ઉત્સવ

સ્વસ્થ હૃદયના ધબકારા શી રીતે જાળવશો?

પુસ્તકોની દુનિયા

લે. ડૉ. અક્ષય મહેતા કિંમત રૂા. ૨૫૦.૦૦
ખુબજ જાણીતા કાર્ડિયોલોજીસ્ટ અને ૩૦ વર્ષથી વધુ સમયની કારકિર્દીના જાણીતા ડૉ. અક્ષય મહેતાએ હૃદયરોગ વિશેની ખૂબ જ સુંદર સમજણ આપી છે. તેઓએ હાર્ટએટેક એટલે શું? હાર્ટ એટેકના પ્રથમ લક્ષણ શું હોય છે? હાર્ટ એટેકના લક્ષણો વિશે કેટલીક માન્યતાઓ અને ગેરસમજ, કાર્ડિયેક અરેસ્ટ શું હાર્ટ એટેક ટાળી શકાય? હાર્ટ એટેકથી બચવા માટે ત્રણ પગલાં. બ્લડ પ્રેશર વિશે, ઘરેબેઠા બ્લડ પ્રેશર અને ડાયાબીટીશ માપવાની કળા, કોલેસ્ટ્રોલનું કોયડું, આહાર, યોગ, નિંદ્રા, અમુક દવાઓ, ઈલેક્ટ્રો કાર્ડિયોગ્રામ, ટ્રેડમિલ સ્ટ્રેસ ટેસ્ટ, કોરોનરીસિટી, એન્જીયોગ્રાફી, બલુન એન્જીયોપ્લાસ્ટી, હૃદયરોગનો સર્વોત્તમ ઈલાજ શું? બાયપાસ પછી શું? જેવા વિષયોને લઈને માર્ગદર્શન આ પુસ્તકમાંથી આપને મળી જશે.
પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર, ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, દવા બજાર, મુંબઈ – ૪૦૦ ૦૦૨. મો.: ૯૮૨૧૧૪૬૦૩૪

જડે તો જડીબુટ્ટી
લે. ડૉ. મલ્લિકા ઠક્કુર
કિંમત રૂા. ૪૫૦.૦૦
૬ઠ્ઠી આવૃત્તિ – પેજ : ૪૦૦
આ પુસ્તકમાં નાનાં નાનાં ઘરગથ્થુ આયુર્વેદિક નુસખા બતાવવામાં આવ્યા છે. લગભગ ૪૦૦ વનસ્પતિ તથા ઘરમાં રહેલા મરી મસાલા આપણા રોગોમાં કઈ રીતે ઉપયોગમાં આવી શકે તે પ્રયોગો સાથે બતાડવામાં આવ્યા છે. દા.ત. મીઠુ, સાકર, અખરોટ, અજમો, આદુ જેવી ઘરની બધી વસ્તુઓ લઈને કયા રોગમાં કયો પ્રયોગ કરીને દર્દ મટાડી શકાય તેનું વર્ણન કરવામાં આવ્યું છે. દા.ત. અપચો, અનિદ્રા, આધાશીશી, આંખના રોગોનાં જુદા જુદા ઉપાયો આંતરડાના રોગોનાં જુદા જુદા પ્રયોગો ઉલટી, કબજિયાત, કફ, કમળો, કમરનાં દર્દો, ખરતા વાળ, ચામડીના રોગો, તાવ, પગમાં સોજા, પાચન, પેટનાં રોગો, મરડો, મધુપ્રમેહ, મોમાં ચાંદા, લિવરના દર્દો, શરદી, સંધિવા, સોજા, હરસ, હૃદયરોગ જેવા અનેક રોગોના ઉપચારોની સમજણ આપી છે. આ પુસ્તકમાં રોગની સમજણ સાથે જડીબુટ્ટીઓની સમજણ સાથે તેના પ્રયોગો આપેલા છે.
પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર, ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, દવા બજાર, મુંબઈ – ૪૦૦ ૦૦૨. મો.: ૯૮૨૧૧૪૬૦૩૪

આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંત
લે. આનંદમૂર્તિ ગુરૂમા કિંમત રૂા. ૩૦૦.૦૦
પેજ : ૨૫૦
આ પુસ્તકના માધ્યમથી એક એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે વધુમાં લોકો સુધી આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતોને પહોંચાડી શકાય. આ પુસ્તક આયુર્વેદનાં આધારભૂત તત્ત્વો, ઉત્તમ સ્વાસ્થનો વાસ્તવિક અર્થ શું અને કઈ રીતે કાયમ રાખી શકાય છે. રોગ થવાનાં કારણો શુંં છે અને કઈ રીતે સાધારણ ઘરેલું ઉપચાર દ્વારા પરચુરણ બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે. શરીરનાં રોગો જેમાં વાત, પિત્ત, કફ ત્રિદોષોનો ઉપચાર પંચકર્મ ચિકિત્સા પ્રકૃતિ, લક્ષણ, આસન અને સજાગતા જેવા અનેક વિષયોને લઈને ખુબજ સરળ ભાષામાં સમજણ આપવામાં આવી છે.
પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર, ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, દવા બજાર, મુંબઈ – ૪૦૦ ૦૦૨. મો.: ૯૮૨૧૧૪૬૦૩૪

ડૉ. મનુ કોઠારી તથા ડૉ. લોપા મહેતાનાં ખૂબ જાણીતા પુસ્તકો
૧) કેન્સર કેટલીક ભ્રમણા કેટલુંક સત્ય, કિંમત રૂા. ૩૦૦.૦૦
૨) હૃદયરોગ કેટલીક ભ્રમણા કેટલુંક સત્ય, કિંમત રૂા. ૩૫૦.૦૦
ક્ેન્સર પુસ્તકમાં કેન્સર સાહજિક કરણ આધારિત નહીં, કેન્સરના ઉપચાર વિસેના કેટલાક સિદ્ધાંત, કેન્સરની કાળજી અનિવાર્ય, કેન્સર વિરુદ્ધ પ્રતિકારક શક્તિ, કેન્સરને સમજીએ, કેન્સરને સદ્ભાવથી સમજો જેવા અનેક વિષયોની સમજણ ખૂબ જ સચોટ અને સરળભાષામાં આપી છે.
હૃદયરોગ પુસ્તકમાં હૃદયરોગમાં વપરાતી સામાન્ય પરિભાષા, પાયાની સમજ, કારણ, નિદાન, અર્થશાસ્ત્ર, સમીક્ષા, સૂચનો, ઉપચાર અને ઉપાયો જેવા અનેક વિષયોની છણાવટ કરવામાં આવી છે.
પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર, ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, દવા બજાર, મુંબઈ – ૨. મો.: ૯૮૨૧૧૪૬૦૩૪

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button