે.

ખેતરમાં પાવડો, કુહાડી અને તગારાની સાથે સ્માર્ટફોન લઈને જવું એ હવે સામાન્ય બની

રહ્યું છે. રૂટિનલાઈફ. ભારતીય ખેતીમાં ડિજિટાઈઝેશન ત્યાં સુધી વ્યાપ ધરાવે છે કે,

હવામાન બદલવાના ચોક્કસ સમય પહેલા પાક ન બગડે એની તૈયારીઓ થઈ જાય છે.

ખાસ કરીને હરિયાણા-પંજાબ અને ઉત્તર પ્રદેશના સીમાડાના ખેતરોમાં આની એક ચોક્કસ

અસર જોવા મળી રહી છે. માણસના શરીરમાં કોઈ રોગ થાય તો પણ એટલી ઝડપથી કે

ટૂંકા સમયમાં પકડાતો નથી. આટલા મોટા ખેતરમાં કોઈ એક છોડ કે માટીમાં રોગ પેસી

જાય તો? આ માટે કામ કરે છે જર્મન એપ્સ. આ એપ્લિકેશનનું નામ પ્લેન્ટિક્સ છે. આ

એપ્લિકેશનનું વડું મથક જર્મનીમાં છે. જ્યાં એક-એક ઈમેનું એનાલિસીસ થાય છે. આ

એપ્લિકેશનની કંપની સાથે હેલ્થફાર્મા સેક્ટર પણ જોડાયેલું છે. આ કારણે જે તે છોડ

સંબંધિત દવા કે ઉકેલ ત્વરિત મળી રહે છે.

એપ્લિકેશન તૈયાર કરનારા યુવાભેજાઓએ ટમેટાની ખેતી કરવા માટે એક પ્રયોગ કર્યો

હતો. આ પ્રયોગ સાથે ટૅકનોલૉજીને જોડી દઈ એક રિસર્ચ શરૂ કર્યું. બન્યું એવું કે, ટમેટું

તૈયાર થાય એ પહેલા રોગ લાગુ થયો. આ પરથી નાનકડું વિચારબીજ વટવૃક્ષ બની રહ્યું.

કોર્બોનિયન હાર્ટબેર્ગેર નામના નિષ્ણાત ત્યાં સુધી કહે છે કે, ખેતીલક્ષી તમામ કેટેગરી અને

રોગનો આખો ડેટાબેઝ અમારા સર્વરમાં છે. ભારત એક મૌસમી વિષમતા ધરાવે છે. અમે

અઈં ને જોડી આખા મુદ્દાને ત્યાં સુધી લઈ જઈએ છીએ જ્યાં સુધી એનું કોઈ સોલ્યુશન ન

મળે. યુનિવર્સલ અઈં થી ફાયદો એ થાય છે કે, અન્ય પ્રાંતમાં ખેતી કરતા કોઈ ખેડૂતને

આવી મુશ્કેલી પડી હોય તો એનો હંગામી જુગાડ જાણી શકાય છે, જેના પરથી એક કાયમી

છુટકારો શક્ય બને.

આપણા દેશમાં ૮૦ લાખ ખેડૂતો આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. જર્મની અને ભારતના

સંબંધો ઘણા સારા છે. મૈત્રીભાવનું પવિત્ર ઝરણું ભારતીય ખેતરોમાં વહ્યા કરે છે. કંપની

ત્યાં સુધી કહે છે કે, અમારી પાસે જે તે ખેડૂતોના ખેતરના ચોક્કસ ફોટા છે, જે સુરક્ષિત છે.

હવે કંપનીના રિપોર્ટની વાત. ૩.૫ કરોડ છોડમાં કેવો, ક્યો અને ક્યારે રોગ થાય એના

ફોટોગ્રાફ છે. આ તો હજું પ્રાથમિકતા છે. જ્યારે પણ ખેડૂતો આ એપ્લિકેશનથી કોઈ રોગ

અંગે વાત કરે છે કે, ફોટો મોકલે છે એ સમયે તરત જ ડેટાબેઝમાંથી સર્ચ થઈને જે તે

ભાષામાં અસરકારક પરિણામ મળે છે. પાકમાં લાગુ પડતા રોગ, છોડમાં થનારી જીવાત

અને માટીમાં થતા ફેરફારમાં એટલું બધુ છે કે, માણસ માટે માહિતી યાદ રાખવી અશક્ય

છે. આ માટે જ કેટેગરી અનુસાર સર્વરમાં માહિતી એકઠી કરી ઓનલાઈન ઈમેજ સર્ચ

આપીને એક અલગ સ્તરનું કામ કરવામાં આવી રહ્યું છે.

માત્ર ઘરેલું ઉપચાર જ નહીં યોગ્ય જંતુનાશક દવા કેટલા પ્રમાણમાં ક્યા અને કેટલી

નાંખવી એનું પણ ઓનલાઈન ગાઈડન્સ મળી રહે છે. સ્ટોરની વિગતથી લઈ કેવો ઉપયોગ

અને પરિણામ આવશે એની વિગત આપે છે. અહીં ખાસ વાત એ છે કે,
આ એપ્લિકેશનમાં બધું જ ફોટો અને વિડિયો બેઝ છે. ખેડૂતોને કોઈ નકલી ઉત્પાદન

મળવાના ચાન્સ એટલા માટે ઓછા છે , કારણ કે, જે ઈમેજ હોય એ જ આબેહુબ

ઉત્પાદનની પ્રાપ્તિ માટે પ્રેરાય છે.

આઉટ ઓફ ધ બોક્સ
ભટકેલા મુસાફરને રસ્તો બતાવતી એપ્લિકેશન ‘ગૂગલ મેપ્સ’ વર્ષ ૨૦૦૮માં આવી હતી.

આ એપ્સને દુનિયાની પહેલી લાઈવ-જીવંત માર્ગદર્શક એપ્સ માનવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button