ઉત્સવ

થીજેલું મૌન

આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે

એક રાજકીય દાવાનળના ખપ્પરમાં પોતાના નિર્દોષ પતિને બલિ થતાં જોનાર ધર્મિષ્ઠા ચૌધરીની વીતકકથા કાળજું કોરી નાખે તેવી છે. પૂર્વજીવનના એ ઓથારને હૈયામાં ધરબી દઈને ધર્મિષ્ઠા પોતાના વૃદ્ધાશ્રમમાં હસતે મોઢે વડીલોની સેવા કરે છે.

મુંબઈમાં સમૃદ્ધ જીવન વ્યતીત કરી રહેલાં ધર્મિષ્ઠાબેનના પતિશ્રી મનસુખલાલ તેમનાથી દસ વર્ષ મોટા અને સાચા સમાજસેવક હતા. વીસેક વર્ષ પહેલાં તેમણે લોકશક્તિ સેવાદળ નામે રાજકીય પાર્ટી શરૂ કરી હતી, જે આજે રાષ્ટ્રીય સ્તરે કાર્ય કરતી હતી. મુંબઈ ઉપરાંત ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીમાં પણ પાર્ટીના કાર્યાલય હતા.

મનસુખલાલ અને ધર્મિષ્ઠાના લગ્નને આઠ વર્ષ વીતી ગયાં પણ હજુ સંતાન વછોયાં જ હતાં. ધર્મિષ્ઠાને પણ પતિ સાથે જાહેરકાર્ય કરવાની ઈચ્છા જાગી. તેણે પતિને કહ્યું- હું તમારી ઓફિસમાં આવીને તમારા કામમાં મદદ કરું ? આખો દિવસ ઘરમાં ગમતું નથી, હા, ઘરમાં આપણું એક બાળક હોત તો-આટલું બોલતા ધર્મિષ્ઠાની આંખો ભરાઈ આવી. મારી ઓફિસમાં કામ કરવું છે? ના, તારે એમાં પડવાની જરૂર નથી. હું પોતે ખૂબ ટેન્શનમાં છું. મનસુખલાલે અકળાતાં કહ્યું. ધર્મિષ્ઠા વધુ વિવાદને ટાળવા સમસમીને ચૂપ રહી.

ઉપરની વાતને અઠવાડિયું થયું હશે ને મનસુખલાલને અર્જંટ દિલ્હીની ઓફિસમાં હાજર થવું પડે તેમ હતું. એટલે મુંબઈની ઓફિસમાં પોતાની ગેરહાજરીમાં કાર્યકર રાજમણિ કોઈ કાવતરું ન કરે એનું ધ્યાન રાખવા એક યુક્તિ કરી.

મનસુખલાલે સામે ચાલીને પત્નીને કહ્યું- તને મારી ઓફિસમાં કામ કરવાની ઈચ્છા છે ને, હું થોડા દિવસ માટે દિલ્હી જઉં છું, ત્યારે તું રોજ મારી ઓફિસમાં જજે. મારી સેક્રેટરી લલિતા નાયર સાથે કામ કરજે. અને તારે ટેલિફોન રિસીવ કરીને ડાયરીમાં બધા મેસેજ લખવાના. સમજીને-.ધર્મિ, રાજકરણમાં કોઈનો ય ભરોસો ન કરાય. આ રાજમણિ અને લલિતા મારી વિરુદ્ધ કોઈ કાવતરું કરી રહ્યાં છે. લોહીપાણી એક કરીને આ પાર્ટીને મેં ઊભી કરી હવે આખું રાજ એમને ભોગવવું છે. ધર્મિ, તારે રાજમણિ અને લલિતા પર નજર રાખવાની છે. અને, જો આપણા પર્સનલ ફોન પર જ રાત્રે નવ વાગ્યા પછી વાત કરજે.

પતિના જીવનના સંઘર્ષને ધર્મિષ્ઠા ગંભીર થઈને સમજી રહી હતી, એણે સંમતિસૂચક માથું નમાવ્યું. તમે ખોટો ભય રાખો છો. એ શું કરી લેશે?, લોકો તમને નથી ઓળખતા,પછી શું ડરવાનું- ધર્મિષ્ઠાએ પતિને હિંમત બંધાવતા કહ્યું.

બીજે દિવસે સવારે અગિયાર વાગે મનસુખલાલ ધર્મિષ્ઠા સાથે પાર્ટીઓફિસે પહોંચ્યા. મનસુખલાલે ધર્મિષ્ઠાને લલિતાની જમણી બાજુના ટેબલ પર બેસાડી. પછી લલિતાને કહ્યું- આજ સે ધર્મિષ્ઠા ભી પાર્ટીકે કામમેં હમારા સાથ દેગી. જી સાહેબ, મેડમ હમારે સાથ રહેગી તો મુઝે ભી કંપની મિલેગી. કહેતા એ ખંધુ હસી.

ત્યાં જ મનસુખલાલનો મોબાઈલ રણક્યો. દિલ્હીના મંત્રી સાહેબ સાથે ગંભીર વાત ચાલતી હતી. એ જ દિવસે રાત્રે નવ પહેલાં દિલ્હી પહોંચી જવાનું ફરમાન થયું. મનસુખલાલ ગંભીર થઈ ગયા. કોઈ ફાઈલને શોધવા ટેબલના ખાના ફંફોસી રહ્યા હતા.

ત્યાં જ રાજમણિ ઓફિસમાં આવ્યા. મૈં પહેલે સે કહતા થા કી સાબ યે સોદા મત કરો, મગર હમે યહાં કૌન પૂછતા હૈ- .મનસુખલાલ ફીક્કું હસ્યા, પછી થોડી વારે કહ્યું- મૈં દિલ્હીસે વાપસ નહીં આતા,તબ તક યહાં કી બાજી સંભાલ લેના.

સાહેબ, મામલા ગંભીર હો ગયા હૈ, વો મનીલોન્ડરિંગ મેં તુમ ભી મંત્રીજી કે સાથ થે. રાજમણિએ કહ્યું.

પણ, મંત્રીજી કા આદેશ થા. મનસુખલાલે દબાતા અવાજે કહ્યું.

વાતને બીજી તરફ વાળવા લલિતાએ રાજમણિને કહ્યું- સાહબ,યે ધર્મિષ્ઠા મેડમ, આજ સે વો ભી પાર્ટી ઓફિસમેં કામ કરેગી.

રાજમણિએ બે હાથ જોડીને અભિવાદન કર્યું, પછી ફિક્કું હસતા કહ્યું-, મેડમ આપકા સ્વાગત હૈ.

રાજમણિના શબ્દોનું ચાતુર્ય અને આંખોની કરડાકી જોતાં ધર્મિષ્ઠાને મનમાં થયું કે મારા પતિ આની સાથે કેવી રીતે કામ કરતા હશે ? શું ખરેખર આ લોકો એમને કોઈ કૌભાંડમાં ફસાવી રહ્યા છે. મારે મારા પતિને સાથ આપવો જ રહ્યો.

રાજકારણનો પહેલો પાઠ તમારું મન કોઈને કળાવા ન દેવું. એટલે મીઠુ હાસ્ય વેરતા ધર્મિષ્ઠાએ રાજમણિ સામે બે હાથ જોડતાં કહ્યું- તમારી સાથે કામ કરતાં મને આનંદ આવશે.
તે જ સાંજે મનસુખલાલ દિલ્હી પહોંચી ગયા.

બીજા દિવસથી ધર્મિષ્ઠા રોજ અગિયાર વાગે ઓફિસમાં હાજર થઈ જતી હતી. પણ, રાજમણિ ઓફિસે આવતા જ નહીં. લલિતા નાયર કોઈના ફોન પર માહિતી મેળવી એ અંગે ફોન પર ચર્ચા કરતી. કોઈ વાર તમિલ ભાષામાં અથવા મોટે ભાગે અંગ્રેજીમાં બોલતી. એટલે ધર્મિષ્ઠાને એ વાતની સાચી માહિતી મળી શકતી નહીં. બે દિવસથી મનસુખલાલ સાથે પણ ફોન પર ખાસ વાત થઈ શકી નહીં.
ત્રીજે દિવસે બપોરે બે વાગે રાજમણિ ઓફિસે આવ્યા. લલિતાએ શોધી રાખેલી ત્રણ ફાઈલમાંથી કેટલાક ડોક્યુમેન્ટની એક નાની ફાઈલ તૈયાર કરી. એ ફાઈલ પર નજર નાખતા રાજમણિ ખંધુ હસ્યા પછી બોલ્યા- અબ, ખેલ ખતમ.

સાહેબ, તમે કોની વાત કરો છો, ધર્મિષ્ઠાએ સચિંત સ્વરે પૂછયું.

મંત્રી કો બચાને ગયે થે, મગર નેતાજી ખુદ ફસ ગયે હૈ -કહેતા ધર્મિષ્ઠા સામે જોયું. તીનસો કરોડ કે કૌભાંડમેં નેતાજી ફસે હૈ. અબ ઉનકી જાન ખતરે મેં હૈ. રાજમણિએ કહ્યું..

રાત્રે નવ વાગ્યાથી માંડીને બાર વાગ્યા સુધીમાં ધર્મિષ્ઠાએ કેટલાય ફોન કર્યા પણ મનસુખલાલે ફોન ન ઉપાડ્યા.

ધર્મિષ્ઠા અકળ ભય અને એકલતામાં ઘેરાઈ ગઈ. એને લાગ્યું કદાચ મારા પતિ જ મને ફોન કરશે. એણે ના છૂટકે રાજમણિ અને લલિતાને ફોન કર્યા પણ કોઈએ ફોન ઉપાડ્યો જ નહીં.

બીજે દિવસે સવારે એણે ટી.વી પર ન્યૂઝ જોયા. લોકશક્તિ સેવાદળના પ્રમુખનું કોઈ અજાણ્યા શખ્સે ખૂન કર્યું છે. રાત્રે સાડા નવ વાગે નેતાજી હોટલની રૂમમાં ગયા ત્યારે વેઈટરના વેશમાં આવીને કોઈએ ચાર-પાંચ ગોળીઓ ધરબી દીધી હતી.. પોલીસ તપાસ કરી રહી છે. તરત જ મંત્રી સાહેબના શોક સંદેશા સાથે મુંબઈના કાર્યકર રાજમણિએ કહ્યું- મેં તો મારા રાજકીય ગુરુ ગુમાવ્યા છે.

ધર્મિષ્ઠાની નજર સામે અંધકાર છવાઈ ગયો. હું પતિના મોતનો બદલો લઈશ, જો કે કાનૂની લડત, રાજકીય દાવપેચ સામે મારી પહોંચ કેટલી ? પણ, એમણે આદરેલી લોકસેવા હું મારી રીતે કરીશ.
એણે મુંબઈનું ઘર, ઑફિસ વગેરે વેચીને વડોદરામાં વૃદ્ધાશ્રમ શરૂ કર્યો. એના સેવાયજ્ઞમાં થીજેલા મૌનને કોણ સમજી શકશે?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત