હેલ્થ ગેઝેટનું અજબ-ગજબ એક્ઝેટ-એક્યુરેટ ને અમેઝિંગ…
હેલ્થ ગેઝેટનું અજબ-ગજબ એક્ઝેટ-એક્યુરેટ ને અમેઝિંગ…
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ
નવા વર્ષે દરેક વ્યક્તિ કોઈ એક રિઝોલ્યુશન સેટ કરે છે. કોઈ ચોક્કસ સંકલ્પ લઈને કંઈક કરી છૂટવાની દરેકની તૈયારી હોય છે. મોટા ભાગે વહેલી સવારે વહેલા ઊઠીને કસરત કરવા જવાનું, જીમ જવાનું અને આખું વર્ષ ફીટ એન્ડ ફાઈન રહેવા માટેની આખી શ્રેણી તૈયાર કરવામાં આવે છે. આ બધા પાછળ પહેલો પડકાર વહેલી સવારે ઊઠવાથી શરૂ થાય છે. મોબાઈલના બેક ટુ બેક એલાર્મ તો ઑફ થઈ જાય છે ઊંઘમાં. હવે નવા વર્ષે સ્માર્ટ અને ડિજિટલ ગેઝેટની દુનિયામાં હેલ્થ ગેઝેટ એવાં આવી રહ્યાં છે જે સતત તમને એલર્ટ રાખશે – અપડેટ રાખશે. નવા વર્ષે હેલ્થ ગેઝેટનું માર્કેટ એ સ્તરે અપડેટ થવાનું છે કે, ભવિષ્યમાં બ્લડગ્રૂપ જાણવા પણ ડિવાઈસ આવી જાય તો નવાઈ નહીં.
સ્માર્ટ વૉચ પહેરનારી દરેક વ્યક્તિ પાસે પોતાની હાર્ટબિટ અને સ્ટેપનો રેકોર્ડ હોય છે. હવે સ્માર્ટ વૉચમાં જ હેલ્થ એપથી આખું સેક્શન આવી રહ્યું છે, જે ટોટલ બોડીફેટથી લઈને સ્ટેપ કાઉન્ટ તો કહેશે, એ ઉપરાંત વહેલા ઊઠવા માટે એક વૉઈસનોટની જેમ કામ કરશે.
બ્રિટનના અઈં રિસર્ચર સ્માર્ટ વૉચને એ રીતે કસ્ટમાઈઝ કરી રહ્યા છે – બનાવી રહ્યા છે કે જેમાં વહેલી સવારે ઊઠવામાં પડતી મુશ્કેલીને દૂર કરી શકાય. આ માટે 100 લોકોનો એક એવો સરવે કરવામાં આવ્યો, જેમાં એ પૂછવામાં આવ્યું કે, કઈ વાત એમની ઊંઘ ઉડાવી દે છે. એમની ઊંઘનો પણ અભ્યાસ કરવામાં આવ્યો, જેને ‘સ્લીપ લેસન રિપોર્ટ’ નામ અપાયું. પછી સ્માર્ટ વૉચમાં ‘વૉઈસનોટ પ્લસ’ ફીચર એડ કરવાના પ્રયાસ શરૂ થયા. આ પ્રયોગ હજુ પરીક્ષણ હેઠળ છે.
હેલ્થ એનાલિટક્ટ અઈં
આશા રાખીએ કે, નવા વર્ષે આ ગેઝેટ ‘હેલ્થ એનાલિટક્ટ અઈં’ની અપડેટ આપણા સુધી પહોંચે. માની લો કે, સતત પાંચથી સાત કલાકનું સિટિંગ (બેઠક) થયું અને શરીરના સાંધા જામ થઈ રહ્યા છે તો હેલ્થ એનાલિક્ટ અઈં આપણને યાદ દેવરાવશે કે, ‘લેટ્સ વૉક… એક્સસાઈઝ..ડ્રિંક વૉટર…!’
કેલિફોર્નિયાની એક કૉલેજમાં સ્માર્ટ એપ્લિકેશન પ્લસ અઈંના માધ્યમથી એવો પ્રયોગ થયો, જેમાં સતત બેઠાડું કામ કરતી વ્યક્તિના શરીરમાં આવતા ફેરફાર નોંધી એને એક્ટિવ કરવા એપ તૈયાર થઈ. કૉલેજના સ્ટુડન્ટને ગેઝેટ પોસાય એમ હતું નહીં એટલે વેબસાઈટ અને એપ્લિકેશન બનાવી દીધી, જે હાર્ટબિટ, બ્લડપ્રેશર, સ્ટેપ અને વોટર લેવલની માહિતી આપશે. તમે કહેશો આમાં શું નવું છે? ‘એપલ’ અને ‘સેમસંગ’ જેવી કંપની હવે સ્લીપ ડાયગ્નોસિસ પર રિસર્ચ કરી રહી છે, જેને અઈં સાથે જોડીને હ્યુમન ડિસઓર્ડર તૈયાર કરશે.
આમ પાણી આવ્યાં પહેલાં જ પાળ બંધાય જાય તો ઘણું સારું કામ થાય. બીમારી લાગુ થાય એ પહેલાં જ ગંભીર એલર્ટ મળી જાય તો સુરક્ષાનાં પગલાંમાં વીજવેગ જોવા મળે. સ્લિપ ડાયગ્નોઝ અને ડિસિઝ પર ‘એપલે’ એ વાત નોટ કરી છે કે, શરીરમાં શિથિલતા આવે ત્યારે ઈન્ફેક્શન વધુ વકરે છે. આનો રિપોર્ટ પણ ‘એપલ’ પોતાની નવી સ્માર્ટ વૉચમાં આપશે. હવે વાત એક્યુરેસી-ચોક્કસાઈ પર આવીને અટકે છે. જેટલી ડિવાઈસ એટલી એક્યુરેસમાં મતમતાંતર વધારે. હેલ્થ ગેઝેટનો છૂપો સંદેશો એ છે કે, અમારું પરિણામ નજીક હોઈ શકે છે ચોક્કસ નહીં. એટલે ફીટ રહેવા મહેનત તો વ્યક્તિએ જ કરવાની.
બ્લડપ્રેશર મોનિટર ડિવાઈસ
આ કોઈ જેવું તેવું ડિવાઈસ નથી. જે રીતે ઈયરબડ દૈનિક જીવનનો એક ભાગ છે, આ જ ઈયરબડ (ઈયરફોન) હવે બ્લડપ્રેશરની અપડેટ આપશે. સુગર લેવલ બતાવશે. ડાયેટ ફોલો કરતા હશો તો સમયાંતરે ચાર્ટ રિમાઈંડર આપશે. આ માટેની સ્ક્રિન હશે ઈયરબર્નર્નું ચાર્જર.
ડિજિટલ આઈમાસ્ક
ઊંઘ આવતી હોય અને ક્યાંય આઉટડોર હો તો આ માસ્ક ઊંઘમાં ખલેલ પહોંચવા નહીં દે. આંખના ખૂણે અને કાન સુધીની જગ્યામાં આ ડિવાઈસ એવા વાયબ્રેશન આપશે કે, થાક ઊતરી જશે. આંખને હાનિ પહોંચાડ્યા વગર આસપાસના એરિયાને એવી રીતે રિલેક્સ કરશે કે જાણે ફેસ પર મસાજ કર્યું હોય. આ પ્રોડક્ટ પર અત્યારે બ્યુટીકેર માટે પણ વપરાય છે. ડાર્કસર્કલને કવર કરવા માટે પણ ઘણા દેશમાં એનો ઉપયોગ થાય છે. જાપાન આનો પ્રયોગ સફળ કરશે તો નવા વર્ષે આ ડિવાઈસ હેલ્થ ગેઝેટમાં સામિલ થશે. થ્રી-ડી સોનોગ્રાફી સુધી અપગ્રેડ થયેલું મેડિકલ સેક્ટર હવે વીઆર-વર્ચ્યુઅલ રિયાલિટીમાં પ્રવેશવા જઈ રહ્યું છે. મર્યાદા સાથે અને કસ્ટમાઈઝ ડિવાઈસ સાથે એક એવું મેડિકલ ટેબલેટ ‘સેમસંગ’ તૈયાર કરી રહ્યું છે જેમાં વીરઆર સેટઅપથી આખું બોડી એનિમેટેડ ફોર્મ સાથે દેખાશે. હવે જ્યાં ઈન્ફેક્શન કે ફોલ્ટ હશે એને લાઈવ જોઈને ડિટેક્શન કરી શકાશે.
આઉટ ઓફ ધ બોક્સ
વર્ષ 1971માં પહેલો ઈ-મેલ સેન્ડ કરવામાં આવ્યો હતો. જેમાં કોઈ મેસેજ નહીં, પણ કિ-બોર્ડની ઉપરની પહેલી ટેકસ્ટ લાઈનના માત્ર અક્ષરો જ હતા.