ઉત્સવ

ઈ-કોમર્સનું અર્નિંગ અમારે તો દિવાળી જ પ્રાઈમ ટાઈમ

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ

નોરતા પછીની શરદ પૂનમ એટલે દિવાળીના તહેવારના પેકેજનું એડવાન્સ નોટિફિકેશન. પૂનમ પછી તિથિ અનુસાર સમયચક્ર આગળ વધે પણ ઘરમાં સાફ સફાઈનું વાર્ષિક અભિયાન શરૂ થાય. ઘરના ખૂણે ખૂણેથી એવી વસ્તુઓના પેકેટ મળે જાણે યાદોને સંઘરીને સ્મરણનો મીઠો સમુદ્ર આંખ સામે ઘુઘવાટા મારતો હોય. પણ ટેકનોલોજીની દુનિયામાં અર્નિંગ માટેનો ધી બેસ્ટ પીરિયડ એટલે દિવાળીના દિવસો. તમામ જાણીતી ઈ કોમર્સ કંપનીઓ એક સેલ શરૂ કરે, એમાંથી એક આખી શ્રેણી કમાય જાય. એટલું જ નહીં એની સાથે જોડાયેલા તમામ લેવલના લોકોની દિવાળી સુધારી દે. હા, પેમેટ થોડું ઘણું બાકી રાખીને પણ હેપ્પી દિવાળી તો શક્ય કરી દે. ધીસ ઈઝ ધ ટેક્નોલોજી. અર્નિંગ વીથ પોઝિટિવ એનર્જી. દિવાળીએ આખા વર્ષની નહીં તો એ પછીના ત્રણ મહિનાની રેવન્યૂ ઊભી કરવાનો બેસ્ટ ટાઈમ. લાઈટ્સથી લઈને રેડીમેન્ટ વસ્તુ સુધીનું એવું પ્લેટફોર્મ જેમાં તહેવાર સંબંધી જે વેચો એની એક વખત તો પૂછપરછ થાય. છેલ્લા એક દાયકાથી દિવાળીની ખરીદીની આખી રીત-ભાત બદલી ગઈ છે. રોકડ લઈને જનારો વર્ગ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ લઈને માર્કેટમાં જાય છે. એની સામે કંપનીઓનું ટર્નઓવર પણ બિલિયનમાં નોંધાયું છે. ગતવર્ષના એક રિપોર્ટ અનુસાર ઈ કોમર્સની દુનિયાની જાયન્ટ કંપની એમેઝોને ગત વર્ષે ૫.૯ બિલિયન ડૉલરનો નફો મેળવ્યો હતો. આ પોલિસી માત્ર ઈન્ડિયા પૂરતી નથી. ડિસેમ્બરમાં કંપની અમેરિકા અને બ્રિટનમાં સેલ ખોલે છે.

સપ્લાય ચેઈન, ઈઝી પરચેઝ અને ડિસપ્લેમાં ગ્લેમર લુકને કારણે અનેક વખત ઈ કોમર્સ થતી ક્વોલિટી પર પ્રશ્ર્નો ઊભા થયા છે. જ્યારે પેમેન્ટને લઈને ફ્રોડના કેસ શેર માર્કેટના સેંસેક્સની જેમ વધી રહ્યા છે. પણ આ બધા વચ્ચે ઈતિહાસમાં નોંધ લેવાય એવું પાસું એ છે કે, દરેક વર્ગને પરવડે એવી બ્રાંડ આ ઈ કોમર્સ કંપનીએ આપણા (મધ્યવર્ગ) બજેટમાં મૂકી દીધી. બીજી તરફ લોકલ બ્રાંડને ગ્લોબલ લેવલે નામ મળ્યું છે. જોકે, એમા પણ કંપનીના પરચેઝ એરિયા અને રિટર્ન પોલિસી ખૂબ સારી રીતે મેટર કરે છે. બૅંક સાથેની ડીલ અને ડૉલરની રેવન્યૂ દિવાળી આવતા ડબલ થઈ જાય છે. કારણ કે, દરેક કંપની માટે ટેકનોલોજી પાછળ કરેલો ખર્ચો કાઢવો પ્રાથમિકતા હોય છે. એપ્લિકેશન માર્કેટમાં સબસ્ક્રિપ્શન અને ઓટીટી પ્લેટફોર્મ પર એન્યુલ સ્કિમે મનોરંજનને મુઠ્ઠીમાં મૂકી દીધું છે. આ પણ ટેકફર્મનો એક ભાગ છે. ખિસ્સાની ખખડતી ખોટી દુનિયામાં દિવાળીમાં એ લોકો સમજી વિચારીને ખર્ચો કરે છે જે દનિયા કમાવવા ૧૨ કલાક ભોગવે છે. પરસેવો પાડે છે. ટેકનોલોજી સગવડ ઊભી કરશે પણ એમાં ઈનોવેશન માટે તો માણસ જ 

જોઈએ.

એઆઈ અને ચેટ બકેટ જેવી સુવિધાથી ઈ કોમર્સને વેગ મળશે કે વળાંક લેશે એ તો લાબું રીસર્ચ માગે લે એવો વિષય છે. પણ એક વાત તો નક્કી છે કે, દિવાળી જેવા લાંબા તહેવારની સિઝનમાં આવી કંપનીઓ આખા વર્ષનું કમાઈ લે છે. જોકે, એમના દષ્ટિકોણથી આ આંકડો કદાચ નાનો હોઈ શકે છે. દિવાળીના દીવાથી લઈને ડાઈનિંગ ટેબલ પર મૂકવા સુધીની વસ્તુઓની કોમોડીટી આપતી સાઈટ ઘણી બધી રીતે અપગ્રેડ થઈ રહી છે. ખાસ કરીને પેમેન્ટ મામલે અને ડિલેવરી મામલે ઘણી રીતે ગ્રાહકોને ફાયદો થાય એવી વાત કરે છે. દિવાળી આમ તો રોશનીનો તહેવાર છે પણ ઘણી બધી રીતે રેવન્યૂનો રોટેશન સેશન છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. કારણ કે, આખા વર્ષમાં જાહેરાત ન આપતી કંપનીઓ દિવાળી વખતે વર્ષે એક વખત જાહેરાતમાં પણ મોટો ખર્ચો કરે છે એમાં પણ ઈ કોમર્સ કંપનીઓની ચેઈન ખૂબ મોટી છે. પ્રમોશન પાછળ લાખો રૂપિયા ખર્ચે છે. જેની સામે એ ખર્ચો માત્ર એક જ અઠવાડિયામાં વસૂલ થઈ જાય છે. આ વાત એક માર્કેટિંગ રિસર્ચમાંથી સામે આવી છે. મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, અમદાવાદ, બેંગ્લુરૂ, હૈદરાબાદ, જયપુર, ભોપાલ આ મહાનગરમાં ૯૦ ટકા યુવાનોની પસંદ હવે ઓનલાઈન પર છે. જોકે, એમાંથી શું લેવું અને ન લેવું એ એક વ્યક્તિગત વિષય છે. ઈ કોમર્સનો ડેટા એવું કહે છે કે, યુવાનો ટેકનોલોજી સંબંધી વસ્તુઓ માટે ઈ કોમર્સ સાઈટ પર આધાર રાખી રહ્યા છે. જેમાં મોબાઈલ ફોનથી લઈને મોટરકારના કવર સુધીની વસ્તુઓ આવી જાય છે. સ્પીકરથી લઈને સ્માર્ટવોચ સુધી આ તમામ ટેક બેઈઝડ વસ્તુઓ યુવાનોની પ્રાયોરિટી છે.

એક હકીકત એ પણ સ્વીકારવી પડે કે, ઓનલાઈન શોપિંગ સાઈટ પરથી ઘણા ડિઝાઈનર્સ અને નાના પાયા પર કામ કરતા દુકાનદારોને મોટો અવકાશ મળ્યો છે. રિટેઈલ સેલિંગ વેલ્યુમાં વધારો કરવા માટે વેરિએશન અને વેરાઈટીનું એવું મોટું માર્કેટ ઊભું થયું છે કે, ન પૂછો વાત. ડિલેવરીથી લઈને ડોર ટુ ડોર સર્વિસ સુધી એક એપ્લિકેશન થકી બધુ જ આવરી લેવામાં આવ્યું છે. સારી વાત છે કે, નાના પાયા પર રોજગારી સર્જનનોે સ્રોત મોટું કામ કરીને દિવાળી સુધારી રહ્યો છે. પણ બાકીના દિવસોમાં પણ ટેકનોલોજી આવા રેવન્યૂ મોડલ લાવીને રોકડ સર્જન કરાવે તો કાયમી ધોરણે દેશમાંથી રોજગારીનો પ્રશ્ર્ન હળવો થઈ શકે છે. ઘણી બધી કંપનીઓ નાના પાયા ઉપર પણ માર્કેટિંગના કામ આપે છે. જેની સામે એ મોટી કિંમત પણ ચૂકવે છે. પણ એ માટે ઈ કોમર્સ કંપનીઓના સ્ટાન્ડર્ડ ઘણા અલગ હોય છે. લોગોથી લઈને લેવલ સુધીની વસ્તુઓમાં પાસ થયા બાદ ઈ કોમર્સ કંપનીઓ ડિલ માટે નોતરે છે. એમાં પણ ઘણા લેવલ સુધી કામ કરવું પડે છે. બાકી દિવાળીને કેન્દ્રમાં રાખીને ટેકનોલોજીની આસપાસ ફરવામાં આવે તો આવનારા દિવસોમાં હજુ ઘણું મોટું કામ ઈ કોમર્સ કંપનીઓ કરવાના મૂડમાં છે. જેની એક નાનકડી અપડેટ એ છે કે, હવે પછીનો શોપિંગ એક્સપિરિયન્સ એઆઈ બેઈઝડ હોય તો નવાઈ નહીં. જેમાં એક પ્રોડેક્ટની તમામ વિગત એ ઓડિયો ને વીડિયો ફોર્મમાં એક વોઈસ નોટ સાથે મળી રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button