મુકામ રૂા. ૨૦૦/-
આજે આટલું જ -શોભિત દેસાઈ
આત્માઓના અનુમાન કાઢવા એટલે લોઢાના ચણા ચાવવા. જ્ઞાનના ભંડાર પડ્યા હોય ભીતરે પણ એનાથી અનેકગણી તો ફિિંંશિીંમય રાખતા હોય એવું આપણને લાગે. મહત્ત્વનો શબ્દ છે ‘આપણને’, કારણકે આપણે જગત આખાને લગભગ તો આપણી જ ફૂટપટ્ટીથી માપીએ કે આપણી જ નજરથી અંદાજીએ છીએ. જે તે આત્મા જિંદગીની જે કશ્મકશમાંથી પસાર થયો હોય અને પછી એણે મેળવેલો ચળકાટ દેખા દેવા માંડ્યો હોય તો શક્ય છે કે એનું attitudeમાં રહેવું યોગ્ય પણ લેખાય. કદાચ એવું ય હોઈ શકે કે આપણી દૃષ્ટિએ આટલું મેળવ્યું હોવા છતાં એ અંદરથી કોઈ ઓછપ, નાનમથી પીડાતો હોય એટલે પણ attitude પહેરીને જીવતો હોય…
આજની વાત આમ તો છે ફક્ત બસો રૂપિયાની પણ બસો રૂપિયા ૬૮-૭૦ની સાલની આજુબાજુના (એ વખતે N. M. College રૂા. ૧૫૦માં ૬ મહિના ભણાવતી!) છેલ્લાં ૫૦ વરસથી Super Stardomમણે એમના આરાધ્ય અત્યંત સફળ કવિ ફિલ્મ ગીતકાર પાસે મદદ માંગવાનું નક્કી કર્યું. કવિએ -નાડી જોઈને બીમારી પારખી જવાના અંદાજમાં struggler પૂછ્યું; આવો નૌજવાન! શું હાલ છે? ઉદાસ લાગો છો! સંઘર્ષક બોલ્યા: પૈસા ખલાસ થઈ ગયા છે. મદદ જોઈએ છે. ક્યાંક કામ અપાવી દો તો મોટી મહેરબાની. લખતાં/વાંચતાં/બોલતા/વિચારતા… અરે અભિનય કરતાં ય આવડે છે. આ દિવસો પસાર થઈ જાય. સફળ કવિની એક આદત- આવું કંઈ થાય ત્યારે પાછલા ખિસ્સામાંથી કાંસકી કાઢી વાળ પર ફેરવવા માંડે. મનની ગૂંચ વાળમાં કાંસકી નાખી પાંસરી કરે. થોડીવાર કાંસકી ફેરવી બોલ્યા: અરે જરૂર કંઈક કરું… ફકીર જરૂર કૈક કરશે. પછી પાસે પડેલા ટેબલ તરફ ઈશારો કરતાં બોલ્યા: અમેય જોયા છે ભાઈ, ખરાબ દિવસો… હમણાં આ તો લઈ લો… પછી જોઈએ આગળ શું કરી શકાય છે… સંઘર્ષકને તરત ખ્યાલ આવી ગયો ટેબલ પર પડેલા રૂા. ૨૦૦/- તરફના ઈશારાનો. સંઘર્ષક લખે છે: એ જો ચાહત તો પૈસા મને હાથોહાથ પણ આપી શકત. પણ આટલા મોટા/આટલા સફળ કવિની એ સંવેદનશીલતા હતી કે એમણે વિચાર્યું કે મદદ લેતી વખતે મને ઓછપ વરતાય કદાચ… માટે એમણે આપવાને બદલે મને પોતાને લઈ લેવાનું કહ્યું. અને વિશાળતા હૃદયની કેવી, કે મેં પૈસા લઈ મારા ગજવામાં મુક્યા ત્યાં સુધી એમણે આજુબાજુ જ જોયા કર્યું !!!
પછી તો સંઘર્ષક અને સફળતમ કવિનું ઊઠવા/બેસવાનું ખૂબ વધવા માંડ્યું. ગણતરીનાં વર્ષોમાં સંઘર્ષક ખૂબ ઝડપથી આગળ વધવા માંડ્યા, ફિલ્મ ઈન્સ્ટ્રીમાં એમના નામના સિક્કા બોલાવા માંડ્યા અને એવી કેટલીય અધધધ સફળ ફિલ્મો ૭૨-૭૩ પછી આવવા માંડી જે લખી હોય હવે ખૂબ સફળ થઈ ગયેલા આપણા જૂના સંઘર્ષકે અને એનાં ગીતો રચ્યાં હોય આપણા માણસાઈનાં માંડવા જેવા ગીતકારે… બેઠકોની બેઠકો થાય કવિ-લેખકો વચ્ચે અને એવા ચુસ્ત લોકેશન અને વાતોમાં ઓતપ્રોત થઈ જતા સમયમાં બાંધીને કવિતા/વાર્તા એક એકાકાર થાય કે પ્રેક્ષક વિચારવા માંડે કે આવું/આટલું બંધ બેસતું અમે પહેલી વાર તો નથી જોઈ રહ્યા ને!!! ઘણી વખત હવેનો સફળ લેખક જૂના સફળ કવિને યાદ પણ કરાવે કે સાહેબ! મારે તમારા રૂા. ૨૦૦ આપવાના છે… પણ એ કરજ હું ક્યારેય ઉતારવાનો નથી… કવિ સુંદર મુસ્કાન લહેરાવે. આજુબાજુના અજાણ્યાઓ પૂછે ય ખરા: કયા બસો રૂપિયા…
ઓહોહો… ઈન્ટરવલ થઈ ગયો…
આજે આટલું જ….