ઝીણા શરીરે જબરો જીવ!
વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી
સાત વર્ષનો એક બાળક મોટાભાઇ જીવુભા થકી ખરીદાયેલી ભેંસ જોવા જવાનું કહેણ થતાં સાથે ગયેલો અને બોલ્યો કે, બીજી ભેંસની જેમ શિંગડા-પૂછડાવાળી ભેંસમાં કંઇ વિશેષતા ન હોય, તો પછી તેને જોઈને શું કરવું છે? બાળવયે આવી તત્ત્વદૃષ્ટિ ધરાવનાર એ બાળક અન્ય કોઈ નહીં પણ ઉત્તમ કક્ષાના ભક્તકવિ ચંદુભા રતનસિંહજી જાડેજા હતા. સુસંસ્કારી યદુવંશી ગીરાસદાર પરિવારમાં ૧૦ જુલાઇ ૧૯૨૫ના જન્મેલાં ચંદુભાને જન્મથી જ અલખની આરાધનાનો રંગ લાગેલો હતો. તેઓની સંતહૃદયીવાણીનું વિવિધ રાગ-રાગિણીઓ ઢાળ અને રાસ દ્વારા અમૃતપાન કરવું, તે એક લહાવો હતો!
પોતાના બાળભેરૂઓ જોડે રમતો પણ કેવી રમતા! બાલકૃષ્ણે તો માખણ ચોરીની રમતો માંડેલી પણ ચંદુભા તો મંદિરમાંથી કૃષ્ણની મૂર્તિ ચોરી લાવીને મંદિર મંદિર કે પૂજા પૂજા રમતા. સરકારી શાળામાં ચાર ચોપડી ભણીને મેરાઉ મેટલ વર્કસમાં કામ કરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો. શરીરે કષ્ટ વેઠયાં છતાં અખ સોનીની એરણ જેવું જ!
ભાગવત, રામાયણ, વેદાંત, ઈતિહાસ, પુરાણો, સંતચરિત્રોના ગ્રંથોનો સ્વાઘ્યાય તથા કબીર, તુલસી, નરસિંહ, આનંદધન, મેઘાણી અને કનૈયાલાલ મા. મુનશી જેવા કવિઓ લેખકોની કૃતિઓના વાંચન અને પરિશીલને શ્રી ચંદુભાના વિદ્યાવ્યાસંગને મજબૂત બનાવ્યા. એમણે સંત જીવન જીવ્યું પણ એમણે મઠ – આશ્રમનું જીવન કદીએ સ્વીકાર્યું નહીં અને જીવનને અજવાળતો ભક્તિમાર્ગ જ ગ્રહણ કર્યો. જૈન આચાર્યોની પ્રેરણા અને સાથીઓની હુંફ સાંપડતા મેરાઉ અને તેની આસપાસના ગામોએ સંતો-ભક્તોના જીવન અને કવનનાં ગુણગાન થકી સ્વરચિત હરિકથાઓનો પ્રારંભ કર્યો. આકાશવાણી ભુજ દ્વારા પ્રસંગોપાત ભકતકવિ શ્રી ચંદુભાની કચ્છી જાડેજી જબાનમાં પ્રસરતી હરિકથાઓ સાંભળતા આપણને ગૌરવ જ થાય. કચ્છી ભાષા અને કચ્છી બોલીના તળપદા ઉચ્ચારણો અને તેની શાસ્ત્રીય ચર્ચામાં અધિકૃત વિદ્વાનની અદાથી રસપૂર્વક ભાગ લેતા.
એમની એક માર્મિક રચના ‘મુવા પછી મુકતી’ નો પ્રતિકરૂપે માણીએ,
મુવા પછી મુકતિ, કોઇ નંહી પામે, જીવતા જ લેજો એને જાણી રે
ઝીણી ઝીણી નજરે સંતોએ શોધી,
મોટા મુનિવરની મતિયું મુંઝાણી – ટેક
હાથીની હિંમત કામ નહીં આવે,
માછલી માપે ઉંડા પાણી રે
પ્રચંડ પૂરમાં જીવના છે જોખાં
એવું જાહીને ઈ, તળીયે સમાણી – ૧
તેઓના વયોવૃદ્ધ માતુશ્રીના દેહવિલય બાદ ચંદુભાને ભગવદ્ ભક્તિઅર્થે કચ્છ-કાઠિયાવાડ, ગુજરાત, રાજસ્થાનની ધરતીમાં વિહરવાની વધુ મોકળાશ મળી અને એ પછી તો આ ભક્તહ્રદય પૂર બહારે ખીલ્યું હતું. તેઓએ રચેલા ભજનો, કીર્તનો, રાસ, ગરબા, આખ્યાનો વગેરેનું ફલક ઘણું વિસ્તરેલું અને તત્ત્વસભર છે. તેઓની પ્રકાશિત નવેક કૃતિઓમાંથી અત્રે કેટલાકનો માત્ર નામોલ્લેખ જ કરી શકાય તેમ છે. પ્રસાદી (બે ભાગ) ચોથી આવૃત્તિ ઇશ્વર વિહારી વિલાસ (અપ્રાપ્ય), ભુજનું કબીર મંદિર (અપ્રાપ્ય), સિદ્ધ જાલમસંગ બાપુ આશપુર્ણા પ્રાગટય (સંશોધનાત્મક રચના) અનુભવજી એણ(કચ્છી) વિગેરે. અંતે પવિત્ર શ્રાવણ માસને અનુલક્ષીને સ્વ. ચંદુભાએ રચેલી ધૂન,
ૐ કા નામ જીવન મેં ગાતે ચલો,
અર્થ અનુસાર જીવન બનતે ચલો
ૐ કે નામ મેં સબ સમાયા હુઆ,
મૂલ કો પકડો સબ કુછ હી પાતે ચલો…
ચલો વેદોં કે પાવન ચરણ ચિન્હ પર,
શિક્ષા માનવ ધરમકી ફેલાતે ચલો…
કામ કરતે રહો નામ જપતે રહો,
પાપકી વાસનાઓસે ડરતે રહો,
મન કો પ્રભુ કે ચરણમેં લગાતે ચલો…
યાદ આયેગી પ્રભુ કો કભી ન કભી,
ઐસા વિશ્વાસ મનમેં જગાતે ચલો…
ભાવાનુવાદ: સત વરેજો બાર વડાભા જીવુભા ભેરા મેં ગ઼િનેલા માલિકજે ઘરે વ્યા તેર બોલ્યા ક, બિઇ મેં વાંકે સિંગડે-પુછડેવારી ગ઼િનણી વે નેં મિયુંમેં કો ભેદ ન વે ત તેંકે ન્યારેજી કુરો જરુર? બારવયમેં હેડ઼ી તત્ત્વદૃષ્ટિવારા બ્યા કો ન પ ઉત્તમ કક્ષાજા ભક્તકવિ ચંદુભા રતનસિંહજી જાડેજા વા. સંસ્કારી યદુવંશી ગિરાસદાર પરિવારમેં ૧૦ જુલાઇ ૧૯૨૫જો જન્મેલાં ચંદુભાકે નિંઢપણનું જ અલખજી આરાધનાજો રઙ લગેલો હો. ઇનીજી સંતહૃદયીવાણીજો નિડારે નિડારે રાગ-રાગિણીએંજો ઢાર ને રાસ ભરાં અમૃતપાન કેંણું ઇ પ હિકડ઼ો લહાવો હો!
પિંઢજે બારભેરૂએં ભેરા રમતું પ કેડ઼ી રમંધા વા! બારકૃષ્ણ ત માખણ ચોરીજી રમતું રમંધા વા પ પાંજા ચંદુભા ત મિંધરમિંજાનું કાનૂડેજી મૂર્તિ ચોરીને મિંધર – મિંધર ક પૂજા પૂજા રમીંધાવા. સરકારી સ્કૂલમેં ચાર ચોપડી ભણીને મેરાઉ મેટલ વર્કસમેં કમ કરીંધા વા તેર અકસ્માત સર્જાણો હો જેંજે લિધે ઇનીકે જભરો કષ્ટ
ઉથાઇંણૂં પ્યો વો તય પ અખ સોનજી એરણ જેડ઼ો જ!
ભાગવત, રામાયણ, વેદાંત, ઈતિહાસ,
પુરાણ, સંતચરિત્રજે ગ્રંથેજો સ્વાઘ્યાય તીં કબીર, તુલસી, નરસિંહ, આનંદધન, મેઘાણી નેં કનૈયાલાલ મા. મુનશી જેડે કવિ ક લેખકેંજી કૃતિએંજો વાંચન નેં પરિશીલજે લિધે શ્રી ચંદુભાજે વિદ્યાવ્યાસંગકે મજબૂતી જુડઇ. હિની સંતજો જીયણ અપનાયો પ મઠ ક આશ્રમજો જીયણ ન સ્વીકાર્યોં ને જીયણકે અજવાડ઼્ધે ભકિતમારગ તે જ હલ્યા. જૈન આચાર્યેંજી પ્રેરણા નેં ભેરુએંજી હુંફસે મેરાઉ નેં તેંજી આસપાસજે ગોઠમેં સંત-ભક્તજા જીયણજા ગુણગાન ગાંધે મૌલિક હરિકથા વાંચેજો ચાલૂ ક્યો. આકાશવાણી ભુજ ભરાં અવારનવાર ચંદુભાજી કચ્છી જબાનમેં પ્રસરાંધિ હરિકથા સોણંધે પાંકે ગૌરવ ઉપજે. કચ્છી ભાષા ને કચ્છી બોલીજા સબધ નેં શાસ્ત્રીય ચર્ચામેં અધિકૃત વિદ્વાનજી અદાએંસે મિડ઼ે ભગત રસપૂર્વક ભાગ ગ઼િનંધા વા.
ઇનીતે ઉઅમર્વારા માજી ચાકરી વિઇ ઇતરે જભાભદારી ભેરી ભગતી થીંધી હૂઇ પ માજે સરગવાસ પોઆ ચંદુભાકે ભગવદ્ ભક્તિલા કચ્છ-કાઠિયાવાડ઼- ગુજરાત, રાજસ્થાનજી ધરતીતે ફરેજી મોકડ઼ાસ મિલી વિઇ નેં હિન પોઆ ત હી ભક્તહ્રદય પૂર બારે ખિલ્યો. ઇનીજા રચલા ભજન – કીર્તન – રાસ, ગરબા- આખ્યાનેંજો ફલક ગ઼ચ વડો ને તત્ત્વસભર હો. ઇનીજી પ્રકાશિત નોયારોક કૃતિએં મિંજા હિત કિતરાક નાંલેજો જ સમવેશ કરી સગ઼ાજે તીં આય. પ્રસાદી (બ ભાગ) ચોથી આવૃત્તિ ઇશ્વર વિહારી વિલાસ (અપ્રાપ્ય), ભુજનું કબીર મંદિર (અપ્રાપ્ય), સિદ્ધ જાલમસંગ બાપુ આશપુર્ણા પ્રાગટય (સંશોધનાત્મક રચના) અનુભવજી એણ(કચ્છી) વિગેરે.