વિશેષ: ફ્રિલાન્સિંગ કામ કરીને મેળવો અઢળક આવક
-કીર્તિ શેખર
આજકાલ ઑનલાઇન અને ફ્રિલાન્સિંગ કામ કરવાનું ચલણ ખૂબ વધ્યું છે અને એમાં કમાણી પણ અઢળક છે. કોરોનાકાળમાં લાગેલા લૉકડાઉનમાં મોટાભાગે કામ ઑનલાઇન થતું હતું. ત્યારબાદ હવે એ ઑનલાઇન કામ કરવાનો સિલસિલો હજી પણ ચાલુ જ છે. જોકે એમાં કમાણી ઘણી છે. આવા જ કામ વિશે આજે આપણે ચર્ચા કરીશું.
ઑનલાઇન ટ્યુટર, અકાઉન્ટન્ટ અને ગ્રાફિક ડિઝાઇનરની એમાં બોલબાલા છે. આ ત્રણેય પ્રોફેશન્સ એવા છે કે જેની વધુ ડિમાન્ડ છે. જોકે એક વર્ગ એવો પણ છે કે જે ફ્રિલાન્સિંગથી ડરે છે.
તેમને ફ્રિલાન્સિંગનું જોખમ નથી લેવું. કેટલાંય ક્ષેત્રો એવાં છે કે જેમાં સ્વતંત્ર નિષ્ણાતો ફ્રિલાન્સિંગ કામમાં રુચી દેખાડી રહ્યાં છે. સાથે જ તેઓ કાયમી નોકરીની સાથે પણ આવક રળી રહ્યા છે.
કોવિડને કારણે આપણી રહેણી-કરણીની સાથે વિચારસરણી અને સ્થિતિને જોવાના નજરિયામાં પણ ફેરફાર આવ્યો છે. કરિયરને લઈને પણ પરિવર્તન આવ્યું છે. કોવિડ દરમિયાન જ લોકોએ ફ્રિલાન્સિંગ કામ કરવાની શરૂઆત કરી હતી. એને કારણે જે સ્વતંત્રતાનો સ્વાદ ચાખ્યો એને કારણે ફ્રિલાન્સર્સની સંખ્યામાં પણ વધારો થયો છે.
ખાસ કરીને ટ્યૂટર્સ, જેઓ ઑનલાઇન ક્લાસીસ ચલાવીને ઘરે બેઠા પૈસા કમાય છે. તેમને ટ્યૂશન આપવા માટે કોઈના ઘરે જવાની જરૂર નથી પડતી. દિવસ દરમિયાન અમુક કલાકો ઘરે રહીને વિદ્યાર્થીઓને ઑનલાઇન ભણાવવાનાં હોય છે અને બાદમાં આખો દિવસ ઘરમાં આરામ કરવાનો હોય છે.
અકાઉન્ટન્ટ અને ગ્રાફિક ડિઝાઇનર પણ એવા બે પ્રોફેશનલ છે જેમને ફ્રિલાન્સિંગથી ઇન્કમ તો મળે જ છે, પરંતુ સાથે જ તેમનું ભવિષ્ય પણ સુરક્ષિત રહે છે. વર્તમાનમાં ભારતમાં અકાઉન્ટમાં વધેલી પ્રવૃત્તિઓને કારણે અકાઉન્ટની માહિતીની ખૂબ જરૂર હોય છે. જીએસટી લાગુ થવાથી દેશમાં લગભગ એકથી દોઢ કરોડ દુકાનદારો અને વેપારીઓને દર ત્રણ મહિને જીએસટી ભરવી પડે છે. આ કામ માત્ર અકાઉન્ટન્ટ જ કરી શકે છે.
આ પણ વાંચો : મિજાજ મસ્તી: બંદૂકથી બગીચા સુધી… કેવા રે મળેલા મનના મેળ
જોકે અહીં નોંધવા જેવી બાબત એ છે કે તેમના પાસે એટલુ કામ નથી કે તેઓ એક જ ફર્મમાં રહીને આકર્ષક પગાર મેળવે. આ જ કારણ છે કે છેલ્લાં બે-ત્રણ વર્ષમાં કેટલીક કંપનીઓ મોટી સંખ્યામાં ફ્રિલાન્સિંગ અકાઉન્ટન્ટ પાસે કામ કરાવે છે. એથી ઑનલાઇન ટ્યૂશનની જેમ ઑનલાઇન અકાઉન્ટન્ટનું પણ સારું એવું કામ છે. આવી રીતે ફ્રિલાન્સિંગની પણ વધુ માગ છે.
ગ્રાફિક ડિઝાઇનર તો પહેલેથી જ ફ્રિલાન્સિંગ કામ કરે છે. ઑનલાઇન કામ કરવાની સગવડ હોવાથી હવે તેમને કામ માટે ક્યાંય જવાની જરૂર નથી. તેમને પોતાના ઘરે જ આરામથી કામ કરવાની સવલત મળી રહે છે. આ જ કારણ છે કે ગ્રાફિક ડિઝાઇનર ત્રીજું એવું પ્રોફેશન છે, જેને કામમાં કોઈ તકલીફ નથી પડતી.
આ ત્રણેય નોકરીઓ ફ્રિલાન્સિંગ માટે અનુકૂળ છે, કેમ કે તેમની પાસે ઑનલાઇન કામ કરવાનો પર્યાય છે. બાળકોને ભણાવવા માટે ટીચર્સને હવે લોકોના ઘરે જવાની જરૂર નથી. અકાઉન્ટ કે પછી ગ્રાફિકસના કામ માટે પ્રોફેશનલ્સ ઑફિસમાં જાય એવું જરૂરી નથી. તેમનો અવર-જવરનો સમય બચી જશે.
આ ત્રણેય પ્રોફેશન્સની ખૂબ ડિમાન્ડ છે અને આ ત્રણેય મજબૂત અને શાનદાર કરિયર બનાવી શકે છે. તેમને સમાજમાં પણ માન-સન્માન મળે છે. ઑનલાઇન ટ્યૂટરની વાત કરીએ તો તેમને વર્ષના દસથી પંદર લાખ રૂપિયા મળે છે.
વાત કરીએ ગ્રાફિક ડિઝાઇનર અને અકાઉન્ટન્ટની તો તેઓ પણ વર્ષના છથી દસ લાખ રૂપિયા રળી લે છે.
આ જ કારણ છે કે વર્તમાનમાં વિશેષ ક્ષેત્રે ફ્રિલાન્સિંગ કામનું ચલણ વધ્યું છે.