ઉત્સવ

આર્થિક વિકાસ-જીડીપી વૃદ્ધિ: શૅરબજારનો ઈન્ડેકસ જ નહીં, પ્રજાનોહેપ્પીનેસ ઈન્ડેકસ પણ વધવો જોઈએ..!

ઈકો સ્પેશિયલ – જયેશ ચિતલિયા

યે જીડીપી-જીડીપી કયા હૈ? ભારતના આર્થિક વિકાસને દર્શાવતો આ દર વધી રહ્યાની સતત ચર્ચા થતી રહે છે. ઈકોનોમીનો આ શબ્દ દેશના સામાન્ય માણસને સમજાય કે ન સમજાય, પણ તે એના જીવનને સ્પર્શે છે.

ભારતનો આર્થિક વિકાસ દર કે જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ) વધી રહ્યો છે, જે વિકાસની ગાડી કેવી ગતિથી ચાલી રહી છે તેના પુરાવા સમાન છે, તાજેતરમાં ડિસેમ્બર કવાર્ટરના અંતે આ વિકાસદર ઉમ્મીદ સે જયાદા એટલે કે 8.4 ટકા જાહેર થયો. જેને ધ્યાનમાં રાખી શૅરબજાર પણ ઝુમી ઊઠયું હતું. ભારત વિશ્વની ફાસ્ટેસ્ટ ઈકોનોમી બની ગઈ હોવાની વાત હવે બચ્ચાં-બચ્ચાં જાનતા હૈ જેવી થઈ ગઈ છે.

મૂડીઝે માર્કેટ મૂડ બદલ્યો
ગ્લોબલ રેટિગ્સ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસને ભારતના આર્થિક વિકાસની ગતિમાં વધુ વિશ્વાસ બેસવા લાગ્યો છે. તેણે વર્ષ 2024 માટે ભારતના જીડીપી ગ્રોથ માટેનો અંદાજ સુધારીને વધાર્યો છે, જે તેણે ગયા વર્ષના નવેમ્બરમાં 6.1 ટકાનો રાખ્યો હતો. ભારત સરકાર જે રીતે મૂડી ખર્ચ કરી રહી છે તેના આધારે અને મજબૂત ઉત્પાદન પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને એજન્સીએ તેના અંદાજમાં ફેરફાર કર્યો છે.

મૂડીઝે એમ પણ કહ્યું છે કે વર્ષ 2025માં ભારતનો જીડીપી ગ્રોથ રેટ 6.4 ટકા રહેવાની ધારણા છે. વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં ભારતનો વાસ્તવિક જીડીપી ગ્રોથ વર્ષાનુસાર દ્રષ્ટિએ વધીને 8.4 ટકા રહ્યો. એને પરિણામે સમગ્ર 2023 વર્ષમાં વિકાસ દર 7.7 ટકા રહ્યો હતો. મૂડીઝ કહે કે ભારતીય અર્થતંત્ર 6-7 ટકાનો વાસ્તવિક જીડીપી ગ્રોથ આસાનીથી નોંધાવવા સમર્થ રહેશે, તેથી વર્ષ 2024માં વિકાસ દર 6.8 ટકા રહેશે અને ત્યારબાદ 2025માં 6.4 ટકા રહેશે. સરકાર દ્વારા કરાયેલા મૂડી ખર્ચ અને મજબૂત ઉત્પાદન પ્રવૃત્તિઓને લીધે 2023માં ભારતનો આર્થિક વિકાસ દર ઝમકદાર રહ્યો હતો. મૂડીઝના અનુમાન મુજબ ટૂંક સમયમાં નિર્ધારિત સંસદીય ચૂંટણી બાદ ભારત સરકારની સુધારાઓની નીતિ ચાલુ રહેશે અને માળખાકીય વિકાસ પર પણ લક્ષ્ય કેન્દ્રિત થતું રહેશે.

આમ મૂડીઝના અનુમાન મુજબ મજબૂત આર્થિક વિકાસ અને ફુગાવા પર નિયંત્રણને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બૅન્ક આગામી મહિનાઓમાં વ્યાજના દરોને યથાવત્‌‍ રાખે એવી ધારણા છે. વર્ષ 2024માં ભારતનો છૂટક મોંઘવારી દર 5.2 ટકા અને 2025માં 4.8 ટકા રહેવાની ધારણા છે.

પ્રાઈવેટ કેપિટલ ખર્ચ મહત્ત્વની ભૂમિકા
ખાનગી ક્ષેત્રના મૂડીખર્ચનો લાભ મળી રહ્યાનાં સંકેત છે. ખાનગી ઔદ્યોગિક મૂડી ખર્ચની વૃદ્ધિ ધીમી છે તે છતાં એવું અનુમાન છે કે હાલના સપ્લાય ચેન વૈવિધ્યકરણના લાભ અને સરકારની પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (ઙકઈં) યોજનાઓને ઈન્વેસ્ટરો તરફથી મળેલા સરસ પ્રતિસાદને લીધે મુખ્ય લક્ષ્યાંકિત ઉત્પાદન ઉદ્યોગોને બળ પ્રાપ્ત થશે. આરબીઆઈના જણાવ્યાનુસાર, મુખ્ય બૅન્કો અને નાણાં સંસ્થાઓ દ્વારા એપ્રિલ-ડિસેમ્બર 2023ના સમયગાળા દરમિયાન ખાનગી કોર્પોરેટ યોજનાઓના કુલ ખર્ચમાં પાછલા વર્ષના આ જ સમયગાળાની સરખામણીમાં 23 ટકાનો વધારો નોંધાયો હતો.
બિઝનેસ સેન્ટિમેન્ટ સુધારાતરફી
મજબૂત ધિરાણ વૃદ્ધિ તથા બિઝનેસ સેન્ટિમેન્ટ ખાનગી મૂડીરોકાણ માટે સુધારાવાદી વલણ દર્શાવે છે. જીએસટીનું મજબૂત કલેકશન, ઓટોમોબાઈલ ક્ષેત્રે વેચાણવૃદ્ધિનો ટે્રન્ડ, ગ્રાહકોનો આશાવાદ અને બે-આંકડાની ધિરાણ વૃદ્ધિ પણ શહેરી વિસ્તારોમાં વપરાશ માગનું પ્રમાણ અનુકૂળ બની રહેવાના સંકેત આપે છે. 2023ના આખરી ત્રણ મહિનામાં ભારતના અર્થતંત્રમાં ધારણા કરતાં ઘણી વધારે સારી એવી 8.4 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. આનાથી ચૂંટણી પૂર્વે વિશ્વ સ્તરે માત આપે એવો વિકાસ દર પૂરો પાડવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો નિર્ધાર મજબૂત બન્યો છે.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) દ્વારા હાલમાં જ રિલીઝ કરાયેલા ડેટા અનુસાર, પાછલા ત્રણ વર્ષની સરખામણીમાં ગયા ઓક્ટોબર-ડિસેમ્બરના ક્વાર્ટરમાં વિકાસ દર 7.6 ટકાથી પણ ઊંચો રહ્યો હતો. તેને લીધે જ એપ્રિલ-2023થી માર્ચ-2024ના વર્તમાન નાણાકીય વર્ષ માટેનો અંદાજ 7.6 ટકાનો અંદાજવાનું શક્ય બન્યું છે.

જીડીપી દરની વૃદ્ધિ….
દેશનો જીડીપી વધવાનો અર્થ એ થાય કે ઉત્પાદન વધી રહ્યું છે. સર્વિસ સેકટરમાં પણ સુધારો થઈ રહ્યો છે. ઉત્પાદન વધવાનો અર્થ માગ વધી રહી છે, વપરાશ વધી રહ્યો છે. આનો પરોક્ષ અર્થ અને પરિણામ એ આવે કે જીએસટી કલેકશન સહિત સરકારની રેવન્યૂ વધે.

નાના-મોટા ઉદ્યોગો વિકસે, કંપનીઓના વિકાસ અને વિસ્તાર થાય. પરિણામે રોજગાર વધવાની શકયતા વધે જો કે હાલમાં આ
મામલે સુધારો થઈ રહ્યો છે, પણ તે બહુ ધીમો ગણાય છે. દેશમાં બેરોજગારીનું પ્રમાણ
ઊંચું છે.

અલબત્ત, જીડીપીના વધારા સાથે બૅન્કિંગ સેકટર અને આઈટી સેકટરને તેમ જ વ્યાજદરને પણ અસર થાય છે. ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરને પણ બુસ્ટ મળે છે.
વિદેશી રોકાણ પ્રવાહ વધે છે. આ સાથે નિકાસને પણ વૃદ્ધિ મળતી રહેવી જોઈએ. માથાદીઠ આવક વધવા સાથે માથાદીઠ કરબોજ ઘટવો જોઈએ.

જોકે જીડીપીના વધારાથી દેશમાં દરેકને લાભ થાય એ પ્રયાસ નક્કર બનવા જોઈએ. દેશનો વિકાસ સર્વાંગી અને સમતોલ બનતો રહે એ મહત્ત્વનું છે. માત્ર શૅરબજારનો ઈન્ડેકસ વધે એ પર્યાપ્ત નથી, પ્રજાનો હેપ્પીનેસ ઈન્ડેકસ પણ વધે તો એ વધુ સાર્થક રહે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા