ઉત્સવ

ઈતિહાસ મુલક કચ્છ

વલો કચ્છ – ડૉ. પૂર્વી ગોસ્વામી

એકસામટી ચાર રાજ્યની ચૂંટણી યોજાઇ. હાર – જીતની રસાકસી પર પૂરા દેશની નજર ચોંટેલી હતી. હોય પણ કેમ નહિ, નેતાઓ કે રાજકીય પક્ષની જ નહિ પરંતુ નાગરિકોની પસંદગીની ચર્ચા મહત્ત્વનો મુદ્દો રહ્યો. બેન-બેટી સન્માન, આર્થિક સહાય કે પછી રોજગારના સાચા -ખોટા વાયદાઓને ઓળખીને નિર્ણયો જાગૃત મતદાતાઓએ લેવાના હતા. મોદી મેજીક તો સર્વોપરી મુદ્દો હતો જ. રાજકીય ઉપક્રમ ચર્ચવાનો મારો હેતુ બિલકુલ નથી. વાત તો પ્રજાજાગૃતિની છે કે દેશ અને વિશ્ર્વની સમસ્યા તથા ભારતનું સાર્વભૌમત્વની ઓળખની જવાબદારી લઇને આજનો નાગરિક શું વિચારે છે. પ્રજાજાગૃતિની વાત કરતાં કચ્છની યાદ આવી જાય છે અને સ્મૃતિ સીધાં ૧૯૬૮ના કચ્છ સત્યાગ્રહ તરફ દોરી જાય છે.

આમેય ડિસેમ્બરનો મહિનો હોય એટલે પણ ૧૯૬૫નું યુદ્ધ એસઆરપીએફની બહાદુરી અને બીએસએફની સ્થાપના યાદ આવી જાય એ સાથે ભારત -પાકિસ્તાન સરહદે આવેલા આ કચ્છનો ભૂભાગ પચાવી પાડવા અર્થે આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યૂનલે આપેલ ચુકાદો આ પ્રદેશનો મહત્ત્વનો ઐતિહાસિક મુદ્દો સાબિત થયો. બે દેશો વચ્ચેની તકરાર વૈશ્ર્વિક ફલક પર રજૂ થઇ. રજુ થઇ અથવા શાંતિપૂર્ણ નિરાકરણ માટે આપણે વિશ્ર્વકક્ષાએ બારણા ખટખટાવ્યા એનો પણ કઈ વાંધો ન હતો, પરંતુ ટ્રિબ્યૂનલે જે ઉકેલ આપ્યો તેમાં કચ્છ ભળકી ઊઠ્યું. પ્રદેશનો અમુક હિસ્સો પાકિસ્તાનને જતો રહે આ નિર્ણય પર તે સમયની સરકારની હામીથી લોકોનો વિરોધ સત્યાગ્રહનું સ્વરૂપે પહોંચી ગયું. જાણકારો તો એવું જ કહે છે કે જનતા પક્ષની ઉત્પત્તિનું મુખ્ય કારણ કે વિચારબીજ કચ્છ સત્યગ્રહ રહ્યું. યુગપુરુષ અટલજીથી માંડીને જનતા પક્ષના અનેક કદાવર નેતાઓનો કાફલો આ સત્યાગ્રહમાં ઠલવાયો. ભૂભાગ આપી દેવાના વિરોધમાં જનમેદનીએ જાગૃતિના દર્શન કરાવ્યાં. કમનસીબે આ મંજિલ સફળતા તરફ ન પહોંચી શકી પરંતુ આજે જેને આપણે ભાજપા તરીકે ઓળખીએ છીએ તે પાર્ટીના મૂળ જનસંઘથી નીતરેલા છે તો મૂળમાં રહેલ આ પ્રદેશની અડધી સદી જૂની વાત વિધાનસભા ચૂંટણીથી આવી ગઈ. મુદ્દાથી ભટક્યા વગર હજુ પ્રજાજાગૃતિની વાત કરવી છે. વર્ષ ૨૦૨૫ થી ૨૦૨૬નું વર્ષ સંઘને સો વર્ષ પૂરા થયાનું વર્ષ છે. આગામી પચીસ વર્ષમાં સંઘના વિસ્તરણનો પાયો કચ્છમાં નખાયો. આ સાથે કચ્છ ઈતિહાસમાં પ્રથમ વખત વાર્ષિક કાર્યકારિણી બેઠક યોજાઈ અને જેમાં સરસંઘ સંચાલક ભાગવતજી ખુદ ઉપસ્થિત રહ્યાં હતા. સ્પષ્ટપણે પ્રજાજાગૃતિ અને સંઘ શક્તિની જ આ બેઠકો યોજાઈ હતી. આ મુલકને ઓછું બિલકુલ આંકી ન શકાય, કારણકે વિપલવી વર્ષે જન્મેલા શ્યામજી કૃષ્ણવર્મા હોય કે ભારતના ગ્રાન્ડ ઓલ્ડમેનની પૌત્રી કેપ્ટન સિસ્ટર્સ. આઝાદી પછીના કાળને યાદ કરીએ તોય અટલજીથી લઈને મોદીજીની લાલન કોલેજથી લાલ કિલ્લા સુધીની રાજકીય યાત્રા કચ્છના પ્રારંભ બિંદુથી આલેખાય છે. વર્ષભર સદ્સ્ય રાષ્ટ્રોના રાષ્ટ્રપ્રમુખો, મત્રીગણ, પ્રશાસક તથા મનીષીઓની હાજરીમાં અનેક કાર્યક્રમ ભારતમાં થયા એવી જી-૨૦ સમિટનું યજમાનપદ ભારતે મેળવ્યું, જેની શરૂઆત આ ધીંગી ધરા પરથી જ થઇ હતી. અહીંનાં આત્મીય આતિથ્યનો અનુભવ, ભારતના ગૌરવશાળી અતીત અને વર્તમાનની આકર્ષક પ્રગતિ બધા જ દેશોના સહભાગીઓને પ્રભાવિત કરી ગઈ.

ગત માસ સંઘના સ્વયંસેવકો દ્વારા આયોજિત અન્ય એક કાર્યક્રમમાં પ્રજાજાગૃતિની ઉત્તમ વાતો કૃષ્ણગોપાલજી દ્વારા બૌધિકોની સમક્ષ રજૂ થઇ હતી કે પ્રકૃતિ વિરુદ્ધ જીવનશૈલી, સ્વચ્છનદતા તેમ જ અબાધિત ઉપભોગોને કારણે નવી નવી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહી છે. વિકૃતિયો અને અપરાધ વધી રહ્યા છે. આત્યંતિક વ્યક્તિવાદને કારણે પરિવાર તૂટી રહ્યા છે. પ્રકૃતિના અમર્યાદ શોષણથી પ્રદૂષણ, વૈશ્ર્વિક તાપમાનમાં વૃદ્ધિ, ઋતુક્રમમાં અસંતુલન તેમજ તેના દ્વારા ઉત્પન્ન પ્રાકૃતિક દુર્ઘટનાઓ વધી રહી છે. આતંકવાદ, શોષણ તેમજ અધિસત્તાવાદને ખુલ્લુ મેદાન મળી રહ્યું છે. આવી અધૂરી દૃષ્ટિને લઈને વિશ્ર્વ આ સમસ્યાઓનો સામનો નહીં કરી શકે એ સ્પષ્ટ થઈ ગયું છે. એટલે આપણાં સનાતન મૂલ્યો તેમ જ સંસ્કાર પર આધારિત ભારત પોતાના ઉદાહરણથી વાસ્તવિક સુખ-શાંતિનો નવપથ વિશ્ર્વને બતાવે તે અપેક્ષાકૃત છે. સમાજના આચરણ- ઉચ્ચારણમાં દેશ પ્રત્યે પોતાનાપણાની ભાવના પ્રગટ થાય. મંદિર, પાણી અને સ્મશાનમાં ક્યાય ભેદભાવ બાકી હોય તો સમાપ્ત થાય અને શુભ ઉપયોગ સાર્થક થાય. કચ્છ પોતાની ભાવિ પેઢીને ચરમ વિકાસનું સુખ આપી શકે તે માટે પ્રજાજાગૃતિના આવા સંવાદો ખરાખરીમાં અમલમાં લાવવા ઇચ્છનીય છે.
ભાવાનુવાદ: હિકડ઼ે ભેરી ચાર રાજ્યજી ચૂંટણી યોજાણી. હાર – જીતજી રસાકસી તે સજ઼ે ડેસજી નજર ચોંટલ હુઇ. વે પ કીં નં, નેતા ક રાજકીય પક્ષજી જ઼ નં પ નાગરિકેંજી પસંદગીજી ચર્ચા મહત્ત્વજો મુદ્દો વો. ધી-બાઇ સન્માન, આર્થિક સહાય ક પોય રોજગારજા સચે -ખોટે વાયધેકે ઓરંખીને નિર્ણય જાગરત મતદાતાએંકે ગ઼િનેજાવા. મોદી મેજીક ત મિણીંયા મહત્વજો મુધો વો જ઼. રાજકીય ઉપક્રમ ચર્ચા કરેજો મુંજો ખ્યાલ જિરાય નાય. ગ઼ાલ ત પ્રિજાજી જાગૃતિજી આય ક ડેસ નેં ધુનિયાજી સમસ્યાઉં તીં ભારતજે સાર્વભૌમત્વજી ઓરખજી જભાભદારી ગ઼િનીને અજ઼્જો નાગરિક કુરો વિચારેતો. પ્રિજાજાગૃતિજી ગ઼ાલ કરીંધે કચ્છજી જાધ અચેંતી નેં સ્મૃતિ ૧૯૬૮જે કચ્છ સત્યાગ્રહ વટ પુજાય ડિનેં.

હુઇં ડિસેમ્બરજો મેંણું વે ઇતરે ૧૯૬૫જો યુદ્ધ એસઆરપીએફજી બહાદુરી નેં બીએસએફજી સ્થાપના જાધ અચી વિઞેં. હિન ભેરો ભારત -પાકિસ્તાન સરહદતેં આવલ હી કચ્છજો ભૂભાગ છિનવાજી વ્યો નેં વિડેસી ટ્રિબ્યૂનલજો ડનલ ચુકાધો હી પ્રડેસજો મહત્ત્વજો મુધો સાબિત થ્યો. બોંય ડેસ વિચ તકરાર વૈશ્વિક ફલકતે રજુ થિઇ હુઇ. રજુ થિઇ ક તેંજો શાંતિસેં નિરાકરણ ગ઼િનેલા પાં ધુનિયાજા ધરવાજા ખટકાયા તેંજો કો પ વાંધો નં વો પ ટ્રિબ્યૂનલ જુકો ઇલાજ ડિંનોં તેંમેં કચ્છ ભડ઼કી વ્યો વો. પ્રડેસજો અમુક હિસ્સો પાકિસ્તાન વટ હલ્યો વિઞેં હી નિર્ણયતે હુન સમોજી સરકારજી મનસાસેં માડુએંજો વિરોધ સત્યાગ્રહજો રૂપ ગ઼િની ગ઼િડો હો. જાણકાર ત ઇં ચેંતા ક જનતા પક્ષજી ઉત્પત્તિજો મેન કારણ ક વિચારબીજ઼ કચ્છ સત્યગ્રહ હો. યુગપુરુષ અટલજીનું કરેંનેં જનતા પક્ષજા કિઇક વડા નેતાએંજો કાફલો હિન સત્યાગ્રહમેં ઠલવાણોં હો. ભૂભાગ ડિઇ ડિનેંજે વિરોધમેં માનવ મેરાણ જાગૃતિજા ડરસન કરાયા વા. નસીબજો માર ક હી મંજિલ સફડ઼તા તિંઇ પુગ઼ી ન નકા અજ઼ જેંકે પાં ભાજપા તરીકેં ઓરંખોતા હી પાર્ટીજા મૂર જનસંઘનૂં નિતરેલા ઐં. વિધાનસભાજી હી ચાર રાજ્યજી ચૂંટણીસેં હિન પ્રડેસજી પંજ઼ સધિ જૂની ગ઼ાલ નિકરી આવઈ. મુધેનું ભટકે ભરાં અનાં પ્રિજાજી જાગૃતિજી કેંણી આય.

વરે ૨૦૨૫નું ૨૦૨૬ તંઇ સંઘકે સો વરે પૂરા થ્યેજો વરે આય. આગામી પંજી વરેમેં સંઘજે વિસ્તરણજો પાયો કચ્છમેં વિંજાણો. હિન ભેરો કચ્છજે ઈતિહાસમેં પેલી વાર વાર્ષિક કાર્યકારિણી બેઠક યોજાણી નેં જેંમેં સરસંઘ સંચાલક ભાગવતજી પિંઢ હાજર રયા વા. પ્રજાજાગૃતિ નેં સંઘ શક્તિજી જ઼ બેઠકું યોજાણી હુઈ. હી મુલકકે જરા પ કચો સમજણૂં ન ખપે કુલા ક વિપલવજે વરે જનમ ગિંનંધલ શ્યામજી કૃષ્ણવર્મા વે ક ભારતજા ગ્રાન્ડ ઓલ્ડમેનજી પોતરીયું કેપ્ટન સિસ્ટર્સ. આઝાદી પૂંઠીયાજે વરેંકે જાધ કરીયું તય અટલજીનું કરેંનેં મોદીજીજી લાલન કૉલેજનૂં લાલ કિલ્લે સુધીજી રાજકીય જાત્રાજી સરુઆતસેં કચ્છ જુડલ આય. સજ઼ો વરે પાં ભેરા જુડલ રાષ્ટ્રજા રાષ્ટ્રપ્રમુખ, મત્રીગણ, પ્રશાસક તીં મનિષીએંજી હાજરીમેં કિઇક કાર્યક્રમ ભારતમેં થ્યા એડ઼ી જી-૨૦ સમિટજો યજમાનપધ ભારત ભોગવેં. જેંજી સરુઆત પ હિન ધિંગી ધરાતાનું જ઼ થિઇ હુઇ. હિતજા હુંભ સમાન મેમાણીજો અનુભવ, ભારતજે ગૌરવશાડ઼ી અતીત નેં વર્તમાનજી ફુટરી મિડ઼ે ડેસજે ભાગીદારેંકે ઉત્સાઇ વિઈ.

પાછલે મેંણેમેં સંઘજા સ્વયંસેવકેં ભરાં યોજલ હિકડ઼ે કાર્યક્રમમેં પ્રિજા જાગૃતિજી સુંઠી ગ઼ાલિયું કૃષ્ણગોપાલજી કરે વેં ક પ્રકૃતિ વિરુદ્ધ જીવનશૈલી,
સ્વછંદતા તીં સખત ઉપભોગજે કારણે નયુમ નયું કિઇક સમસ્યાઉં ઉત્પન્ન થિઈ રઇયું ઐં. વિકૃતિ નેં અપરાધ વધેંતા. આત્યંતિક વ્યક્તિવાદજે કારણે પરિવાર તૂટી રયા ઐં. પ્રકૃતિજો અમર્યાદ શોષણજે કારણ
પ્રદૂષણ, વૈશ્ર્વિક તાપમાનમેં વૃદ્ધિ, ઋતુક્રમમેં અસંતુલન તી હિન ભરાં ઊભી થીંધલ કુધરતી દુર્ઘટનાઉં વધંધી અચેંત્યું. આતંકવાદ, શોષણ તીં અધિસત્તાવાદકે ખુલ્લો મેધાન મિલી રયો આય. એડ઼ી ખુટલ દૃષ્ટિસેં ધુનિયા હી સમસ્યાએંજો સામનો નઇં કરી સગ઼ે ઇ નિક્કી આય. ઇતરે પાંજા સનાતન મૂલ્ય તીં સંસ્કારતેં આધારિત ભારત પિંઢજો ડાખલો ગ઼િની અસલી સુખ-શાંતિજો નઉં પંધ વિશ્ર્વકે વતાય હી જરૂરી આય. સમાજજે આચરણ- ઉચ્ચારણમેં ડેસજી અજાઉંપણુંજી ભાવના પ્રિગટ થિએ. મિંધર, પાણી નેં સ્મશાનમેં કિતે ભેદભાવ બાકી વે ત પુરો થિઇ વિઞેં નેં શુભ ઉપયોગ સાર્થક થિએ. સ્વદેશીજો ઉપયોગ વધારે સ્વાવલંબન વધારણું. કચ્છ પિંઢ ભાવિ પેઢીકે ચરમ વિકાસજો સુખ ડિઇ સગ઼ે તેંલા પ્રિજાજાગૃતિજા ઍડ઼ા સંવાદ ખરાખરીમેં અમલમેં આયા ખપે.
વલો કચ્છડો પૂર્વી ગોસ્વામી

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News