જોઈએ એમાં એક પણ, ઓછે નહીં નિભાય, પાયા, ઈસો ને ઊપણાં, મળીને ખાટલો થાય
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી
અરબી ભાષામાં એક જાણીતી ઉક્તિ છે કે ‘જેમ મીઠા વગરનું ભોજન લૂખું તેમ કહેવત વગરનું બોલવું લૂખું.’ કહેવત વગરની ભાષા નીરસ લાગે. કહેવત સાથે કથા સંકળાયેલી હોય છે અને કથા પરથી કહેવત બની હોવાના અનેક ઉદાહરણ છે. સામાન્યપણે કહેવત કથન સ્વરૂપે જોવા મળે છે, પણ સુભાષિત પ્રકારની કહેવત પણ જોવા મળે છે ખરી. જેમ કે પાપ કરંતા વારીએ, ધર્મ કરંતા હા, બે મારગ બતલાવીએ, પછી ગમે ત્યાં જાય. કહેવતનું આ સ્વરૂપ કથન કરતાં વધુ પ્રભાવી જણાય છે. આ પંક્તિઓ દ્વારા મનુષ્ય જીવનમાં કોઈ ખોટું કામ કરતું હોય કે અનીતિને માર્ગે આગળ વધવા માગતું હોય તો આપણે એ વ્યક્તિને અટકાવી સારા અને નરસાનો ભેદ સમજાવવો જોઈએ એ વાત કરવામાં આવી છે. અલબત્ત પછી કયે રસ્તે આગળ વધવું એનો નિર્ણય તો જે તે વ્યક્તિ જ લે. અહીં ઈશારો મનુષ્યની ફરજ સામે છે. એવી જ રીતે કવિતાની પંક્તિઓ દ્વારા જે કહેવત રજૂ થાય છે એનો પ્રભાવ વિશિષ્ટ હોય છે. અસલના વખતમાં વહુ પરણીને આવે એટલે એક બહુ મોટું જવાબદારીનું પોટલું એને સોંપી દેવામાં આવે. એટલું જ નહીં તેને સહનશક્તિની સમ્રાજ્ઞી માનવામાં આવતી. આ ઈલકાબ કવિતાની પંક્તિઓમાં કેવો સરસ રીતે વ્યક્ત થાય છે: ટાઢ ટાઢ કરીએ નહીં ને ટાઢનાં માર્યાં મરીએ નહીં, ટાઢ વાય સઉને, ના વાય વહુને. આ કહેવતને બે ભાગમાં સમજવી જોઈએ. પહેલો હિસ્સો છે કે ‘ટાઢ ટાઢ કરીએ નહીં ને ટાઢનાં માર્યાં મરીએ નહીં’ જેનો ભાવાર્થ છે કે મુશ્કેલી-આપત્તિ આવી ચડે તો એના રોદણાં રડવાના ન હોય, પણ હિંમતથી એનો મુકાબલો કરવાનો હોય, સામનો કરવાનો હોય. બીજો હિસ્સો છે કે ‘ટાઢ વાય સહુને ના વાય વહુને’ જેમાં નવી આવેલી વહુ પાસે બધા કામ કરાવી લેવાની મનોદશાની વાત છે જેના દ્વારા ઘરમાં કે સમૂહમાં નાની વ્યક્તિ પાસે કામ કરાવી લેવાની વૃત્તિ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. કોઈ વસ્તુ બનાવવા કે કાર્ય સિદ્ધ કરવા સહયોગ જરૂરી હોય છે. ચાર આંગળી અને એક અંગૂઠો એમ દરેકની હાજરી હોય તો જ પંજો બને અને પંજો ન હોય તો મુઠ્ઠી ન વળે એ હકીકત છે. આ વાત બે પંક્તિથી કેવી અસરકારક રીતે સમજાય છે કે જોઈએ એમાં એક પણ, ઓછે નહીં નિભાય, પાયા, ઈસો ને ઊપણાં, મળીને ખાટલો થાય. ખાટલો બનાવવા માટે પાયા, ઈસ (ખાટલો તૈયાર કરવા માટે વપરાતો ઊભો દાંડો) અને ઊપણાં (પાયાની પહોળાઈને જોડતો હિસ્સો) એ ત્રણેયની આવશ્યકતા હોય છે. એમાંથી એકની પણ કમી હોય તો ચાલે નહીં ને ખાટલો તૈયાર ન થઈ શકે. કોઈ વિચાર, કૃતિ કે કર્મ એવા કરવા જોઈએ જેનાથી કોઈ અર્થ સરે એવી સામાન્ય માન્યતા છે. જોકે, સમાજમાં એવા કેટલાક લોકો હોય છે, કેટલીક પ્રવૃત્તિઓ હોય છે જે કરવાથી કોઈ અર્થ સરતો નથી. આ ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ છે: તકરારીને વખત મળે, ઢાઢી કરે વખા, ગરજવાન ગુસ્સો કરે, એ ત્રણે અલેખે જાય. કેટલાક લોકો એવા હોય છે જેમની પાસે ઝઘડો – કજિયો કરવા માટે કાયમ સમય હોય છે, પણ કામ કરવાનું હોય તો ફુરસદ નથી મળતી. ઢાઢી કરે વખા એટલે ગીતો ગાઈને સદા બધાના વખાણ કરતો પુરુષ અને જેને ગરજ હોય એણે કાયમ નમતા રહેવું પડે, ગુસ્સો કરવો એને પાલવે નહીં. ટૂંકમાં કાયમ ફરિયાદ કરનાર, અન્યની પ્રશસ્તિ કરનાર અને ગરજ હોવા છતાં ગુસ્સો કરનારાના પ્રયત્નો-કોશિશો અલેખે જાય એટલે કે એળે જાય-નકામા જાય. (વધુ કવિતા કહેવત આવતા સપ્તાહે).
FINANCIAL PROVERBS
કહેવતો અને રૂઢિપ્રયોગો જીવનમાં શીખ આપવાની સાથે મહત્ત્વ ધરાવતી સલાહ પણ આપે છે જેને અનુસરવાથી ફાયદો અચૂક થાય છે. Smart money advice is worth hearing in any century. નાણાં રોકાણ અંગેની કોઈ પણ સલાહ કોઈ પણ સમયમાં આવકાર્ય હોય છે. આજે આપણે એવી કેટલીક અર્થસભર – આર્થિક કહેવતો જોઈએ જે કોઈ પણ સમયમાં સાચી ને અનુસરવા જેવી છે. આજની પહેલી આર્થિક કહેવત છે Smart money advice is worth hearing in any century. ખિસ્સું ખાલી હોય ત્યારે પૈસા વાપરવા એ દેવાની ખીણમાં સરકવાનું નિમિત્ત બની શકે છે. અલબત્ત આજની તારીખમાં જોઈતી બધી વસ્તુ માટે રોકડા હોય એ જરૂરી નથી અને એટલે મોર્ગેજ, કાર લોન વગેરે જેવી કેટલીક ઉધારી અનિવાર્ય બની જતી હોય છે. આ પરિસ્થિતિમાં અવશયક ન હોય એવી વસ્તુ ઉધારીમાં ખરીદવાનું ટાળવું જોઈએ એ બોધ આ કહેવત આપે છે. Spending is quick; earning is slow રશિયન કહેવત છે. પૈસા કમાવા માટે કેટલો પરિશ્રમ કરવો પડે છે એ વાત બધા જાને છે પણ એ પૈસા પાણી જેમ વેરતા વાર નથી લાગતી. આજે તો ટેક્નોલોજીની મદદથી આંખના પલકારામાં લાખો રૂપિયા ખર્ચી શકાય છે. આ પરિસ્થિતિમાં કેટલી વીસે સો થાય એ શીખ ન ભૂલવી જોઈએ. A fool and his money are soon parted કહેવત વગર વિચાર્યું જે કરે પાછળથી પસ્તાયનું સ્મરણ જરૂર કરાવી દે છે. પૈસાની વ્યવસ્થા કરતી વખતે કે વાપરતી વખતે બધી જાણકારી હોવી જરૂરી છે. મૂરખની જેમ આંધળુકિયા કરવાથી દૂર રહેવું જોઈએ. નહીંતર ખિસ્સું ખંખેરાઈ જતા વાર ન લાગે. Creditors have better memories than debtors. લેણદાર અને દેણદારને સાંકળતી આ કહેવત માનવ સ્વભાવની લાક્ષણિકતા સૂચવે છે. કોઈની પાસે લીધેલા ઉછીના પૈસાની વાત કદાચ લેનારી વ્યક્તિ ભૂલી જાય, પણ આપનાર હાથમાં તો અહર્નિશ એની માળા જપવામાં આવતી હોય છે. એટલે જ કહેવાય છે કે Rather go to bed supperless than rise in debt મતલબ કે દેવું વધારવા કરતા ભૂખ્યા પેટે સૂઈ જવું બહેતર છે. ભૌતિકવાદી ચાર્વાક (બૃહસ્પતિના શિષ્ય) કહી ગયા છે એ સમજી લેવું જોઈએ.. यावत् जीवेत् सुखम् जीवेत्। ऋणं कृत्वा घृतं पिबेत्। भस्मिभूतस्य देहस्य पुनरागमनं कुतः। મતલબ કે જેટલું જીવો આનંદથી જીવો. કરજ કરી ઘી પણ પીઓ, કારણ કે આ શરીર એક દિવસ તો રાખ જ થઈ જવાનું છે. આને કેટલી હદે અનુસરવું એ જાતે નક્કી કરી લેવાનું.
भरमानेवाले शब्द
ગજબનાક સામ્યને કારણે ભ્રમ પેદા કરી ચોંકાવી દેનારા શબ્દ સમૂહની મજેદાર યાત્રા આગળ વધારીએ. આજનું પહેલું યુગ્મ છે कसर और कसूर. કસર એટલે ખામી કે કમી. भारतीय समुदाय ने भारत-अमेरिका संबंधों को मजबूत बनाने में कोई कसर नहीं छोड़ी है. ભારતીય જનતાએ ભારત – અમેરિકા સંબંધ સુદૃઢ બનાવવામાં કોઈ કમી નથી રહેવા દીધી. કસૂર એટલે ભૂલ, ગુનો. यह आपका पहला कसूर होने के नाते माफ़ी दी जाती है. આ તમારો પહેલી ભૂલ – ગુનો હોવાથી માફ કરી દેવામાં આવ્યો છે. कृपण और कृपाण. કૃપણ એટલે કંજૂસ જ્યારે શબ્દને માત્ર એક કાનો લાગતા કૃપાણ શબ્દ બને છે જેનો અર્થ કિરપાણ (ખાસ કરીને શીખ લોકો રાખે એ નાનકડી તલવાર) થાય છે. સામાન્યપણે કિરપાણ રાખનારા સ્વભાવે કૃપણ નથી હોતા. किश्त, किश्ती और किस्त ત્રિપુટીના અક્ષર બંધારણમાં કેટલો નજીવો
તફાવત છે, પણ અર્થમાં આસમાન જમીનનો ફરક છે. કિશ્ત એટલે ચેસ – શતરંજની રમતમાં ચેકમેટ કે શહ આપવી. પાકનું ખેતર એવો પણ એનો અર્થ છે. કિશ્તી એટલે નાવડી, હોડી. દેશભક્તિના મશહૂર ગીતની પંક્તિ છે ને કે हम लाये है तूफान से किश्ती निकाल के. દરિયામાં તોફાન આવ્યું હોવા છતાં અને હોડી હેમખેમ ઘરે લઈ આવ્યા. કિસ્ત એટલે હપ્તો. આજકાલ મુંબઈ શહેરમાં ઘર લેવા માટે જે ઈએમઆઈ ભરવો પડે છે એ હિન્દીમાં કિસ્ત તરીકે ઓળખાય છે. कोहरा और कोहराम શબ્દ જોડી જોઈને તમને બે હિન્દી ફિલ્મ જરૂર યાદ આવી હશે. વહિદા રેહમાન – વિશ્વજીતની કોહરા એક સસ્પેન્સ ફિલ્મ હતી. કોહરા એટલે ધુમ્મસ અને કોહરામ એટલે રોકકળ અથવા ધમાલ. અમિતા બચ્ચન – નાના પાટેકર ની ફિલ્મ કોહરામ તમને યાદ આવી ગઈ હશે. આજની અંતિમ જોડી છે कोश और कोस. ફરક છે શ અને સ જેટલો, પણ અર્થમાં જોજન જેટલું અંતર છે. કોશ એટલે ભંડાર અથવા સંગ્રહ જ્યારે કોસ એટલે ગાઉ. ફિલ્મ ‘શોલે’નો સંવાદ છે ને કે यहाँ से पचास-पचास कोस दूर जब बच्चा रात को रोता है तो माँ कहती है सो जा बेटे नहीं तो गब्बर आ जाएगा.
अर्थपूर्ण म्हणी
ગુજરાતીમાં તમે મલયાલમ કે પછી લીમડી ગામે ગાડી મલી જેવા ભાષાપ્રયોગથી પરિચિત હશો. અંગ્રેજીમાં પેલિન્ડ્રોમ તરીકે પ્રચલિત આ ભાષા પ્રયોગ મરાઠી – ગુજરાતીમાં વિલોમપદ તરીકે ઓળખાય છે. पेलिन्ड्रोम म्हणजे असा शब्द, वाक्प्रचार, वाक्य किंवा कोणतीही अर्थपूर्ण अक्षररचना जी शेवटाकडून सुरूवातीकडे वाचत गेलं तरी बदलत नाही. અંગ્રેજીમાં આવા અસંખ્ય પ્રયોગ અસ્તિત્વમાં છે જ્યારે મરાઠીમાં સરખામણીમાં ઓછા છે. પહેલું ઉદાહરણ છે चिमा काय कामाची. જોડણીદોષ ભૂલી જઈએ તો બેઉ બાજુથી એક સરખું વાંચવા મળે છે. આવા જ બે અન્ય ઉદાહરણ છે ती होडी जाडी होती. रामाला भाला मारा. વ્યક્તિના સમાવેશથી તૈયાર થતા કેટલાક વિલોમપદ જાણીએ. टेप आणा आपटे. આપટે નામની વ્યક્તિને ટેપ લાવવાનું કહેવામાં આવતા બંને બાજુથી વંચાતું વાક્ય તૈયાર થાય છે. तो कवी ईशाला शाई विकतो. શાહી વેચવાથી કલમ દ્વારા અક્ષરો ઉમટે અને એક વિલોમપદ તૈયાર થયા છે. અન્ય ઉદાહરણ પણ જાણવા જેવા છે. भाऊ तळ्यात ऊभा. બીજું ઉદાહરણ છે शिवाजी लढेल जीवाशी. છત્રપતિ મહારાજા જો ભાષાની કરામત કરી શકતા હોય તો શિક્ષક પણ એમાં ફાળો આપે છે. सर जाताना प्या ना ताजा रस. સામાન્ય બોલચાલના ઉદાહરણ જાણ્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ ઉવાચ એક શ્લોકનું વિશિષ્ટ ઉદાહરણ જાણવા જેવું છે. तं भूसुतामुक्तिमुदारहासं वन्दे यतो भव्यभवं दयाश्रीः ||१|| श्रीयादवं भव्यभतोयदेवं संहारदामुक्तिमुतासुभूतं ||२|| આ શ્લોકના પ્રથમ ચરણમાં ભગવાન શ્રી રામની સ્તુતિ છે અને બીજા ચરણમાં શ્રીકૃષ્ણની સ્તુતિ છે. આ શ્લોકને ધ્યાનથી જોશો તો ધ્યાનમાં આવશે કે શ્લોકનું બીજું ચરણ પહેલા ચરણના ઉલટા ક્રમમાં છે. વિલોમપદનું વિશિષ્ટ ઉદાહરણ