ડાયરેક્ટ માર્કેટિંગ કસ્ટમર સુધી પહોંચવાની ગુરુ ચાવી
બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે-સમીર જોશી
દુકાનોમાં, પેટ્રોલ પંપ પર, મોલમાં વગેરે જગ્યાઓ પર લોકો એક યા બીજી રીતે આપણી વ્યક્તિગત માહિતીઓ એકઠી કરતા હશે. આ માહિતી પર્સનલ મેસેજ મોકલવા બ્રાન્ડ ઉપયોગમાં લેતી હોય છે. સવારે જ્યારે મોબાઇલ ઓન કરો કે કોઈ ને કોઈ પ્રમોશનલ મેસેજ અથવા ઈમેલ આવતાજ હશે. આપણે આ ઈમેલ કે મેસેજને ઉપરછલ્લી રીતે જોઈ ડિલિટ કરતા હશુ, કારણ આપણને તે સમયે કદાચ તેની જરૂરત નહી હોય. પણ જો તમે કોઈ વસ્તુ ખરીદવા માંગતા હો અને તેને લાગતો વળગતો મેસેજ કે ઈમેલ આવે તો? તો આપણે તે જરૂરથી વાંચીશું અને માહિતી મેળવીશું. ડાયરેક્ટ માર્કેટીંગનો આ ફાયદો છે. ઘણાના મતે ડાયરેક્ટ માર્કેટિંગ એટલે કસ્ટમરને ડાયરેક્ટ જઈ, મળી અને માલ વેચવો. ડાયરેક્ટ માર્કેટિંગનો મુખ્ય હેતુ માલનું વેચાણ ચોક્કસપણે છે પણ તેનો અર્થ પર્સનલી જઈ વેચવું ન થાય, તેને પર્સનલ સેલીંગ કહી શકાય. ડાયરેક્ટ માર્કેટીંગ તે એડવર્ટાઇઝિંગનો એક એવો પ્રકાર છે જેનાથકી બ્રાન્ડ ક્ધઝ્યુમરને પોતાનો મેસેજ ડાઇરેક્ટ્લી કમ્યુનિકેટ કરે છે વિવિધ માધ્યમો દ્વારા. જેમ કે; મોબાઇલ મેસેજ, ઈમેલ, પોસ્ટ, ટેલી કોલિંગ, મોલ કે એવી જગ્યાઓ પર જ્યાં ક્ધઝ્યુમરનો ધસારો વધુ હોય ત્યાં લિફલેટ વહેચી વગેરે.
ટુંકમાં કહીયે તો જેના દ્વારા બ્રાન્ડને ક્ધઝ્યુમરનો “ડાયરેક્ટ રીસ્પોન્સ મળી જાય, તરતજ તે સમયે હા કે ના, આને ડાયરેક્ટ માર્કેટિંગ કહી શકાય. ટીવી, રેડિયો, પ્રિન્ટ એડ, હોરડિંગ્સ એડવર્ટાઇઝિંગ દ્વારા અવેર્નેસ ઉભી કર્યા પછી ડાયરેક્ટ માર્કેટિંગ ક્ધઝ્યુમરના ખરીદ નિર્ણયમાં મદદરૂપ થાય છે. તેના દ્વારા તમે સતત ક્ધઝ્યુમરના મગજમાં રહો છો, તમારી બ્રાન્ડને ક્ધઝ્યુમર રીકોલ કરી શકે છે. ડાયરેક્ટ માર્કેટિંગ કેંપેન હંમેશા એક્શન ઑરિયેનટેડ હોય છે. કોલ ટૂ એક્શનનું મહત્વ તેમાં ઘણુ છે. મોટે ભાગે તેના મેસેજમાં તમને કશુંક કરવાની પ્રેરણા આપશે. જેમ કે; રજિસ્ટર કરો, વેબસાઇટ વિઝીટ કરો, કોલ કરો, સ્ટોરમાં આવો, બુકિંગ કરો, હમણાજ ખરીદો વગેરે. આપણે આગળ જોયું કે આજે તમે ક્યાંય પણ જાઓ તમારો ડેટા લોકો મેળવે છે. નામ, સરનામું, ઉંમર, વ્યવસાય, જન્મ તારીખ, લગ્ન તારીખ, કયું વાહન છે, વગેરે. આના સહારે તેઓ પોતાનો કસ્ટમર બેઝ તૈયાર કરે છે. બ્રાન્ડ ડેટાના આધારે કોણ તેની બ્રાન્ડ માટે ખરીદ ક્ષમતા ધરાવે છે કાંતો કોણ પ્રોસ્પેક્ટિવ બાયર છે તે જાણી તેઓને અલગ તારવી, વિવિધ ડાયરેક્ટ માર્કેટિંગના માધ્યમો દ્વારા તેઓ સુધી પહોંચે છે. તેથી કહી શકાય કે ડાયરેક્ટ માર્કેટિંગમાં સૌથી મહત્ત્વનું છે ડેટા કલેક્ષન, સુસંગત ડેટા બ્રાન્ડને મદદ કરે છે તેના પ્રોસ્પેક્ટિવ કસ્ટમર સુધી પહોંચવા માટે. ઘણીવાર આ ડેટા ખરીદવામાં આવે છે તો ઘણીવાર બ્રાન્ડ પોતે વિવિધ પદ્ધતિઓ દ્વારા તેને મેળવે છે. ડાયરેક્ટ માર્કેટીંગના અમુક તત્ત્વોનો અભ્યાસ કરીએ તો, સૌપ્રથમ જેમ ઉપર જાણ્યું તેમ તમારા ટાર્ગેટ ઑડિયેન્સને જાણવો ઓળખવો ઘણો જરૂરી છે. ત્યારબાદ તેને અનુરૂપ મેસેજ ડેવલપ કરવો, મેસેજ દ્વારા તમારા ક્ધઝ્યુમરનું ધ્યાન તમારા તરફ આકર્ષવુ, તમારી માર્કેટ પોઝિશન શું છે તેનાથી વાકેફ કરો, અમુક લોકોના અનુભવો શેર કરી તેનામાં વિશ્ર્વાસ વધારો, સાથે સાથે તમારા સેલ્સ ફોર્સને પણ માહિતીઓ દ્વારા તૈયાર કરો જેથી તે કસ્ટમરને સારી રીતે પ્રોડક્ટ સમજાવી શકે અને તમે જે મેસેજ વાંચ્યો છે તે પ્રમાણેનો અનુભવ મેળવી શકે. આના દ્વારા તમે તમારા કસ્ટમરનો વિશ્ર્વાસ જીતશો.
ડાયરેક્ટ માર્કેટિંગનો ઉપયોગ ઑર્ડર મેળવવામાં, લીડ્સ ઊભી કરવામાં, જે લીડ્સ મેળવી છે તેના ફોલોઅપ માટે, કસ્ટમર સાથે સંબંધ વધુ ગાઢ બનાવવા અને કસ્ટમર લોયલ્ટી વધારવામાં મુખ્યત્વે હોય છે. આ માધ્યમની ખૂબી તે છે કે જે હેતુ નક્કી કરીએ તેને અનુરૂપ મેસેજ બનાવવામાં આવે છે, જે સીધો અને સચોટ હોય અને જે મુદ્દાની વાત કરે. આ માધ્યમ દ્વારા તમે કેંપેનનાં પરિણામો જાણી શકો છો. જો ઑર્ડર મેળવવાનો મારો હેતુ હોય તો કેટલા ઈમેલ કે મેસેજ કર્યા તેની સામે કેટલા ઑર્ડર આવ્યા તે જાણવું આસાન થઈ જાય છે. તેજ રીતે લીડ ઊભી કરવામાં પ્રોડક્ટની માહિતીઓ આપી કેટલા જણાએ તેમાં રસ દાખવ્યો, તેનો ડેટાબેઝ મેળવવો, લીડ લીધા બાદ ફોલોઅપમાં કેટલા લોકોએ માલ ખરીદ્યો અને લોયલ્ટી માટે કેટલા કસ્ટમર મારી બ્રાન્ડ સાથે આજે પણ જોડાયેલા છે અને લોકોને રીફર પણ કરે છે. એટલે આ માધ્યમ દ્વારા પરિણામો તરત જાણી શકાય છે કારણ કસ્ટમર હા કે ના કહી આગળ વધશે અને બ્રાન્ડ આના દ્વારા પોતાના આવનારા કેંપેન પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઇ૨ઇ અર્થાત્ બિઝનેસ ટૂ ક્ધઝ્યુમર માં તો આનો ઉપયોગ થાય છે પણ ઇ૨ઇ બિઝનેસ ટૂ બિઝનેસ કેટેગરીમાં પણ આ મધ્યમનું ઘણુ મહત્વ છે. ઇ૨ઇ માં ટાર્ગેટ ઑડિયેન્સની દૃષ્ટિએ અને ઇ૨ઇ ની સરખામણીમાં માર્કેટ ઘણુ નાનુ હોય છે. બિજુ, ઇ૨ઇ ની બાઇંગ સાઇકલ લાંબી હોય છે. તેના વેચાણમાં સમય લાગે છે ત્યારે કસ્ટમરને ઍંગેજ કરી રાખવો ઘણો જરૂરી છે. આવા સમયે ડાયરેક્ટ માર્કેટિંગ મહત્વનો ભાગ ભજવે છે. વિવિધ સમયે નવી નવી માહિતીઓ કાંતો તે પ્રોડક્ટને અનુરૂપ માહિતીઓ આપી તમારી બ્રાન્ડને તમે ઇ૨ઇ બાયરના મગજમાં રમતી કરી શકો છો. ઇ૨ઇ તે હાર્ડકોર સેલિંગ હોવાથી ક્રિયેટિવ મેસેજિંગ કરતા ટૂ ધ પોઈન્ટ અને રીલેવેંટ મેસેજ બનાવવો ઘણો જરૂરી છે. ડાયરેક્ટ માર્કેટીંગ ઇ૨ઇ અને ઇ૨ઇ બંને માટે ફાયદાકારક છે અને આજની તારીખે મહત્ત્વનું માધ્યમ છે; કારણ પહેલા આપણે ફક્ત પોસ્ટ દ્વારા તેઓ સુધી પહોંચી શકતા પણ આજે ડિજિટલ યુગમાં તેઓ સુધી ક્ષણભરમાં પહોંચવા માટે મોબાઇલ મેસેજ, ઈમેલ, સોશિયલ મીડિયા મદદરૂપ થાય છે. તે ઉપરાંત વિવિધ સોફ્ટવેર દ્વારા સ્પેસિફિક ટાર્ગેટ ઑડિયેન્સ જાણવો.
આ માધ્યમ દ્વારા તમે તમારા ક્ધઝ્યુમર સુધી તરત પહોંચી શકો છો કારણ તમારો ક્ધઝ્યુમર તેના ઈમેલ અને મેસેજ દિવસભર સતત જોતો રહેતો હોય છે. ડાયરેક્ટ માર્કેટિંગ મેસેજ અને કેંપેન કસ્ટમાઇઝડ થઈ શકે છે. ટાર્ગેટ ઑડિયેન્સને ધ્યાનમાં રાખી તેની જરૂરત પ્રમાણે મેસેજ ક્રિયેટ થઈ શકે જેથી કસ્ટમરને બ્રાન્ડ વેચવી આસાન થઈ જાય. આ માધ્યમ બીજા માધ્યમો કરતાં સસ્તું અને ઈફેક્ટિવ છે. ઇંટરનેટ અને ડેટા આ બે મહત્ત્વના પાસા હોવાથી કોસ્ટ ઘણી ઓછી થઈ જાય છે. સૌથી મોટો ફાયદો આ માધ્યમ દ્વારા તમે તમારા કસ્ટમરના રિસ્પોન્સને
ટ્રેક કરી શકો છો અને પરિણામો માપી શકો છો. બીજો ફાયદો તે કે તમારા પ્રતિસ્પર્ધીને તમે શું મેસેજ આપી રહ્યા છો તેની જાણ નથી થતી જેથી તમે તેનાથી એક ડગલુ આગળ રહો છો. ડાયરેક્ટ માર્કેટિંગ કેંપેન જ્યારે ડેવલપ કરીએ ત્યારે અમુક પાયાના મુદ્દાઓ ધ્યાનમાં લેવા જરૂરી છે. જેવા કે, રેગ્યુલર તમારા પ્રોડક્ટ અને સર્વિસનું ફોલોઅપ લઈ તેમાં સુધારા વધારા કરવા. ડાયરેક્ટ માર્કેટિંગમાં પણ કયુ ઈફેક્ટિવ માધ્યમ હશે કસ્ટમર સુધી પહોંચવાનું તે નક્કી કરો; ઈમેલ, મેસેજ કે પછી પોસ્ટ દ્વારા લિફલેટ વગેરે. હંમેશા કોઈ ને કોઈ ઑફર તમારા કેંપેનમાં હોવી જોઈયે જેથી કસ્ટમર પોતાનો ફાયદો જોઈ શકે. તમારા મેસેજને અલગ અલગ રીતે બનાવતા રહો જેથી કસ્ટમર એકજ મેસેજ સમજી ડિલિટ ન કરે અને તમે તેને અલગ અલગ વસ્તુ પીરસી રહ્યા છો તેમ જાણે. અને સૌથી મહત્ત્વનું આ માધ્યમ એટલે એકશન ઑરિયેનટેડ માધ્યમ. કોલ ટૂ એક્ષન વ્યવસ્થિત રીતે હાઇલાઇટ કરો, અર્જન્સી ઊભી કરો જેથી કસ્ટમરને ત્યારે ને ત્યારે નિર્ણય લેવા તમે મજબૂર કરી શકો. ડાયરેક્ટ માર્કેટિંગ માટે પ્લાનિંગ વ્યવસ્થિત હોય અને તેના ફાયદાઓને ધ્યાનમાં રાખી કેંપેન ડેવલપ કરવામાં આવે તો તે એક અસરકારક માધ્યમ પુરવાર થઈ શકે છે અને તમને તમારા કસ્ટમર સુધી ડાયરેક્ટ પહોંચાડી તીર નિશાના પર લગાડવાની શક્યતા વધારે છે.