ઉત્સવ

ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ -23

`આ દુનિયામાં પાવર ઓફ ફેમ અને પાવર ઓફ મની કરતાં વધુ પાવરફુલ જો કાંઇ હોય તો એ છે પાવર ઓફ પોલિટિક્સ.'

સન્ડે ધારાવાહિક -અનિલ રાવલ

માની ઇચ્છા પૂરી કરવાની પિન્ટોની વાતે પ્રિયાને માત્ર વિચારતી કરી એટલું જ નહીં, પણ વિચારને વેગ આપવાનું કામ કર્યું હતું. હકીકતમાં પિન્ટોએ એને કેબિનમાં બોલાવી ત્યારે પ્રિયા અભિ સાથે લગ્ન કરી લેવાના વિચારમાં ખોવાયેલી હતી જ. પ્રિયા અભિને મળવા સેટ પર પહોંચી ગઇ. મેક-અપ રૂમમાં મેક-અપ કરાવી રહેલા અભિની સાથે `બદલતે રાસ્તે’નો ડાયરેક્ટર અશોક ટંડન અને કંવલ બેઠા હતા. અભિ કંવલને રોલ આપવાની ભલામણ કરી રહ્યો હતો ને ત્યાં દરવાજે બે ટકોરા મારીને પ્રિયા દાખલ થઇ.

`વોટ અ સરપ્રાઇઝ…ખુરસી ખેંચી લે’ અભિ બોલી ઉઠ્યો.

`સોરીસોરી. આઇ થિન્ક આઇ ડિસ્ટર્બ્ડ યુ પીપલ.’ પ્રિયા બોલી.

`અરે ના ભાઇ ના…..આવો આવો’ અશોક ટંડને કહ્યું.

મેક-અપ દાદા અટકી ગયા. કંવલે પ્રિયાને પહેલીવાર જોઇ…એ અભિ સાથેના એના સંબંધની અટકળ કરતો એને જોતો રહ્યો.

આપણે પછી વાત કરીએ.' પ્રિયાને થોડો ટાઇમ આપવાના આશયથી અભિએ ત્યાં બેઠેલા સૌને કહ્યું. ત્રણેય ઊભા થવા ગયા એટલે અભિ બોલ્યો:અરે તમે ત્રણેય બહાર જાઓ એના કરતાં અમે બંને બહાર જઇએ એ વધુ સાં રહેશે.’ અભિ અને પ્રિયા બહાર નીકળીને અભિની કારમાં બેઠાં.

અભિ, આપણે હવે લગ્ન કરી લઇએ. માની છેલ્લી ઇચ્છા પણ એ જ હતી....એ રાતે તું આવ્યો હોત તો મા પોતે જ તને વાત કરવાની હતી.' પ્રિયા, આપણે થોડી રાહ જોઇએ. બીજી એક પ્રપોઝલ આવી છે.’ પ્રપોઝલ શબ્દ સાંભળીને પ્રિયા ચોંકી ગઇ.

`પ્રપોઝલ?’ એણે પૂછ્યું.

`પોલિટિક્સ જોઇન કરવાની પ્રપોઝલ.’ અભિએ કહ્યું.

`તો તું પોલિટિક્સ જોઇન કરવાનો..?’ પ્રિયા બોલી.

હા.....મેં નક્કી કરી લીધું છે.' તેં નક્કી કરી લીધું છે તો એને પ્રપોઝલ કેમ કહેવાય અભિ.?’ પ્રિયાએ દલીલ કરી.

`આ દુનિયામાં પાવર ઓફ ફેમ અને પાવર ઓફ મની કરતાં વધુ પાવરફુલ જો કાંઇ હોય તો એ છે પાવર ઓફ પોલિટિક્સ’ અભિના અવાજમાં અભિમાનનો રણકાર હતો.

અભિ, તું જન્મજાત કલાકાર છો...જન્મજાત રાજકારણી નહીં.' જાણું છું, પણ હું વચ્ચે મળી જતી તકને જતી કરવા નથી માગતો.’
`તક ક્યારેક તકલાદી નીકળી શકે છે અભિ’ પ્રિયાએ કહ્યું.

એ તો સમય કહી શકશે...અત્યારે હું એટલું જ કહેવા માગું છું કે આપણાં લગ્ન મુલતવી રાખીએ.' તારી ફિલ્મની કરીઅર….રાજકારણ…આ બધું તું લગ્ન પછી પણ કરી જ શકીશ….એમાં હું વચ્ચે ક્યાંય નથી આવવાની.’ પ્રિયાએ કહ્યું.

`મને થોડો વિચારવાનો ટાઇમ આપ.’ અભિ બોલ્યો.

`અભિ, તારે વિચાર શેનો કરવાનો છે.? લગ્ન કરવા કે નહીં એનો કે ક્યારે કરવા એનો.?’ પ્રિયાએ તર્કબદ્ધ સવાલ કર્યો.

`હું લગ્ન ક્યારે કરવા એનો વિચાર કરવા ટાઇમ માગું છું.’ અભિનો સૂર તરડાયેલો હતો.

`ઓ….કે…. ટેઇક યોર ઔન સ્વીટ ટાઇમ’ કહીને પ્રિયા કારમાંથી નીકળી ગઇ.


રાજ્યના વિરોધ પક્ષના વિધાનસભ્ય હનુમંતરાવને દિલ્હીમાંથી ખબર મળ્યા કે અપ્પાસાહેબ અભિનય શ્રીવાસ્તવને રાજકારણમાં લાવવા માગે છે.

રાજકારણ એક દિમાગી ખેલ છે અને દાવપેચ વિનાનું રાજકારણ શક્ય નથી. વિરોધ પક્ષ યેનકેન પ્રકારેણ વિરોધ કરવાનું ચુકતો નથી…અને ક્યારેક વાત વ્યકિતગત રીતે વિરોધ જતાવવા કે દુશ્મન બનાવવા સુધી પહોંચતી હોય છે. અપ્પા સાહેબે ખેલેલા ખેલથી છંછાડાયેલા હનુમંતરાવે બીજો એક દાવ ખેલવાનું વિચાર્યું.

હનુમંતરાવે આદિલ ખાનને ફોન જોડ્યો. અને એ જ દિવસે આદિલ ખાન હનુમંતરાવના આમંત્રણનું રહસ્ય જાણવાની ઉત્સુકતા સાથે એમના વિશાળ ડ્રોઇંગ રૂમમાં બેઠો હતો. `ફરમાઇયે સાબ…..મેરે જેસે છોટે કલાકાર કો આપને યાદ કિયા.’ આદિલ ખાન બોલ્યો. `સૂના હૈ…ફિલમલાઇન મેં અભિનય શ્રીવાસ્તવ કર કે કોઇ તુમ્હારા હરીફ એક્ટર આ ગયા હૈ.’ હનુમંતરાવે આદિલ ખાનની દુ:ખતી નસ પર હાથ મૂક્યો.

`હરીફ નહીં…..મેરા એક નંબર કા દુશ્મન હૈ.’ આદિલ ખાનનો ઉકળાટ બહાર આવ્યો. ફિલમલાઇન મેં તૂમ ઉસકો ટક્કર દેતે રહેના. મૈં તુમકો ઓર તરીકે સે ઉસકો પછાડને કા મૌકા દે સકતા હું.' કેસે? ક્યા કરના હૈ મુઝે.? બતાઇયે.’ આદિલ ખાન રાજકીય નેતાના ટેકાથી ખુશ થઇ ગયો.

તૂમ હમારી પાર્ટી જોઇન કર લો.' ઉસ સે ક્યા હોગા’ આદિલ ખાને પૂછ્યું. `અભિનય શ્રીવાસ્તવ રૂલિંગ પાર્ટી જોઇન કર રહા હૈ…તૂમ હમારે સાથે જૂડ જાઓ……વો ઇલેક્શન લડેગા….તૂમ ભી લડના.’ સાંભળીને આદિલ ખાનનું લોહી ઉકળી ઉઠ્યું. બદલો લેવાની ભાવના તપવા લાગી `અભિ કો હરાને કે લિયે મૈં કૂછ ભી કરને કે લિયે તૈયાર હું.’ હનુમંતરાવ કા તીર ઠીક નિશાને પર
લગા થા.


અભિ વિધિવત રીતે શાસક પક્ષમાં જોડાઇ ગયો અને આદિલ ખાન વિરોધ પક્ષમાં…..જે દિવસે અભિની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ એ જ દિવસે હનુમંતરાવે આદિલ ખાનની પ્રેસ કોન્ફરન્સ યોજીને શાસક પક્ષ અને અભિને ચોંકાવી દીધા. બીજે દિવસે દરેક અખબારોએ મુંબઈના બે ટોચના લોકપ્રિય કલાકારોએ રાજકારણમાં ઝંપલાવવાના કરેલા ધડાકાના સમાચારો છાપીને આખાય દેશમાં સનસનાટી મચાવી દીધી. લોકો અને ખાસ કરીને અભિના ચાહકો અભિની બે ફિલ્મો ટક્કર કાંટે કી' અનેબદલતે રાસ્તે’ની મજાકભરી ચર્ચા કરવા લાગ્યા. અભિના આ પગલાંથી અજાણ સીમા માટે આ સમાચાર ચોંકાવનારા હતા ને પ્રિયા અભિએ બદલેલા રસ્તાને લીધે નારાજ હતી.


મોતીબાબુ બસ્તા શેઠના ઘરેથી નીકળ્યા પછી એણે આપેલી લાલચ વિશે વિચારતો રહ્યો. બડા પૈસા મિલેગા આ શબ્દો એના કાને વારેવારે અફળાતા રહ્યા. આ દુનિયામાં કોઇ મોટા રૂપિયા તાસક પર ધરી નથી દેતું. એની સામે કોઇ મોટું કામ કરાવી
લેવાતું હોય છે અને મોતીબાબુ આ વાત બરાબર સમજતો હતો. એણે એ મોટા કામની રાહ જોવાની હતી. એક રાતે જોરાવરે એને બારમાં બસ્તા શેઠે કહેણ મોકલ્યું હોવાનું કહ્યું. મોતીબાબુની ઇન્તેજારીનો અંત આવ્યો.

`આજ રાત અફઝલ નામ કા એક લડકા તેરે રૂમ મેં રહેગા….ઉસને અલીબાગ મેં એક રિસોર્ટ કે માલિક કો ઉડાયા હૈ…..કલ સુબહ કલકતાવાલી ટે્રઇન મેં બિઠા દેને કા……વો જમશેદપુર જાયેગા.’ સામે બેઠેલા મોતીબાબુને બસ્તા શેઠે કહ્યું. મોતીબાબુએ એની જિંદગીમાં આવા ખતરનાક ધંધા વિશે સાંભળ્યું નહતું. એની સામે બસ્તા શેઠના ધંધાનું એક કાળુ પાનું ખુલી ગયું. ચંદન ટેક્સી ડ્રાઇવર હતો……એની પાસે પણ પોતાની રૂમ હતી…..નક્કી એ આ ધંધામાં સંડોવાયેલો હોવો જોઇએ અને એટલે જ એનું મર્ડર….એણે ટીક ટીક કરતી વિચારોની સ્ટોપવોચ અટકાવી દીધી. ખતરનાક ખેલમાં પડવાના નિર્ધાર સાથે બોલ્યો: `કહાં મિલેગા વો.?’

`સાત રસ્તા…દિલરૂબા રેસ્ટોરન્ટ.’ બસ્તા શેઠે કહ્યું.

મોતીબાબુ ઉઠ્યો. બસ્તા શેઠે રૂપિયાના બંડલમાંથી થોડી નોટો કાઢીને એના હાથમાં મુકતા કહ્યું: `અપના મૂહ બંધ રખના.’


અભિને ઊંઘ આવતી નહતી. સીમા, પ્રિયા, પોલિટિક્સ અને આદિલ ખાનના વિચારોએ એના મનને ઘેરી લીધું હતું. સત્તાલોલુપતા અને રાજકારણમાં છવાઇ જવાની તાજી જન્મેલી મહેચ્છા એને ઝંપવા દેતી નહતી. હરીફાઇમાં આદિલ ખાનને હંફાવવાની જીદે એને જકડી લીધો હતો. એની આંખોના પડદા સામે સીમા અને પ્રિયાની સ્લાઇડ વારાફરતી ફરી રહી હતી. પ્રિયાએ લગ્નની વાત છેડ્યા પછી અભિના મનમાં ભયંકર ઉચાટ હતો. સીમા સાથેનો છેલ્લો સંવાદ….એના શબ્દો મનમાં ઘૂમી રહ્યા હતા. શું એ રાતે સીમાના પડખાંમાં શેષ જીવન સાથે ગાળવાની પ્રબળ ઇચ્છા અને લાગણીના પ્રવાહમાં બોલાયેલા એ શબ્દો ફિલ્મી હતા.? બંને સ્ત્રીઓએ એના જીવનમાં ભજવેલી ભૂમિકાઓથી એ પૂરેપૂરો વાકેફ હતો. બંનેનું મહત્ત્વ એ જાણતો હતો. સીમાએ એને મુંબઈની ધરતીમાંથી એક ટુકડો આપ્યો….પ્રેમ આપ્યો…આખું શરીર સોંપી દીધું…ને પ્રિયા એની ઇમોશનલ સપોર્ટ સિસ્ટમ બની રહી…..એ સપોર્ટ સિસ્ટમના પગથિયાં ચડીને અભિએ ફિલ્મની કારકિર્દી ઘડી. પ્રિયાની વાતે અભિ માટે નિર્ણાયક ઘડી ઊભી કરી હતી. અભિ સીમા સાથે લગ્ન કરશે કે પછી પ્રિયા સાથે લગ્ન કરીને સીમાને છેહ દેશે.?

અભિની સામે બે ફિલ્મો છે….જેમાંથી એણે એક
સાઇન કરવાની છે. બંને ફિલ્મો પોતપોતાની રીતે
ઉત્તમ છે. બંનેની કથાવસ્તુ શ્રેષ્ઠ છે…બંનેની વાર્તા મજબૂત છે….પટકથા ચોટદાર છે બંનેમાં સંવેદના છે…બંને લાગણીસભર છે. માર્ગમાં આવતી કોઇપણ વ્યકિતનો પગથિયું બનાવી ઉપયોગ કરવો સરળ હોઇ શકે છે, પણ સ્ત્રીનો ઉપયોગ કરવો સહેલું નથી……અભિની જીવંત ફિલ્મમાં બે સક્ષમ સ્ત્રીઓની મજબૂત ભૂમિકા હતી.

અભિ એક ફિલ્મ સાઇન કરશે તો બીજી આપોઆપ ઠુકરાઇ જશે. ત્યાર પછીના સિનારિયોમાં આ એક સંવાદ ફીટ બેસે છે: `બે સ્ત્રીઓ વચ્ચેનો પુરૂષ ઝૂલતો નહીં, પણ ઝૂરતો હોય છે.’ (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button