ઉત્સવ

હરિભાઈનું હાર્ટ

મધુ રાયની વાર્તા -મધુ રાય

હરિને એક દિ બેઠાં બેઠાં સોલો ચયડો કે લાવ ને આજે ભગવાન ભેરા જરીક વાયડાઇ કરીએં. ઘણા ટાઇમથી એને રઈ રઈને થયા કરતુંતું કે સંતો ને મારાજો અધીયાત્મ અધીયાત્મના ઉપાડા લીધા કરેછ તી અધીયાત્મ ગધનું સું હસે?

હરિને ધરમ કરમમાં સર્ધા ખરી પણ અંધસર્ધાવર્ધા? ન મળે! વઉ એનાં પૂજાપાઠ કરે, ને એકટાણાં ને સરાધિયાં ને ચોઘડિયાં ને એવું બધું સંભાળે પણ ઈ ડિપારમેટમાં હરિભાઈ ખાસ ઇનરેસ્ટ લિયે? નહીં! સુકન અપસુકન એકસેટ્રામાં તો જોકે વઉયે મોસલી માનતી નોતી. જન્મે હરિભાઈ આમ પોતે સુધ્ધ બ્રામિન બાય કાસ્ટ પણ ઈયે બધું ઠીક મારાભાઈ, જનોઈ કયુંની ઓલાઈ ગઈ તી, ને સંધ્યામાળા તો કહે કે હરિ હરિ. સ્લોકબોક આવડે હજીયે કેમકે ફાધર સંધ્યા કરતા ને હરિયા પાસે સ્લોક બોલાવતા, ને મધર ગીતાના પાઠ કરતી, મીન્સ કે સંસ્કાર ખરા ખરા, પણ હવે નોકરીની હડિયાપટ્ટી ને છોરાંઉની હાયહાય ને આખોદિ મેમાન બેમાન આવે એની મેમાનગતિમાં ને ભાઈને ફોટોગ્રાફીનું ઘોયું હતું એટલે એના ચાળામાં ટાઇમની એવી રામાયણ થાય, ને સંધ્યામાળાનો ઉલાળો થઈ ગ્યોતો કેદુનો.

ઓઓયસ, બેનું રાખડી બાંધવા આવે ને ભાઈબીજ ને ઇ બધું ઓલરાયટ. ને વઉને મંદિરેયે લઈ જાય, ને બેય હસબંડ વાઈફ ભાવથી ભગવાનની સામે હાથ જોડીને ઊભા રિયે, રૂપિયો નાખવાનો હોય તો નાખે, ઘંટ વગાડે, સભાવિક છે. ને ભામણ જમાયડો હોય કે ઈવન કથા બેસાડી હોય તો દખણા બખણા ઈ બધું વેવારે કરે ને એમાં કોઈ અંચાઈ નઈં. મીન્સ કે અગાસીમાં જઈને રાડું ન પાડે કે હું નાસતીક છું, કે કોક મારાજની કથા હાલતી હોય તયેં હાથમાં પાટિયું લઈને ન ફરે કે બંધ કરો, બંધ કરો! ઓન્ધ કોનરરી ભગવાનમાં તો હંડરેડ પરસન બિલીવ કરે ને કોક શુધરેલો દોસ્તાર ભગવાનનું ઘસાતું બોલે તો મનમાં ને મનમાં હરિભાઈ જીભ કચરે. ભગવાન ભેરી એની ફ્રેનસીપ હતી, ને ઓફકોસ, ભગવાનનેયે હંડરેડ પરસન ગેરંટી હતી કે હરિભાઈનું હાર્ટ એકસો ને દસ ટકા ક્લીયર છે.

પણ આ એક અધીયાત્મની વાતમાં હરિભાઈ ફમ્મલી બિલીવ કરતાતા કે એમાં પડવા જેવુ? નથી! માણસ મરી ગ્યા પછી એતો આતમા ક્યાં જાય એની ડિટેલ પ્રસનલી મૂઆ વગર ગધની કેમ હેન્ડી થાય? ઈ વાત જ હરિભાઈને ગળે ઊતરતી નોતી. એટલે, આજે મન થઈ ગયું કે લાવ ને ભગવાનને જ પૂછીએં કે ભાઈ માણસનું ડેથ થાય પછી એના આતમાનું સું થાય છે? હવે ભગવાને એની ટોટલ બાજી હરિભાઈ પાસે ઓપન કરી દીધી છે, ગમે એવો ઓકવડ સવાલ પૂછે તો કોઈદિ નો’ કહ્યું નથી તો આજે એને સટ્ટપ થોડા જ કેવાના છે!
(ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?