ઉત્સવ

શું ભવિષ્ય માટે તમે તૈયાર છો?

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી

આ અઠવાડિયે બે વાત ચર્ચામાં રહી. એક, માઇક્રોસોફ્ટ’નાં સત્યા નડેલા ભારત આવ્યા. એમણે કહ્યું કે અઈં અને કલાઉડના વેપાર માટેમાઇક્રોસોફ્ટ’ 3 બિલિયન ડૉલર ભારતમાં રોકશે. બીજુ, ઈન્ફોસિસ’ના નારાયણ મૂર્તિના 70 કલાકના નિવેદન બાદ ક।ઝ ના ચેરમેન સુબ્રમન્યનનું 90 કલાક કામ કરવાનું નિવેદન અને એમાં પાછું તેમ કહેવું કે રજાના દિવસોમાં તમારી પત્ની તમને કેટલો વખત જોયા કરશે? એના કરતાં રવિવારે પણ ઓફિસમાં આવી કામ કરો. આમ એક વ્યક્તિ આવીને કામ આસાન કરવાની વાત કરે છે. આપણે જાણીયે છીએ કે અઈં ના આવવાથી કામ ફટાફટ થશે. તેનો એક ઉદેશ્ય કામ આસાન અને ફટાફટ કરવાનો છે. બીજી વ્યક્તિ વધુ કામ કરોની વાત કરે છે. બંનેમાં કામ વધુ કરવાની વાત છે, એક ટેક્નોલોજીને કહે છે કેતું કામ કર’ અને બીજી વ્યક્તિ માણસને કહે છે કે
`તું વધુ કામ કર!’

આનાથી બીજો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે શું આવી ટેક્નોલોજીના આવવાથી બેરોજગારી વધશે? જે વેપારીઓને આવી ટેક્નોલોજી નહિ પરવડે તેઓ શું વેપાર નહીં કરી શકે? આવા સમયમાં યુવાનોએ શું ભણવું જોઈએ અથવા આપણે પોતાનાં બાળકોને શું ભણાવવું જોઈએ? અંગત અને વ્યવસાયિક બંને જીવનમાં આવા ઘણા પ્રશ્ન સામે આવે છે.

વેપાર હોય કે અંગત જીવન, તેને ભવિષ્ય માટે સુરક્ષિત કરવું પડે. આના માટે અંગ્રેજીમાં સરસ શબ્દ છે : ફ્યુચર પ્રૂફિગ.’ ટેક્નોલોજી આવશે તો તેનો સદુપયોગ અને દુપયોગ બંને થશે પણ તેના ડરે આપણે તેનું ડેવલપમેન્ટ ના રોકી શકીયે. અઈં થી લોકો કહે છે ફ્રોડ વધશે તો કદાચ આજ અઈં ના સહારે તમારી જાન પણ બચશે. આનો ઉપયોગ હરેક ક્ષેત્રમાં થશે. આપણે જો થોડાં વર્ષો પહેલાની વાત કરીયે તો આપણે ફોન ડાયરી રાખતા, એલાર્મ ઘરે રાખતા, જો સામાન બહારથી લાવવાનો હોય તો એક ચબરખીમાં તેનું લિસ્ટ બનાવતા. આજે આ બધું ફોનમાં થઇ જાય. આપણું બાળક આપણને કહેશે :મેસેજ કરી દો શું લઇ આવવું છે તે’. કહેવાનું તાત્પર્ય તે છે કે વાત તે જ છે, પણ તેના આયામ બદલાઈ ગયા છે અને હજુ આથી આગળ દુનિયા જશે.

કહેવાય છે કે 2030 સુધીમાં ઓટોમેશન વિશ્વભરમાં 85 મિલિયન નોકરીઓને વિસ્થાપિત કરી શકે છે. આવી જ વાતો ઔદ્યોગિક ક્રાંતિ કે પછી કમ્પ્યુટરના આવવાથી થઇ હતી, પણ તેમ થયું? ઊલ્ટુ, રોજગારી વધતી ગઈ. આનું કારણ આવી ઊથલપાથલો એવી નવી તક-ભૂમિકાઓ પણ લાવે છે જે નવી કુશળતા, માનસિકતા અને અનુકૂળક્ષમતા માગે છે. આવા સમયે વેપારને ફ્યુચર પ્રૂફ કરવા માટે અમુક વાતો પર ધ્યાન આપવું પડશે. કહે છે ને કે બદલાવ નિરંતર છે અને આવનારા સમયમાં બદલાવની ગતિ પણ વધશે. આપણી માનસિક તૈયારી બદલાવ માટે જરૂરી છે. જેમ માનસિક તૈયારી જરૂરી છે તેમ ટેક્નલોજીને પણ અપનાવવી પડશે. જો તમે નહિ અપનાવો તો તે તમને અપનાવી લેશે અને તમને ખબર પણ નહિ પડે.

ઇનોવેશન અને ટેક્નોલોજી મહત્ત્વનો ભાગ ભજવશે આથી તમે પણ આના માટે અત્યારથી તૈયારી કરો. તમાં ઉત્પાદન કે સેવા કોઈપણ હોઈ શકે , પણ તેમાં ટેક્નોલોજી કઈ રીતે ભાગ ભજવી શકે તેના પર વિચારો આના માટે તમારે અને તમારા સહકર્મીઓએ પોતાને માત્ર અપડેટેડ રાખવા પડશે સાથે નવી નવી સ્કિલ વિકસાવવી પડશે. તમે જે ભણ્યા છો તે તમે બહાર આવશો તેવામાં જૂનું થઇ જશે. આવા સમયે, આગળ રહેવા માટે ઓનલાઇન અભ્યાસક્રમ અને વર્કશોપ દ્વારા પોતાને સતત અપસ્કિલ કરો-અપડેટ કરો. તમારી સોફ્ટ સ્કિલ પણ વિકસિત કરવી પડશે, કારણ કે તમારા મોટાં ભાગનાં કામ ટેક્નોલાજીના સહારે થશે ત્યારે તમારામાં ઉચ્ચ-ક્રમની વિચારસરણી, સર્જનાત્મકતા, નિર્ણય લેવા,ઈત્યાદિની ક્ષમતા અથવા સ્કિલ તમને ભવિષ્યમાં ઊભા રાખશે.

જેમ જેમ અભ્યાસ અને સ્કિલ નવી નવી આવતી રહેશે ત્યારે શક્ય છે કે તમે બધી વાતો ના શીખી શકો. આવા સમયે કોલોબ્રેશન-સહયોગ પણ જરૂરી થઇ પડશે. કોલોબ્રેશન ભવિષ્ય છે. તમારી પાસે કોઈ ચોક્કસ જરૂરિયાતને અન્ય કંપની પૂરી કરી શકે છે અને તમે બીજી કંપનીની જરૂરિયાતોને સંતોષવા માટે સક્ષમ હોઈ શકો.પરસ્પર લાભદાયી ભાગીદારી અર્થાત કોલોબ્રેશન તમારા વેપારને વિસ્તૃત કરી શકે છે. આને બીજી રીતે જોઈએ તો; `ગીગ ઈકોનોમી’ અર્થાત ફ્રીલાન્સિંગ હજુ વધશે, કારણ કે લોકોને પોતાની રીતે કામ કરવું છે ને બંધાવું નથી. આવા સમયે એક્સપર્ટ લોકો સાથે કોલોબ્રેશન નફારૂપ થઇ શકે છે.

આ બધામાં ન ભૂલવાની વાત એટલે વેપાર ફક્ત અને ફક્ત બ્રાન્ડનો થશે. બ્રાન્ડ બનશે તો બિઝનેસ વધશે. આથી બ્રાન્ડ બનાવવાની શરૂઆત પહેલેથી કરો. બ્રાન્ડ તમારા વેપારને ફ્યુચર પ્રૂફ કરશે, કારણ કે બ્રાન્ડ તમને જવાબદાર બનાવે છે અને સમય સાથે ચાલવા મજબૂર કરે છે ભવિષ્યમાં 90 કલાક કોઈ કામ નહિ કરે. ટેક્નોલોજી લોકોને પોતાના માટે વધુ સમય આપશે અને લોકો તેનો ઉપયોગ વિવિધ પ્રવૃત્તિઓ માટે કરશે. આથી પોતાનું અંગત જીવન અને વેપાર બંનેને ફ્યુચર પ્રૂફ કરવા આજથી શિક્ષણમાં રોકાણ કરો, પરિવર્તનને સ્વીકારો અને તમારી જાતને ટકી રહેવા અને ખીલવા માટેનાં સાધનોથી સજજકરો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button