ઉત્સવ

શાનદાર કૅરિયર બનીને ઊભર્યુ છે ઇ-સ્પોર્ટ્સ

કૅરિયર-નરેન્દ્ર કુમાર

ઇ-સ્પોર્ટ્સનું આખુ નામ ઇલેક્ટ્રોનિક સ્પોર્ટ્સ. આ એક એવી રમત સ્પર્ધા છે જે ઇ-સ્પોર્ટ્સ પબ્લિશર્સ દ્વારા વિકસાવવામાં આવે છે. આમાં વ્યવસાયિક ખેલાડીઓ રમત અનુસાર એકબીજા સાથે વ્યક્તિગતરૂપે કે ટીમના રૂપમાં પ્રતિસ્પર્ધા કરે છે. લીગ ઑફ લિજેન્ડ્સ, ડોટા, કાઉન્ટર સ્ટ્રાઇક, વેલોરાંટ, ઓવરવોચ, સ્ટ્રીટ ફાઇટર, ફીફી એ૨૧, એફ ૧ ઇ-સ્પોર્ટ્સ સીરીઝ, એનબીએટુકે આ કેટલીક લોકપ્રિય ઇ-સ્પોર્ટ્સ રમતો છે. ઇ-સ્પોર્ટ્સ મલ્ટિપ્લેયર ઑનલાઇન ગેમરૂપે પણ ઓળખાય છે. આમાં અનેક પ્રકારની રમતો હોય છે. દરેક રમત અલગ અલગ રીતે રમવામાં આવે છે. એમાં ભાગ લેવા કોઇ ખાસ સમયની રાહ જોવી નથી પડતી. એ વર્ષભર ચાલે છે. તેનું ઓનલાઇન અને ટીવી બન્ને પર પ્રસારણ થાય છે. મેચની કોમેન્ટ્રી પણ ચાલતી હોય છે.

ઇ-સ્પોર્ટ્સ કે ઇ-ગેમ્સમાં દરઅસલ લોકો ઑનલાઇન કે વ્યક્તિગતરૂપે બીજા વિરુદ્ધ પ્રતિસ્પર્ધાત્મક વીડિયો રમતા હોય છે. આજથી દસ વર્ષ પહેલા આ એક ફુરસદના સમયનો
શોખ માત્ર હતો. પરંતુ આજે તો આ રમતો ફક્ત શોખ સુધી ન રહેતા આર્થિક વ્યવહારો કરવા લાગી છે. આજે આ રમતોના વીસ અલગ અલગ પ્લેટફોર્મ પર ૮.૫ કરોડથી વધુ
દર્શક છે. વાસ્તવિક સ્પોર્ટઽ્સ કરતાં પણ આ ઇ-સ્પોર્ટ્સ વધુ મનોરંજક અને કમાણીનું સાધન બની ગયા છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. આ જ કારણ છે કે ઇ-સ્પોર્ટ્સ દ્વારા લાખો લોકો પોતાની રોજીરોટી રળવા માટે મેદાનમાં
ઊતર્યા છે.

આમ તો ૧૨મા ધોરણ પછી ઘણા એવા રસ્તા છે જેના દ્વારા ઇ-સ્પોર્ટ્સમાં કારકિર્દી બનાવવા આગળ વધી શકાય છે પરંતુ વધુ સાચો અને સૈદ્ધાંતિક રસ્તો એ છે કે ૧૨મા પછી બેચલર ઑફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ (બીપીઇઓએસ) ની ડિગ્રી હાંસલ કરવી. આ ત્રણ વર્ષ અને છ સેમિસ્ટરનો અભ્યાસક્રમ છે. ત્યાર બાદ ઇ-સ્પોર્ટ્સની દુનિયામાં તમને કોઇ પણ હાલતમાં શાનદાર કારકિર્દી શરૂ કરવાની તક મળી જાય છે. વાસ્તવમાં એક પ્રોફેશનલ બનવા ઘણું
કૌશલ્ય અને સ્કિલ હોવી જરૂરી છે. ફેબ્રુઆરી,૨૦૨૨માં કૉમનવેલ્થ ગેમ્સ ફેડરેશને જાહેર કર્યું હતું કે કે ૨૦૨૨માં ઇ-સ્પોર્ટ્સ ને પાઇલટ ઇવેન્ટના રૂપમાં અને ૨૦૨૬માં તેને મેડલ ઇવેન્ટના રૂપમાં કૉમન વેલ્થ ગેમ્સમાં સામેલ કરવાની પૂરી શક્યતા છે.

ઇ-સ્પોર્ટ્સ પારંપરિક કારકિર્દી નથી., આ કારકિર્દીનો જન્મ જ પાછલા ત્રણ-ચાર દાયકાઓમાં થયો છે, પરંતુ સવાલ એ છે કે શું આ ક્ષેત્રે વિશ્ર્વસનીય કારકિર્દી બનાવી શકાય છે? આ સવાલનો જવાબ છે સો ટકા બનાવી શકાય છે. કારણ કે ઇ-સ્પોર્ટ્સમાં પણ તમે મજબૂત અને તંદુરસ્ત રહેવાની સાથે સાથે કમાણી પણ કરી શકો છે. ઇ-સ્પોર્ટ્સના ક્ષેત્રમાં તમે કૉમેન્ટ્રેટર બની શકો છો, ટ્રેનર કે સ્પોર્ટ્સ ઇવેન્ટ મેનેજર બની શકો છો. સ્પોર્ટ્સ પત્રકાર, સ્પોર્ટ્સ ઓર્ગેનાઇઝર, ફિટનેસ ઍક્સપર્ટ અને રીજનલ સ્પોર્ટ્સ મેનેજર જેવા મહત્ત્વપૂર્ણ પદો પર નોકરી મેળવી શકો છો.

આ ક્ષેત્રમાં આવકની વાત છે તો એક કુશળ ઇ-સ્પોર્ટ્સ પ્રોફેશનલને શરૂઆતના તબક્કે વર્ષના ચારથી પાંચ લાખ આરામથી મળી જાય છે. દેશભરમાં લગભગ દસ લાખ સેક્ધડરી સ્કૂલ છે અને આવનારા દસ વર્ષમાં ખાસ કરીને શહેરોની દરેક શાળાઓમાં લાઇબ્રેરીની જેમ જ એક ઇ-સ્પોર્ટ્સ ઇવેન્ટનો હૉલ હશે. જ્યાંથી વિદ્યાર્થીઓ આંતર-સ્કૂલ અને આંતર કૉલેજ ઇ-સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ પણ લઇ શકશે અને બાકીના દિવસોમાં પ્રેક્ટિસ પણ કરી શકશે. આ જ કારણે, આવનારા દિવસોમાં શિક્ષકો કરતાં પણ વધુ નોકરીઓ ઇ-સ્પોર્ટ્સ નિષ્ણાતોને મળી શકે છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. આ ક્ષેત્રમાં વિવિધ પ્રકારની નોકરીઓ મળી જાય પણ તમારે વીડિયો, કૉમ્પ્યુટર અને ઓનલાઇન ગતિવિધિઓમાં એક્સપર્ટ થવું પડશે. પ્રોફેશનલ રમતવીર બનવા જ્યાં એક કઠિન પ્રશિક્ષણ પૂરું કરવાનું હોય છે ત્યાં આ જ ક્ષેત્રમાં કારકિર્દી શોધવા પણ આ જ ટ્રેનિંગથી પસાર થવું પડે છે.

હા, આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવતા તમે એ તપાસી લેજો કે તમારામાં આ કૅરિયર માટે યોગ્ય કુશળતા અને સમર્પણ છે. જો સવાલનો જવાબ ‘હા’માં હોય તો કોઇ એક રમતમાં તમારે પ્રવીણતા હાંસલ કરવી પડશે અને શરૂઆતના દોરમાં તમે ખુદ ખેલાડી રહી ચૂક્યા હશો તો નોકરી મેળવવામાં વધુ સરળતા રહેશે પરંતુ તેને માટે કેટલુંક ટેકનિકલ શિક્ષણ પણ પૂરું કરવું પડશે. જેમ કે,

  • આ ક્ષેત્રમાં કામ કારકિર્દી બનાવવા માટે ગેમ ડિઝાઇનિંગ કે ગેમ ડેવલપરનો કૉર્સ કરવો લાભકારી રહેશે
  • ગેમ રાઇટર અને એનિમેશન ડેવલપર માટે પણ અહીં ખૂબ શક્યતાઓ હોય છે. જોકે, આ ક્ષેત્રમાં નિપુણ બનવા કૉર્સ કરવા પડે.
  • દેશવિદેશની તમામ સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને મોટી વેબસાઇટો પણ આવા કૉર્સ શીખવે છે. એ પછી તમને સર્ટિફિકેટ, ડિપ્લોમા કે કેટલાક મામલાઓમાં ગ્રેજ્યુએટ સુધીની ડિગ્રી પણ મળી શકે છે.

જ્યાં સુધી આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા આકર્ષક રમતોની વાત છે તો ક્રિકેટ, એથ્લેટિક,ટેનિસ અને બેડમિન્ટન એવી રમતો છે જેની આ ડિજિટલ દુનિયામાં ઘણી ડિમાન્ડ છે. આ રમતો યુવાનોને હંમેશાં આગળ વધવાની તક આપે છે. એક વાર તમે જો આ વ્યવસ્થિત રમતની દુનિયામાં પગ મૂક્યો તો આ ક્ષેત્રમાં કામયાબી મળવાની ભરપૂર શક્યતાઓ છે.

Show More

Related Articles

Back to top button
સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી… તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ…