ઉત્સવ

ઈસરોના અમદાવાદના સ્પેશ એપ્લિકેશન સેન્ટરના પ્રથમ ડિરેક્ટરઈન્સ્ટિટયૂટ બિલ્ડર્સ, વિખ્યાત વિજ્ઞાન-પ્રચારક પ્રોફેસર યશ પાલ

મુંબઈની TIFRના સિનિયર પ્રોફેસર, ઈસરોના અમદાવાદના સ્પેશ એપ્લિકેશન સેન્ટરના પ્રથમ ડિરેક્ટર, ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલૉજીના વિચક્ષણ સેક્રટરી, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના વિદ્વાન અધ્યક્ષ, વિક્રમ સારાભાઈ માફક ઈન્સ્ટિટયૂટ બિલ્ડર્સ, વિખ્યાત વિજ્ઞાન-પ્રચારક પ્રોફેસર યશ પાલ

બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ

પ્રોફેસર યશ પાલનો જન્મ ૧૯૨૬ના ૨૬ નવેમ્બરે ઝંઘ નામના શહેરમાં થયો હતો, હાલમાં ઝંઘ પાકિસ્તાનમાં છે. આ જ શહેરમાં નોબેલ લોરીએટ અબ્દુલ કલામનો પણ જન્મ થયો હતો. આ બન્ને દુનિયાના વિખ્યાત ભૌતિકશાસ્ત્રીઓ (વિજ્ઞાનીઓ) હતાં ભલે યશ પાલ નોબેલ લોરીએટ ન હતા, પણ તેમનું સ્તર નોબેલ લોરીએટ જેટલું જ હતું. તેમનું મૃત્ય ૨૦૧૭ના જુલાઈ મહિનાની ૨૪ તારીખે તેમના નિવાસસ્થાન નોયડા (દિલ્હી)માં થયું હતું. નોયડા ઉત્તર પ્રદેશમાં છે. તેઓ ભારતના વિચક્ષણ વિજ્ઞાની જ ન હતા, પણ સાથે સાથે તેઓ વિજ્ઞાન એજ્યુકેટર અને અવ્વલ નંબરના શિક્ષણશાસ્ત્રી પણ હતા. તેઓએ કોસ્મીક કિરણો વિષે ઉત્કૃષ્ટ સંશોધન કર્યું હતું. વિજ્ઞાનના પ્રચારમાં પ્રોફેસર યશ પાલને ખૂબ જ ઊંડો રસ હોવાથી તે અવારનવાર અમારા નેહરુ પ્લેનેટેરીયમમાં આવતા અને અમારી સાથે અર્થસભર વાતો કરતા, જ્યારે નાસાના પાયોનિયર — અંતરીક્ષયાને મેં પ્રસ્થાપિત કરેલ અને ત્યાં સુધી અજાણ્યા રહેલા શનિના બહારના ચોથા વલયનું નિરક્ષણ કરી તેના છાયાચિત્રો અને અંતર દર્શાવ્યા ત્યારે પ્રોફેસર યશ પાલે કહેલું કે આ શોધના યોગદાન માટે રાવલને નેહરુ પ્લેનેટેરીયલના ગુંબજ પર બેસાડી ફોટા લેવા જોઈએ. જોકે એવું બન્યું ન હતું.
૨૦૧૩માં ભારત સરકારે તેમને પદ્મવિભૂષણનો ઈલ્કાબ આપી. નવાજયા હતા, સન્માન્યા હતા.

તેઓ નાના હતા ત્યારે તેમના માતા-પિતા સાથે કવેટામાં રહેતા હતા. કવેટામાં ભયંકર ધરતીકંપ થયો હતો. તેમનું બિલ્ડિંગ તૂટી પડ્યું હતું અને યશ પાલ અને તેનો એક ભાઈ અને બહેન બિલ્ડિંગના મલબા નીચે દબાઈ ગયા હતા. તેમાંથી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. એ ધરતીકંપમાં કવેટાના ૬૦,૦૦૦ માણસો મૃત્યુને શરણ થયા હતા. ભારતના સદ્ભાગ્યે તેઓ બચી ગયા હતા. કવેટા શહેરને ફરીથી બનાવવામાં આવતું હતું. માટે તેઓ એક પૂરું વર્ષ ભણી શક્યા ન હતા અને હરિયાણા રાજ્યના કૈથલમાં આવી વસ્યા હતા. યશ પાલ સાહેબે ૧૯૪૫-૧૯૪૭નાં વર્ષોમાં લાહોરમાં પંજાબની અનડીવાઈડેડ યુનિવર્સિટીમાં ઇ.જઈ. ઓનર્સ સાથે પાસ થયા હતા. તેઓ સ્ટુડન્ટ્સ યુનિયનના એક સ્ટુડન્ટ એકટીવિસ્ટ હતા. ૧૯૪૭માં ભારતને સ્વતંત્રતા મળી પણ હિન્દુસ્તાનના ભાગલા પડ્યા તેથી પ્રોફેસર યશ પાલના અભ્યાસમાં વળી પાછો અવરોધ નડ્યો. તેઓ હવે તેમના પિતાજીની દિલ્હીમાં બદલી થઈ તેથી યશ પાલનું કુટુંબ દિલ્હી આવી ગયું. પ્રોફેસર ડી.એસ. કોઠારીના માર્ગદર્શન નીચે લશ્કરી છાવણીના મકાનમાં તેમણેB.SC.નો ઓનર્સ સાથે અભ્યાસ પૂર્ણ કર્યો. ૧૯૪૭-૧૯૪૯ના વર્ષો દરમિયાન દિલ્હીમાં નવી ઊભી કરાયેલ પંજાબ યુનિવર્સિટીમાં તેઓ ભૌતિકશાસ્ત્રમાં M.SC. થયા. ૧૯૫૮માં તેઓએ બોસ્ટન યુનિવર્સિટીની મેસેચ્યૂસેટસ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલૉજીમાંથી Ph.D.ની ડિગ્રી મેળવી. યશ પાલ સાહેબે MIT(મેસેચ્યૂસેટસ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલૉજી)માંથી Ph.D. ડિગ્રી મેળવી ભારતમાં આવી TIFR કોસ્મીક રેઝ ગ્રુપના જોડાઈ આગળ સંશોધન શરૂ કર્યું તેઓ ૧૯૫૮થી ૧૯૮૩માં -TIFRમાં જ પ્રાધ્યાપક તરીકે અને સંશોધક તરીકે રહ્યા. તેમને ઘણા ભારતીય સંશોધકોને મોટીવેટેડ કર્યા છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે પ્રોફેસર યશ પાલે પ્રોફેસર જયંત નારળીકરની ડિરેક્ટરશીપ નીચે પુણે યુનિવર્સિટીના કેમ્પસમાં ઈન્ટર-યુનિવર્સિટી સેન્ટર ઓફ એસ્ટ્રોનોમી-એસ્ટ્રોફિઝીકસ (IUCAA)ની સ્થાપના કરવામાં પાયાનો ભાગ ભજવ્યો હતો. UGCના અધ્યક્ષ હોવાને લીધે તેઓને પુણે યુનિવર્સિટીના કેમ્પસમાં જમીન લેવામાં કોઈ અવરોધો નડ્યાં નહીં અને પૂરા ભારતની યુનિવર્સિટીને સાંકળી લઈને પૂરા ભારતનું ખગોળ વિજ્ઞાનમાં કલ્યાણ થાય તેવી IUCAA સંસ્થા સ્થાપવાનું અતિશ્રેષ્ઠ કામ કરી શકયા અને IUCAA ચલાવવા કાયમી ભંડોળ મળી રહે તેવું કાર્ય કરીને અજર-અમર બની ગયા. આ મહાન વિભૂતિનું ધી ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટી પૈસાના અભાવે તેમનું સન્માન કરી શકી નહીં એ મારા માટે દુ:ખની વાત બની ગઈ છે. મારા મનમાં બીજું દુ:ખ એ છે કે પૈસાના અભાવે ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટી વિદ્વાન વિજ્ઞાની અને વિદ્વાન પ્રચારક એવા TIFRના સંશોધક અને નેહરુ પ્લેનેટેરીયમના સેક્ધડ ડિરેક્ટર અને મારા પુરોગામી ડૉ. વી. એસ. વેંક્ટવરદનનું સન્માન ન કરી શકે. આની પાછળ આપણા સમાજના ધનાઢ્યોની ગરીબ માનસિકતા છે, જે હજુ પણ અકબંધ છે.

૧૯૮૧-૧૯૮૨ના તેઓને અંતરીક્ષ વિજ્ઞાનના અને અંતરીક્ષના શાંતિમય ઉપયોગ માટેની યુનાઈટેડ નેશન્સની કોન્ફરન્સના સેક્રેટરી જનરલ બનાવવામાં આવ્યા હતા. ૧૯૮૪થી ૧૯૮૩ દરમિયાન તેઓ પ્લાનિંગ કમિશનના ચીફ ક્ધસલ્ટન્ટ હતા. પ્રોફેસર યશ પાલનું વિઝન ખૂબ જ વિશાળ હતું. તેમણે દિલ્હીમાં ન્યુકલીઅર સાયન્સ સેન્ટર સ્થાપવામાં ઘણી મહેનત કરી અને કાર્ય પૂર્ણ કર્યું હતું. માટે જ તેઓ ઈન્સ્ટિટયૂટ બિલ્ડર ગણાતા હતા. લેખકને યશ પાલ સાહેબ સાથે ધનિષ્ઠ ઘરોબો હતો.

યશ પાલ સાહેબ યુનાઈટેડ નેશન્સની વિજ્ઞાન અને ટેકનોલૉજીનો વિકાસ કરવાની સલાહકાર સમિતિના સભ્ય હતા. સાયન્ટિફીક કાઉન્સિલ, ટ્રિઅસ્ટીની અબ્દુસ સલામની ઈન્ટરનેશનલ સેન્ટર ફોર થીઅરેટીકલ ફિઝિકસની એકિઝકટીવ કમિટીના અને યુનાઈટેડ નેશન્સની યુનિવર્સિટીના સભ્ય હતા. તેઓ પ્યોર એન્ડ અપ્લાઈડ ફિઝિક્સના ઈન્ટરનેશનલ યુનિયનના અને ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમીના ૧૯૮૦-૧૯૮૧ના ઉપાધ્યક્ષ હતા ૨૦૦૭થી ૨૦૧૨ સુધી તેઓ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર હતા. આવી મહાન વિભૂતિને ભારત સરકાર ભારતરત્નનું સન્માન આપવા ચૂકી ગઈ છે તે ઘણી દુ:ખની વાત છે. ભારત સરકારે રતન તાતાને પણ ભારતરત્નનું સન્માન આપવું જોઈએ.

યશ પાલ સાહેબે શાળાનાં બાળકો આનંદથી ભણતરના ભાર વગર ભણી અને જ્ઞાન મેળવી શકે માટે નેશનલ લેવલ પર ઘણા પ્રયત્નો કરેલા હતાં અને જહેમત ઉઠાવી હતી જેને લોકો ભારવગરનું ભણતર કહે છે. નેશનલ લેવલની શિક્ષણની સમિતિઓમાં તેઓ અધ્યક્ષ રહ્યા હતા. યશ પાલ સાહેબે કોલેજના ઉચ્ચ શિક્ષણ માટે પ્રાધ્યાપકોના પગારમાં વધારો કરી તેમના માટે ભણાવવા Ph.Dની ડિગ્રી અને જ્ઞાન ફરજિયાત બનાવ્યા હતાં. તેમને હતું કે કૂવામાં હશે તો હવાડામાં આવશે પણ એવું બન્યું નહીં હતાં. હાયર એજ્યુકેશનમાં ભણાવતા ઘણાખરા આપણા નકામા પ્રોફેસરોએ નકામી વિસીસો લખીને, નકામા પ્રોફેસરોને તેમના Ph.D.ગાઈડો બનાવીને એ બધા ગાઈડોએ પછી તેમના મળતિયાઓને મળીને એકબીજાના નકામા પ્રોફેસરોની Ph.D. વિસીસ પાસ કરીને તેમને ડૉકટોરેટની ડિગ્રી અપાવી દીધી અને તેથી તેમના પગારમાં વધારો થઈ ગયો. શું આ કમાણી નકામા પ્રોફેસરોને નકામા Ph.D. ગાઈડોએ પૈસા લીધા વગર તેમનેPh.D.ની ડિગ્રી અપાવી હશે? તદ્ન નહીં. આમ આ બધાએ ભેગા મળીને યશ પાલ સાહેબનો ઉમદા હેતુ ઊંધો વાળી દીધો. હું મુંબઈ યુનિવર્સિટીનો આઈન્સ્ટાઈન થીયરી ઓફ રિલેટીવીટી માટે ગાઈડ છું.

આ વિષય પર જે થિસિસ આવે છે તે તપાસવા મુંબઈ યુનિવર્સિટી મને પહેલા મોકલે છે. આ થિસિસમાં ભાગ્યે જ સારું સ્તર હોય છે. આમાં વળી Ph.D. વિદ્યાર્થીનો એક થિસિસ એકઝામીનરો હંમેશાં તેનો ગાઈડ જ હોય છે. આ ગાઈડને ખબર જ હોય છે કે વિદ્યાર્થીની Ph.D. થિસિસ કોની કોની પાસે ગઈ છે. આ ગાઈડ બીજા થિસિસ એકઝામીનરો પાસે જઈ રોદણા રોવે છે કે વિદ્યાર્થી ત્રણ વર્ષથી થિસિસ લખે છે, જો તેને રીજેક્ટ કરવામાં આવશે તો તેના કુટુંબની અવદશા થશે. માટે થિસિસને પાસ કરી છે. શું આ ગાઈડો પૈસા લીધા વગર વાત કરતા હશે? તદ્દન નહીં બીજું કે વાઈવા લેવા થિસિસ એકઝામીનર આવે તો તેને લાવવા લઈ જવા અને લોકલ હૉસ્પિટલનો ખર્ચ Ph.D. થિસિસનો વિદ્યાર્થી જ કરે. મોટી સંશોધન સંસ્થામાં આવું અયોગ્ય થતું જ નથી. મોટા ભાગે યુનિવર્સિટીઓમાં જ થાય છે. તેમાં દેશનું શિક્ષણિકસ્તર કેવી રીતે સુધરે ? દેશનું શિક્ષણિકસ્તર જેવું જોઈએ તેવું નથી રહ્યું. હાલ્યો માલ્યો પ્રોફેસર પણ Ph.D.થઈ ગયો છે અને થઈ જાય છે. કૂવામાં હોય તો હવાડામાં આવે ને?

મેં ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટી ખોલી છે કારણ કે હું જ્યારે નેહરુ પ્લેનેટેરીયમનો રિસર્ચ ડિરેક્ટર અને નેહરુ પ્લેનેટેરીયમનો ડિરેક્ટર હતો ત્યારે ઘણા વિદ્યાર્થીઓ, શિક્ષકો, કોલેજમાં ભણાવતા પ્રોફેસરો મારી પાસે આવતાં ત્યારે મેં જોયેલું કે તેમનાphysics A“¡ mathematical ફંડામેન્ટલ્સ જરા પણ સ્પષ્ટ નથી. પાંચ પ્રશ્ર્ન પૂછીએ તો એક પણ સાચો જવાબ ન મળે, માટે જ મેં દેશના વિદ્યાર્થીઓ અને શિક્ષકો, કોલેજના શિક્ષકોનાphysics અને mathematical ફંડામેન્ટલ્સ સ્પષ્ટ કરવા ઈન્ડિયન પ્લેનેટેરી સોસાયટી ખોલી છે અને એ અભિયાન ચાલુ જ છે. સાથે સાથે વિજ્ઞાન-પ્રચાર લોકોમાં ફેલાયેલ અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓ નાશ પામે તે કાર્ય કરવા અને લોકોમાં સાયન્ટિફીક ટેમ્પર જન્મે તે માટે શરૂ કરી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત