ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

હું, ફીનિક્સ પક્ષી

આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે

મુંબઈની આઈ.ટી. કંપનીનો પ્રોજેકટ મેનેજર અભિષેક ચૌધરીના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને બુદ્ધિપ્રતિભાથી સૌ કોઈ આકર્ષાય એ સહજ કહી શકાય. ૩૬વર્ષીય અભિષેક એટલે ડેશીંગ યંગમેન. વિદેશી કંપની સાથે જોડાણ હોય કે રીજનલ નાની કંપનીઓ સાથે જોડાણ હોય, અભિષેક જેવું ટાયઅપ અને ડીલિંગ કોઈ ન કરી શકે. એટલે જ પ્રેસિડન્ટની કેબિનની લગોલગ અભિષેકની કેબિન છે.

આ અલ્ટ્રામોર્ડન કેબિનમાં દરરોજ લાખોનો બિઝનેસ થાય છે. અભિષેકની વાક્પ્રતિભા, કાર્યનિષ્ઠા, સમયની ચોકસાઈ અને કંપની પ્રત્યેની લોયાલિટી તેને સફળતા તરફ લઈ જતી હતી.

તે દિવસે પ્રેસિડન્ટ શ્રી.પી.કે રાવ સવારે સાડા અગિયારે ઓફિસમાં આવ્યા, ત્યારે તેમની સાથે ૨૮વર્ષની એકટર મલ્લિકા સેન પણ હતાં. ઓફિસના સ્ટાફે વિસ્ફારિત નેત્રે ઊભા થતાં સસ્મિત સ્વાગત કર્યું.
રાવ સાહેબે અભિષેકને પોતાની ઓફિસમાં બોલાવતા કહ્યું-
અભિષેક, મીટ મલ્લિકા સેન, વેલનોન વેબસ્ટાર. મારા ખાસ મિત્રની દીકરી એટલે મારી પણ દીકરી છે.

ગુડમોર્નિંગ સર, (પછી મલ્લિકા તરફ જોતાં) ગુડમોર્નિંગ મેડમ. પ્લીઝ્ડ ટુ મીટ યુ.
મલ્લિકાએ મીઠું સ્મિત આપતાં કોમળ સ્વરે કહ્યું- હલો, ગુડમોર્નિંગ, સેઈમ હીયર, કહેતા હાથ લંબાવ્યો. જરા સંકોચ સાથે અભિષેકે હસ્તધૂનન કર્યું. બંને તેજસ્વી તારલાઓની નજર અથડાતાં જે વર્તુળ
રચાયું તેમાં અનેક વલયો ઉઠ્યાં અને બંનેના હૃદયને સ્પંદિત કરી ગયા.

રાવ સાહેબે કહ્યું- અભિષેક મલ્લિકાની વેબસિરીઝ યસ- બોસના બે શોનું શુટિંગ તેમની પ્રોડક્ષન કંપની આપણી ઓફિસમાં કરવા માગે છે.

મેં પ્રોડયુસર સાથે વાત કરી છે. નાવ યુ હેવ ટુ ટેક કેર ઓફ એવરીથિંગ. ડાયરેકટર, કેમેરામેન સાથે કોઓર્ડિનેટ કરજે. યુ બી વીથ ધેમ.

ઓ.કે સર. માય પ્લેઝર. અભિષેકે કહ્યું. પછી ખુરશી પર બેસતાં મલ્લિકા સામે જોતાં કહ્યું- મેડમ, તમારી રિકવાયરમેન્ટસ કહી શકો તો હું એરેન્જમેન્ટ કરી શકું. બાય ધ વે તમે કયારે શુટિંગ કરવા માગો છો-વીલ યુ નીડ અવર સ્ટાફ ?

મોહક સ્મિત આપતાં મલ્લિકાએ કહ્યું- અભિષેક, આય એમ ઈમ્પ્રેસ્ડ. તમે તો અમારા માટે પ્લાનિંગ શરૂ કરી દીધું. હમણાં મારા ડાયરેકટર આવશે, એ તમને ડીટેલમાં કહેશે. બટ અભિષેક તારે બંને દિવસ અમારી સાથે જ રહેવાનું છે. રાવ અંકલ સાથે તારું શુંટિંગ પણ લેવું છે.

મી એન્ડ શુટિંગ નેવર. અભિષેકે કહ્યું.

અભિષેકના ખભા પર હાથ મૂકતાં તે બોલી- અભિષેક યુ આર ધ રીયલ સ્ટાર ઓફ ધીસ કંપની. તમે ફકત સ્મિત આપજો. બીજું બધું અમારા પર છોડી દો.

પી.કે રાવે કહ્યું- અભિષેક, યુ કેન. જસ્ટ એક શોટ. અભિષેક કશું જ બોલી ન શક્યો. મલ્લિકાની મારક નજરથી એ માંડ માંડ બચી શક્યો.

રાવસાહેબ અન્ય કોલ પર વ્યસ્ત હતા, ત્યારે કોફી પીતા પીતા જ મલ્લિકાએ કહ્યું- અભિષેક, યોર કોન્ટેકટ નંબર પ્લીઝ. સો ધેટ વી કેન કોઓર્ડિનેટ.

જરા ખચકાતાં અભિષેકે નંબર આપ્યો ત્યારે મલ્લિકાએ તરત જ મીસકોલ આપતાં કહ્યું- આ મારો પર્સનલ નંબર છે. ઈટ્સ ઈમ્પોર્ટન્ટ. સેવ માય નંબર.

પ્રથમ મુલાકાતમાં કોઈ અજાણી યુવતી આમ પોતાનો નંબર આપે. અને એકીટશે વેધક નજરે જોયા કરે તેથી અભિષેક મૂંઝાઈ રહ્યો હતો,

મલ્લિકાની ટીમે ઓફિસમાં ત્રણ દિવસ સુધી દરરોજ સવારે દશ થી રાત્રિના દશ સુધી શુટિંગ કર્યું. મલ્લિકાના ટેક-રીટેકનું શુટિંગ. આ રૂપેરી દુનિયામાં અભિષેકને હાજર રહેવાની ફરજ હતી, પણ, એ મલ્લિકાથી જેટલો દૂર રહેવા માંગતો, મલ્લિકા એને વધુ નજીક ખેંચતી. એણે કેમેરામેન પાસે અભિજિતના કેટલાક ખાસ ફોટા પણ પડાવ્યા. મલ્લિકાના રૂપના તેજથી પોતાની જાતને બચાવવી મુશ્કેલ તો હતી પણ અભિષેક જાણતો હતો કે સિનેતારીકાના પ્રોફેશનલ જીવન સાથે અંગતજીવન કેવું સંઘર્ષમય બની શકે છે.વળી પોતે પરંપરાગત કુટુંબમાં ઉછરેલો, પોતાની બુદ્ધિપ્રતિભાથી, સ્વબળે આગળ વધી રહ્યો હતો. એ માનતો હતો કે જીવનસાથી તરીકે સ્ત્રી સુશિક્ષિત- સંસ્કારી સાથે સૌજન્યશીલ હોય. મલ્લિકાનું જાહેરજીવન એની રહેણીકરણી અને પ્રોફેશનલ લાઈફ તદ્દન વિરુદ્ધ છે. એ કોઈ રીતે એના કુટુંબમાં સમાઈ ન શકે. અભિષેક જાણતો જ હતો કે એ ભલે રૂપવતી છે, પ્રેમાળ છે પણ આ સંબંધ શક્ય નથી. એટલે એ ડિસ્ટન્સ રાખતો.

બીજી તરફ મલ્લિકા સ્માર્ટ અભિષેકને જીવનસાથી બનાવવા થનગની રહી હતી.

તે રાત્રે એક વાગે મલ્લિકાએ મેસેજ કર્યો.

હાય, અભિ લેટ અસ મીટ ટુમારો ઈવનિંગ.

નો. સોરી આય એમ ટ્રાવેલિંગ.

વ્હેન યુ વીલ બી બેક.

કાન્ટ સે. મે બી વન વીક.

બી ઈન ટચ. કહેતાં મલ્લિકાએ પોતાના છ-સાત ફોટા સાથે ગાઢ મૈત્રીનું સૂચન કરતાં ઈમોજી મોકલ્યા.

અભિષેકને સમજાતું ન હતું કે એ શું કરે- એના જીવનમાં સ્ત્રીમિત્રો તો હતી પણ કોઈએ આવી રીતે મેસેજ કે ઈમોજી કરવાની હિંમત કરી ન હતી.

યુરોપની કંપની સાથે ડિલિંગ પતાવી અભિષેક મુંબઈ આવ્યો. બીજે જ દિવસે સવારે દશ વાગે મલ્લિકા વાવાઝોડાની જેમ ધસી આવી.હાય, સ્વીટહાર્ટ, માય ચામિર્ંગ બાબુ. હાવ વોઝ ધ ડીલ?

યસ, આય કંપ્લિટેડ ધ ડિલ. ઈટસ ગ્રેટ. વોટ યુ વીલ હેવ જયૂસ ઔર કોફી?

શું તું મને જલદી ફૂટાવવા માગે છે ? આજે નો વર્ક. લેટ અસ એન્જોય-હેવ ફન. હું પણ કશે જવાની નથી. મલ્લિકા આંખ નચાવતા બોલી રહી હતી ત્યારે તેના ક્રીમ કલરના ઝીણા ટોપમાંથી એની યુવાની ડોકિયા કરી રહી હતી. અભિષેકે તરત જ ત્યાંથી નજર હટાવી દેતાં કહ્યું- મેડમ, આ ઓફિસ છે, આય હેવ ટુ ડુ માય વર્ક.

ઓ.કે. ગીવ મી ડેટ. હું જતી રહીશ. માય રાવ અંકલ ઈઝ હેપી વીથ અવર રિલેશન. કહેતાં તે ગર્વભેર હસી.

શુક્રવારે સાંજે ૬વાગે હોટેલ લેન્ડમાર્ટની ડેટ નક્કી થઈ.

રાવ સાહેબનું નામ આપવું, ઓફિસ અવર્સમાં અચાનક આવી જવું, ફોટા અને ઈમોજી શેર કરવા હવે અભિષેક ગંભીર થઈ ગયો. મનોમન નક્કી કર્યું કે મારા મનની વાત કહીને કાયમ માટે આ ટેન્શનમાંથી નીકળી જવું છે. સ્ત્રીસન્માન માટે જ અભિષેકે મળવાનું નક્કી કર્યું.

એક તરફ બિઝનેસ કલ્ચરનો અભિષેક તો બીજી તરફ રૂપેરી દુનિયાની સ્વરૂપ સુંદરી મલ્લિકા. એકને પ્રેમને સંપૂર્ણ રીતે પામવો છે, યેન કેન પ્રકારે- જયારે બીજી તરફ પ્રેમમાં ગૂંગળામણ અનુભવાય છે.

અભિષેક લેપટોપ પર કામ કરવામાં મગ્ન હતો, ત્યારે જાજ્વલ્યમાન મલ્લિકા હોટલમાં પ્રવેશી.

અભિષેક, યુ હેવ ટુ બી વીથ મી ફોર માય સિરીઝ પ્રમોશન.

આય એમ નોટ સ્ટાર લાઈક યુ. આય એમ કોર્પોરેટ મેન.

અભિષેકે વેઈટરને ચીઝ સેંડવીચ અને કોફીનો ઓર્ડર આપ્યો.

અભિષેક રાવઅંકલ ઈઝ હેપી ધેટ વી આર મિટિંગ.

બટ, ઈટસ ફોરમલ આય થીન્ક.

નો આય એમ વેરી સિરિયસ મલ્લિકાએ કહ્યું. તું આટલો સ્માર્ટ છે. વાય યુ આર સીંગલ અભિષેક.

મેરેજ માટે મેં હજુ વિચાર્યું નથી, આય વોન્ટ ટુ શેટલ ડાઉન ઈન બિઝનેસ.

આય વીલ વેઈટ ફોર યુ- અભિષેક. કહેતાં મલ્લિકાએ અભિનો હાથ લઈ પોતાની છાતી પર મૂકયો.

આ ફ્રેન્ડશીપનો કોઈ અર્થ નથી. સાચું કહું તો મલ્લિકા આપણા માર્ગ અલગ છે. એટલે મેરેજનો વિચાર કરી ન શકાય.

નો, નો અભિષેક આય કાન્ટ લુઝ યુ. તું ચિંતા ન કર, આપણા મેરેજ ડેસ્ટિનેશન મેરેજ હશે, રિસેપ્શન તાજ મહાલ હોટેલમાં, બસ, તું હા પાડી દે.

અભિષેક લાલચમાં લપટાયો નહીં. એને ખબર હતી કે બંનેના માર્ગ અલગ હતા.

ફર્સ્ટ ડેટમાં જ રિઝલ્ટ લઈને બંને છુટા પડ્યા. પણ મલ્લિકા એને આસાનીથી છૂટવા દેવાની ન હતી. બોલીવૂડમાં એના જલવા ઓસરવા લાગ્યા હતા એટલે એ કોઈ પૈસાદાર બકરાની શોધમાં હતી. અભિષેકમાં એને મીડિયાને તો ભાવતું જડી ગયું. મીડિયામાં એ બંને વીશે અનેક અફવા ફેલાવા લાગી.

અભિષેકના જીવનમાં જાણે કે ઝંઝાવાત આવ્યો. એના મમ્મી પપ્પા, ભાઈ બહેન બધા ડઘાઈ ગયાં. અભિષેકનું લફરું કોઈ હિરોઈન સાથે ચાલે છે, એ વાત જાણતાં જ બધા નારાજ થઈ ગયા. અભિષેક પર કેટકેટલા આક્ષેપો મુક્યા, કેટકેટલી શીખામણ અપાઈ. એને કહેવામાં આવ્યું, આપણા કુટુમ્બમાં કોઈ હિરોઈન ચાલે નહીં. એના રૂપનો તું પાગલ થઈ ગયો છે, પણ એ તને બરબાદ કરી દેશે, તું એને છોડી દે.

શરૂઆતમાં તો અભિષેકને પણ ખબર ન પડી કે એ શું કહે? એની સામે વિરોધના વંટોળ વધતો ગયો. આખરે એણે હિંમત કરીને કહી દીધું કે એની અને પેલી હિરોઈન વચ્ચે એવું કશુંય નથી અને અભિષેક પેલા ફિનિકસ પક્ષીની જેમ રાખમાંથી બેઠો થયો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button