ઉત્સવ

ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ -21

બસ્તા શેઠ મૂંઝવણ સાથે નીકળ્યા ત્યારે એના દિમાગના કોશેટોમાંથી હબીબની જગ્યા લેવાનો કીડો સળવળીને બહાર નીકળી રહ્યો હતો

અનિલ રાવલ

આદિલ ખાનનો અવાજ સાંભળીને બસ્તા શેઠે કહ્યું: અરે આપકો કૌન નહીં જાનતા…હુકમ કરો આદિલભાઇ.’ બસ્તા શેઠ સાથે આદિલ ખાનની ઓળખાણ હબીબે કરાવેલી….અને હબીબ અને બસ્તા શેઠનો વિદેશમાં બેઠેલો માયબાપ એક જ હતો એટલે એમની ઓળખાણ તો હતી જ. ગુલાટીની પાર્ટીમાં ત્રિપુટી સાથે જ આવેલી. આદિલ ખાન અલગથી બસ્તા શેઠને ક્યારેય મળ્યો નહતો….અચાનક એનો ફોન આવતા બસ્તા શેઠને જરા નવાઇ લાગી હતીબસ્તા શેઠ, આપકો અકેલે મેં મિલના હૈ.’ આદિલ ખાને કહ્યું. હુકમ કરો, આદિલભાઇ. કબ ઔર કહાં મિલના હૈ.?’આજ શામ, મેરે ઘર આ જાઇએ.’ કૂછ તૈયારી કર કે આના હૈ…..આદિલભાઇ.?’નહીં…..તૈયારી ઘર પર હી કર લેંગેં….હાં, હમારી યે મુલાકાત ખુફિયા હૈ.
હબીબથી પણ છૂપી મુલાકાત.’ બસ્તા શેઠને વિચારતા મૂકી દઇને આદિલ ખાને ફોન મૂકી દીધો.


એ દિવસે અભિએ સીમાને પોતાની સાથે રહેવા માટે તૈયાર કરવી પડી. સીમાએ ઘણી આનાકાની કરી હતી.
અભિ, આપણા સંબંધને મારી નાનકડી રૂમ સુધી સીમિત રહેવા દે.’સીમા, હું આપણા આ સંબંધને આમ ગૂંગળાતા જોઇ નથી શકતો.’ અભિ, પ્લીઝ…એને ખુલ્લી હવાની આદત ન પડે એ જ સાં છે.’તું તારા સ્ટેટસની વિદ્ધ જઇ રહ્યો છો અભિ.’ આપણું જીવન છે, આપણો સંબંધ છે, આપણી મરજી છે…જાહેર થઇ જવા દે, સીમા. હું નહીં રહી શકું તારા વિના.’ હું પણ જીવું છું ને તારા વિના અભિ.’ હવે સાથે જીવવું છે…..લોકોની પરવા કર્યા વિના’ અભિ બોલ્યો. બહુ અઘં થઇ પડશે અભિ.’ `જો હોગા વો દેખા જાયેગા’ અભિએ કહ્યું ને સીમાએ મૂક સંમતિ આપતી હોય એમ આંખો ઢાળી દીધી હતી.


સાંજે બસ્તા શેઠ આદિલ ખાનના આલીશાન ઘરમાં પ્રવેશ્યો એ પહેલાં એણે આદિલ ખાનના ઇરાદા વિશે બહુ વિચારી લીધેલું. એવું શું કામ હશે…શેની તૈયારી કરવાની હશે જે હબીબથી છૂપી હોય. આદિલ ખાન મારા કરતાં હબીબની વધુ નિકટ છે…..એ હબીબથી શું છુપાવવા માગે છે. શુક્રિયા બસ્તા શેઠ, આપ હમારે ગરીબ ખાને તશરીફ લાયે’ આદિલ ખાને એને ભેટતા કહ્યું. બસ્તા શેઠ આદિલ ખાનનો નબળો અભિનય જોતા હતા.”આદિલભાઇ આપને મેરે જેસે મામૂલી આદમી કો યાદ કિયા….બાત ક્યા હૈ’ બસ્તા શેઠે બેસતા જ પૂછી લીધું.હબીબભાઇ કો રાસ્તા સે હટાના હૈ.’ બસ્તા શેઠની ધ્રૂજારી છૂટી ગઇ. એણે સોફાના બંને હાથા પકડી લીધા. આ માણસ શું બકવાસ કરી રહ્યો છે એનું એને કાંઇ ભાનબાન છે કે નહીં? હબીબ કોણ છે એની જાણ હોવા છતાં.? એને ખબર નથી કે હબીબ એની ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં એને આ દુનિયામાંથી રિલીઝ કરી નાખશે. આદિલભાઇ આપને ગલત આદમી કો પસંદ કિયા હૈ' બસ્તા શેઠે ધીમે સાદે કહ્યું. આપ ગલત સોચ રહે હો બસ્તા શેઠ….ઝરા સોચો…અગર હબીબભાઇ નહીં રહેગા તો ઉસકી જગહ આપ હોંગે. પૂરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આપ કે હાથોં મેં હોગી.’ બસ્તા શેઠે સોફાના બંને હાથા પરથી હાથ હટાવ્યા. આરામથી આલરીને બેઠા. આદિલ ખાનને લાગ્યું કે પાણીમાં ગલ નાખતા માછલી સપડાય એમ બસ્તા શેઠ સપડાઇ ગયા છે.

સોચ કર બોલતા હું....' બસ્તા શેઠે કહ્યું.ઠીક સે સોચ લો….લેકિન અગર હબીબભાઇ કે પાસ જા કર હગ દિયે તો મૈં ઉપર બૈઠે ભાઇજાન કો બતા દુંગા કિ આપકી નિયત મેં ખોટ હૈ ઔર આપને હબીબભાઇ કો રાસ્તે સે હટાને કા પ્લાન મુઝે બતાયા થા’ આદિલ ખાનનો આ ડાયલોગ બસ્તા શેઠેના દિમાગની બહાર હતો. બસ્તા શેઠ થોડી મૂંઝવણ લઇને નીકળ્યા ત્યારે એના દિમાગના કોશેટોમાંથી હબીબની જગ્યા લેવાનો કીડો સળવળીને બહાર નીકળી રહ્યો હતો.


મિનિસ્ટર અપ્પા સાહેબના ત્રણ ફોન આવી ગયા. તારા માટે પૂછતા હતા.’ અકબર પીઆરે સવાર સવારમાં અભિને કહ્યું. પાર્ટી માટે ફંડ જોઇતું હશે…બીજું શું કામ હોય એને માં.’ અભિએ કહ્યું. ના…ફંડની વાત નથી…તને મળીને વાત કરવા માગે છે.’મને મળવા માગે છે..?’ અભિએ ખભા ઉછાળતા આશ્ચર્ય વ્યક્ત કર્યું. ફોન કરીને પૂછી લઉં’ અભિએ ફોન લગાડ્યો….અકબર પીઆર રૂમની બહાન નીકળી ગયો.અપ્પા સાહેબ નમસ્કાર…આપને યાદ કિયા…મતલબ આપકી સરકારને મુઝે યાદ કિયા.’ અભિએ મજાક કરી. અરજન્ટ મિલના હૈ….પ્રાઇવ્હેટ મેં’ અપ્પા સાહેબે કહ્યું.આજ પૂરા દિન શુટિગ મેં બિઝી હું…..રાત કો ફ્રી મિલ સકતે હૈ.’ અભિએ કહ્યું. ઠીક હૈ….આજ રાત કો તુમ્હારે બંગલે પે મિલતે હૈ.’ કહીને અપ્પા સાહેબે ફોન કાપી નાખ્યો.. અભિ વિચારતો હતો એ જ વખતે અકબરે એન્ટ્રી કરી.એક મિનિસ્ટર કક્ષાના માણસને મારી સાથે અરજન્ટ પ્રાઇવેટ મિટિગ કરવાની શું જરૂર પડી હશે.?’ `રાજકારણી છે…..મુલાકાત પાછળ કોઇ નાનુસૂનું કારણ તો નહીં જ હોય.’ અકબર પીઆરએ કહ્યું.


રાતે બારને ટકોરે અપ્પા સાહેબ લાલ લાઇટ વગરની સાદી કારમાંથી ઊતરીને અભિના બંગલામાં પ્રવેશ્યા. અકબર પીઆરે શંકાભરી નજરે એમનું સ્વાગત કર્યું. એમને અંદર લઇ ગયો જ્યાં અભિ એમની રાહ જોઇ રહ્યો હતો.
અપ્પા સાહેબ…..મુઝે બુલા લિયા હોતા.’ અભિ નાટકીય ઢબે ડાયલોગ માર્યો.હમારી લાઇન મેં કૂછ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન રાત કો બારા બજે લિયે જાતે હૈ.’ અપ્પા સાહેબે સોફા પર બેસીને અકબર પીઆર સામે જોતા કહ્યું. એમનો ઇશારો સમજીને અકબર પીઆર બહાર જતો રહ્યો. એસે કૌન સે ડિસિઝન્સ હૈ, જો આપકો મેરે ઘર મેં લેને હૈ, અપ્પા સાહેબ.?’ અરે બાબા, પહિલા તૂ મિનરલ વાટર પીલા મુજે.’ અપ્પા સાહેબનો ઇરાદો પામી ગયેલા અભિએ કહ્યું: `ઔર મિનરલ વોટર મેં…..વ્હિસ્કી કી બ્રાન્ડ વહી હૈ ના.’ અભિએ ગમ્મ્ત કરી.

મૈ પાર્ટી ઔર બ્રાન્ડ નહીં બદલતા.’ અપ્પા સાહેબે પણ મજાક કરી. ચિયર્સ કરતાની સાથે જ અપ્પા સાહેબે કહ્યું:તૂ પોલિટિક્સ જોઇન કર લે, એસી મેરી ઇચ્છા હૈ.’ અપ્પા સાહેબ, મૈં અભિનેતા હું, નેતા નહીં હું.’ અભિ હસી પડ્યો. મૈ મજાક નહીં કરતા….મૈ આજ હી દિલ્હી સે આયા…..હાઇ કમાન્ડ ભી યહી ચાહતી હૈ…ઇલેક્શન આ રહે હૈ…..તુજે ટિકટ દેને કી બાત ચલ રહી હૈ.’ અપ્પા સાહેબ, મેરે પાસ શાદી કરને કી ફુરસદ નહીં હૈ ઔર આપ મુઝે કહાં ઇસ ઝમેલે મેં ડાલ રહે હો.. આપકો પાર્ટી ફંડ ચાહિયે લે લો, મુજ સે પ્રચાર કરવાના હૈ કરવા લો…લેકિન પ્લીઝ.’ અપ્પા સાહેબે અભિની વાત કાપી નાખતા કહ્યું:અભિ, તૂ ભલે હી બડા પોપ્યુલર સ્ટાર હો….તુમ્હારે પાસ લાખો રૂપયા હોને દો….લેકિન પોલિટિક્સ કે પાવર કા તુમકો અંદાજા નહીં હૈ. એકબાર તૂ પોલિટિક્સ મેં આ ગયા તો કોઇ તુમ્હારા બાલ ભી બાંકા નહીં કર સકતા.’ અભિ ગ્લાસમાં તરી રહેલા આઇસ ક્યૂબને તર્જનીથી ગોળ ગોળ ફેરવવા લાગ્યો. બરફ ઓગળી ગયો ત્યાં સુધી આંગળી ફરતી રહી…..સાથે એના વિચારો પણ ઘૂમરાતા રહ્યા. `અપ્પા સાહેબ, મૈં તૈયાર હું.’ અભિએ ગ્લામાંનો દારૂ એક જ ઘૂંટમાં ગળે ઊતારતા કહ્યું.


પોલિટિક્સ જોઇન કરવા પાછળનો તારો આશય સમજાયો નહીં.’ અપ્પા સાહેબના ગયા પછી અકબર પીઆરે અભિને પૂછ્યું.પાવર…..પોલિટિક્સનો પાવર…..રાજકારણીની સામે ભલભલા ડોન લોકો, ભાઇ લોકો ગુંડાઓ માથું ઝુકાવે.’
મોટાભાગે એ લોકો જ ભાઇલોગ હોય છે.’ અકબર પીઆરે કહ્યું.હબીબ અને આદિલ ખાન જેવા કે ભવિષ્યમાં આવા ઊભા થનારા આપણાથી ચેતતા રહેશે. પાવર ઓફ પોલિટિક્સ યુ સી.’ અભિએ મુઠ્ઠી વાળીને અભિનય કર્યો. અભિ, હું ફિક્સર છું….અને મારે જે ફિક્સ કરવું હોય એ…..મારા પાવર ઓફ બ્રેઇનથી ફિક્સ કં છું, પાવર ઓફ પોલિટિક્સથી નહીં.’ ….અને હું ટોચ પર પહોંચવા માટે વચ્ચે આવતા દરેક માર્ગનો ઉપયોગ કં છું. રસ્તે ચાલતા પગમાં કાંટો વાગે તો કાંટાથી જ કાંટાને કાઢવો પડે…એ વખતે સોય શોધવા ન બેસાય.’ અભિએ કહ્યું ને અકબર પીઆર હસીને નીકળી ગયો. (ક્રમશ:)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button