ઉત્સવ

દેવ ઊઠી એકાદશી

તુલસીના વિવાહનો પ્રસંગ સોહામણો

રાજેશ યાજ્ઞિક

ભગવાન શ્રી હરિ વિષ્ણુ આ દિવસે પોતાની યોગનિંદ્રામાંથી જાગૃત થાય છે. આ દિવસ એટલા માટે પણ ખાસ છે કે આ દિવસથી બધા લૌકિક માંગલિક કાર્યો કરવા માટેના શુભ મુહૂર્તો શરૂ થાય છે. અને તેની શરૂઆત થાય છે તુલસી જી ના શ્રી વિષ્ણુના શાલિગ્રામ સાથેના વિવાહ કરાવવાથી અને આ વિવાહ પણ આપણા વિવાહ જેવા જ રીત-રિવાજ સાથે થાય છે.

તુલસી વિવાહ આયોજનની પ્રથા જેઓ ક્ધયાદાન કરવાના હોય તેઓ આપણા લગ્નોની જેમ જ વ્રત રાખે છે અને શાલિગ્રામ તરફથી પુરુષ વર્ગ એકત્રિત થાય છે.


અર્થાત વર પક્ષ અને ક્ધયા પક્ષ એમ બે બે પક્ષો બનાવીને એક જગ્યાએ વિવાહ કરાવવામાં આવે છે.
ઘણાં ઘરોમાં ગોધૂલી વેળાએ વિવાહ કરાવાય છે, અને જો અભિજીત મુહૂર્ત હોય તો તેમાં પણ વિવાહ સંપન્ન થાય છે.
જેમના ઘરે તુલસી વિવાહનું આયોજન હોય તા પરિવાર સ્નાનાદિ ક્રિયાઓથી પરવારીને વિવાહની તૈયારીઓ આરંભે છે. તે પછી આંગણામાં ચોક સજાવીને ચોકી સ્થાપિત કરી શકે છે. આંગણું ન હોય તો ઘરના ધાબા ઉપર કે મંદિરમાં પણ વિવાહ વિધિ કરી શકાય.


તે પછી અષ્ટદલ કમળ બનાવીને ચોકી ઉપર શાલિગ્રામને સ્થાપિત કરવામાં આવે છે અને તેમનો શૃંગાર કરવામાં આવે છે. અષ્ટદલ કમળ ઉપર કળશ સ્થાપિત કરીને તેમાં જળ ભરવું, કળશ ઉપર સ્વસ્તિક રચવું.


તે પછી આંબાના અને તે ઉપલબ્ધ ન હોય તો આસો પાલવના પાંચ પાન મૂકીને તેના ઉપર શ્રીફળ સ્થાપિત કરવું.
લાલ અથવા પીળા રંગના વસ્ત્રમાં સજજ થઈને તુલસીના કુંડાને ગેરૂથી રંગીને શાલિગ્રામની ચોકીની જમણી બાજુ સ્થાપિત કરવું.


કુંડા અને ચોકીની આજુબાજુ રંગોળી અથવા મંડળની રચના કરવી અને ઘીનો દીપક પ્રગટાવવો. તે પછી ‘ઓમ તુલસાય નમ:’નો જાપ કરતા કરતા શાલિગ્રામ અને તુલસી ઉપર ફૂલ વડે ગંગાજળનો છંટકાવ કરવો.
તે પછી માતા તુલસીને કુમકુમ અને શાલિગ્રામને ચંદનનું તિલક કરો.


તે પછી તુલસી અને શાલિગ્રામની આસપાસ શેરડીના સાંઠાનો મંડપ રચો. અને મંડપ ઉપર લાલ ચૂંદડી ઓઢાડો.
સૌભાગ્યની નિશાની રૂપ લાલ-લીલી સાડીમાં તુલસી માતાને વીંટાળો અને પરણવા જતી ક્ધયા જેવો તેમનો શૃંગાર કરો.


શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવ્યા બાદ તેમને પીતામ્બર અર્થાત કે પીળું વસ્ત્ર ધારણ કરાવો.
તે પછી માતા તુલસી, શાલિગ્રામ અને મંડપને હળદર મિશ્રિત દૂધનો લેપ કરો.


ત્યારબાદ ફૂલ, ફળ જેવી પૂજનની સામગ્રી અર્પણ કરો.


હવે કોઈ પુરુષ શાલિગ્રામને ઉપાડીને તુલસી માતાની સાત વાર પરિક્રમા કરે. તેના બાદ તુલસી અને શાલિગ્રામને ખીર પૂરીનું ભોજન અર્પણ કરો. વિવાહમાં ગવાય છે તેમ મંગળ ગીતો ગાવાનું ભૂલશો નહીં હોં!


ત્યાર પછી બંનેની આરતી ઉતારો. આ સાથે વિવાહ સંપન્ન થયાની ઘોષણા કરો અને પ્રસાદ વિતરણ કરો.
પ્રસાદ વિતરણ બાદ પરિવારના બધા સભ્યો ઉપસ્થિત અન્ય મહેમાનો સાથે મળીને ભોજન ગ્રહણ કરે.
તુલસીજીના વિવાહ વિશેષ મંત્રોચ્ચાર સાથે કરવા જોઈએ. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button