ઉત્સવ

કૅમેરા ટૅકનોલોજીતું નથી? તો તારો ફોટો પણ ચાલશે!

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ

લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે દરેક વ્યક્તિના મોબાઈલ કેમેરામાં મેરેજ ‘વાઈબ્સ’ના હેશટેથી અપલોડ કરેલો એક ફોટો તો હશે. એમાં ટ્રેડિશનલ વેરના મસ્ત કલર્સ દેખાતા હશે તો કોઈના ચહેરાની સ્માઈલ મસ્ત લાગતી હશે. કોઈએ વર-વધૂની ધાંસુ એન્ટ્રી રેકોર્ડ કરી હશે તો કોઈએ ઝકાશ રીલ્સ બનાવવા માટે કેટલાય નખરા કર્યા હશે…. એમાં પણ ગીત એડ થાય. મસ્ત મજાના અક્ષરો લખાય અને પછી એ સોશિયલ મીડિયા પર ધમાચકડી મચાવે….

ડિજિટલની ફીલ જેમ જેમ વધી રહી છે એમ ઘણું ફોટોગ્રાફી ક્ષેત્રમાં વૈવિધ્ય આવી રહ્યું છે. બ્લેક એન્ડ વ્હાઈટ કેમેરાથી લઈને આજના મીરરલેસ કેમ સુધી એક આખી જનરેશન બદલી ગઈ છે. હજું પણ બદલી રહી છે, પણ આજે વાત કરવી છે એડવાન્સ કેમેરા ટેકનોલોજીની.

ચાલો, ત્યારે આંખના કેમેરામાં શબ્દોની ક્લિકથી એક મસ્ત ફોટો મુવી જોઈએ….

અઈં ટેકનોલોજી આવી રહી છે. ઘણા લોકો એનો ઉપયોગ પણ કરવા લાગ્યા છે, પણ કોઈ એવું કહે કે,એઆઈ ડિવાઈસ ફોર્મેટ છે’ તો? એક જ લાઈનમાં જવાબ આપું તો ફોટોગ્રાફર્સ માટે વરદાન સમાન રાજયોગ શરૂ થશે.

પ્રોટોટાઈપ એન્ડ ઈમર્જીંગ ટેક્નોલોજીથી રિયલ ટાઈમ એડિટ અને મર્જ સિસ્ટમ આવી રહી છે એટલે અપાર્ચર અને શટર સ્પીડના સેટિંગની ચિંતા જ નહીં. એઆઈ ઓટોમેટિક મોશન પ્રમાણે એને સેટ કરશે. બ્લર ટેકનોલોજી તો હાલ ફોનમાં પણ છે, પણ ખબર છે આ બ્લર ટેકનોલોજીના પપ્પા કોણ? કાર્લ ફ્રેડ્રિચ ગ્રુસ અને એટલે જ ફોટોશોપમાં એક ‘ગુસીઅન બ્લર’ નામનું ફીચર છે. હવે રિસર્ચ તો ત્યાં સુધી કહે છે કે લેન્સની માથાકુટ પણ હવે ગણતરીનાં વર્ષ સુધી જ રહેવાની છે. પછી? કેમેરા ડિવાઈસ જ એ રીતે તૈયાર થઈ રહ્યું છે કે ફ્રેમ સેટ કરો એટલે સીધી ક્લિક જ કરવાની. ને પછી તો આનંદ હી આનંદ …!

ફોટોગ્રાફી ઈશ્કના ઈન્દ્રધનુષમાં પોતાના દૃષ્ટિકોણથી રંગ ભરનારા માટે એઆઈ કલર્સનો ખજાનો છે. હા, ફોટો પાડતી વખતે હાથ હલી ન જાય એટલું ધ્યાન રાખજો. ‘પેરાગ્રાફિકા’ …. નામ સાંભળ્યું છે?

આ એક એવું ડિવાઈસ છે જેમાં કુલ ચાર રાઉન્ડર વોલ્યુમ આવે છે. હવે આમાં તો એઆઈનો આખો મોડ આવે છે. એમાં પણ પાછું જીપીએ. એટલે ફોટો ક્લિક થઈ જાય એટલે લોકેશન લખવાની માથાકુટ જ નહીં. એની મેળે લોકેશન એના લોગો સાથે જોવા મળશે. હા, ટેક્સ બદલવા માટે એડિટ કરવું હોય તો છૂટ છે. પર્ફેક્ટ શોટ લેવા માટે લાઈટ કંટ્રોલ કરવાની પણ જરૂર નથી. ઓટોમેટિક લાઈટ કંટ્રોલ કરી દેશે.

ઘઈંજ ફિચર વિશે ફોટોગ્રાફી સાથે સંકળાયેલા લોકો જાણતા હશે, પણ આ સ્ટેબિલિટી સિવાય પણ ઘણું આપે છે. ‘ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન’ બાદ આવ્યું ‘ઈઆઈએસ’ (ઈલેક્ટ્રોનિક્સ ઈમેજ સ્ટેબિલાઈઝેશન)ને એઆઈ સાથે મેચ કરવામાં આવે તો એ પર્ફોમન્સ સુધારી આપે છે. એડિટ મોડ…. નામ જેટલું સામાન્ય છે એટલો જ એનો અર્થ ઊંડાઈ ધરાવે છે. વિડિયો કેમેરામાં હવે લાઈવ કિટ અને લાઈવ મોડ આવી રહ્યા છે, પણ લાઈવ કર્યા બાદ આઉટપુટ તો ક્યાંક હોવું જોઈએ ને? જે રીતે ફેસબુક અને યુટ્યુબ લાઈવ થાય છે એ રીતે કેમેરાથી લાઈવ કરી શકો, પણ પછી એના પિક્ચર ક્યાંક તો ઝીલાવવા જોઈને? આ માટે તૈયાર થયો એડિટ કંટ્રોલ રૂમ. જે સામાન્ય રીતે ઓબીવાન (ઓનલાઈન બ્રોડકાસ્ટિંગ) માં હોય છે, પણ સ્ટિલ ફોટોગ્રાફીમાં કંઈક કરવું હોય તો ઘણા સોફ્ટવેર સપોર્ટ છે. આપણે ત્યાં હજું ફોટોની હાર્ડકોપીથી પ્રદર્શન યોજાય છે, પણ ફેબ્રુઆરી મહિનામાં જર્મનીમાં એક લાઈવ ફોટો એક્ઝિબિશન થયું. એમાં જે તે ટેબલેટ પર ક્લિક કરેલા ફોટોની સોફ્ટકોપી મૂકવામાં આવી, જેમાં જે તે યુઝર્સ જે તે ફિલ્ટરથી એની અનેક તસીવીર જોઈ શકતો. આપણે ત્યાં આવું અધરુ છે , કારણ કે ટેબમાં ઓનલાઈન ફિલ્ટર એન્ડ એડિટ કંટ્રોલનો ખર્ચો ન પોસાય. જો કે, એડિટરૂમમાં એક જ તસવીરમાં અનેક અને અનેક પ્રોપર્ટી-એલિમેન્ટમાંથી એક જ હાઈલાઈટ્સને ક્રિએટ કરવા આનો ઉપયોગ થાય છે. આ ટેક્નોલોજીને પણ આવતા હજું થોડા વર્ષો નક્કી જવાના, કારણ કે આની સ્ક્રિન, ડિવાઈસ અને પોસ્ટ ડેવલપમેન્ટ મોંઘા છે.

સીસીટીવી. હવે તમે કહેશો કે આ કેમેરાની વાર્તામાં સીસીટીવી ક્યાંથી આવ્યું?

દિલ્હીના ટેકએક્સપોમાં એક એઆઈ એન્ડ જીપીએસ બેઝ કેમેરો જોવા મળ્યો, જેને સિક્યોરિટી સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવાયો હતો. હવે આમાં નવી વાત એ છે કે, પહેલી વખત લેન્સના માધ્યમથી કેમેરાના સહારે હ્યુમન ઈન્ટરેશન ટેકનોલોજીના દર્શન થયા. ન સમજાયું ને?

ધારો કે તમે કોઈના ઘરની ડોરબેલ વગાડો છે, પણ તમને ખ્યાલ નથી કે કેમેરા ક્યાં મૂકેલા છે. જ્યારે તમે જે વ્યક્તિના ઘરને ગેટ ખોલો છો ત્યાં જ મોબાઈલમાં નોટિફિકેશન જાય છે અને જેમ ફોન આવે એમ સ્ક્રિન લાઈવ થઈ જાય એમ અહીં સ્ક્રિન પર એ આખું ચિત્ર લાઈવ ફીડ આપે છે. આ છે જીપીએસ બેઝ સીસીટીવી. ભલે તમે લોકેશન ન બોલો પણ વ્હીકલ પરથી આ ડિવાઈસ વ્યક્તિનું છેલ્લું લોકેશન ડિટેક્ટ કરી દે છે. છે ને બાકી ભેજાબાજ ડિવાઈસ?!

હા, હવે પાર્ટી કરીને આવ્યા હોય ત્યારે તો ડખો થઈ જાય ને…હા…હા…હા..!

આઉટ ઓફ ધ બોક્સ
કેમેરાથી ફોટો પાડતા કદાચ એક સેક્ધડ જ થાય છે, પણ ઈમેજ બનાવતા વર્ષો વીતી જાય છે. રીલ્સથી ફેમસ થવું ઘણું સરળ છે, પણ તમને કોઈ ગુગલ પર સર્ચ કરે ત્યાં સુધી પહોંચવું અઘરું છે….

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL’s Most Consistent Hitters: Who Rules the Run Charts? બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride”