ઉત્સવ

વેપાર વૃદ્ધિ માટે નિષ્ણાતની સહાય કેટલી જરૂરી…?

બ્રાન્ડ ક્ધસલ્ટન્ટની ભૂમિકા અનેકવિધ છે. એ કંપનીને વેચાણ વધારવા અને વ્યવસાયિક લક્ષ્ય – ઉદ્દેશ્ય સુધી પહોંચવા માટે ખરી દિશા ચીંધી શકે છે.

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી

ક્ધસલ્ટન્ટ કે પછી એક્સપર્ટ સર્વિસ આઉટસોર્સ કરવાની વાત આવે ત્યારે અચૂક વેપારી માનસ હંમેશાં વિચારે : શું જરૂર છે આની અને આવા ખોટા ખર્ચા ના કરાય. આપણે ખઇઅ છીયે અર્થાત્ મને બધુ આવડે…!
આ માનસિકતા આપણો ગ્રોથ અટકાવે છે. આ માનસિકતા જખઊ અને નાના વેપારીઓમાં વધુ જોવામાં આવે છે. આપણે બીમાર હોઈએ તો ઘરેલુ ઉપચાર અજમાવીયે, પણ જો પ્રોબ્લેમ વધી જાય તો સ્પેશ્યાલિસ્ટને મળવુ જ પડે અને આ સ્પેશ્યાલિસ્ટ એટલે જ સ્પેશ્યલાઈઝડ ક્ધસલ્ટન્ટ જેમની પાસે સમસ્યા હલ કરવાની કળા હોય છે. આથી આગળ, બધી વાતો મારી રીતે હલ કરવાની કોશિશ કેમ કરું, કારણ કે હું બધી વાતોમાં માહિર ના હોઈ શકું તે શક્ય છે.
ક્ધસલ્ટન્ટ પોતાની સાથે એનાં વર્ષોનો અનુભવ ઉપરાંત એક ચોક્કસ ભૂમિકા સાથે આવે છે જેની આવશ્યકતા વેપારી વર્ગને વધુ છે. જ્યારે બ્રાન્ડ ઑનર પોતાની બ્રાન્ડ પર કામ કરતો હોય છે ત્યારે તેમાં એટલો ઓતપ્રોત થઈ જાય છે કે એને પોતાના બાળકની જેમ સાચવે છે. ફક્ત બ્રાન્ડ માટે નહીં, પણ આ વાત કોઈ પણ વેપારીને લાગુ પડે છે પછી તે મોટી કંપની પણ કેમ ના હોય? આવા સમયે ક્ધસલ્ટન્ટની વેલ્યૂ ખબર પડે છે. ઇનહાઉસ ટીમ અને મેનેજમેંટ એક જ દિશામાં વિચારતી હોય છે અને સ્થિરતા આવી જાય છે.એમના વિચારોમાં એકવિધતા આવી જાય છે.
આવા સમયે બહારનો કે ત્રીજી કોઈ વ્યક્તિનો અભિપ્રાય જરૂરી થઈ જાય છે, જે નવી દિશા સૂચવે. ઘણીવાર એમ પણ બને કે મેનેજમેંટ રિજિડ હોય અને બ્યૂરોક્રેટિક અપ્રોચના કારણે ટીમના અભિપ્રાયોને અવગણતા હોય. આવા સમયે ક્ધસલ્ટન્ટ એમની સમક્ષ સાચી તસવીર બતાવવામાં મદદ કરે છે. ક્ધસલ્ટન્ટ બહારની વ્યક્તિ હોવાથી પોતાની જવાબદારી સમજી નિષ્પક્ષ ઉકેલ આપશે. મેનેજમેંટ કે કોઈ વ્યક્તિને ધ્યાનમાં રાખીને નહી, પણ જે કંપની માટે યોગ્ય છે તેવા ઉકેલો આપશે. પોતાનાં વર્ષોના અનુભવોના કારણે એની પાસે અલગ દ્રષ્ટિથી સમસ્યાને જોવાની-સમજવાની ક્ષમતા હોય છે. કોઈ પણ વેપારને આગળ વધવા માટે નિષ્ણાંત દૃષ્ટિકોણની જરૂરત પડે જ છે અને આ કામ ક્ધસલ્ટન્ટ કરે છે.
આમ કોઈપણ વેપાર માટે બ્રાન્ડ અને માર્કેટિંગ પણ વિશિષ્ટ વિષય છે. એ માટેના એક્સપર્ટ ક્ધસલ્ટન્ટ બ્રાન્ડને બનાવવામાં અને વધારવામાં મદદ કરે છે. બ્રાન્ડ ક્ધસલ્ટન્ટ વેપારના અહીં દર્શાવેલા વિસ્તારોમાં પોતાની નિપુણતા પ્રદાન કરશે:
૧ ) સ્પર્ધાત્મક લાભ: તમારો પ્રતિસ્પર્ધી કોણ છે તે નક્કી કરવામાં અને તેનો અભ્યાસ કરી તમારી બ્રાન્ડ માટે સ્ટ્રેટેજિક માર્કેટિંગ પ્લાન બનાવી આપશે. આમ તમને અલાયદું પોઝિશનિંગ આપી તમારા પ્રતિસ્પર્ધીથી અલગ પાડશે, જે તમને સ્પર્ધામાં આગળ વધવા સહાય કરશે.
૨) વિઝન સેટિંગ ને ટાર્ગેટ અચિવમેન્ટ : સૌપ્રથમ એ તમારી કંપનીનું ઉદ્દેશ્ય,વિઝનનો અભ્યાસ કરશે.તમને સેલ્સની પરે જઈ તમારા વિઝનને નવી દિશા આપશે. બ્રાન્ડ માટે વેલ્યુ સેટ કરશે. આના થકી તમારા ટાર્ગેટને નવી ઊંચાઈ આપી તેને સર કરવાના રસ્તા બતાવશે.
૩) કસ્ટમર સેગમેંટેશન: કોઈપણ બ્રાન્ડ માટેનું મહત્ત્વનું પાસુ એટલે તેનો કસ્ટમર. ટાર્ગેટ ઑડિયેન્સ ડિફાઇન થવુ જરૂરી છે. બ્રાન્ડ ક્ધસલ્ટન્ટ રિસર્ચ, માર્કેટ ફીડબેક અને વિવિધ અભ્યાસ દ્વારા કસ્ટમર ડિફાઇન કરશે. નિશ્ર્ચિત કસ્ટમર પ્રોફાઇલ બ્રાન્ડની સફળતા માટે જરૂરી છે. આનાથી તમારું કેમ્પેન ફીકસ્ડ હશે. આની સાથે તમને નવા સેગમેન્ટ ડિફાઇન કરવામાં પણ તે મદદરૂપ થશે. આજના ડિજિટલ યુગમાં સેગમેંટેશનના સહારે નવા કસ્ટમર બનાવી શકાય છે.
૪) સેલ્સ: વિવિધ પ્રમોશનલ વ્યૂહરચનાના સહારે તમારુ સેલ્સ વધારવામાં પણ મદદરૂપ થશે. વિવિધ મીડિયામાં કઈ રીતે બ્રાન્ડને પ્રમોટ કરવી, મેસેજિંગ કેવુ ડેવલપ કરવું, ક્રિયેટિવ કેવા બનાવવા,
વગેરે બાબતમાં એમની નિપુણતા કામ લાગશે.
૫) જઠઘઝ: તમારી બ્રાન્ડ અને કંપનીનું જઠઘઝ (સ્ટ્રેન્થ, વીકનેસ, ઑપર્ચુનિટી અને થ્રેટ)નો અભ્યાસ કરી વ્યૂહ રચના બનાવશે . તેના સહારે ગ્રોથ માટેના લાંબા ગાળાના અનેક ઉકેલ આપશે.
આ ઉપરાંત એ તમારા વેપારને રી-ઇન્વેન્ટ કરવામાં, બ્રાન્ડની અવેર્નેસ વધારવામાં, તમારી કંપની માટે એક
ઓળખ બનાવવા, તમારો વ્યવસાય તમારા ગ્રાહકો સાથે કેવી રીતે ક્રિયા-પ્રતિક્રિયા કરે છે, તમે વેચાણની
પ્રક્રિયા કેવી રીતે કરો છો જેવી ઘણી બધી વાત-વિગતોનો વિચાર કરી દિશા ચીંધે છે, જે તમને તમારા સ્પર્ધકોથી અલગ રહેવામાં મદદ કરે છે.
વાંચવામાં આ બધી વાતો આસાન લાગશે, પણ જ્યારે તમે પોતે આ તમારી રીતે કરવા જશો ત્યારે તમારા પૂર્વગ્રહો તમને ક્લેરિટી અને નવી દિશા પ્રદાન નહીં કરી શકે. આના માટે તમને ક્ધસલ્ટન્ટની જરૂર પડશે.
તમે એક સફળ વેપારી હશો, પણ એક્સપર્ટ ઑપિનિયન હંમેશાં લાભ દાયક હોય છે. ઘણીવાર તમે જે વિચારો છો તે સાચું છે કે ખોટું તેની પુષ્ટિ માટે પણ તમે એમની સહાયતા લઈ શકો.
જ્યારે તમે નક્કી કરો કે હવે તમારા વેપારને કે બ્રાન્ડને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે એક્સપર્ટ ક્ધસલ્ટન્ટની જરૂર છે ત્યારે એને રાખતા પહેલા અમુક વાતનું ધ્યાન રાખો…
સૌપ્રથમ એનો અનુભવ જાણો- સમજો. કદાચ તમારી ઇંડસ્ટ્રીમાં કામ ના પણ કર્યુ હોય, પણ ક્ધસલ્ટન્ટ પોતાના અનુભવ થકી તમારી ઇંડસ્ટ્રીને ન્યાય આપી શકશે તેની ખાતરી કરો. એનું અને તમારું વિઝન સમાન હોવું જોઈયે. તમે જે ચાહો છો તે એની સાથે શેર કરો અને તમારી બ્રાન્ડ માટેના એના વિચારો જાણો. તમારા વેપારને તે જે સ્થિતિમાં છે તેવી સ્થિતિમાં સ્વીકારે અને તેને આગળ વધારવા સહમત થાય.
એ અક્કડ ના હોવો જોઈએ અર્થાત્ ‘હું કહું તેમ જ કરવું…’ તમને સાંભળી- સમજી બ્રાન્ડ માટે જે જરૂરી છે તેવા ઉકેલો આપે અને નહીં કે તમને ખુશ કરવા તમારી હામાં હા મેળવે. આની સામે તમાર પણ તમારી માનસિકતા બદલી સાથે કામ કરવા માટે તૈયાર થવું પડશે.
સૌથી મહત્ત્વનું તમારા બન્નેની કેમિસ્ટ્રી જામવી જોઈયે, પોતાની બ્રાન્ડ સમજી તમારો સાથ આપે જે બ્રાન્ડને
ઊંચા શિખરે લઈ જાય. નવી વાત કરવા જશો ત્યારે ભૂલો બંને તરફથી થશે, પણ તેમાંથી શીખ મેળવી આગળ વધશો તો સફળતા જરૂરથી મળશે.
આમ, બ્રાન્ડ ક્ધસલ્ટન્ટની ભૂમિકા વિવિધ છે. કંપનીને વેચાણ વધારવા અને વ્યવસાયિક લક્ષ્ય અને ઉદ્દેશ્ય સુધી પહોંચવા માટે એ ઉકેલો પ્રદાન કરશે. ટૂંકમાં, બ્રાન્ડ ક્ધસલ્ટન્ટની મુખ્ય ભૂમિકા વ્યવસાય માટે વ્યૂહાત્મક દિશા અને માર્ગદર્શન પૂરી પાડવાની છે, જે તમારી બ્રાન્ડ અને કંપનીને પ્રતિસ્પર્ધીઓથી પણ આગળ વધવા અને
નવી ઊંચાઈ સુધી પહોંચવામાં સહભાગી થાય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…