ઉત્સવ

અલ ઇમાદ દુબઇની સહુથી મોટી કાર રેન્ટલ કંપની કઈ રીતે બની?

ઉઝેર ગઝલફર

“અલ ઈમાદ પોતાની માલિકીની ૬,૦૦૦ કાર ધરાવે છે.સમગ્ર યુએઈમાં એક દિવસથી લઈ અને એક વર્ષ સુધી કાર ભાડે આપે છે.

મુંબઈ સમાચાર ટીમ
કરછી મૂળના ગઝલફર પરિવારનો દુબઇમાં કાર રેન્ટલ કંપની તરીકે દબદબો છે. આ કંપનીનો માલિક એવો મેમણ પરિવાર પાર્ટિશન પછી કચ્છમાંથી કરાચી પાકિસ્તાન જઈ વસ્યો અને ત્યાંથી દેશાવર ખેડી ધંધા વિકાસ અર્થે દુબઈ પહોંચ્યો. બહુ સામાન્ય કુટુંબ, પણ મહેનત કરવાની પૂરેપૂરી તૈયારી. ગઝલફર પરિવાર દુબઈ પહોંચી અને ડ્રાઇવિંગના વ્યવસાયમાં જોડાયો. ૨૦૦૮માં દુબઈ જ્યારે વિકાસની હરળફાળ ભરી રોજ નવાં શિખરો સર કરતું હતું ત્યારની આ વાત છે. પરિવારને વિચાર આવ્યો કે દુબઈમાં વ્યવસાય કે ફરવા માટે આવતા લોકોની સૌથી મોટી જરૂરિયાત ટ્રાન્સપોર્ટેશનની છે. ઓછા સમય માટે આવતા લોકો પોતાની કાર ખરીદી અને તેનું મેન્ટેનન્સ, પાર્કિંગ, ઇન્સ્યોરન્સ ઉપરાંત ઘણી બાબત સંદર્ભે ઝંઝટમાં પડવા ના માગતા હોય તો તેમના માટે આપણે શું કરી શકીએ અને અંકૂર ફૂટ્યા અલ ઈમાદના કાર ભાડે દેવાનો બિઝનેસ શરૂ કરવાનો આ વિચાર અમલમાં મૂક્યો ને ત્રણ કારથી કંપનીની શરૂઆત થઈ. આ શરૂઆત ત્રણેક કાર ઈકોનોમી ક્લાસની કારથી કરી, કારણ તે લોકોનું લોજિક એવું હતું કે એક કે બે દિવસ આવવાવાળી વ્યક્તિની બહુ મોટી કારની ડિમાન્ડ નથી હોતી. વળી ફેમિલી કાર તરીકે નાની કાર દરેક રીતે પોસાય પણ ખરી. તેમની શરૂઆત બહુ સારી થઈ અને ધીમે ધીમે કંપની વિકાસ કરતાં કરતાં હાલ “અલ ઈમાદ પોતાની માલિકીની ૬,૦૦૦ કાર ધરાવે છે.સમગ્ર યુએઈમાં એક દિવસથી લઈ અને એક વર્ષ સુધી કાર ભાડે આપે છે.
દુબઈ ફરવા જાવ કે ધંધાના વિકાસ અર્થે જાઓ ત્યારે આમ તો કોઈ સમસ્યા નડતી નથી, પરંતુ સૌથી મોટી સમસ્યા ટ્રાન્સપોર્ટેશનની રહે છે. એવા સંજોગોમાં એક દિવસના અંદાજિત ૭૦ દિરહામથી લઈ અને અલગ અલગ પેકેજમાં કાર ભાડે મળે છે. એક વીક, ૧૫ દિવસ, એક મહિનો કે વધુ સમય, તે પ્રમાણે ભાડામાં ફેરફાર થઈ શકે છે. વળી જો ડ્રાઇવર સાથે કાર જોઈતી હોય તો પણ ઉપલબ્ધ છે. અને તમારી પાસે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો વિધાઉટ ડ્રાઇવર પણ કાર ભાડે મળે છે. માની લ્યો તમારી પાસે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ નથી તો “અલ ઈમાદ તમને ત્યાં માત્ર ગણતરીની મિનિટોમાં ઇન્ટરનેશનલ લાઇસન્સ કરાવી આપે છે. જેની ગવર્નમન્ટની ફી અઢીસો દિરહામ જેવી છે. આ ઉપરાંત તેમના ગ્રાહકોમાં ફક્ત ફેમિલી જ નથી હોતા, પરંતુ તેમાં કંપનીઓ પણ છે. અલ ઈમાદ કંપનીનો ધ્યેય
બજારમાં એવી કારો મૂકવાનો છે કે જેના કારણે લોકોને આરામદાયક મુસાફરી મળી રહે તેમજ ગ્રહકોની માનસિક શાંતિ મળી રહે એ મહત્ત્વનું છે. તેથી કંપની તેની કારોનું નિયમિતપણે ચેક કરે છે કે તે તેમના ગ્રાહકોની સલામતી માટે યોગ્ય છે કે નહિ.

કાર ભાડે લીધા બાદ પાર્કિંગ કે અકસ્માત કે કાર બગડી જવા જેવા પ્રશ્ર્નોમાં ભાડે લેનાર વ્યક્તિને કોઈ તકલીફ રહેતી નથી. બધી જ કાર ઓનર જવાબદારી લેતા હોય છે. દંડની રકમ પણ કાર ઓનર ભરી આપે છે. અલ ઈમાદ કંપનીના પાયા ફૂરકાનભાઈએ નાખ્યા છે, પરંતુ હાલ તેની બીજી પેઢી એટલે કે યંગ એન્ડ ડાયનેમિક પર્સનાલિટી ઉઝેર અને તેમના મોટા ભાઈ સંભાળે છે.
હવે તમને કરીએ મજાની વાત તો આ મૂળ કચ્છી મેમણ પરિવારે “મુંબઈ સમાચાર પરિવાર સાથે આત્મિયતાથી જોડાઈ અને ખાસ મુંબઈ સમાચારના દર્શકો અને વાચકો માટે લાગણી વ્યક્ત કરતા એક સરસ ઓફર આપી છે. તેમની ઓફર પ્રમાણે અલ ઈમાદનો “મુંબઈ સમાચારની વેબસાઈટ અને ુજ્ઞીિીંબય ચેનલ પર પોસ્ટ થનારો વીડિયો કોઈ મને દેખાડશે અથવા તો “મુંબઈ સમાચારનું નામ આપશે તેને એક વીક કાર રેન્ટમાંથી બે દિવસ ફ્રી કાર આપવામાં આવશે અને વધારે દિવસ માટે કાર રેન્ટ પર જોઈતી હશે તો વધારે દિવસ ફ્રી કરી દેવામાં આવશે. આ ગઝલફર પરિવારની ઝિંદાદિલી દર્શાવે છે.

દુબઈમાં મેમણ પરિવારની કહાની સાંભળ્યા પછી એક વાત તો નક્કી છે કે સારા વિચાર સાથે મહેનત કરવાની તૈયારી હોય તો એક નાનકડો વિચાર બહુ મોટા ધંધાના પાયા નાખી શકે છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ “અલ ઇમાદ કંપની છે.

ઉઝેર અને તેમના ભાઈને મળ્યા પછી એક વાત ચોક્કસ લાગે છે કે આવતાં વર્ષોમાં આ કંપની સમગ્ર યુએઈ ઉપરાંત બહારના બીજા દેશમાં પણ વિશ્ર્વની અગ્રીમ રેન્ટલ કાર કંપનીમાં નામના ધરાવતી હશે તેમાં કોઈ શક નથી.

“અલ ઈમાદ
તમને ત્યાં માત્ર ગણતરીની મિનિટોમાં ઇન્ટરનેશનલ લાઇસન્સ કરાવી આપે છે. જેની ગવર્નમન્ટની ફી અઢીસો દિરહામ જેવી છે. આ ઉપરાંત તેમના ગ્રાહકોમાં ફક્ત ફેમિલી જ નથી હોતા, પરંતુ તેમાં કંપનીઓ પણ છે. અલ ઈમાદ કંપનીનો ધ્યેય બજારમાં એવી કારો મૂકવાનો છે કે જેના કારણે લોકોને આરામદાયક મુસાફરી મળી રહે તેમજ ગ્રહકોની માનસિક શાંતિ મળી રહે એ મહત્ત્વનું છે.તેથી કંપની તેની કારોનું નિયમિતપણે ચેક કરે છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button