ઉત્સવ

ફોકસ: આ ગોદાવરી નદી છે દક્ષિણ ભાગની જીવનરેખા

-વીણા ગૌતમ

કુદરતે આપણને ખળખળ વહેતી નદીની અમૂલ્ય ભેટ આપી છે. એના જળ જીવસૃષ્ટિને જીવન આપીને પોષણ કરે છે. નદી કિનારે તમામ સભ્યતા અને સંસ્કૃતિનો વિકાસ થયો છે. નદી વગર તો જીવન શક્ય જ નથી. જળવાયુ પરિવર્તન, વધતી જનસંખ્યા અને નદી પ્રત્યેનું ઓરમાયું વર્તન જળસંકટ વધી રહ્યું છે. નદીના અસ્તિત્વ પર પણ જોખમનાં વાદળ ઘેરાયા છે. એથી નદીઓનું ન માત્ર સંરક્ષણ જરૂરી છે, પરંતુ આપણે તેમના પ્રતિ સંવેદનશીલ પણ બનવું જોઈએ. જેથી તેનું અસ્તિત્વ જળવાઈ રહે. આજે આપણે વાત કરીશું ગોદાવરી નદીની.

મહારાષ્ટ્રના નાશિક શહેરથી લગભગ 50 કિલોમિટર દૂર ત્ર્યંબકેશ્ર્વરના બ્રહ્મગિરિ પહાડમાંથી નીકળતી ગોદાવરી નદીને દક્ષિણ ગંગા અથવા દક્ષિણ ભાગની જીવનરેખા કહેવામાં આવે છે. એનું ઉદ્ગમ સ્થળ ત્ર્યંબકેશ્ર્વર એક પ્રમુખ જ્યોતિર્લિંગ છે. ગોદાવરી નદીનો બેસિન ઉત્તરમાં સાતમાળા પહાડો, દક્ષિણમાં અજંતા શ્રેણી અને મહાદેવ પહાડો, પૂર્વમાં પૂર્વી ઘાટ અને પશ્ર્ચિમમાં પશ્ર્ચિમી ઘાટથી ઘેરાયેલો છે. એનું જળગ્રહણ ક્ષેત્ર 3,12,812 વર્ગ કિલોમીટર છે, જે ભારતના કુલ ભૌગોલિક ક્ષેત્રનો લગભગ 10 ટકા છે. આ નદી મહારાષ્ટ્ર, તેલંગણા, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ અને ઓડિશા સિવાય મધ્ય પ્રદેશ, કર્ણાટક અને પોંડિચેરીના વિસ્તારમાંથી પસાર થાય છે.

આ પણ વાંચો: ફોકસ પ્લસ: માઉન્ટ આબુ ગ્રીષ્મ ઉત્સવ: આદિવાસી રીત-રિવાજો ને લોકરંગી પરંપરાનું ફ્યુઝન

ગોદાવરી નદીના કિનારે પણ નાસિક શહેરમાં ઉજ્જૈન, હરિદ્વાર અને પ્રયાગની જેમ કુંભમેળો યોજવામાં આવે છે.

ગોદાવરી નદીનો ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ છે, જેમ ગંગા, કાવેરી અને નર્મદા નદીનું છે. આ નદીઓની જેમ જ ગોદાવરી નદીમાં સ્નાન કરવાથી પાપથી મુક્તિ મળે છે. એનું વર્ણન આપણા વેદ અને પુરાણોમાં મળે છે. કાલિદાસ અને તુલસીદાસે પણ એની ગાથા વર્ણવી છે.

આ પણ વાંચો: ફોકસ: સંસ્કૃતિ રક્ષક

ગોદાવરી નદી એક જળધારા જ નથી, પરંતુ ભારતના દક્ષિણ ભાગની જીવનરેખા છે. એના કિનારે વસેલી સભ્યતા, મંદિર, તીર્થ અને સંસ્કૃતિ ભારતીય જનજીવનને દર્શાવે છે. એના કિનારે વસેલું પૈઠણ નગર સંત એકનાથની કર્મભૂમિ છે, જે નાથ સંપ્રદાયના સાંસ્કૃતિક વારસા અને પૈઠણની સિલ્ક સાડીઓ માટે ઓળખાય છે. અહીંના નાંદેડ શહેરમાં શીખોના પવિત્ર ગુરુદ્વારા હુજુર સાહિબ પણ આવેલું છે. ગોદાવરીના કિનારે જ નિઝામાબાદ જેવું ઐતિહાસિક અને શૈક્ષણિક દૃષ્ટિએ મહત્ત્વનું શહેર વસે છે. એ શહેરની આસપાસ જ ગોદાવરીની સહાયક નદીઓ પણ વહે છે. રાજા મુંદરી કાં તો મહેંદ્રવરમ શહેર પણ ગોદાવરીના કિનારે આવેલું છે, જે આંધ્ર પ્રદેશનું મહત્ત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક શહેર છે. જે પુષ્કર મેળાની સાથે આંધ્ર સાહિત્ય અને સિનેમાનું પણ એક કેન્દ્ર છે.

આમ, દેશની બીજી સૌથી લાંબી નદી એવી ગોદાવરીનું પણ મહત્ત્વ ગંગા નદી જેવું જ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button