ઉત્સવ

તીરથ જઈને પણ જો ચિત્ત ચંચળ, મન ચોર,પાપ રતિભાર ના ઘટે, દશ મણ વધે ઓર!

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

હેમચંદ્રાચાર્ય બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક છે. સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં આચાર્યશ્રીએ પ્રદાન આપ્યું છે. એમનો ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ ગ્રંથ ગુજરાતી ભાષા વિશ્ર્વનો એક બેમિસાલ પ્રકાશ પુંજ છે. આચાર્યશ્રીએ વ્યાકરણ, કોશ, કાવ્ય, અલંકાર, છંદ, ચરિત્ર લેખન સહિત સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં યોગદાન આપ્યું છે. આ કારણસર તેઓ ‘કાલિકાસર્વજ્ઞ’ કહેવાય છે. તેમના સુભાષિતોની એક ઝલક આપણે ગયા હપ્તામાં જોઈ. જ્ઞાન આપી સમજણ વધારતી એ સુભાષિત યાત્રા આપણે આગળ વધારીએ. માનવ સ્વભાવની લાક્ષણિકતા દર્શાવતી તેમની પંક્તિ છે: નિંદો અમને કોઈ જન, સ્તવો અગર જન કોઈ, નવ નિંદા – સ્તુતિ કોઈની ભણીએ અમો કદીયે. નિંદા અને પ્રશંસા માનવીના સ્વભાવગત લક્ષણો છે. કોઈ લોકો નિંદા કરે તો કોઈ સ્તુતિ એનાથી આચાર્ય સુપેરે પરિચિત છે, પણ પછી તરત નિંદા કરવાથી કે સ્તુતિ કરવાથી દૂર રહેવાનો બોધ આપે છે. આવું વલણ જ સ્થિતપ્રજ્ઞતાની દિશામાં આગળ વધવામાં મદદ કરે. ધર્મ આચરણ અંગે સરળ ભાષામાં સમજણ આપતા તેઓ કહે છે કે: તીરથ જઈને પણ જો ચિત્ત ચંચળ, મન ચોર, પાપ રતિભાર ના ઘટે, દશ મણ વધે ઓર. મંદિરના ઓટલે કૂથલી કરતા કે તીર્થ સ્થળે જેઓ સ્વસ્થ ચિત્ત નથી રાખી શકતા કે જેમનું મન પ્રભુના ધામની બદલે અન્ય જગ્યાએ ભટક્યા કરે છે એવા લોકોના પાપ ઘટતા નથી, બલકે અનેકગણા વધી જાય છે. પ્રભુના ધામમાં દુન્યવી બાબતોનો પ્રભાવ વધી ન જવો જોઈએ. ટૂંકમાં ચિત્ત સ્થિર રાખવાની વાત છે. આચાર્યશ્રીએ વીરરસને કેન્દ્રમાં રાખીને પણ પ્રભાવી સુભાષિત લખ્યા છે. એવા પુત્ર જન્મનો સાર શો, શોક શો એના મૃત્યુથી, પિતૃ ભૂમિ જેના જીવતા અરિ પગ તળે ચંપાય જો. જે પુત્ર પિતૃભૂમિની રક્ષા નથી કરી શકતો અને અરિ એટલે કે દુશ્મન એને કચડી નાખે છે એવો પુત્ર હોય તો એનો હરખ ન હોય અને જો એ મૃત્યુ પામે તો એનું દુ:ખ ન થાય. યુદ્ધભૂમિમાં કંથ એટલે કે પતિને હોશે હોશે મોકલતી પત્નીની માનસિકતા પર પ્રકાશ ફેંકતા સુભાષિત આ દેશમાં વીર સાથે વીરાંગના પણ હોય છે એ વાતની પુષ્ટિ કરે છે. પહેલું સુભાષિત છે પગમાં આંતરડાં ભરાયાં છે, શિર ખભા પર ઢળી પડ્યું છે, તોય હાથમાં કટાર ઘૂમાવે, એવા કંથ પર વારી જાઉં. મા ભોમની રક્ષા કાજે દુશ્મન સામે લડતા લડતા જીવ નીકળી રહ્યો હોય છતાં એની પરવા ન કરી શત્રુનો ખાત્મો બોલાવવા ઝઝૂમી રહેલા કંથ એટલે કે પતિ માટે પત્નીને ગર્વ થાય છે. આ જ પ્રકારનો ભાવ મરજો ને કાં મારજો પૂંઠ ન દેજો લગાર, સહિયર મેણાં મારશે કહી કાયરની નાર પંક્તિમાં વ્યક્ત થાય છે. પતિને પોરસ ચડાવતી પત્ની કહે છે કે કાં તમારી તલવારથી દુશ્મનનું મોત થવું જોઈએ કાં એના પ્રહારથી તમે વીરગતિ પામજો, પણ પીઠ દેખાડી યુદ્ધભૂમિમાંથી નાસી આવતા નહીં. એમ કરશો તો મારી બહેનપણીઓ કાયરની પત્ની કહી મેણાં મારશે જે સહન નહીં થાય. અહીં પત્નીથી પતિનું અપમાન સહન ન થવાનો ભાવ છે. વીરરસની અંતિમ પંક્તિ આ પ્રમાણે છે: કંથ રણમાં પેઠકે કેની જોવે વાટ, સાથી તારા ત્રણ છે હૈયું, કટારી ને હાથ. યુદ્ધ ભૂમિમાં ડગ માંડ્યા પછી તો હૈયામાં જોમ, હાથમાં હથિયાર અને એ ચલાવી શત્રુને નાબૂદ કરવાનું એકમાત્ર ધ્યેય હોવું જોઈએ એ વાત છે. (વધુ કવિતા કહેવત આવતા સપ્તાહે).

NEW IDIOMS

આવતી કાલે પહેલી જાન્યુઆરી. ઈશુનું નવું વર્ષ. અનેક ઠેકાણે હેપ્પી ન્યુ યર શુભેચ્છાની આપ લે થશે. નવું શબ્દના અર્થ છે જેમાંનો એક અર્થ છે શરૂ થતું, આરંભ થતું જેમ કે નવું વર્ષ. અંગ્રેજીમાં ન્યુ શબ્દ પણ વિવિધ અર્થ ધારણ કરે છે. આજે આપણે Idioms and Phrases with word NEW પર નજર નાખીએ. Happy New Year and New Year’s Resolutions are the most known phrases. ગુજરાતીમાં આપણે જેને નવા વર્ષના ઠરાવો તરીકે ઓળખીએ છીએ. Losing Weight, Joining Gym or Quit Smoking are the most common New Year’s Resolutions. હવે આપણે અન્ય કહેવતો અને રુઢિપ્રયોગો તરફ વળીએ. Turning Over a New Leaf: Correcting the behavior or attitude of a person; or to start something new. ટૂંકમાં નવી શરૂઆત કરવી એ એનો ભાવાર્થ છે. આ રૂઢિપ્રયોગનો જન્મ કઈ રીતે થયો એ જાણવા જેવું છે. સોળમી સદીમાં પુસ્તકનાં પાનાં અંગ્રેજીમાં Leaves – Plural of Leaf sfuL¡$ Ap¡mMpsp lsp. Turning the leaf over meant starting a new lesson with a blank page. This expression also means that one can change future behaviors and start something new just like starting a new page in your life’s book. અન્ય એક કહેવત જોઈએ: You Can’t Teach an Old Dog New Tricks. અલબત્ત અહીં શ્ર્વાનને નવી યુક્તિ – પ્રયુક્તિ શીખવવાની કોઈ વાત નથી. Making people change their habits or adjusting to new skills is impossible, It is very hard to make people change their ways. લોકોની જૂની આદતો બદલવી કે સાવ નવું કામ શીખવવું લગભગ અશક્ય હોય છે. આ કહેવત પ્રાણી સાથેના અનુભવના આધારે બની છે. ટ્રેઈનર પ્રાણીઓને કુમળી ઉંમરે તાલીમ આપવાનું પસંદ કરે છે, કારણ કે ઉંમર વધ્યા પછી તેમને નવું શીખવવું આસાન નથી હોતું. There is nothing new under the sun કહેવત સમજણનો વિસ્તાર વધારે છે. There is nothing truly novel in existence. Every new idea has some sort of precedent or echo from the past. પૃથ્વી પર જે કંઈ છે એમાં નાવીન્ય નથી. દરેક નવો વિચાર ભૂતકાળના કોઈ વિચારનો પડઘો અથવા એનું બદલાયેલું સ્વરૂપ છે. વિજ્ઞાનમાં કહે છે એના જેવું કે Energy can neither be created nor destroyed; it transforms from one form to another.

मराठी फारशी सोपी नाही

એક સર્વે અનુસાર ભારતમાં 700થી વધુ વિવિધ ભાષાઓ બોલાય છે અને ભારતીય બંધારણ અનુસાર 24 ભાષાને સત્તાવાર ભાષાનો દરજ્જો મળ્યો છે. મરાઠી મહારાષ્ટ્રની ભાષા ખરી, પણ અન્ય ઠેકાણે સુધ્ધાં એનું ચલણ છે. ગુજરાતી – મરાઠી એ બંને ભાષા સગ્ગી બહેન તરીકે ઓળખાય છે. ભાષાની બારીકીથી કે એના લાલિત્યથી અજાણ હોઈએ તો અર્થનો અનર્થ થવાની સંભાવના છે જે મુશ્કેલી અથવા રમૂજ પેદા કરી શકે છે. મરાઠી લખવી, બોલવી કે સમજવી સાવ સહેલી નથી – मराठी फारशी सोपी नाही – એ આપણે ઉદાહરણ સાથે જોઈએ. मराठी सुंदर, लवचिक आणि अवखळ आहे. મરાઠી ભાષામાં સૌંદર્ય તો

અપરંપાર છે પણ સાથે સાથે આ ભાષા લવચીક છે અને થોડી મસ્તીખોર સુધ્ધાં છે. ज्यांना तोंडावर “बोलून टाकणं” जमत नाही ते पाठीमागे “टाकून बोलत” राहतात. તોંડાવર બોલૂન ટાકણં એટલે મોઢા પર કહી દેવું અને પાઠીમાગે ટાકૂન બોલત રાહતાત એટલે પીઠ પાછળ બોલવું કે નિંદા કરવી. મતલબ કે જેમનામાં મોઢે કહેવાની હિંમત નથી એ લોકો પીઠ પાછળ બોલતા ફરતા હોય છે. બીજું ઉદાહરણ જોઈએ:

शहाणा माणूस “पाहून हसतो”, निर्मळ माणूस “हसून पाहतो”. શાણો કે ચતુર માણસ જોઈને પછી હસે જ્યારે નિર્મળ સ્વભાવની કે ભોળી વ્યક્તિ હસીને જુએ છે. મતલબ કે ચતુર માણસો લાગણી કે પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં સાવધાની રાખે છે જ્યારે ભોળા માણસોમાં એવો ગણતરીનો સ્વભાવ નથી હોતો. काम सोपं असेल तर ते आपण “करून पाहतो”, अवघड असेल तर “पाहून करतो”. સહેલું અથવા ગૂંચવણ વગરનું કામ હોય તો ફટાફટ કરી નાખવામાં આવે. એના પરિણામની બહુ ચિંતા ન હોય. પણ જો કાર્ય આસાન ન હોય તો કોઈ બીજી વ્યક્તિએ કર્યું હોય અથવા કરતી હોય એને અનુસરી કે એમાંથી શીખીને જવાબદારી પાર પાડવામાં આવે. एकजण “लिहून बघतो” तर दुसरा “बघून लिहितो”. અહીં શબ્દ રમત છે. લિહૂન બઘતો એટલે લખીને જોવું જ્યારે બઘૂન લિહિતો એટલે જોઈને લખવું, અનુકરણ કરવું. મરાઠી કેવી મધુર ભાષા છે ને.

भरमानेवाले शब्द

ભાષા જ્ઞાનની સમૃદ્ધિનો વિસ્તાર કરતા અને નજીવા ફરકથી અર્થ ફેર સમજાવી ભ્રમ પેદા કરતા શબ્દોની દુનિયામાં આગળ વધીએ. આવા ઉદ્યમથી સમજણ વધવાની સાથે સજાગતા પણ વધે છે. શ્રુતિસમ ભિન્ન અર્થ શબ્દ યુગ્મ વિશ્વનું આજનું પહેલું ઉદાહરણ છે दवात और दावत. દવાત એટલે શાહીનો ખડિયો. ફિલ્મનું ગીત છે: कागज़ कलम दवात ला, लिख दूं दिल तेरे नाम करूं. દાવત એટલે મિજબાની – પાર્ટી. परसो मेरे घर बड़ी दावत रखी है. आप जरूर आना. બીજા યુગ્મમાં ફરક માત્ર એક અક્ષરનો છે, પણ અર્થમાં વિશાળ ફરક છે. दस्तक और दस्तखत. દસ્તક એટલે ટકોરો, આગમનની તૈયારી. जनवरी दस्तक दे रहा है फिर भी सर्दी महसूस नहीं हो रही. દસ્તખત એટલે સહી – હસ્તાક્ષર. कोई भी दस्तावेज पर बिना पढ़े दस्तखत नहीं करने चाहिए. દ અને ડ ને કારણે અર્થમાં કેવો બદલાવ આવી જાય એ દર્શાવતું યુગ્મ છે दाह और डाह. દાહ એટલે અગ્નિ. उनका दाह संस्कार पुणे में संपन्न हुआ. અને ડાહ એટલે ઈર્ષ્યા. अशोक को मनोज की प्रगति से डाह होने लगी थी और इसलिए उसने मनोज को मिलना बंद कर दिया. માત્રા ફેરને કારણે અર્થફેરનું ઉદાહરણ છે देव और दैव. દેવ એટલે ભગવાન. मेरे देव हमसे रूठ गए है. દૈવ એટલે નસીબ, ભાગ્ય. दैव योग से देर से पहोंचने पर भी ट्रेन पकड़ पाया. હ્રસ્વ ઈ અને દીર્ઘ ઈના ફરકનું ઉદાહરણ છે द्विप और द्वीप. દ્વિપ એટલે હાથી. द्विप का समूह पानी पीकर चला गया. દ્વીપ એટલે ટાપુ અથવા બેટ. द्वीप के चारों ओर जल का विस्तार पाया जाता है.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત… કાજુ, કિસમીસ અને બદામનો બાપ છે આ Fruit, ખાતા જ મળશે… Virat Kohliએ અહીં બનાવ્યું કરોડોનું આલિશાન ઘર, જોયા ઈનસાઈડ ફોટોઝ? સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ…