ઉત્સવ

ગૂગલનું એઆઈ: જૂની સર્વિસની નવી યાત્રા

ટૅક વ્યૂ – વિરલ રાઠોડ

ગૂગલે જાહેરાત કરી છે કે તે જીમેલ, ડોકયુમેન્ટ્સ, ડ્રાઇવ, ગૂગલ મેપ, યુટ્યૂબઅને ગૂગલ ફ્લાઇટ સહિત ગૂગલ એપ્સ અને સર્વિસમાં સમાન પ્લેટફોર્મ રજૂ કરી રહ્યું છે. આ માટે ગૂગલે બાર્ડ એક્સટેન્શન લોન્ચ કર્યું છે. જેથી હવે કંપની એક લેવલ પર ટેકનોલોજીથી અપગ્રેડ અને અપ થઈ ગઈ છે. જોકે, છેલ્લાં ઘણા સમયથી એવી ચર્ચા હતી કે, કંપની કંઇક મોટું કરી રહી છે. પણ હવે આ મામલે ચોખવટ જગજાહેર થઈ ચૂકી છે. ટેક જાયન્ટ કંપની ગૂગલે જાહેરાત કરી છે કે કંપની તેની જનરેટિવ એઆઈ કેપેસિટિવ સર્વિસનો ઉપયોગ કરી શકે છે. એટલે કે ચેટબોટ બાર્ડ તેની એપ્સ અને સેવાઓ સાથે. કંપનીએ તાજેતરમાં શોધમાં જનરેટિવ એઆઈ પર્ફોર્મ કરી રહી છે, આ માટે ગૂગલે બાર્ડ એક્સટેન્શન લોન્ચ કર્યું છે.

ગૂગલે થોડા મહિના પહેલા જ તેનું એઆઇ ચેટબોટ બાર્ડ રજૂ કર્યું છે. બાર્ડ એ ગૂગલનું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી એ આઇનું જ એક મૉડલ છે, જેને કંપની તમામ સેવાઓ સાથે એકીકૃત કરવાની તૈયારી કરી રહી છે. કંપનીનું કહેવું છે કે બાર્ડ ઈન્ટિગ્રેટેડની ઇનપુટ ટેક્સ્ટ ક્વેરી પર આધારિત, જ્યારે જરૂર પડે ત્યારે તેમની પાસેથી ડેટા લઈ શકાય છે. કંપનીએ કહ્યું કે બાર્ડ તેના પ્રતિસાદોને કસ્ટમાઇઝ કરવામાં વધુ સારું બની રહ્યું છે.કંપનીની અત્યાર સુધીની તમામ અપડેટ આ પગલું સૌથી મોટું અને મહત્ત્વનું માનવામાં આવે છે. ક્યુરિયોસિટી અંત કરીને નવું કામ શરૂ કરીને કંપનીએ એક મોટી છલાંગ મારી છે. જેનો ફાયદો કંપનીને આગામી દિવસોમાં થશે. ગૂગલે કહ્યું, આજે અમે બાર્ડનું સૌથી સક્ષમ મૉડલ રજૂ કરી રહ્યા છીએ. વધુ ઉપયોગી પ્રતિસાદો માટે હવે બાર્ડને ગૂગલ એપ્સ અને સેવાઓ સાથે સંકલિત કરવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું, અમે બાર્ડના જવાબોને બે વાર તપાસવાનું સારું કામ કર્યું છે. તેમાં પણ સુધારો કર્યો છે. ‘ગૂગલ ઇટ’ ફીચરને વધુ લોકેશન પર વિસ્તરણ કરવા માટે કામ કરી રહ્યા છીએ. કંપનીએ નવી જાહેરાત વિશે વિગતવાર માહિતી આપી છે. ઉદાહરણ તરીકે, જો તમે લાસ વેગાસની ટ્રિપનું આયોજન કરી રહ્યાં છો, તો તમારે મુસાફરીની તારીખો, નકશા અને વીડિયોની જરૂર પડી શકે છે. આવી સ્થિતિમાં, ‘અપડેટેડ’ બાર્ડ આ તમામ સેવાઓમાં આ મહત્ત્વપૂર્ણ ડેટાને શોધશે, જવાબ શોધી કાઢશે અને તેને પ્રદર્શિત કરશે. તે યુઝર્સની જરૂરિયાતો અનુસાર પ્રતિભાવ આપશે. બીજો વધારાનો ડેટા ખેંચી શકશે અને હોટલ અને ફ્લાઈટ્સ વિશેની માહિતી પણ આપી શકશે. ટૂંકમાં ટોટલ પેકેજ તૈયાર કરીને આપશે.

કંપની કહે છે કે ઉપયોગમાં લેવાતા ડેટાને કોઈ માણસ દ્વારા ઍક્સેસ કરવામાં આવશે નહીં. બાડ દ્વારા જાહેરાતો આપવા અથવા બાર્ડ મૉડલ્સને તાલીમ આપવા માટે તેનો ઉપયોગ કરવામાં આવશે નહીં. વપરાશકર્તાઓ બાર્ડ એક્સ્ટેંશનને પણ બંધ કરી શકે છે. ટોટલી કસ્ટમાઈઝેશન થઈ શકે એવી વસ્તુ છે. આ ગૂગલનું સૌથી પાવરફુલ AI મૉડલ છે. ગૂગલ તેની તમામ સેવાઓને એકીકૃત કરવાની તૈયારી કરી રહ્યું છે. આ પાછળ ગૂગલનો તર્ક એ છે કે બાડ દ્વારા તમામ એપ્સને એકીકૃત કરીને, ઇનપુટ ટેક્સ્ટને ક્વેરી કરીને ગમે ત્યાંથી ડેટા લઈ શકાય છે. કંપનીએ માર્ચ ૨૦૨૩માં ગૂગલ બાર્ડ લોન્ચ કર્યું હતું. લોન્ચ થયા બાદ કંપનીએ તેમાં ઘણા ફેરફારોની સાથે ઘણા નવા ફીચર્સ ઉમેર્યા છે. હવે કંપનીએ તેને પોતાની તમામ એપ્સમાં એડ કરી દીધી છે.

ગૂગલના સર્ચ જનરેટિવ અનુભવનો ઉપયોગ કરવા માટે, તમારે પહેલા ગૂગલ એપ ખોલવી પડશે. તમારે તમારા Google એકાઉન્ટથી Google એપ્લિકેશનમાં લોગ ઇન કરવું પડશે. જો ગૂગલ એપ પર ઇન્કોગ્નિટો મોડ ઓન હોય તો તેને બંધ કરવો પડશે. હવે તમારે એપની ઉપર ડાબી બાજુએ લેબ્સ આઇકોન પર ટેપ કરવાનું રહેશે. પ્રયોગ SGE કાર્ડ પર ચાલુ કરવાનો રહેશે. તમારે નિયમો અને શરતો વાંચીને સંમત થવું પડશે. હવે તમારે Google.com પર આવવું પડશે અને સર્ચ બોક્સમાં તમારો પ્રશ્ર્ન લખવો પડશે. આમ કરવાથી તમે સર્ચ બોક્સની નીચે જનરેટિવ AIનું બેનર જોઈ શકશો. જેમ તમે સર્ચ પર ટેપ કરશો, ગૂગલની જનરેટિવ AI સર્ચ તમારા માટે કામ કરશે. Google ની જનરેટિવ AI શોધ શક્ય તેટલી ઝડપથી જવાબો શોધવા માટે અડધા વેબ શોધ પર કામ કરશે. Google SGE ફોલો-અપ પ્રશ્ર્નો પણ વાતચીત મોડમાં પૂછી શકાય છે.

કંપનીનો એક હેતુ અત્યાર સુધી થતા સર્ચને બદલવાનો પણ રહ્યો છે. આ એકસપિરિયન્સને ચેન્જ કરવામાં એક મોટી ટીમ ઘણા સમયથી કામ કરી રહી હતી. આગામી દિવસોમાં કંપની એનાથી પણ વધુ કોઈ એપ બેઝ વસ્તુ લાવે તો નવાઈ નહી. કારણ કે એઆઈ ટૂંકમાં મોટા મોડીફિકેશન લાવવાનું છે. હવે વાત જ્યાં સિક્યોરિટીની આવે ત્યાં ઘણા એવા પાસાઓ પર આ વસ્તુ હજુ પરીક્ષણ મોડ પર છે. કિલ્લાની કાળમીંઢ દીવાલમાં છુપાયેલા રહસ્યની જેમ હજુ આમાંથી કંઈક નવું આવી શકે છે પણ કંપની આ મામલે કોઇ ફોડ પાડવા નથી માગતી. કદાચ આ પહેલી અપડેટ હશે જેમાં કંપનીએ આટલી મોટી સંખ્યામાં સર્વિસની આખી શ્રેણી બદલી નાખી છે. દેખતે હૈ આગે હોતા હૈ ક્યા…

આઉટ ઓફ ધ બોક્સ
સંબંધોને એવી રીતે નિભાવો કે
તમારો કોલ જોઇને કોઇના
ચહેરા પર સ્મિત આવે,
કપાળ પર કરચલીઓ નહીં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button