ઉત્સવ

શિક્ષણ એ જ જે રોજગારી અપાવે, નોકરી માટે શાનદાર છે આ કોર્સ

વિશેષ -કીર્તિશેખર

શિક્ષણને જ્ઞાન અને સંસ્કાર સાથે જોડવું સારી અને આદર્શની સ્થિતિ છે. પરંતુ આજના સમયમાં વ્યવહારીક વાસ્તવિકતા એ છે કે એ જ શિક્ષણનું મહત્ત્વ લોકોને ખૂબ સમજાઇ ગયું છે. જેના પરિણામે લોકોને સરળતાથી રોજગાર મળે છે. આ જ કારણ છે કે તાજેતરનાં વર્ષોમાં અનેક જૂના અને પારંપરિક પાઠ્યક્રમ શિક્ષણ સંસ્થાઓમાંથી બહાર થઇ ગયા છે અને અનેક નવા અભ્યાસક્રમોને લાગુ કરવામાં આવ્યા છે. અહીં અમે તમને એવા કેટલા અભ્યાસક્રમો અંગેની જાણકારી આપીશું જેની તાજેતરનાં વર્ષોમાં હોટ કોર્સની કેટેગરીમાં ગણતરી થાય છે.

પ્રોજેક્ટ મેનેજમેન્ટ
એઝાઇલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ, સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોજેક્ટને હાલના દિવસોમાં મેનેજ કરવા મામલે સૌથી લોકપ્રિય મેથડ છે. મેનેજમેન્ટની આ કલા વિવિધ પરિયોજનાઓને ખાસ કરીને જેનો સંબંધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ડેટા સર્વિસિઝ સાથે હોય છે. તેમને આ મેથડ ખૂબ રીતે કેટેરાઇઝ કરવા અને વિવિધ ક્ષેત્રોની જરૂરિયાતોને સ્પષ્ટતાથી રેખાંકિત કરવા મામલે સૌથી બેસ્ટ ટેક્નિક છે. આ કારણ છે કે આજની તારીખમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં ડિગ્રી અથવા ડિપ્લોમા કરનારાઓની ખૂબ માંગ છે. દેશમાં એ તમામ શૈક્ષણિક સંસ્થાઓ જે ટેકનોલોજી અને બિઝનેસ વિષયો પર ડિગ્રી અથવા ડિપ્લોમા કરાવે છે. તેમાંથી મોટાભાગની કોલેજોએ છેલ્લા કેટલાંક વર્ષોમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ અભ્યાસક્રમોને પોતાને ત્યાં લાગુ કર્યા છે. જે ૧૨મા ધોરણ બાદ પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી વિવિધ વિષયોમાં વહેંચાયેલા છે. એક પ્રોજેક્ટ મેનેજમેન્ટને શરૂઆતના દિવસોમાં સરળતાથી આઠ થી ૧૦ લાખ રૂપિયા વાર્ષિક સેલેરી પેકેજ મળે છે. ભારત જે રીતે આગામી વર્ષોમાં દુનિયાની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે તેને જોતા વર્ષ ૨૦૨૮ સુધી ચાર લાખથી વધુ નવા પ્રોજેક્ટ મેનેજર્સની જરૂર પડવાનો અંદાજ છે. એટલા માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટના અભ્યાસક્રમો વર્તમાનમાં પ્લેસમેન્ટને ધ્યાનમાં રાખીને એક હોટ કોર્સ બન્યા છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)
હાલના દિવસોમાં આખી દુનિયામાં ઔદ્યોગિક અને બિઝનેસ જગતમાં એઆઇનો ડંકો વાગી રહ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેના કારણે ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ વ્યાપક પરિવર્તન આવ્યું છે. આ કારણ છે કે એક તરફ જ્યાં એઆઇને લઇને ટીકા પણ થઇ રહી છે કે તેના કારણે સામાન્ય લોકોના રોજગાર પર સંકટ ઊભું થઇ રહ્યું છે. બીજી તરફ એઆઇના કારણે સેંકડો નવી નોકરીઓ પેદા થઇ રહી છે. સૌથી મોટી વાત એ છે કે એઆઇ ટેકનોલોજીને કાર્યરૂપમાં ઉપયોગ કરવા માટે વ્યાપક પ્રમાણમાં એઆઇ એક્સપર્ટની જરૂરિયાત પેદા થઇ છે. આ કારણોથી એઆઇના કોર્સની ખૂબ ડિમાન્ડ છે. એઆઇ અપસ્કિલિંગ, મશીન લનિંગ, ડેટા સાયન્સ અને રોબોટિક્સ જેવાં ક્ષેત્રોમાં કરિયરની ખૂબ સંભાવનાઓ છે. ભારતમાં આગામી પાંચ વર્ષોમાં પાંચ લાખથી વધુ એઆઇ પ્રોફેશનલ્સની જરૂર પડશે. આ ફીલ્ડમાં શરૂઆતમાં પગાર છ થી આઠ લાખ રૂપિયા વાર્ષિક પગાર સરળતાથી મળે છે. લગભગ તમામ ઐદ્યોગિક ક્ષેત્રમાં એઆઇ એક્સપર્ટ્સની
જરૂર છે.

ડેટા સાયન્સ
ડેટા સાયન્સ હાલના સમયમાં સૌથી વેલ્યૂએબલ સ્કિલ છે. સૌથી મોટી વાત એ છે કે આજની તારીખમાં કોઇ એવું ક્ષેત્ર નથી જ્યાં તેનો ઉપયોગ થતો ના હોય, તમામ આધુનિક ઇન્ફોર્મેશન ડિસીઝન, ડેટા ક્લક્ટિંગ અને એનાલિસિસની પ્રક્રિયા આ ડેટા સાયન્સનો હિસ્સો છે. કોઇ એવું ક્ષેત્ર નથી જ્યાં આજે ડેટા સાયન્સનો ઉપયોગ ના થતો હોય. ડેટા સાયન્સના ક્ષેત્રમાં વ્યાપક નોકરીઓ પેદા થઇ રહી છે. સીઆઇઆઇના એક અંદાજ મુજબ ૨૦૨૮ સુધીમાં ભારતીય ઉદ્યોગ જગતને સાતથી આઠ લાખ ડેટા સાયન્સ એક્સપર્ટ્સની જરૂર પડશે. વાસ્તવમાં ભવિષ્યમાં તમામ ઇન્ટર્નલ અને એક્સટર્નલ બિઝનેસ જે મોડર્ન લોજિટિક્સ પર નિર્ભર રહેશે જ્યારે જૂની સ્ટેટટિક્સ પર નિર્ભર નહીં રહે, પરંતુ આધુનિક ડેટા સાયન્સ સાથે જોડાયેલી હશે. આ જ કારણ છે કે ડેટા સાયન્સ એક્સપર્ટ્સની સતત માગ રહી છે. કોઇ પણ ડેટા સાયન્સ એક્સપર્ટને પ્રારંભિક તબક્કામાં છથી આઠ લાખ વાર્ષિક સેલેરી પેકેજ મળી શકે છે.

યુએક્સ અને યુઆઇ ડિઝાઇન
આધુનિક ઇન્ફોર્મેશન ટેકનોલોજીને આજે ગ્રાહકો જે યુઝર ઇન્ટરફેસ હેઠળ ઉપયોગ કરે છે તેના કારણે જ વ્યવહારિક રીતે આ નવી ટેકનોલોજી ગ્રાહક ક્રાંતિનો હિસ્સો બની ગઇ છે. કહેવાની જરૂર નથી કે આ ડિઝિટલ ડિઝાઇનની તમામ ચીજો કોઇના કોઇ એક ચીજ સાથે જોડાયેલી છે. પરિણામે તમામ ટેક્નિકલ પ્રોડક્ટ સમયની સાથે ગ્રાહકો માટે વધુને વધુ ઉપયોગી સાબિત થઇ છે. તેના માટે ડિઝાઇન હોય છે. યુએક્સ અને યુઆઇ ડિઝાઇન હેઠળ આમ કરવામાં આવે છે. આપણે તાજેતરના બે દાયકામાં જોયું છે કે જે રીતે મોબાઇલને એક સામાન્ય સંપર્કથી લઇને આધુનિક લાઇફસ્ટાઇલની માસ્ટર કી બનતા જોઇ છે. જેમાં આ યુએક્સ અને યુઆઇ ડિઝાઇનરોનો કમાલ છે. વેબસાઇટ, મોબાઇલ, મોબાઇલ એપ્સ અને તમામ ડિઝિટલ પ્રોડક્ટ આ આધારે પોતાનો આધાર ગ્રહણ કરે છે. આવનારાં વર્ષોમાં આ ગતિવિધિ વધુ ઝડપી બની છે. એટલા માટે આ ડિઝાઇનરોની માગ આગામી કેટલાંક વર્ષોમાં રહેશે. આ કારણ છે કે યુએક્સ અને યુઆઇ ડિઝાઇન પર શરૂ કરવામાં આવેલા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના અભ્યાસક્રમોમાં ભારે ભીડ જોવા મળે છે. એક અભ્યાસ અનુસાર, વર્ષ ૨૦૨૫-૨૬માં એવા ત્રણથી ચાર લાખ નવા ડિઝાઇનરોની માગ હશે. આ કારણ છે કે નોકરી માટે આ અભ્યાસક્રમો ખૂબ આકર્ષક છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress