ઉત્સવ

વિખ્યાત ભારતીય અણુવિજ્ઞાની

રામન્ના સાહેબે ભારતમાં અણુક્ષેત્રે ૪૦ વર્ષથી પણ વધારે કામ કર્યું હતું. તેમણે ભારતના ડિફેન્સ ક્ષેત્રે પણ મોટું યોગદાન આપ્યું હતું. ડૉ. એ. પી. જે. અબ્દુલકલામને આગળ લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એ રીતે તેઓ કલામ સાહેબના ગુરુ હતા. રામન્ના સાહેબ ૨૦૦૪ના સપ્ટેમ્બર મહિનામાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા હતા ત્યારે કલામ સાહેબ ભારતના રાષ્ટ્રપ્રમુખ હતા.

બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ

ડૉ. રાજા રામન્નાનો જન્મ મૈસૂર રાજ્યના તુમકુર (તિપ્તૂર)માં ૧૯૨૫ના જાન્યુઆરીની ૨૮ તારીખે થયો હતો. તેઓ ભારતના ભૌતિકશાસ્ત્રી – અણુવિજ્ઞાની હતા. ભારતને અણુવિજ્ઞાનક્ષેત્રે સ્વનિર્ભર બનાવવા તેમણે
મોટું યોગદાન આપ્યું હતું. તેઓ અણુક્ષેત્રે
ભાભાના માર્ગદર્શન નીચે કામ કરતા હતા. તેઓએ ભારતમાં અણુક્ષેત્રે વેપન્સ બનાવવાના કાર્યમાં, અણુબોમ્બ બનાવવાના કાર્યમાં મોટો ભાગ ભજવ્યો હતો.

૧૯૭૪માં ભારતે અણુબોમ્બનું પોખરાણમાં જે પરીક્ષણ કર્યું હતું તે પ્રોજેક્ટના તેઓ ચીફ હતા. ભારતના એ અણુબોમ્બના પરીક્ષણનું કોડ નામ “સ્માઈલીંગ બુદ્ધ હતું. રામન્ના સાહેબે ભારતમાં અણુક્ષેત્રે ૪૦ વર્ષથી પણ વધારે કામ કર્યું હતું. તેમણે ભારતના ડિફેન્સ ક્ષેત્રે પણ મોટું યોગદાન આપ્યું હતું.

ડૉ. એ. પી. જે. અબ્દુલકલામને આગળ લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એ રીતે તેઓ કલામ સાહેબના ગુરુ હતા. રામન્ના સાહેબ ૨૦૦૪ના સપ્ટેમ્બર મહિનામાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા હતા ત્યારે કલામ સાહેબ ભારતના રાષ્ટ્રપ્રમુખ હતા. તેઓ વિમાનમાં મુંબઈની જસલોક હૉસ્પિટલમાં રામન્ના સાહેબની તબિયત ખાસ જોવા આવ્યા હતા.

તેઓને ભારત સરકારે પદ્મવિભૂષણનો ઈલ્કાબ આપી નવાજયા હતા. જ્યારે તેઓ ભારતરત્નના ઈલ્કાબને લાયક હતા. તેઓ બાળક હતા ત્યારથી તેમણે સંગીતમાં તેની ટેલેન્ટ બતાવી હતી. તેમને આર્ટસ અને લિટરેચરમાં પણ ખૂબ દિલચસ્પી હતી. તેઓએ મદ્રાસની ક્રિશ્ર્ચન કૉલેજમાંથી ભૌતિકશાસ્ત્રમાં B.Sc.ની ડિગ્રી લીધી હતી, સાથે સાથે તેઓએ ક્લાસિકલ મ્યુઝિકમાં B.A..ની ડિગ્રી પણ મેળવી હતી. એટલે તેઓ વિજ્ઞાનની સાથે સાથે જ મ્યુઝિક વિશારદ પણ હતા. તેઓને અમે T.I.F.R.માં મ્યુઝિકમાં પરફોર્મ કરતા જોયા હતા, અને માણ્યા પણ હતા.

ગ્રેજ્યુએટ થઈને તેઓએ મુંબઈની રૉયલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાંથી ખ.જભ. M.Sc ફિઝિક્સ અને M.Musicની ડિગ્રીઓ મેળવી હતી. રૉયલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સે મોટા મોટા વિજ્ઞાનીઓ આપ્યા છે જેમાં ડૉ. ભાભા, ડૉ. એમ. જી. કે. મેનન, ડૉ. વી. વી. નારળીકર, ડૉ. ઉદગાંવકર વગેરે છે.

લેખકે પણ B.Sc. ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાંથી જ કર્યું છે. લેખક ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સનાં મેરિટ સ્કોલર હતા.

રામન્ના સાહેબે લંડનની કિંગ્ઝ કૉલેજમાંથી ન્યુક્લિયર ફિઝિક્સમાં Ph.D.ની ડિગ્રી મેળવી હતી. ઈંગ્લેન્ડમાં રામન્ના સાહેબને અણુક્ષેત્રે સંશોધન કરવા આમંત્ર્યા હતા. ત્યાં તેમણે ન્યુક્લિયર ફ્યૂલ અને રિએક્ટર ડિઝાઈનિંગ ક્ષેત્રે નિપુણતા મેળવી હતી.

ઈંગ્લેન્ડમાં તેમણે દર અઠવાડીયે થતાં યુરોપિયન મ્યુઝિક અને પશ્ર્ચિમી દાર્શનિકતાના કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેઓ મ્યુઝિકક્ષેત્રે નિપુણતા મેળવી હતી.

રામન્ના સાહેબને ઈરાકના સત્તાધીશ સદ્દામ હુસેને અણુવિજ્ઞાન ક્ષેત્રે ચર્ચા માટે આમંત્રણ આપેલું. પછી સદ્દામ હુસેને તેમને કહ્યુંં કે તમે ભારત માટે ઘણું કર્યું, હવે ઈરાકના અણુઊર્જાના પ્રકલ્પના અધિપતિ બનો, તમને જે સગવડતા, જે પગાર જોઈતો હોય તે આપવા હું તૈયાર છું, પાછા ભારત જવાની જરૂર નથી.

આ સાંભળી રામન્ના સાહેબ એક ક્ષણ ગભરાઈ ગયા હતા. તેમને લાગ્યું કે હવે બગદાદમાંથી નીકળવું અઘરું થઈ જશે. એ વાતચીત પછી અડધો કલાકમાં જ રામન્ના સાહેબ પ્લેન પકડી ભારત પાછા આવી ગયા. મુંબઈમાં એક વખત વિમાન અકસ્માતમાં રામન્ના સાહેબ બાર બાર બચી ગયા હતા.

રામન્ના સાહેબ બહુ સાદા હતા. તેમને કોઈ સલામ કરે તે ગમતું નહીં. તેઓ નહેરુ સેન્ટરના જનરલ સેક્રેટરી હતા, ત્યારે તેઓ નહેરુ પ્લેનેટેરીયમમાં આવતા ત્યારે મારી કેબિનમાં જ આવે અને પૂછે કે રાવલ, હું તારી ખુરશી પર બેસીશ. પછી તે મારી ખુરશી પર બેસતા અને હું તેમની સામે ખુરશીમાં બેસતો. પછી ફોન કરી બધાને હું બોલાવતો અને મારી કેબિનમાં મીટિંગ થતી.

રામન્ના સાહેબનો મારી પર ઘણો ભાવ હતો. તે મૃત્યુ પામ્યા પહેલા ચાર મહિના પહેલા મને મળવા માગતા હતા. ક્યા કારણસર મળવા માગતા હતા તેની મને જાણ નથી, પણ તેમને મને ફોનમાં કહેલું કે હું આ વખતે બેંગ્લોરથી મુંબઈ આવું ત્યારે મારે તને મળવું છે. ત્યારે તને ફોન કરીને બોલાવીશ. પણ ત્યાર પછી તેમને કેન્સરનું નિદાન થયું અને તેઓ દેવલોક પામ્યા.

રામન્ના સાહેબ, ભાભા એટમિક રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર હતા. પછી તેઓ એટમિક કમિશનના ચેરમેન હતા. તેઓ નહેરુ સેન્ટરના જનરલ સેક્રેટરી હતા, તેઓ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના ચીફ હતા.
વડા પ્રધાનના સલાહકાર હતા. ભારત સરકારના સાયન્સ એન્ડ ટૅક્નોલોજીના મિનિસ્ટર ઓફ સ્ટેટ હતા અને બેંગ્લોરની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝના ડિરેક્ટર હતા. તેઓએ ભારત દેશની વિજ્ઞાનક્ષેત્રે ઘણી મોટી સેવા કરી છે. તેઓના નામે ઈંદોરમાં રાજા રામન્ના, સેન્ટર ફોર એડવાન્સ્ડ ટૅક્નોલોજી નામની ભારત સરકારની એક સંસ્થા છે અને ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી તરફથી રામન્ના સાહેબના નામ પર પ્રોફેસરની ચેર છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…