ઉત્સવ

ધોળાવીરા: સંકલ્પથી સિદ્ધિની દિશામાં….

વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી

ગત ચોથી ફેબ્રુઆરીએ ધોળાવીરા ખાતે વહીવટી તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિકાસ માટે પાયારૂપ એવા ખાસ મુદ્દાઓ ચર્ચાયા. આજે પણ ખડીરમાં પાણી, શિક્ષણ, આરોગ્ય, વીજળી, પશુ સારવાર સહિતની વિવિધ સમસ્યાઓનું સંકલન કરીએ તો ખોબલો ભરાય. ભચાઉ તાલુકાના ખડીર વિસ્તારને સતાવતા વિવિધ પ્રશ્ર્નોના ત્વરિત નિકાલ માટે ધરપત આપનારાઓ ખરેખર વિકાસ માટે પરમાર્થ કરે તે ખૂબ જરૂરી છે.

ધોળાવીરાના સરપંચ જીલુભા સોઢાને મળીએ તો વિકાસ માટેની ચિંતા એમના ચહેરા પર જોઇ શકાય છે. નર્મદાના પીવા અને સિંચાઈના પાણી આપવા, જનાણ અને ધોળાવીરાના આરોગ્ય કેન્દ્રમાં પૂરતો સ્ટાફ નીમવા, શિક્ષકોની ઘટ દૂર કરવા, ધોળાવીરામાં ૬૬ કેવી સબ સ્ટેશન શરૂ કરવા, બેંકની સુવિધા પૂરી પાડવા, આંગણવાડીઓમાં નિયમિત સુપરવાઈઝર નીમવા, એકલ- બાંભણકા રોડને અભયારણ્યમાંથી મુક્તિ આપવા, ફરતું પશુ દવાખાનું શરૂ કરવા, સાંગવાળી ધામનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરવા, પ્રાથમિક શાળાઓમાં જરૂરતના મુજબ ઓરડા બાંધવા જેવા પ્રશ્ર્નો એમના મનમાં સતત ઘૂમ્યા કરે છે.

દેશની મોટાભાગની વસ્તી ગામડાંઓમાં વસે છે, આથી ગામડાંઓના વિકાસને સામાજિક ક્ષેત્રનો ચાવીરૂપ મુદ્દો ગણાવતાં કામો થવા ખૂબ જરૂરી છે. તેમાં જો ગુજરાતના ચોથા ભાગનો વિસ્તાર ધરાવતા કચ્છની વાત કરીએ તો આજે પણ ગામડાઓ જ પ્રધાન મહત્ત્વ ધરાવે છે. સંકલ્પથી સિદ્ધિ સુધી પહોંચી વળવા જરૂરી છે કચ્છના દરેક ગ્રામીણ વિસ્તારનો સરખે ભાગે વિકાસ થાય. આથી જ ઇતિહાસની સૌથી જૂની વિરાસતવાળા ખડીર બેટના ધોળાવીરા ગામની વાત કરવી છે. કારણો બે છે: હડપ્પન સંસ્કૃતિને ઉજાગર કરતું ઉત્ખનન તો વર્ષ ૧૯૯૦થી શરૂ થઇ ચૂક્યું હતું પણ યુનેસ્કોની હેરીટેજ શહેરની યાદીમાં સ્થાન પામ્યું ત્રણ દાયકા પછી! બીજું કે ધોળાવીરા એ દક્ષિણ એશિયાની સૌથી નોંધપાત્ર અને આજના આધુનિક ટાઉન પ્લાનિંગને ટક્કર મારતી, સારી રીતે સચવાયેલી શહેરી વસાહતો પૈકીની એક છે અને તેજ છેલ્લા કેટલાક દાયકાઓથી વિકાસથી ઉપક્ષિત છે.

વૈશ્ર્વિક વિરાસત ધોળાવીરાના કારણે ખડીરનું અલાયદું મહત્ત્વ છે. આમ તો, કચ્છમાં આવતાં બહુ ઓછા પ્રવાસીઓ ધોળાવીરા તરફ લાંબા થતા, પરંતુ જનારાઓનો ખાસ વર્ગ ઈતિહાસ અને આર્કિયોલોજીમાં રસ ધરાવતા હોય એટલે લાંબી સફર કરીને સાવ છેડે આવેલા ધોળાવીરાની ધૂળમાં પગલાં પાડે. પાકિસ્તાનમાં આવેલા મોહેં-જો-દડો, ગનવેરીવાલા, હડપ્પા અને ભારતના હરિયાણામાં રાખીગઢી બાદ ધોળાવીરા પાંચમું સૌથી મોટું મહાનગર છે. આ સ્થળે એક મજબૂત કિલ્લો, મધ્યમ ભાગ અને નીચેના ભાગનું શહેર છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ અહીં એક સંગ્રહાલય બનાવ્યું છે. અને થોડે દૂર ફોસિલ પાર્ક પણ જોવા લાયક છે, જ્યાં લાકડાના અવશેષો તથા રણના દરિયામાં સુરખાબને માણી શકાય છે.

જળસંચય, બાહ્ય કિલ્લેબંધી, તહેવારો માટે અને બજાર તરીકે ઉપયોગ કરવા માટેના બે મેદાન, અલાયદી ડિઝાઇનવાળા નવ દરવાજા, ઉત્તમ વાસ્તુકલા આધારિત બનેલું સ્મશાન, બૌદ્ધ સ્તૂપ બંધારણ જેમ બનેલા ગોળાર્ધનો સમાવેશ આ નગરમાં થાય છે. એ જમાનાનું કદાવર બાથરૂમ, જે આમ જનતા માટે નહીં પણ સત્તા પર બેઠેલા ખાસ નાગરિકો માટેનું હતું. જો બાથરૂમ સુધી જરા દૂર આવેલા કૂવામાંથી પાણી ખૂટે તો વળી નગર બહાર આવેલાં કદાવર જળાશયોમાંથી કૂવો ભરાતો રહે એવી પણ ધોળાવીરાના ભણેલા અને ગણેલા એન્જિનિયરોએ વ્યવસ્થા કરી હશે.
વિવિધ ગામોની ખૂબસૂરતી ધીમેધીમે ઉજાગર થઇ રહી છે ત્યારે તેમની સ્વનિર્ભરતાનો
સિદ્ધાંત જ તેમના કલ્યાણની ચાવી સાબિત થાય તેમ છે. સાંપ્રતમાં બનેલ ખાવડા ખડીરને જોડતા ‘રોડ ટુ હેવન’ના લીધે ધોળાવીરાનાં મુલાકાતીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. તુલના કરીએ તો ચાલુ વર્ષે એક જ મહિનામાં છેલ્લાં ત્રણ વર્ષ જેટલી સંખ્યાના મુલાકાતીઓ અહીં આવી ચુક્યા છે. અને આ સંખ્યા તો પ્રત્યેક વર્ષે વધવાની જ. આ બધાં કારણોને લીધે રોજગારીની વિપુલ તકો ઊભી થઇ છે, જો વિકાસ થશે તો પ્રવાસનનો વેગ લોકોની સુખાકારીમાં મોટો હિસ્સો નોંધાવશે. ત્યાં ચોમાસા આધારિત ખેતી હોવાથી ઘણા લોકો રોજગારી માટે હિજરત કરી જતા જે પ્રવાસનની પૂરક આવકથી મહદઅંશે અટકી જશે.

ભાવાનુવાદ: વિઇ ચોથી ફેબ્રુઆરીજો ધોરાવીરા ખાતે વહીવટી તંત્ર ભરાં બેઠકજો આયોજન કરેમેં આયો હો જેંમેં હુતજે વિકાસજે માટે પાઇયેજે મૂર મુધેતે ચર્ચા થિઇ. અજ઼ પ ખડીરમેં પાણી, શિક્ષણ, આરોગ્ય, વીજડ઼ી, પશુ સારવાર સમેત કિઇક સમસ્યાએંજો સંકલન કરીયું ત ખોબો ભરાજે. ભચાઉ તાલુકેજે ખડીર વિસ્તારજી મુસિભતુંજો ભની સગ઼ે તિતરો જપાટો નિકાલ થિએ તે માટે ધરપત ડિનેવારા વિકાસલા મેનત કરીંયેં ઇ ગણે જિરૂરી આય.

ધોરાવીરાજા સરપંચ જીલુભા સોઢાકે મલિયું ત વિકાસલા કરેને ચિંધા ઇનીજે ચેરે તે ન્યારી સગ઼ો. નર્મધાજા પીધેલા નેં સિંચાઈલા નીર ડીંણા, જિનાણ ને ધોરાવીરાજે આરોગ્ય કેન્દ્રમેં પૂરતો સ્ટાફ નીમણું, માસ્તરેંજી ઘટ પૂરી કેણી, ધોરાવીરામેં ૬૬ કેવી સબ સ્ટેશન ચાલૂ કેંણા, બેંકજી સુવિધા પૂરી કેંણી, અંઙણવાડ઼ીએમેં સુપરવાઈઝર નીમણા, એકલ- બાંભણકા રોડ઼્કે અભયારણ્યમિંજા મુક્તિ ડીંણી, ફિરધો પશુ ધવાખાનો ચાલુ કેંણો, સાંગવારી ધામજો પ્રિવાસન તરીકે વિકાસ કેણું, પ્રાથમિક શાડ઼ાએમેં જરૂર વે હિન હિસાભે ઓયડ઼ા બંધણા જેડ઼ા પ્રશ્ર્ન ઇનીજે મનમેં હલંધા વેતા.

ડેસજી માતર વસતી ગામડ઼ેમેં વસેતી, ઇતરે ગામડ઼ેજે વિકાસકે સામાજિક મુધો ગણેનેં કમો કેંણા ખપે. તેમેં અગર ગુજરાતજે ચોથે ભાગવારે વિસ્તાર કચ્છજી ગ઼ાલ કરીયું ત અજ઼ પ હી ગામડ઼ેજો જ઼ પ્રિધાન મહત્ત્વ આય. સંકલ્પસે સિદ્ધિ તઇં પુગેલા જરૂરી આય કચ્છજે મિડ઼ે ગ્રામિણ વિસ્તારજો સરખે ભાગે વિકાસ થિએ. નેં ઇતરે ઇતિયાસજી મિણીંયા જૂની વિરાસતવારે ખડીર બેટજે ધોરાવીરા ગામજી ગ઼ાલ કેંણી આય. કારણ બ ઐં: હરપ્પન સંસ્કૃતિજે ઉજાગ઼ર કરીંધો ખોદકામ ત વરે ૧૯૯૦નું સરૂ થિઇ ચુક્યો વ્યો પ યુનેસ્કોજી હેરીટેજ સેરજી જાદિમેં થાન મિલ્યો ત્રે ડાયકા પોય! બ્યો ક ધોરાવીરા ઇ ડખણ એશિયાજી મિણીયાં ખાસી ને અજ઼ જે આધુનિક ટાઉન પ્લાનિંગકો ટક્કર મારીંધલ, સેરી વસાહત મિંજાનું હિકડ઼ી આય નેં ઉજ છેલે કિતરેક ડાયકેનું વિકાસકે લૂંછેતો.

વૈશ્ર્વિક વિરાસત ધોરાવીરાજે કારણે ખડીરજો આઉગો મહત્ત્વ આય. હીં ત, કચ્છમેં અચીંધલ ગ઼ચ ઓછા પ્રવાસી ધોરાવીરા સુધી લમા થીંધાવા, નેં વનીંધલેજો વર્ગ ઈતિયાસ નેં આર્કિયોલોજીમેં રસ ધરાઇંધા વે ઇતરે લમી સફર કરેને નિપટ છેડ઼ેતે આવલ ધોરાવીરાજી મિટીમેં પગ઼ વઞે. પાકિસ્તાનમેં આવલ મોહેં-જો-દડો, ગનવેરીવાલા, હરપ્પા નેં ભારતજે હરિયાણામેં રાખીગઢી પોય ધોરાવીરા પાંચમો મિણીયા વડો મહાનગર આય. હિન થલ તે હિકડ઼ો જભરો કિલ્લો, વચલો ભાગ નેં નિચલે ભાગજો સેર આય. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા હિત હિકડ઼ો સંગ્રાલય ભનાય આય. નેં જરાક પર્યા ફોસિલ પાર્ક પ ન્યારે લાયક આય, જિત લકડ઼ેજા અવશેષ તીં રિણજે ધરિયેમેં સુરખાબકે માણી સગ઼ાજેતો.

જલસંચય, બારાજી કિલેબંધી, તેવારેંલા નેં ભજાર તરીકેં ઉપયોગ કરેલા બ મેધાન, આઉગી ડિઝાઇનેવારા નો ધરવાજા, સુઠરી વાસ્તુકલા તે આધારિત ભનલ સમશાન, બૌદ્ધ સ્તૂપ જો બંધારણ જેડ઼ો ભનલ ગોલેજો સમાવેશ હી નગરમેં થિએતો. હુન જમાનેજો જભરો બાથરૂમ, જુકો સામાન્ય માડૂએંલા ન પ સત્તા તે વઠલ ખાસ નાગરિકેંલા હો. જુકો બાથરૂમ તઇં જરાક હેઠે આવલ કૂવેમિંજાનું પાણી ખુટે ત વરી નગ઼રજી બારા આવલ વડે જલાશયોમિંજાનું કૂવો ભરાંધો રે ઍડ઼ી પ ધોરાવીરાજા ભણલ-ગણલ એન્જિનિયર વ્યવસ્થા કે હૂંને.

હરે હરે મિડ઼ે ગામેજી ખૂબસૂરતી ઉજાગર થિઇ રિઇ આય તેર તેંજી આઉગીનિરભરતાજો સિદ્ધાંત જ ઇનીજે કલ્યાણજી ચાવી સાબિત થિએ તીં આય. અનાં હેવર ભનલ ખાવડ઼ા ખડીરકે જોડ઼ંધે ‘રોડ ટુ હેવન’જે લિધે ધોરાવીરામેં મુલાકાતીએંજી સંખ્યામેં ગ઼ચ વધારો થ્યો આય. તુલના કરીયું ત હિન વરે હિકડ઼ે જ મેંણેમેં છેલા ત્રે વરે જિતરી સંખ્યામેં પ્રવાસી મુલાકત કરી વ્યા ઐં. નેં હી સંખ્યા ત હર વરે વધંધી જ઼ રોંધી. હિન મિડ઼ે કારણેજે લીધે રોજગારીજી પ ગ઼ચ તકુ ઊભી થિઇ આય, અગ઼ર વિકાસ થીંધો ત પ્રિવાસનજો વેગ માડૂંએંજી સુખાકારીમેં વડો હિસ્સો નોંધાંઇંધો. હુત ચોમાસે આધારિત ખેતી થિએતી ઇતરે ગણે જણા બિઇ સિજનમેં રોજગારીલા હિજરત કરે વનંધા વા જુકો પ્રિવાસનજી પૂરક આવકસે લગ઼ભગ લગ઼ભગ અટકી વિનંધી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Sensorineural hearing lossના આ છે લક્ષણો અંડરવર્લ્ડ દ્વારા ધમકી આપવામાં આવેલી બોલિવૂડ સેલિબ્રિટીઓની યાદી રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ