કેન્વાસ : જેન્ડર ઇક્વાલિટી… ભ્રમણા કે માન્યતા?!
-અભિમન્યુ મોદી
`જેન્ડર ઇક્વાલિટી’ શબ્દપ્રયોગ છેલ્લાં વીસેક વર્ષથી ઘણો સાંભળીએ
છીએ. પુષ અને સ્ત્રી સમાન હોવા જોઈએ એવું પણ હવે લોકો કહેતા થયા છે
`પુષ સમોવડી સ્ત્રી’ જેવા વિચિત્ર શબ્દ સમૂહ પણ પ્રચલિત થયા છે. આજથી ત્રીસેક વર્ષ પહેલાં જનરેશન ગેપને લઈને બહુ વાતો થતી. હવે પુષ અને સ્ત્રી વચ્ચેની વાત થાય છે. તેના ભેદ વિશે લોકો ચિંતન કરે છે કે પોતાના મત મૂકે છે. ગુલઝાર કે જાવેદ અખ્તર જેવા મોટા ગજાના કવિઓએ તો ઘણી વખત ટકોર કરી છે કે સ્ત્રીનું સ્થાન ઊંચું જ હોય. પુષ સાથે એની સરખામણી યોગ્ય નથી. કવિતાની જ વાત નીકળી છે તો બીજા એક કવયિત્રીની એક દમદાર અને વર્તમાન સમયમાં એકદમ પ્રસ્તુત લાગે એવી કવિતા મમળાવીએ…
તુમને કહાઁ થા હમ એક હી હૈ, તો અપને બરાબર કર દો ના,
નેપી જબ મૈં બદલતી હૂઁ, તો દૂધ કી બોતલ ભર દો ના,
બસ, યુ હી એક હૈ, એક હૈ કરકે કહાઁ જિંદગી ચલતી હૈ?
કભી તુમ ભી સર દબા દો મેરા, યે કમી ભી ખલતી હૈ.
જબ મૈં ઓફિસ જાતી હૂઁ, તુમ ભી ઘર કો સંવાર દો ના
મત કરો જન્મો કે વાદે, ઇસ પલ ખુશી કી વજહ દો ના
કભી બાઝારો સે ધ્યાન હટે તો મકાન કો ભી ઘર કર દો ના
આઓ પાસ બૈઠે કુછ બાતે કરે, દિલ કે જખ્મ ભર દો ના
કયું કહેના ભી પડતા હૈ યે , અહેસાસો કો સમજો ના
તુમ ક્રિકેટ ભી અપના દેખો, ઔર મૈં સિરિયલ ભી લગાઉંગી
થોડા હાથ બંટા દેના, જબ મૈં કિચન મેં જાઉંગી
સબ મિલકર સાથ કરને કી, હમ મૈ યે ભી તો ક્વોલિટી હૈ
હમ સાથ ખડે હૈ એક દુજે કે, હલ હી જેન્ડર ઇકવાલિટી હૈ
તુમ ભી નયે સે હો જાઓ ઔર નઈ સી મુઝે ઉંમર દો ના
તુમને કહાઁ થા હમ એક હી હૈ, બસ યુંહી જીવન બસર હો ના.
દિવ્યા દત્તાની આ સુંદર કવિતા દરેક સ્ત્રીને પોતાનો અવાજ લાગશે. જેન્ડર ઇકવાલિટીના આ સમયમાં આપણે સ્ત્રીઓ બધી રીતે સક્ષમ છીએ એ બતાવવાની દોડમાં ક્યારેક જાતની ક્ષમતાથી વધારે જ દોડવું પડતું હોય છે ત્યારે ઘરમાં પતિના સાથ સહકારની ખૂબ જરૂર પડી જતી હોય છે.
જેન્ડર ઇકવાલિટી શું માત્ર સ્ત્રીઓએ જ સાબિત કરવાની છે? એ જવાબદારી પણ માત્ર સ્ત્રીઓની તો નથી જ ને! જયારે સ્ત્રી ઘરની ઈકોનોમીમાં પોતાનું યોગદાન આપતી હોય ત્યારે ઘરના હાઉસ હોલ્ડ કામોમાં પુષનું યોગદાન પણ ઇચ્છનીય છે.
લગ્ન એક સામાજિક વ્યવસ્થા છે. જયારે આપણે કોઈ સહિયારો પ્રોજેક્ટ કે કામ ઉપાડીએ ત્યારે જેની ક્ષમતા જે ક્ષેત્રમાં વધારે હોય, એને એ ક્ષેત્રનું કામ સોંપીએ, જેથી આપણું કામ કે પ્રોજેક્ટ સુપેરે પાર પડે તો આવી જ કોઈ વ્યવસ્થા સમાજમાં પણ કરવામાં આવી છે. સ્ત્રીનું શરીર, મન પુષની સરખામણીમાં નાજુક અને સંવેદનશીલ ગણવામાં આવે છે. એનામાં અપાર ધીરજ હોય છે. ઉપરાંત બાળકને જન્મ આપવાની જવાબદારી પણ સ્ત્રીના શિરે હોય છે. આ બધું જોતા એક એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી કે, સ્ત્રીની સરખામણીએ શારીરિક અને
માનસિક રીતે પ્રમાણમાં મજબૂત એવો પુષ બહાર જઈને અર્થોપાર્જન કરે,
અને સ્ત્રી ઘરે રહીને બાળ ઉછેર તથા
ઘરનાં કામ સાથે ઘરને સાંભળે, જેથી
એમના સંસારરૂપી રથનું સમતોલન બરાબર જળવાઈ રહે.
હવે આ વાત સમજીને એનો અમલ કરવામાં આવે ત્યાં સુધી કંઈ જ વાંધો ન હોય, પરંતુ જયારે આ વાતને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે ત્યારે તકલીફ થાય. સ્ત્રી ઘરકામ કરે છે એનો મતલબ એ નથી કે એ બીજું કંઈ નથી કરી શકતી. જયારે જયારે એની શક્તિઓનું અવમૂલ્યન થયું ત્યારે ત્યારે એણે દેખાડી દીધું કે, એ પણ પુષોથી કોઈ ક્ષેત્રમાં ઓછી ઊતરે એવી નથી.
ખભેખભા મિલાવીને ચાલી શકે છે. ઓકે! આ વાત પણ સમાજમાં ઘણા ખરા પુષોએ માની અને સ્વીકારી. જેમણે નથી માની એ પણ આવનાર સમયમાં
સ્વીકારી લેશે.
જોકે, આપણો મુદ્દો અહીં એ નથી. મુદ્દો એ છે કે જ્યારે જયારે સ્ત્રીએ અર્થોપાર્જનની જવાદારીમાં પુષને સાથ આપવા માંડ્યો ત્યારથી એની
વાહ વાહ તો થવા માંડી, પરંતુ આવું કરવા જતાં
સ્ત્રીનું કામ, એનો શારીરિક શ્રમ કેટલો
વધી ગયો! એણે પોતાનાં સપનાં, ઈચ્છાઓ,
પસંદગી બધું જ કોરાણે મૂકીને બેવડી જવાબદારી નિભાવવા માંડી અને
વરસો સુધી આવું કર્યા પછી ઉંમરના કોઈક પડાવે એને થાક, કંટાળો, ડિપ્રેશન મહેસૂસ થવા લાગે છે.
ઘરની આર્થિક વ્યવસ્થા એવી તો
બંનેની આવક પર સેટ થયેલી હોય છે કે, વરસો સુધી બહાર કામ કરનાર અને નોકરી કરનાર સ્ત્રી અમુક ઉંમર પછી થાકે કે કંટાળે તોય છોડી નથી શકતી.
સાંજે જોબ પરથી પાછી ફરતી
સ્ત્રી ઓફિસના દરવાજા બહાર જેવો પગ મૂકે, એનું મન ઘરના દરવાજામાં પગ મૂકે છે. આજે ઘરનાઓ માટે સાંજે શું બનાવું, કોને શું ભાવશે, જે બનાવવું છે એમાં કંઈ ખૂટતું હોય કે
ઘરમાં કંઈ ખૂટતી વસ્તુ હોય તો રસ્તામાંથી સાથે લેતાં જવું, બાળકોની ફલાણી નોટબુક લેવાની હતી, સાસુની પેલી દવા માટે આજે
પૂછતાં જવાનું હતું, કાલે પતિને મીટિગમાં પહેરવાનો સૂટ લોન્ડરીવાળાએ હજુ નથી આપ્યો, આજે તો ગમે એમ એની પાસે ઊભા ઊભા કરાવડાવવો પડશે. આવી સેંકડો વાતો એક મધ્યમ વર્ગીય અને નોકરી કરતી સ્ત્રીના મગજમાં રમતી હોય છે.
વર્ગ કોઈ પણ હોય મધ્યમ કે ઉચ્ચ, વાતો અને જવાબદારીનો પ્રકાર થોડો અલગ હોઈ શકે, પરંતુ હોય છે એ જ. કોર્પોરેટ કંપનીમાં મોટા હોદા પર કામ કરતી અને આખો દિવસ ક્લાયન્ટ સાથે ઉચ્ચકક્ષાની બૌદ્ધિક ચર્ચાઓ કરતી સ્ત્રી પણ આવી જવાબદારીઓ પણ નિભાવતી જ હોય છે.
-તો પછી પ્રશ્ન ક્યાં આવે છે જેન્ડર ઇકવાલિટીનો ? તેના વિશે થોડી વધુ વાત કરીશું આવતા અંકે…