ઉત્સવ

ડ્રીમ સિનેમાસ્કોપ પ્રકરણ -38

સન્ડે ધારાવાહિક: ‘ફિલ્મ ઔર પોલિટીક્સ મેં એક બાત કોમન હૈ. કબ કહાની મેં ટ્વિસ્ટ આ જાયે ઉસકા પતા નહીં ચલતા.’

-અનિલ રાવલ

ચૌબેજીએ મોરે સાથેની મુલાકાત બાદ અધૂરી ફિલ્મનો અંત શું હોઇ શકે એની કલ્પના કરવાનું શરૂ કરી દીધું હતું. એ પોતે સુસજ્જ નાટ્યલેખક ને કાબેલ નાટ્ય દિગ્દર્શક તો હતા જ. તેથી એમના મનમાં ખૂની સુધી લઇ જતી દરેક કાલ્પનિક ઘટના સહજ રૂપે આકાર લેવા માંડી હતી. હા, એ ફિલ્મ જો બની હોત તો એનો અંત નિ:શંકપણે અલગ હોત. ચૌબેજીને એક વાત મુંઝવતી રહી કે એસીપી મોરે ફિક્શનને આધારે મર્ડર કેસનો ધી એન્ડ કરશે તો શું થશે, પણ પછી એમણે એક તબક્કે વિચાર્યું કે મારે ફિલ્મના વાસ્તવિક કે અવાસ્તવિક અંતનો વિચાર કરવાનો નથી. કોઇ એકને માટે વાસ્તવિક લાગતો અંત અન્ય કોઇ માટે અવાસ્તવિક હોઇ શકે. મારું કામ સર્જન કરવાનું છે. હું ખૂની સુધી દોરી જતી ટૂંકી પટકથા લખી આપીશ. ફિલ્મી પટકથાનો મારો આ પહેલો પ્રયોગ ગણીશ. એસીપી મોરે એને જે ગણવું હોય તે ગણે…જે કરવું હોય તે કરે. આખરે તો હું અધૂરી બાયોપિકનો ઘોસ્ટ રાઇટર છું. ચૌબેજી બાયોપિક અને ફિક્શનનું ક્રિયેટીવ કોકટેલ કરવા લાગ્યા.


સીમાએ બોલાવેલી મીટિંગમાંથી ચૌબેજીના ગયા પછી બધા સસ્પેન્સને લઇને ગૂંચવાયેલાં હતાં.

‘ચૌબેજીને સસ્પેન્સ ક્યું રખા.?’ સીમાએ આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું.

‘હો સકતા હૈ સ્ક્રિપ્ટ ચૌબેજીને લિખી હો. ઉનકે પાસ હી હોગી.’ ટંડને કહ્યું.

‘લેકિન ચૌબેજી સ્ક્રીન રાઇટર નહીં હૈ.’ સુખીએ કહ્યું.

‘અભિ કિસી સે ભી લિખવા સકતા હૈ.. આખિર વો ચૌબેજી કો અપના ગુરુ માનતા થા.’ અકબરે કહ્યું.

‘ગુરુ તો મૈં ભી હું…અભિ કો ભોપાલ સે બમ્બઇ લાને મેં મેરા ભી હાથ થા.’ ટંડન જાતે જ શ્રેય લેવા માંડ્યા.

‘સવાલ યે નહીં હૈ કી ગુરુ કૌન હૈ…સવાલ યે હૈ કી જબ ચૌબેજીને ખુદને કહા કી ઉસને સ્ક્રિપ્ટ નહીં લિખી તો ઉન્હોને સસ્પેન્સ ક્યું છોડા.? અકબરભાઈ, મુઝે એસીપી મોરે ઔર ચૌબેજી કી મીટિંગ કા રાઝ જાનના હૈ.’ સીમાએ કહ્યું.


પ્રિયા મુરઝાયેલા ચહેરે પિન્ટોની કેબિનમાં બેઠી હતી. અભિના મર્ડર અને એસીપી મોરેની ઊલટતપાસ પછી એ ઉદાસ રહેતી હતી. કોઇ કામમાં એનું મન લાગતું નહતું.

‘મૈંને મેરી કરીઅર મેં અભિ જેસા અજીબ કલાકાર નહીં દેખા. હી વોઝ એ ગ્રે શેડ કેરેક્ટર….હી વોઝ નોટ બ્લેક ઔર વ્હાઇટ. પ્રિયા, યુ ડોન્ટ વરી…મૈંને પોલીસ કમિશનર સે બાત કી હૈ. એસીપી મોરે તુમ્હે બહુત હી ઝરૂરી હોગા તો હી બુલાયેગા….ઔર મૈં તુમ્હારે સાથ આયેગા. બટ હુ કિલ્ડ અભિ ઇન હીઝ ઔન હાઉસ.?’ કેબિન પર ટકોરા પડ્યા. કમ ઇન. પિન્ટો બોલ્યો ને અકબર દાખલ થયો. પ્રિયા ઊઠીને જવા લાગી.

‘તુમ બૈઠો પ્રિયા. આઇ હોપ યુ ડોન્ટ માઇન્ડ અકબર. મૈં આઉટ ઓફ ઇન્ડિયા થા. અભિ કા પતા ચલા….બહુત સેડ હુઆ. ક્યા પ્રોગ્રેસ હૈ કેસ કા.?’ પિન્ટોએ કહ્યું.

‘બહુત પેચીદા મામલા હૈ, સર. અભિને અપને જીવન પર એક ફિલ્મ બનાઇ હૈ…ફિલ્મ કી કોઇ સ્ક્રિપ્ટ યા સ્કિનપ્લે નહીં હૈ. એસીપી મોરે કો વો સ્ક્રિપ્ટ ચાહિયે. પ્રિયા, તુમ્હે કૂછ પતા હૈ.?’

પ્રિયાએ પિન્ટોની સામે આશ્ર્ચર્યથી જોતાં કહ્યું: ‘અભિને બાયોપિક બનાઇ હૈ.?’

‘બટ મોરે કો સ્ક્રિપ્ટ ક્યું ચાહિયે.?’ પિન્ટોએ પૂછ્યું.

‘સર, ફિલ્મ મેં અભિ કા ઇન્ટરવલ સે પહેલે મર્ડર હોતા હૈ…..એસીપી મોરે કા માનના હે કી ફિલ્મ કી સ્ક્રિપ્ટ મેં સે ખૂની કા પતા ચલ સકતા હૈ.’

‘એસીપી મોરે મેડ હૈ. યે કૈસા પોલીસ ઇન્ક્વાયરી હૈ કહાની મેં સે ખૂની કો પકડને કા.’

‘સર, એસીપી મોરે શાયદ સ્ક્રિપ્ટ કે લિયે ચૌબેજી સે મિલે થે. હો સકતા હૈ ઉન્હોને લિખી હો. આપ ઉનકે દોસ્ત હો….આપ પતા કર કે..’ અકબર બોલ્યો.

‘ચૌબે ભી પાગલ હૈ.’ કહીને પિન્ટો ડાયલ કરવા લાગ્યો.

‘અકબરભાઇ, તમને પણ લાગે છે કે મર્ડર મેં કર્યું છે.?’

‘પોલીસે કેસ ગૂંચવી નાખ્યો છે. સ્ક્રિપ્ટ મળતી નથી.’

‘મારે ફિલ્મ જોવી છે.’ પ્રિયા બોલી.

‘પ્રિન્ટ પોલીસના કબ્જામાં છે.’ અકબરે કહ્યું ને પિન્ટોનો ફોન લાગ્યો.

‘હેલો ચૌબે, મૈં સૂના તુને અભિ કી બાયોપિક કા સ્ક્રિપ્ટ લિખા હૈ.’

‘ક્યું….ક્યા તેરા વિચાર અભિ કી અધૂરી ફિલ્મ કા પ્રોડ્યુસર બનને કા હૈ.?’ ચૌબેજીએ સામો સવાલ કર્યો.

‘મૈં એડ ફિલ્મ બનાતા હું…અભિ કા જૈસા મેડ ફિલ્મ નહીં.’

‘તૂમ ક્યું પૂછ રહે હો.?’ ચૌબેજીએ પૂછ્યું.

‘અગર તુને લિખી હૈ તો મુઝે બતા કી ફિલ્મ કે એન્ડ મેં ખૂની કૌન નીકલતા હૈ.?’

પુલીસ ખૂનીકો ઢૂંઢ રહી હૈ….ચૌબેજીએ કહ્યું.

પુલીસ તો સ્ક્રિપ્ટ ઢૂંઢ રહી હૈ…પિન્ટો બોલ્યો.

‘એડમેન પિન્ટો, તૂ મુઝે બીસ સાલ સે જાનતા હૈ….કિતની ઓફર આઇ, મૈંને કભી ફિલ્મ કી સ્ક્રિપ્ટ નહીં લિખી.’

‘તો ફિર સસ્પેન્સ ક્યું ક્રિયેટ કરતા હૈ.?’ પિન્ટોએ કહ્યું.

‘ક્યું કી મૈં નાટક આદમી હું ઔર ઓનેસ્ટ હિપોક્રેટ ભી. એક બડે ઇંગ્લિશ ડ્રામા ક્રીટિક વિલિયમ હેઝલિટને કહા હૈ કી ઓન્લી ડ્રામા આર્ટિસ્ટ્સ આર ઓનેસ્ટ હિપોક્રેટ્સ.’ ચૌબેજીએ હસીને જવાબ આપ્યો.

‘મિ. હિપોક્રેટ, આઇ એમ વરીડ ફોર પ્રિયા.’ પિન્ટો બોલ્યો.

ફિલ્મ દેખ કર મૈં ખુદ હેરાન હું કી ખૂની કૌન હો સકતા હૈ…ચૌબેજીએ કહ્યું.

‘તુમકો કિસ પે શક હૈ..?’ પિન્ટોએ પ્રિયા અને અકબરની સામે જોતાં પૂછ્યું.

‘એસીપી મોરે નામ બતાયેંગેં’ ચૌબેજીએ કહીને ફોન કાપી નાખ્યો.

‘ચૌબેને કભી વર્ડસ કો ચુરા કર બાત નહીં કરતા….આજ પહલી બાર વો કૂછ છૂપા રહા થા.’ પિન્ટો બોલ્યો.


અભિના મર્ડરથી આદિલ ખાન અંદરથી ખૂબ ખુશ હતો. અભિના સમાચાર મળ્યા પછી સૌથી પહેલા સીમા પાસે ખરખરો કરવા પહોંચી જનારામાં આદિલ ખાન અને હનુમંતરાવ હતા. એ લોકો સીમાને મળ્યા ત્યારે અકબર પીઆર પણ હાજર હતો.

‘મેરે ઔર અભિ કે બીચ દુશ્મની નહીં સ્પર્ધા થી….અખબારોને ઉસ ચીઝ કા ગલત ફાયદા ઉઠાયા. અલ્લાહ ઉસે જન્નત બક્ષે.’ આદિલ ખાન સીમાની સામે નજર મિલાવ્યા વિના બોલતો રહ્યો. હળાહળ જુઠ્ઠું બોલનારા કદી આંખ મિલાવીને વાત કરતા નથી.

‘અભિ ઔર આદિલ કી સ્પર્ધા રાજનીતિ કે મૈદાન મેં ઊતરનેવાલી થી…..મૈં ઔર અપ્પા સાહેબ દોનોં ખુશ થે.’ હનુમંતરાવે કહ્યું.

‘લેકિન મૈં ખુશ નહીં થી….ક્યું કી મુજે રાજનીતિ બિલકુલ પસંદ નહીં.’

હનુમંતરાવ અને આદિલ ખાને વધુ મગરમચ્છના આંસુ વહેડાવ્યા વિના ઔપચારિકતા બતાવીને ચાલ્યા જવાનું યોગ્ય માન્યું. રસ્તામાં આદિલ ખાને હનુમંતરાવને કહ્યું: ‘અબ ઇલેક્શન મેં મેરી જીત પક્કી હૈ.’

‘આદિલ, ફિલ્મ ઔર પોલિટીક્સ મેં એક બાત કોમન હૈ. કબ કહાની મેં ટ્વિસ્ટ આ જાયે ઉસકા પતા નહીં ચલતા.’ હનુમંતરાવે કારનો કાચ ચડાવતા કહ્યું હતું. એ જ દિવસે રાતે હનુમંતરાવે અપ્પા સાહેબને ફોન કરીને પૂછ્યું હતું કે ‘મુઝે દુ:ખ હૈ કી આપકા શક્તિમાન કેન્ડિડેટ નહીં રહા. અબ આપ કિસકો મૈદાન મેં ઉતારોગે.?’

‘હનુમંતરાવ, સમઝ લો કી મૈં ઇલેક્શન હાર ગયા.’

રાજકારણના અઠંગ ખેલાડી અપ્પા સાહેબે હનુમંતરાવને ચકિત કરી દીધા હતા. હવે હનુમંતરાવે એમની આગલી અકળ ચાલનો વિચાર કરવાનો હતો.


એસીપી મોરે એક્ટર્સ અડ્ડામાં ચૌબેજીની રાહ જોતા બેઠા હતા. અચાનક એમનું ધ્યાન એક છોકરી પર પડ્યું. છોકરી એમની તરફ આવી રહી હતી.

મોરેને એ છોકરીને ઓળખવામાં વાર ન લાગી.

‘સર, ચૌબેજીને આપકે લિયે મેસેજ દિયા હૈ કિ વો થોડે લેટ આયેંગેં. આપ ચાય લેંગેં.?’

‘નો થેન્કસ…તુમ વોહી હોના જિસને અભિ કી ફિલ્મમેં સીમા કા રોલ કિયા હૈ.?’

‘હાં સર,..’

‘ક્યા નામ હૈ તુમ્હારા.?’

‘શીલા.’

‘તુમ ચૌબેજી કો કૈસે જાનતી હો.?’

‘મૈં ઔર અભિ ઉનકે નાટક મેં કામ કરતે થે.’

‘તુમકો અભિ કી ફિલ્મ કા અંત પતા હોગા…..ખૂની કૌન થા.?’

‘નહીં સર, મુઝે ઇતના હી પતા થા કી અભિ કા ઇન્ટરવલ સે પહેલે મર્ડર હોતા હૈ….બાદમેં ઉનકા ઘરમેં સચમૂચ કા મર્ડર હુઆ. અગર વો ફિલ્મ પુરી હો જાતી તો મેરી કરીઅર બન જાતી.’

‘ઇતના ભરોસા થા ખુદ કી એક્ટિંગ પર?’ મોરેએ પૂછ્યું.

‘મુઝે ભરોસા થા અભિ પર…વો મેરી કરીઅર બના દેતા થા’

આ છોકરી કેટલી ખુદગર્ઝ છે. એને અભિના મોતનો શોક નથી, પોતાની કરીઅરની ચિંતા છે. મોરે વિચારમાં પડી ગયા.

‘પ્રિયા કા રોલ કિસને કિયા થા.?’

‘આકાંક્ષાને.’

‘વો યહા આતી હૈ..?’

‘હાં….લેકિન વો શીમલા ગઇ હૈ…અપને ઘર.’

‘ઉસકો ભી અપની કરીઅર કી ચિંતા હોગી?’ મોરેએ કહ્યું.

‘નહીં, વો સદમે મેં હૈ….અભિ કી મૌત કે ગમ સે ઉભરી નહીં.’

‘ક્યા ચૌબેજી કો પતા થા કી ઉનકી નાટકમંડલી કે લોગ ફિલ્મ મેં રોલ કર રહે હૈ.?’

‘હાં….પતા થા.’ એવામાં ચૌબેજી આવી પહોંચ્યા.

‘માફી ચાહતા હું….લેટ હુઆ.’ એમણે બેસતાની સાથે કહ્યું. શીલા ઊઠીને જતી રહી.

‘કોઇ બાત નહીં જી….તબતક આપકી હિરોઇન શીલા ઉર્ફ સીમાને મુઝે અચ્છી કંપની દી.’

‘મેરે બચ્ચોં કો મૈંને હી રોલ દિલવાયા થા.’ ચૌબેજીએ બગલથેલામાંથી મોટું એન્વલપ કાઢીને એમના હાથમાં મૂક્યું. મોરેએ હથેળી પર રાખીને એને તોળતાં કહ્યું: ‘બસ ઇતના હી.?’

‘ઔર ભી મિલેગા..’ ચૌબેજી બોલ્યા. અને શીલા ટેબલ પર બે ચાના કપ મૂકીને…મોરેને સ્માઇલ આપીને જતી રહી.


આપણ વાંચો:  કવર સ્ટોરી: આમ તો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થઈ છે ત્યારે… હવે આંતરિક સુરક્ષા ને પ્રજાની શિસ્ત અતિ મહત્ત્વની છે

એસીપી મોરે ચૌબેજીએ આપેલા એન્વલપમાંથી સ્ક્રિપ્ટ કાઢીને વાંચી રહ્યા હતા. એના ફોનની ઘંટડી વાગી. મોરેએ ફોન ઊંચક્યો.

‘મોરે સાહબ, સાયન પોલીસ સ્ટેશન સે સિનિયર ઇન્સ્પેક્ટર વાગલે બોલ રહા હું. અભિ મર્ડર કેસ કે બારે કૂછ બતાના થા.’

‘બોલ.’ મોરેએ કહ્યું.

‘ફોન પર નહીં શામ કો પુલીસ જીમખાના-કલબ મેં મિલો.’
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button