ઉત્સવ

દુબઈને હરણફાળ ભરાવીવડા પ્રધાન શેખ

મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે

મુંબઈ સમાચાર ટીમ
દુબઇમાં હાલના પ્રેસિડન્ટ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ જેમનો જન્મ જુલાઈ ૧૫, ૧૯૪૯, દુબઈ, સંયુક્ત આરબ અમીરાતમાં થયો. મોહમ્મદ દુબઈના શાસક અને ૧૯૫૮થી ૧૯૯૦ સુધી મકતુમ રાજવંશના વડા શેખ રશીદ બિન સઈદ અલ મકતુમના ત્રીજા પુત્ર છે. મોહમ્મદે દુબઈમાં પોતાનું શિક્ષણ પૂરું કર્યા બાદ તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટી ઈંગ્લેન્ડમાં અંગ્રેજીનો અભ્યાસ કર્યો અને બાદમાં તેણે લશ્કરી તાલીમ મેળવી હતી.

૧૯૬૮માં યુનાઇટેડ કિંગડમે જ્યારે આ દેશને આઝાદ કર્યો તે સમયે મોહમ્મદ તેના પિતા સાથે સ્ટેટ્સ કાઉન્સિલની એક સમિટમાં ગયા હતા અને આજ સમિટમાં સંયુક્ત આરબ અમીરાતના સાત શેખોના સંઘની રચના થઇ. ૧૯૭૧માં તેમને સંરક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને તેમને ફેડરલ યુનિયન ડિફેન્સ ફોર્સ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું. આ સમય દરમિયાન ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં જ તેમના પિતા બીમાર થયા પછી મોહમ્મદ અને તેના ત્રણ ભાઈઓએ દુબઈની સરકાર તરીકે જવાબદારીઓ સંભાળી હતી. આ સમયગાળા દરમિયાન તેમની સૌથી નોંધપાત્ર સિદ્ધિઓમાં જેબેલ અલી બંદરની આસપાસ ફ્રી-ટ્રેડ ઝોનનો વિકાસ હતો જે હજારો ઔદ્યોગિક કંપનીઓ માટે વ્યાપારનું કેન્દ્ર બની ગયું હતું. ૨૦૦૬માં મોહમ્મદ દુબઈના અમીર બન્યા ત્યાં સુધીમાં અમીરાતની નાણાકીય ક્ષમતાએ તેને ફેડરેશનની અંદર કોઇપણ દેશની ભાગીદારી વગર કામ કરવાની મંજૂરી આપી હતી. જો કે મોહમ્મદના શાસનના થોડા વર્ષો બાદ દુબઈને ૨૦૦૭-૦૮માં જોરદાર ઝટકો લાગ્યો જેમાં વૈશ્ર્વિક નાણાકીય કટોકટીએ દુબઇની અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી. ૨૦૦૯માં અમીરાતે જાહેરાત કરી હતી કે તે તેના તાત્કાલિક ખર્ચાઓને પહોંચી વળવામાં અસમર્થ હશે, જેમાં ૧૦૦ બિલિયનથી વધુના દેવાની ચૂકવણી દુબઇએ કરવાની હતી પરંતુ પ્રેસિડન્ટ શેખ મોહમ્મદે ધીમી પરંતુ મક્કમ ગતિએ કામ કરવાનું ચાલુ રાખ્યું અને તેમને અબુ ધાબીમાંથી મળતા કાચા તેલ પર યોજનાઓ બનાવી અને દુબઈની પ્રગતિમાં એક છોગુ ઉમેરતા ૨૦૧૦માં વિશ્ર્વની સૌથી ઊંચી ઈમારત બનાવી બુર્જ ખલીફા જેને જોવા માટે આજે દુનિયાભરના લોકો આવે છે. આ ઉપરાત તેમની રિયલ એસ્ટેટ, બંદર અને તેલની યોજનાઓએ દુબઇને એકદમ સ્થિર બનાવી દીધું. એટલું જ નહિ ૨૦૦૬થી અતુયાર સુધીના તેમના શાસનકાળ દરમિયાન તેમને લોકોને
એટલી સુવિધાઓ આપી કે હાલમાં દુબઇમાં સ્થિત કે પછી કમાવા જતા લોકોએ કોઇપણ પ્રકારનો ટૅક્સ ચૂકવવો પડતો નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?