ઉત્સવ

ગોડી પૂછે ગોડિયાને કોણ ભલેરો દેશ?સંપત હોય તો ઘર ભલા, નહીં તો પરદેશ!

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

સુભાષિત શબ્દની સંધિ છૂટી પાડીએ તો સુ + ભાષિત એટલે કે સારી ભાષાવાળું એવો શાબ્દિક અર્થ સમજાય છે. ભગવદ્ગોમંડલ સુભાષિત માટે માર્મિક વચન કે સૂત્ર, મધુર વાણીમાં બોલેલું, સારા શબ્દમાં બોલેલું કે સુંદર રીતે કહેલું એ રીતે કરે છે. સંસ્કૃત બધી ભાષામાં સર્વોત્તમ માનવામાં આવે છે. સંસ્કૃતનું સાહિત્ય અને કાવ્ય મધુર અને ઉત્તમ સુભાષિતોથી ભરપૂર છે. આજે સંસ્કૃત ભાષા પ્રદેશમાં સુભાષિતોની દુનિયામાં એક લટાર મારી શરૂઆત કરીએ. . भाषासु मुखयमधुरा दिव्या गिर्वाणभारति। तस्मात् हि काव्यं मधुरं, तस्मात् अपि सुभाषितम्।। ભાષાઓમાં મુખ્ય, મધુર અને દિવ્ય વાણી સંસ્કૃત છે. અને તેમાં કાવ્ય તો મધુર છે. અને તેનાથી પણ વધુ મધુર સુભાષિત છે. સુભાષિતના ગુણગાન ગાતું બીજું ઉદાહરણ જોઈએ.. द्राक्षा म्लानमुखी जाता, शर्करा चं अश्मतां गता। सुभाषितरसस्य अग्रे सुधा भिता दिवं गता।। સુભાષિત રસની આગળ દ્રાક્ષ ઝાંખી પડી ગઈ, સાકર પથ્થરની બની ગઈ અને સુધા (અમૃત)ની તો વાત જ ન પૂછો, એ તો ડરીને સ્વર્ગમાં જ જતી રહી. અઢી અક્ષરના પ્રેમ વિશે વિશ્ર્વ સમસ્તમાં એક જુઓ ને એક ભૂલો એવી ગદ્ય અને પદ્યમાં રચનાઓ થઈ છે. ભારતીય ભાષાઓમાં પણ પ્રેમ ઉભરાયો છે, છલકાયો છે. જોકે, એક સુભાષિત સરળ શબ્દોમાં પ્રેમની એવી ગહન વ્યાખ્યા બાંધી દે છે કે એ સમજ્યા પછી બધું સમજાઈ જાય છે. માગ્યા સમી જગતમાં એક જ પ્રીતિ, માગ્યે કદી નવ મળે ચીજ એય પ્રીતિ. જીવન અને જગતમાં માગવા જેવી એક જ વસ્તુ છે પ્રીતિ એટલે કે પ્રેમ. આવી સરળ વાત કર્યા પછી સુભાષિતની બીજી પંક્તિ સમજાવે છે કે માગ્યા પછી પણ ન મળે એ પણ પ્રીતિ એટલે પ્રેમ જ છે. કેવું સુંદર તત્ત્વ દર્શન. આ સમજી જઈએ તો બેડો પાર થઈ જાય. મિત્ર, દોસ્ત, સખા વિશે પણ ખૂબ લખાયું છે. કવિતા, વાર્તા, લોકકથા વગેરે. પ્રેમની જેમ મિત્ર પણ અઢી અક્ષરનો શબ્દ છે. મિત્ર કેવો હોવો જોઈએ એનું સાદી અને સરળ ભાષાનું સુભાષિત છે: મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુ:ખમાં આગળ હોય. દોસ્ત કેવો હોવો જોઈએ તો કહે ઢાલ જેવો. ઢાલનું કામ અને ફરજ રક્ષણ છે. મતલબ કે મિત્ર એવો હોવો જોઈએ જે દુ:ખમાં, મુશ્કેલીમાં ઢાલ બની તમારી રક્ષા કરે અને સુખના – આનંદના દિવસોમાં એ નજરે જ ન પડે. પિયુ પરદેશ ગયો હોય ને પત્ની એની વાટ જોતી દિવસો ગણતી હોય કે એ ક્યારે પાછો આવશે એની વિરહ વ્યથા વર્ણવતી અનેક રચના છે. જોકે, પતિ પરદેશ કેમ જાય છે એનું સ્પષ્ટીકરણ એક સુભાષિતમાં બહુ સરસ રીતે વ્યક્ત થયું છે. ગોડી પૂછે ગોડિયાને કોણ ભલેરો દેશ? સંપત હોય તો ઘર ભલા, નહીં તો પરદેશ. ગોડી એટલે પત્ની અને ગોડિયો એટલે પતિ. પત્ની પતિને સવાલ કરે છે કે આપણો દેશ સારો કે પરદેશ જવું બહેતર? પતિના જવાબમાં ધર્મ અને મર્મ બંને છુપાયેલા છે. એ કહે છે કે જો ઘર આંગણે એટલે કે માતૃભૂમિમાં સંપત્તિનું – ધન દોલતનું સુખ હોય તો એનાથી રૂડું બીજું શું? અને જો માતૃભૂમિમાં બે પૈસાના ફાંફાં હોય તો પરદેશ જેવો કોઈ દેશ નહીં. (વધુ કવિતા કહેવત આવતા સપ્તાહે).

HUMOUR IN POLITICS

રાજકારણ એ હસી કાઢવાની વાત નથી અને હસવામાં રાજકારણ નથી જોવા મળતું. અલબત્ત અપવાદ બધી બાબતમાં હોય. રાજકારણી સ્વભાવે શુષ્ક પ્રજા ગણાય છે. જોકે, પીલુ મોદી જેવા રાજકારણી એમાં સુખદ સામ્રાજ્ય જેવા અપવાદ હતા. ચોથી અને પાંચમી લોકસભાના સંસદસભ્ય પીલુ મોદી સેન્સ ઓફ હ્યુમરના સમ્રાટ ગણાયા. સંસદમાં તેમનાં નિવેદનો હાસ્યની છોળ ઉડાડવાની સાથે માર્મિક વ્યંગ કરવા માટે મશહૂર હતા. એક વાર રાજકીય દલીલબાજી દરમિયાન કોઈ પ્રધાન બોલ્યા કે I am not supposed to respond to every barking dog. Then Piloo Mody rose to speak and said, thlars of the government, pillars of democracy. And, we are dogs, and everyone knows how a dog treats a pillar. પ્રધાને રાજકારણીને શ્ર્વાન સાથે સરખાવ્યા જેના જવાબમાં પીલુ મોદી બોલ્યા કે અહીં જે લોકો હાજર છે એ બધા બંધારણના સ્તંભ સમાન છે અને શ્ર્વાન સ્તંભ પાસે શું કરે એ બધા જાણે છે’ અને લોકસભામાં હાસ્યનો ફુવારો ઉડ્યો. અન્ય એક ચર્ચા દરમિયાન શાસક પક્ષના રાજકારણી પીલુ મોદીને ઘોંચપરોણો કરી રહ્યા હતા ત્યારે શ્રી મોદીનો પિત્તો ગયો અને એ રાજકારણીને ઉદ્દેશી બોલ્યા કે Stop Barking – ભસવાનું બંધ કરો. આ સાંભળી પેલા રાજકારણી ગિન્નાયા અને રાજ્યસભાના સભાપતિ હિદાયતુલ્લાહને અપીલ કરી કે ‘સર, આ ભાઈ મને શ્ર્વાન ગણે છે. આ બિન સંસદીય (અભદ્ર) ભાષા છે.’ હિદાયતુલ્લાહ સહમત થયા અને આદેશ આપ્યો કે ‘આ વાત રેકોર્ડ પર નહીં લેવાય.’ પીલુ મોદી ગાંજ્યા જાય એવા નહોતા. પોતાની ‘ભૂલ સુધારી’ બોલ્યા કે All right then, stop braying. ઠીક છે પણ ભૂંકવાનું બંધ કરો. આમ કહી એને ગધેડો કહી દીધો. પેલા રાજકારણીને બ્રેયિંગનો અર્થ ખબર ન હોવાથી આખી વાત રેકોર્ડ પર રહી અને રાજકારણમાં હાસ્યકારણનો ઉમેરો થયો. ન જાણો એટલું દુ:ખ ઓછું અમથું નથી કહેવાતું. પીલુ મોદી વાચાળ રમૂજ ઉપરાંત શાબ્દિક વિનોદ માટે સુધ્ધાં જાણીતા હતા. He was known to address Indira Gandhi as IG in his letters and sign off as PM (Piloo Mody). He often told Indira Gandhi, I am the permanent PM; you are temporary. તમે તો આજે છો, આવતીકાલે પીએમ નહીં હો, પણ હું તો જીવીશ ત્યાં સુધી પીએમ (પીલુ મોદીનું ટૂંકાક્ષરી સ્વરૂપ) રહીશ એવું તેમણે અનેક વાર શ્રીમતી ગાંધીને કહ્યું હતું. સલામ એમની સેન્સ ઓફ હ્યુમરને.

मराठी फारशी सोपी नाही

મહારાષ્ટ્ર – ગુજરાત 1960થી અસ્તિત્વમાં આવ્યા પણ બંને ભાષા તો સૈકાઓથી બોલાય છે. ગુજરાતીઓને મરાઠી બોલવું અને મરાઠીઓને ગુજરાતી બોલવું જલદી ફાવી જાય એ માન્યતા સાચી છે. અલબત્ત દરેક ભાષાની આગવી લાક્ષણિકતા હોય છે, બારીકીઓ હોય છે એ જ રીતે મરાઠી બોલતા, સાંભળતા કે વાંચતા ગાફેલ રહ્યા તો અર્થ બદલાઈ ગેરસમજ થઈ શકે છે. એક જ શબ્દ એના ઉપયોગ અનુસાર અર્થ ધારણ કરે એના અન્ય ઉદાહરણ આજે તપાસીએ. *विधान* सभेतील मंत्र्यांचे *विधान* चांगलेच गाजले. અહીં વિધાન શબ્દ બે વાર આવે છે, પણ બંનેના અર્થ અલગ છે. પહેલા વિધાનનો અર્થ ધારો – કાયદો, વિધાનસભા ધારાસભા તરીકે પણ ઓળખાય છે. બીજા વિધાનનો અર્થ છે નિવેદન. વિધાનસભામાં પ્રધાનશ્રીનું નિવેદન ખાસ્સું ગાજ્યું. બીજું ઉદાહરણ છે भटजी म्हणाले, *करा* हातात घेऊन विधी सुरू *करा.* અહીં પહેલી વાર જે કરા છે એનો અર્થ છે બંને હાથ અને બીજી વાર કરા છે એનો અર્થ કરવું થાય છે. બ્રાહ્મણ બોલ્યા કે ‘બંને હાથમાં હાથ રાખી વિધિની શરૂઆત કરો. ધર્મ સંબંધિત ઉદાહરણ છે કે धार्मिक *विधी* करायला कोणताही *विधी* निषेध नसावा. અહીં પહેલા વિધી સાથે ક્રિયા અર્થ જોડાયેલો છે જ્યારે બીજા વિધીમાં નિયમ એવો અર્થ છે. ધાર્મિક વિધિ સંપન્ન કરતી વખતે કોઈ નિયમનો બાધ ન હોવો જોઈએ એ અર્થ છે. अभियंता मला म्हणाला, इथे *बांध* *बांध*. અહીં પહેલો બાંધ એટલે પાળ અને બીજો બાંધ એટલે બાંધવાની પ્રક્રિયા. એન્જીનીયરે મને કહ્યું કે અહીં પાળ બાંધ. વધુ એક ઉદાહરણ છે: उधळलेला *वळू* थबकला, मनात म्हणाला, इकडे *वळू* कि तिकडे *वळू*. પહેલા વળુનો અર્થ છે આખલો જ્યારે બીજા વળુનો અર્થ થાય છે વળવું, દિશા બદલવી. ઉશ્કેરાયેલો આખલો અચાનક અટક્યો અને કઈ તરફ વાળવું એની વિમાસણમાં પડ્યો.

भरमानेवाले शब्द

સિખ ધર્મના પુસ્તકમાં લખ્યું છે કે ‘જ્યાંસુધી માણસ જાત ભ્રમને લઈ પોતાને એક તુચ્છ ભિખારી જેવો ગણે છે, ત્યાંસુધી તેના આત્માને શાંતિ ક્યાંથી મળે ? આ માટે આવા ખોટા ભ્રમ અને ભ્રાંતિનો નાશ થવાની જરૂર છે, તે સિવાય આત્મસુખ કે સાચી શાંતિ અનુભવાશે નહીં.’ ભાષા પ્રદેશમાં વિહાર કરી ભ્રમ ઊભા કરતા શબ્દોને ઓળખી સમજણ વધારવાના વિસ્તારમાં આગળ વધીએ. પહેલું શબ્દ યુગ્મ છે

ननिहाल और नौनिहाल. નનિહાલ એટલે મમ્મીના પપ્પા એટલે કે નાનાનું ઘર. शहर के जीवन में बचपन में ननिहाल में गुज़ारे हुए दिन याद आते हैं. નૌનિહાલ એટલે હોનહાર બાળક. नौनिहाल देश का भविष्य है. દેખાવે રાઈનો ફરક, પણ અર્થમાં પર્વત જેવો ભેદ ધરાવતું યુગ્મ છે निधन और निर्धन. નિધન એટલે અવસાન, મૃત્યુ. पिताजी के निधन के बाद परिवार को बहुत संघर्ष करना पड़ा. નિર્ધન એટલે ગરીબ. वो लड़का निर्धन था, लेकिन उसके हौंसले बुलंद थे. હ્રસ્વ ઇ અને દીર્ઘ ઈના ભેદને કારણે અર્થમાં મોટો ફરક ધરાવતું યુગ્મ છે नियत और नीयत. નિયત એટલે નક્કી થયા મુજબનું. नियत समय पर नहीं पहुंचने के कारण विद्यार्थी को परीक्षा केंद्र में प्रवेश नहीं मिला. નીયત એટલે દાનત. बिना मेहनत से धन कमाने की नीयत ठीक नहीं. અક્ષરફેરનું યુગ્મ છે निर्वाचन और निर्वासन. નિર્વાચન એટલે ચૂંટણી. निर्वाचन आयोग की कार्य प्रणाली का अभ्यास करना चाहिए. નિર્વાસન એટલે દેશનિકાલ. अदालत तुम्हें आजीवन निर्वासन का दंड और तुम्हारी सारी संपत्ति जब्त करने का आदेश देती है. હવે વાત કરીએ निरादर और निराधार વિશે. નિરાદર એટલે અપમાન અને નિરાધાર એટલે આધાર વિનાનું. खयाल रहे की निराधार लोगों का निरादर न हो. ભેદભરમની દુનિયા મજેદાર છે, હેં ને.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress