ઉત્સવ

હિંદુત્વ અને ગાંધીજી

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

*પશ્ર્ચિમી તેમ જ ડાબેરી ઈતિહાકારોએ ગાંધીજીનું હિંદુત્વ અલગ અને હિંદુ સંગઠનોનું હિંદુત્વ અલગ છે એવો ભ્રમ ઊભો કરી નેરેટીવ ચલાવ્યું. વાસ્તવમાં હિન્દુત્વ તો એક જ છે. તે ‘હિંદુ સંગઠનોનું’ કે ‘મહાત્મા ગાંધી’નું હિન્દુત્વ અલગ કેવી રીતે હોઈ શકે?

*ગાંધીજીના મતે ‘સત્યની ખોજ’નું બીજું નામ હિંદુ ધર્મ છે. ચોક્કસપણે હિંદુ ધર્મ સૌથી સહિષ્ણુ ધર્મ છે.

*હિંદુ ધર્મમાં દરેક ધર્મનો સાર મળશે, જે તેમાં નથી, તે નિરર્થક અને બિનજરૂરી છે.’

*જ્યારે જયારે આ ધર્મ પર સંકટ આવ્યું ત્યારે-ત્યારે હિન્દુ ધર્મના અનુયાયીઓએ તપસ્યા કરી છે. – ગાંધીજી

મહાત્મા ગાંધીની જન્મજયંતી ૨ ઓક્ટોબરના રોજ દેશભરમાં મનાવાય છે. મહાત્મા ગાંધીને સમગ્ર દુનિયા આજે પણ અહિંસાના પ્રતીક તરીકે ઓળખે છે. ગાંધીજીએ સત્યની શોધમાં પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હતું. એટલા માટે જ તેમણે પોતાની આત્મકથાને ‘સત્યના પ્રયોગો’ નામ આપેલું છે.

મહાત્મા ગાંધીજીનું જીવન બહુ-આયામી હતું. તેઓ હિંદુ ધર્મ અને હિંદુ સંસ્કૃતિના મહાન ઉપદેશક હતા. અન્ય ધર્મો પ્રત્યે અત્યંત સહિષ્ણુ અને ઉદાર, દેશભક્ત અને ભાવિ ભારતના સ્વપ્ન દ્રષ્ટા હતા. ગાંધીજીનું જીવન નિમ્નથી ઉચ્ચત્તમ તરફની સફરની યાત્રા છે. વિશ્ર્વના ઘણા દેશોએ તેમના શ્રેષ્ઠ વિચારોને અપનાવ્યા છે ત્યારે ભારતીય પ્રજા હજુ પણ ગાંધીજીની શોધમાં છે. આધુનિક વિશ્ર્વમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેના જીવન દર્શન અને વિચારો પર સેંકડો પુસ્તકો અને લેખો લખાયાં છે.

‘ગાંધીજીનું જીવન હિન્દુત્વ આધારિત હતું’ એવું મનોજ જોશી અને સતીશચંદ્ર મિત્તલના આ નિવેદન સાથે કેટલાક લોકો અસંમત હોઈ શકે છે, પરંતુ મહાત્મા ગાંધીના જીવનને હિન્દુત્વથી અલગ કરીને જોઈ શકાય નહીં. પશ્ર્ચિમી અને ડાબેરીઓ ગાંધીજીનું હિંદુત્વ અલગ અને હિંદુ સંગઠનોનું હિંદુત્વ અલગ છે એવો ભ્રમ ઊભો કરી ઇતિહાસમાં એક નેરેટીવ ચલાવ્યું. સામ્યવાદીઓની સાથે તે સમયની અન્ય હિંદુ વિરોધી શક્તિઓએ પણ ગાંધીજીને ‘હિંદુઓના નેતા’ તરીકે જોયા હતા. હિન્દુત્વના પ્રતિનિધિ/પ્રચારક તરીકે મહાત્મા ગાંધીની ટીકા કરવામાં કટ્ટરપંથી તેમજ અન્ય ધર્મના નેતા, ડાબેરીઓ/સામ્યવાદીઓ મોખરે હતા. વિડંબના જુઓ કે, આજે એ જ શક્તિઓ ગાંધીવાદના વેશ અને નામે આદરણીય મહાત્માનો હિંદુ ધર્મ અને રાષ્ટ્રીય વિચાર પર હુમલો કરવા માટે હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે. વરિષ્ઠ પત્રકાર મનોજ જોશી તેમના પુસ્તક ‘હિંદુત્વ અને ગાંધી’માં એવા અનેક તથ્યો રજૂ કરી એક નેરેટીવને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.

ગાંધીજીની દ્રષ્ટિએ હિંદુ ધર્મ એટલે : ગાંધીના મતે, ‘સત્યની ખોજનું બીજું નામ હિંદુ ધર્મ છે. ચોક્કસપણે હિંદુ ધર્મ સૌથી સહિષ્ણુ ધર્મ છે. હિંદુ ધર્મમાં દરેક ધર્મનો સાર મળશે, જે તેમાં નથી, તે નિરર્થક અને બિનજરૂરી છે.’ (‘ગાંધી વાંગમય’ ખંડ-૨૮,પૃ-૨૦૪)
હિંદુ ધર્મ શું છે? અને કોણ વ્યક્તિ પોતાને હિંદુ કહી શકે છે? આ જવાબમાં તેમણે કહ્યું, જો મને હિંદુ ધર્મની વ્યાખ્યા કરવાનું કહેવામાં આવે તો હું એટલું જ કહીશ – અહિંસક માર્ગે સત્યની શોધ. કોઈપણ માણસ ભગવાનમાં ન માનતો હોય તો પણ તે પોતાને હિંદુ કહી શકે છે. (‘ગાંધી વાંગમય’, ખંડ-૨૩, પૃ-૫૧૬)
‘હું જૈન અને બૌદ્ધ ધર્મને હિંદુ-ધર્મથી અલગ માનતો નથી’ (‘ગાંધી વાંગમય’, ખંડ-૨૩,) હિંદુ ધર્મ એ જીવંત ધર્મ છે. હિંદુ ધર્મ જડ હોવાનો સ્પષ્ટપણે ઇનકાર કરે છે.

હિંદુ ધર્મના મહાન ઉપાસક ગાંધી : ગાંધીજી વ્યક્તિગત રીતે હિંદુ ધર્મના મહાન પોષક, પ્રેરણાદાતા અને સંદેશવાહક હતા. તેઓ પોતાને ‘સનાતની હિંદુ’ કહેતા હતા (ગાંધી વાંગમય, ખંડ-૨૧, પૃ-૨૫૬) અને હિંદુ તરીકે ઓળખાતા હોવાનો ગર્વ લેતા હતા. તેઓ હિંદુ ધર્મ, પુનર્જન્મ અને કર્મના સિદ્ધાંત પ્રત્યે અતૂટ નિષ્ઠા ધરાવતા હતા અને તેનો અર્થ વ્યાપકપણે લેતા હતા. હિંદુ ધર્મના નૈતિક સિદ્ધાંતો, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ તથા બ્રહ્મચર્ય પ્રતિ તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. તેઓ સંસ્કારો તથા આચરણને જીવનમાં ખૂબ મહત્ત્વ આપતા હતા. હિંદુ હોવાનો ગર્વ લેતા ગાંધીજીએ લખ્યું હતું કે, ‘હું વારસાગત ગુણોના પ્રભાવમાં વિશ્ર્વાસ રાખું છું અને મારો જન્મ હિન્દુ પરિવારમાં થયો હતો. તેથી હું હિંદુ છું.’ (૨૦-ઓકટોબર, ૧૯૨૭ યંગ ઇન્ડિયા)
સામાન્ય હિન્દુની ઓળખ શું છે? તે ગાયને પોતાની માતા માને છે. તેઓ ગાય સંરક્ષણના હિમાયતી છે. તેઓ ભારતીય દર્શન રજૂ કરતા ગ્રંથોમાં વિશ્ર્વાસ કરે છે. તેને ભગવાનના અવતારોમાં શ્રદ્ધા છે. સામાન્ય હિંદુની જે માન્યતાઓ છે તે જ રીતની માન્યતાઓમાં ગાંધીજીને વિશ્ર્વાસ છે. મનોજ જોષીએ આ વાતનો ખુલાસો કરતી વખતે નિશ્ર્ચિતપણે ઉલ્લેખ કર્યો છે કે, ગાંધીજીએ ૬, ઓક્ટોબર ૧૯૨૧ના રોજ ‘યંગ ઈન્ડિયા’માં લખ્યું હતું – ‘હું મારી જાતને સનાતની હિન્દુ કહું છું, કારણ કે હું વેદ, ઉપનિષદ, પુરાણ અને હિંદુ ધર્મગ્રંથોના નામે પ્રચલિત તમામ સાહિત્યમાં વિશ્ર્વાસ રાખું છું તેથી જ હું અવતાર અને પુનર્જન્મમાં પણ માનું છું.’

ગાંધીજીએ ફરીથી કહ્યું, ‘ગાય સંરક્ષણ એ હિંદુ ધર્મ અને હિંદુ ધર્મની દુનિયાને આપેલી અમૂલ્ય ભેટ છે. હિંદુ ધર્મ ત્યાં સુધી જીવિત રહેશે જ્યાં સુધી ગાયની રક્ષા કરનાર હિંદુ છે. (‘ગાંધી વાંગમય’) હું ગાય સંરક્ષણમાં તેના લોકપ્રિય સ્વરૂપો કરતાં વધુ વ્યાપક રીતે માનું છું. દરેક હિન્દુ ભગવાન અને તેમની વિશિષ્ટતામાં માને છે. પુનર્જન્મ અને મુક્તિમાં માને છે.’

હિન્દુત્વ પર નેરેટીવ સ્થાપિત કરવાનો પ્રયાસ
‘હિન્દુત્વ’ પર સમાજને ભ્રમિત કરવાના કાવતરામાં ’હિંદુ સંગઠનનું હિન્દુત્વ’ એ ‘ગાંધીજીનું હિન્દુત્વ’ એ હિન્દુત્વ નથી એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બંને અલગ છે. જ્યારે કે એવું નથી. હિન્દુત્વ એક જ છે. તે ‘હિંદુ સંગઠનનું હિન્દુત્વ’ કે ‘મહાત્મા ગાંધીનું હિન્દુત્વ’ અલગ કેવી રીતે હોઈ શકે? આ ખાસ પ્રકારના નેરેટીવ રજૂ કરી હિન્દુત્વને નબળા પાડવાના અનેક પ્રયાસો થયા છે.

વરિષ્ઠ પત્રકાર અને લેખક મનોજ જોશીએ તેમના પુસ્તક ‘હિન્દુત્વ અને ગાંધી’માં હિંદુ ધર્મ વિશે ગાંધીજીના વિચારોની તપાસ કરવા સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હિંદુત્વ અંગે રજૂ કરાયેલા દૃષ્ટિકોણને પણ સામે રાખ્યો છે. તેમણે ગાંધીના હિંદુત્વ અને સંઘના હિંદુત્વ વચ્ચે સમાનતા જોઈ છે જે તેમણે તેમના વાચકો સમક્ષ દલીલો અને તથ્યો સાથે રજૂઆત કરી છે.

ઘણી જગ્યાએ મનોજ જોશીએ હિંદુત્વ અંગેના ગાંધીજીના વિચારો અને સંઘના સરસંઘચાલકોના વિચારોને વાસ્તવિક સ્વરૂપમાં રજૂ કર્યા છે જેથી વાચક નિષ્પક્ષ નિષ્કર્ષ પર પહોંચી શકે. કદાચ નિષ્કર્ષ પર ન પહોંચે તો માત્ર અસત્યની દુનિયામાંથી બહાર નીકળીને વિચારો વાંચે અને સમજે એ જરૂરી છે. જો પુસ્તકનાં વિવિધ પ્રકરણોમાંથી પસાર થશો તો ચોક્કસ હિંદુ વિરોધી તાકતોએ એક ઈકો-સિસ્ટમ વિકસાવીને હિન્દુત્વની નકારાત્મક છબી બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ભૂલી ગયા કે, જ્યારે પણ હિંદુ ધર્મમાં સંકટ આવ્યું ત્યારે તેને સમૃદ્ધ કરવા માટે કોઈને કોઈ સંસ્થા/વ્યક્તિએ પ્રયત્ન કર્યા છે. હિંદુ ધર્મના સંદર્ભમાં મહાત્મા ગાંધીએ પોતે ૭ જાન્યુઆરી, ૧૯૨૬ના રોજ ‘નવજીવન’ અને મનોજ જોશી પોતાના પુસ્તકમાં ઉલ્લેખ કરે છે. મહાત્મા ગાંધી લખે છે – ‘જ્યારે જયારે આ ધર્મ પર સંકટ આવ્યું ત્યારે-ત્યારે હિન્દુ ધર્મના અનુયાયીઓએ તપસ્યા કરી છે. ’ હિન્દુત્વનું બીજું કોઈ સ્વરૂપ નથી. હિન્દુ ધર્મ એક જ છે. ગાંધીજી પણ માનતા હતા કે, જેમ અન્ય લોકો ભારતીય પરંપરામાં વિશ્ર્વાસ કરી હિંદુ છે તેવી જ રીતે તેઓ પણ હિંદુ છે.

ગાંધી અને ધર્માંતરણ
જયારે તેઓ શાળામાં ભણતા તે સંદર્ભમાં લખ્યું હતું, ‘તે દિવસોમાં મેં સાંભળ્યું કે એક પ્રખ્યાત હિન્દુ સજ્જન પોતાનો ધર્મ બદલીને ખ્રિસ્તી બની ગયા છે. શહેરમાં એવી ચર્ચા હતી કે, બાપ્તિસ્મા લેતી વખતે તેણે માસ ખાવું, દારૂ પીવો, પોતાનો પોશાક પણ બદલવો પડ્યો અને ત્યારથી ટોપી પહેરીને યુરોપિયન પોશાક પહેરવાનું શરૂ કર્યું. મને લાગ્યું કે, જે ધર્મ કોઈને માસ ખાવા, દારૂ પીવા અને કપડાં બદલવાની ફરજ પાડે છે તે ધર્મ કહેવાને લાયક નથી. નવા ધર્માંતરિત વ્યક્તિએ તેમના પૂર્વજોનો ધર્મ, તેમની જીવનશૈલી અને તેમના દેશનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું છે. આ બધા ના કારણે મેં ખ્રિસ્તી ધર્મને નાપસંદ કર્યો. (અક્ષ ઈજ્ઞિંબશજ્ઞલફિાવુ િ વિંય જજ્ઞિિું જ્ઞર ખુ ઊડ્ઢાયશિળયક્ષિં ૂશવિં ઝિીવિં, ઙફલય-૩-૪ ગફદષયયદફક્ષ, અવળયમફબફમ) ગાંધી ધર્માંતરણના કટ્ટર વિરોધી હતા. ગાંધીજી ધર્મ પરિવર્તનને રાષ્ટ્રાતરંણ માનતા હતા. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે જો મારું ચાલે તો ધર્માંતરણનો ધંધો બંધ કરાવી દવ. મનોજ જોશી પુસ્તકના માધ્યમ દ્વારા એ પણ સાબિત કરવાનો પ્રયાસ કરે છે કે, હિંદુ સંગઠનો અને સંઘનાં કાર્યોમાં પણ ધર્માંતરણ મહત્ત્વનો મુદ્દો
રહ્યો છે.

અસ્પૃશ્યતા તેમ જ સામાજિક સમરસતા અને ગાંધી
‘મહાત્મા ગાંધી-એક શાશ્ર્વત વિચાર’ના વિમોચન પ્રસંગે ડૉ. જયંતી ભાડેસિયાએ આપેલ ઉદ્દબોધન પ્રસંગે કહ્યું હતું કે, ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ અને સામાજિક સમરસતા માટે જીવનની ક્ષણે-ક્ષણ વાપરી હતી. સંઘસ્થાપક હેડગેવાર પણ કહેતા કે, ફક્ત ગાંધીજીના સ્મરણથી ચાલશે નહીં, તેમના જેવો આચાર ઘડવો પડશે. ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ માટે હરિજનસેવક સંઘ નામની સંસ્થા, પોતાના પત્રોના નામ પણ હરિજન, હરિજનબંધુ અને હરિજનસેવક આપ્યા છે. ૧૯૩૧માં ગાંધીજીને ‘અર્ધ નગ્ન ફકીર’ કહેનારા વિન્સ્ટન ચર્ચિલે પણ ગાંધીજીની હરિજનોની સેવાની પ્રશંસા કરી હતી.

ગાંધીજી અને હિંદુ સંગઠનો પણ ગ્રામ સ્વરાજ, સ્વદેશીનો મંત્ર, આત્મનિર્ભરતા માટેના પ્રયાસો, સ્વચ્છતાનો આગ્રહ, સ્વભાષાનું ગૌરવ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો આ કાર્યો કરે છે અને પોતાના હાથમાં લીધા છે. આ સંદર્ભે મનોજ જોશીએ પોતાના પુસ્તકમાં કેટલાંક ઉદાહરણો પણ રજૂ કર્યાં છે. આ સાથે સંઘ અને મહાત્મા ગાંધી વચ્ચેની નિકટતાને સમજાવવા માટે તે ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને ઘણીવાર છુપાવવામાં આવે છે.

મોહન ભાગવતજી અનુસાર મહાત્મા ગાંધીએ ૧૯૩૬માં વર્ધા નજીક સંઘ શિબિરની મુલાકાત લીધી હતી અને બીજા દિવસે તેઓ સંઘના સ્થાપક ડૉ. કેશવ બલીરામ હેડગેવારને મળ્યા અને બીજા સરસંઘચાલક માધવ સદાશિવરાવ ગોલવલકર ‘ગુરુજી’ સાથે પણ સંવાદ કર્યો. મોહન ભાગવતજીએ પણ મહાત્મા ગાંધીના સ્વદેશી વિઝન પર ભાર મૂકવામાં આવ્યો હતો અને ગાંધીજીનો આ પ્રયાસ સ્વતંત્રતાના આધારે જીવનના તમામ પાસાઓમાં નવો વિચાર આપવાનો સફળ પ્રયોગ હતો. આ ઉપરાંત વિભાજનના લોહિયાળ દિવસો દરમિયાન ગાંધીજી દિલ્હીમાં તેમના નિવાસસ્થાનની નજીકની સંઘની શાખામાં આવ્યા હતા. તેમનો અહેવાલ ૨૭ સપ્ટેમ્બર, ૧૯૪૭ના હરિજનમાં પ્રકાશિત થયો હતો. મહાત્મા ગાંધીએ દિલ્હીમાં સંઘની શાખાની પણ મુલાકાત લીધી હતી અને સ્વયંસેવકો સાથે ચર્ચા કરી હતી. ગાંધીજી સંઘના આદર્શો, અનુશાસન અને સંવાદિતા માટે કરેલા કાર્યથી ખૂબ પ્રભાવિત થયા હતા. લોકેન્દ્ર સિંહ રાજપૂત પોતાના એક લેખમાં જણાવે છે કે, સંઘ પણ મહાત્મા ગાંધી માટે આદર ધરાવે છે તે પણ એકદમ સ્પષ્ટ જોઈ શકાય છે. સંઘ કાર્યકર્તાઓ દરરોજ સવારના સંસ્મરણમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button