ઉત્સવ

દુબઈનું આર્થિક-બિઝનેસની રીતે મહત્ત્વ

મુંબઈ સમાચાર ટીમ
દુનિયામાં સુવિધાઓ અને ધનવૈભવની વાત આવે છે, ત્યારે દુબઈના ઉલ્લેખ વિના તે અશક્ય છે. દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય મુસાફરોની દૃષ્ટિએ વિશ્ર્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે અને સમગ્ર મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા માટે મુખ્ય પરિવહન કેન્દ્ર તરીકે સેવા આપે છે. દુબઇમાં દરેક મોટી બ્રાન્ડ અને ખર્ચાળથી મોંઘી વસ્તુઓ ઉપલબ્ધ છે, જે વિશ્ર્વભરના સમૃદ્ધ લોકોમાં પ્રખ્યાત છે, પરંતુ દુબઈ સમૃદ્ધ હોવાનું કારણ શું છે, તે જાણવું ખૂબ જ રસપ્રદ છે. જો દુબઈ તેલને લીધે સમૃદ્ધ છે, તો તેલ તો દુબઈમાં માત્ર ૫૦ વર્ષ પહેલાં મળી
આવ્યું હતું.

જો તમે અહીંના ઇતિહાસમાં ડોકિયું કરો તો તમને જાણવા મળશે કે વર્ષ ૧૭૭૦થી ૧૯૩૦ ના દાયકાના અંત સુધી, અહીંના લોકોની આવકનો મુખ્ય સ્રોત મોતી ઉદ્યોગ હતો. માછીમારોના ગામોના રહેવાસીઓ મોતીની શોધમાં પર્સિયન ગલ્ફના દરિયામાં ડૂબકી મારતા હતા અને શરૂઆતના વેપારની આ રીત હતી. એક સામાન્ય રણ પ્રદેશ દુબઇએ ૧૯૮૫માં પ્રથમ ફ્રી ઝોનની સ્થાપના કરી. તેનું નામ જાફજા એટલે કે જેબલ અલી ફ્રી ઝોન રાખવામાં આવ્યું. તે વિશ્ર્વનો સૌથી મોટો કરમુક્ત વિસ્તાર છે જેનો વિસ્તાર ૫૨ ચોરસ કિમી (૨૦ ચોરસ માઇલ) માં ફેલાયેલો છે. પરિણામે, તે વૈશ્ર્વિક ઉદ્યોગો માટેનું એક મુખ્ય આકર્ષણ બન્યું. આ વૈશ્ર્વિક વ્યવસાયો આજે અમીરાતના ૩૦ મફત ઝોનનો લાભ લે છે જે કરમાં છૂટ આપે છે, કસ્ટમ ડ્યુટી લાભ આપે છે. દુબઇમાં હાલમાં કોઈ વ્યક્તિગત આવકવેરો નથી. યુએઇ કેબિનેટના સોના, હીરા અને કિંમતી ધાતુઓ પર લાગુ કરવામાં આવતા વેટ માટે રિવર્સ ચાર્જ મિકેનિઝમે સોના અને હીરા ઉદ્યોગના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે.

આજે દુબઇ હીરા ઉદ્યોગમાં પણ આગવું નામ ધરાવે છે, પણ ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં દુબઇ ન તો હીરાનું નિર્માતા હતું કે ન તો હીરા ઉદ્યોગમાં જાણીતું હતું. ૨૦૦૨માં દુબઇ ડાયમન્ડ એક્સચેંજની અહીં સ્થાપના કરવામાં આવી અને ૨૦ વર્ષમાં દુબઇ ડાયમંડ ઉદ્યોગમાં પણ ચમકી ગયું છે.

દુબઈ કારકિર્દીની તકો પૂરી પાડતું વાઇબ્રન્ટ શહેર છે. અબુધાબી અને શારજાહ સહિત એ ભારતીયો માટે આર્થિક પ્રગતિ સાધવા ઉપલબ્ધ ઉપયુક્ત સ્થાન છે. દુબઈના વિઝા સહેલાઈથી મળી જાય છે. આવી અનુકૂળતા અમેરિકા કે યુરોપમાં નથી. યુએઈની વસતિમાં માત્ર અગિયાર ટકા સ્થાનિકો છે. બાકીના ૮૯ ટકા બહારના છે. આરબોએ વિચારશીલ રીતે દેશની પ્રગતિની બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરી છે. તેથી તો દર એક આરબે નવ વિદેશીઓ માટે યુએઈ આવક અને વસવાટનો ઉત્તમ વિકલ્પ બન્યું છે. કરોડથી ઓછી વસતિવાળા યુએઈમાં સેટલ થવા ઇચ્છનારાએ યુએઈનો, ખાસ તો દુબઈનો વિચાર કરવામાં કાંઈ ખોટું નથી.

આપણે બધા દુબઈને એક બિઝનેસ સિટી તરીકે જોઈએ છીએ, જ્યાં કોઈ પણ વ્યક્તિ કમાઈ શકે છે અને શ્રીમંત બની શકે છે. ભારત, પાકિસ્તાન, નેપાળ અને બંગલાદેશના મોટાભાગના રહેવાસીઓ અહીં કામ માટે જાય છે અને ખૂબ પૈસા કમાય છે. ઘણા લોકો દુબઈમાં બિઝનેસ કરવા માંગે છે, કારણ કે દુબઈની સરકાર નવા વ્યવસાયોને વિકસાવવામાં મદદ કરે છે, કરમુક્ત વ્યવસાય શરૂ કરવાની મંજૂરી આપે છે. નાગરિકો ઉપરાંત દુબઈ વિદેશીઓને પણ બિઝનેસ સ્થાપવાની છૂટ આપે છે. સામાન અને સામગ્રી ત્યાં સસ્તામાં ઉપલબ્ધ છે, જે વ્યવસાયને પ્રોત્સાહન આપે છે. દુબઇનો પર્યટન ક્ષેત્રનો સારો વિકાસ થયો છે, જે પણ બિઝનેસ વૃદ્ધિમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

દુબઇના અર્થતંત્રમાં તેલ અને ગૅસનું યોગદાન મહત્ત્વનું છે. દુબઈમાં આકર્ષક નજારો છે, જે તેને મુલાકાત લેવા માટે આકર્ષક બનાવે છે. વિદેશી મુલાકાતીઓ અહીંના સ્થાનિક ભોજનની મજા માણવાના શોખીન છે, તેથી હોટેલ અને રેસ્ટોરન્ટ બિઝનેસ પણ અહીં કરી શકાય છે. દુબઇમાં વધતા જતા વિદેશીઓના આગમનને કારણે રિયલ એસ્ટેટ બિઝનેસ પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
દુબઈમાં બિઝનેસની કોઈ કમી નથી અને મોટાભાગના લોકો નોકરીની શોધમાં આવે છે. ત્યાંના વ્યવસાયોને સર્વિસ ક્લાસના લોકોની જરૂર હોવાથી તેઓ એજન્સીઓનો સંપર્ક કરે છે. તેથી અહીં જોબ એજન્સી સેવાનો પણ સારો વિકાસ થયો છે. આ ઉપરાંત દુબઇમાં પ્રવાસન અને યાત્રા એજન્સી સેવા, આયાત નિકાસ વ્યવસાય પણ ફૂલ્યાફાલ્યા છે. સોનાના ઝવેરાતનું મક્કા ગણાતા દુબઈમાં જ્વેલરી બિઝનેસની પણ પુષ્કળ તક છે. આ ઉપરાંત પરિવહન સેવા, ફોટોગ્રાફી સેવા અને બાર અને પબ ક્લબ કલ્ચર નોકરીની વિશાળ તકો આપે છે અને લોકોને આર્થિક પ્રગતિ કરવા અહીં આવવા પ્રેરે છે. દુબઇના કાયદા ઘણા કડક છે, તેથી રજિસ્ટ્રેશન વગર અહીં તમારો બિઝનેસ ક્યારેય શરૂ કરવો નહીં.

દુબઇના વિકાસમાં અહીંની સરકારની દૂરંદેશીતાપૂર્ણ નિર્ણયો, નીચો અપરાધ દર, ટૅક્સ ફ્રી અર્થવ્યવસ્થાએ મોટો ફાળો આપ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?