ઉત્સવ

વલો કચ્છ : એક ક્રાંતિકારની બીજા ક્રાંતિકારને આપેલી શ્રદ્ધાંજલિ

પીએમ મોદીની ક્રાંતિ તીર્થ વિરાંજલી ગેલેરીની મુલાકાત

ડૉ. પૂર્વી ગોસ્વામી

ભારતનું સ્વાતંત્ર્યસંગ્રામ એક માત્ર સશસ્ત્ર યુદ્ધ નહીં, પણ એક વિચારયુદ્ધ પણ હતું. એક તરફ ભૂગર્ભમાં સંઘર્ષ કરતા શસ્ત્રધારી યુવા ક્રાંતિકારીઓ હતા, તો બીજી તરફ તેમના માર્ગદર્શક અને વિચારપ્રેરક મહાન ચિંતકો હતા. ક્રાંતિસૂત્રધાર પંડિત શ્યામજી કૃષ્ણવર્મા અને ઇંકલાબ ઝિંદાબાદનું રણશિંગુ ફૂંકનારા અમર શહીદ ભગતસિંહ અને તેમના સાથીદારોએ સ્વાતંત્ર્યના સમાન સપનાને સાકાર કરવા પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું. એક વિદેશમાં રહી ભારતમાતાના પુત્રોને જાગૃત કરી રહ્યો હતો, તો બીજાએ દેશની ધરતી પર જ દુશ્મન સામે લડતની હુંકાર ભરી હતી.

શ્યામજી કૃષ્ણવર્મા એક એવું નામ, જે માત્ર સ્વાતંત્ર્યસંગ્રામની ધબકતી જ્યોત જ નહીં, પણ ક્રાંતિના શાસ્ત્રના માર્ગદર્શક પણ હતા. 1905માં ઇન્ડિયન હોમરૂલ સોસાયટી'ની સ્થાપના કરીને તેમણે વિદેશમાં રહી ભારતના યુવાનોમાં સ્વાતંત્ર્ય માટે લડવાની ચેતના જગાવી.ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ’ પત્રિકાના માધ્યમથી તેમણે અંગ્રેજી શાસનના અન્યાય અને શોષણનો પર્દાફાશ કર્યો. તેઓ લંડન કે પેરિસમાં રહીને બ્રિટિશરાજને ધ્રૂજાવી નાખતા, તેમની પત્રિકા અને પ્રવચનો દ્વારા અનેક યુવાનોને રાષ્ટ્રસેવા માટે પ્રેરતા. પંડિતના ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ'ના 1905 થી 1922 સુધીના અંકોનું પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા દ્વારા સંપાદન હમણાં જ જીએમડીસી દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પ્રશ્ન આજની પરિસ્થિતિમાંભારતીય સ્વાતંત્ર્ય-ઇતિહાસના પુન: મૂલ્યાંકન અને પુન:લેખન’ના મુદ્દા સાથે સંકળાયેલો છે. આ તરુણોના વિચારોથી આપણાં પાઠયપુસ્તકો અલિપ્ત કેમ રહ્યાં હશે એ તો ખબર નથી પરંતુ ગણ્યાખરા જાગૃતોએ સ્વતંત્ર પુસ્તક અને લેખ લેખન દ્વારા મહેનત આદરી છે જેની કદર કરવી ઘટે!

એવા જ બીજા ક્રાંતિકાર તે શહીદ-એ-આઝમ ભગતસિંહ! તેમના હૃદયમાં માત્ર ક્રાંતિની જ નહીં, પણ આધુનિક વિચારશીલ ભારતની જ્યોત પણ પ્રજ્વલિત હતી. અંગ્રેજ સરકારના દમનકાર્યો સામે તેમણે બળવો કર્યો. 1928માં સાન્ડર્સની હત્યા પછી લાહોર કોર્ટમાં વિસ્ફોટ અને અંતે ફાંસી વહોરતા શહીદ થયા. કઈ હદ સુધીનું ઝનૂન કે પછી કહીએ પાગલપન કે પોતાની યુવાની કે કારકિર્દી ઉજવવાને બદલે દેશ માટે ખપી ગયા. ચંદ્રવદન મહેતાએ લખેલા કાવ્યની પંક્તિઓ યાદ આવે છે,
સ્વતંત્રતા ! સ્વતંત્રતા! મચી રહો જ એક ધૂન.

મૃત્યુની મઝા મીઠાશ ભોગવીશ હું અનંત.

1930ના માર્ચ મહિનામાં જ્યારે શ્યામજી કૃષ્ણવર્માનું અવસાન થયું, ત્યારે ભારતની જેલમાં બેઠેલા ભગતસિંહ એ એક માત્ર એવા યુવા ક્રાંતિકારી હતા, જેમણે શ્રદ્ધાંજલિ આપી હતી. જેનો ઉલ્લેખ જિતેન્દ્ર નાથ દ્વારા લિખિત `સરદાર ભગતસિંહ: એ શોર્ટ લાઈફ સ્કેચ’ પુસ્તકમાં જોવા મળે છે. શહીદ દિવસ તો હમણાં જ ઉજવાયો, હવે 31મી એ શ્યામજીને એમની પુણ્યતિથિએ તેમને માત્ર યાદ જ ન કરીએ, પણ તેમના વિચારોને આપણા જીવનમાં ઉતારી રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ ભાવ કેળવીએ.

ભાવાનુવાદ: ભારતજો મુક્તિસંગ્રામ ખાલી કીં તલવાર-ભાલે જો જુધ ન હો પણ ભેરો હિકડ઼ો વિચારજુધ તરીકે પ ખેલાણો તે. હિકડ઼ી કુરા લિકીને સંઘર્ષ કરીંધલ શસ્ત્રધારી જુવાણીયા ક્રાંતિકારી વા ત બિઇ કુરા વિચારપ્રેરક મહાન ચિંતક પ હોઆ. ક્રાંતિસૂત્રધાર પંડિત શ્યામજી કૃષ્ણવર્મા ને ઇંકલાબ ઝિંદાબાદજો બ્યુગલ ફૂંકીંધલ અમર શહીદ ભગતસિંહ ને ઇનીજા સાથીદાર આજાદીજા સમાન સપનેકે સાકાર કરેલા પિંઢજો મિડે઼ સમર્પિત ક્યો હો. હિકડ઼ો વિડેસમેં રિઇને ભારતમાતાજે સપુતેંકે જાગૃત કરી રયો હો ત બ્યો ડેસજી ધરતી તે જ રિઇને ધુસમણ સામે લડતજી હુંકાર ભરેં વે.

શ્યામજી કૃષ્ણવર્મા, હિકડ઼ો ઍડ઼ો નાંલો જુકો ખાલી સંગ્રામજી ધબકંધી જ્યોત જ ન, પણ ક્રાંતિ શાસ્ત્રજા માર્ગદર્શક પણ હોઆ. 1905મેં ઇન્ડિયન હોમરૂલ સોસાયટી'જી થાપના કરેને હિની વિડેસમેં રિઇ ભારતજે જુવાનેમેં લડત લડેજી ચેતના જગાયો હો. 'ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ' પત્રિકાજે માધ્યમસે ઇની અંગ્રેજી શાસનજા અન્યાય ને શોષણજો ઉગાડ઼ કરીંધા વા નેં લંડન ક પેરિસમેં રિઇને બ્રિટિશરાજકે ધ્રૂબાય વિધોં હો, ઇનીજી હી પત્રિકા ને પ્રવચનેં ભરાં કિઇક રાષ્ટ્રસેવામેં જોડાણા વા. પંડિતજે હિનઇન્ડિયન સોશિયોલોજિસ્ટ’ જે 1905 નું 1922 સુધીજે અંકેજો પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા ભરાં સંપાધન હેવર જ જીએમડીસી ભરા પ્રકાશિત કરેમેં આયો આય. હી મુધો અજ઼્જે જમાનેમેં ‘ભારતીય સ્વાતંત્ર્ય-ઇતિહાસના પુન: મૂલ્યાંકન અને પુન:લેખન’ સાથે જુડલ આય. ઇનીજે વિચારેંસે પાઠયપુસ્તક છેટા કીં રયા હૂંધા ખિબર ન પ ગણખરા જુકો આઉગી ચોપડીયું લખેજી મેનથ કેં આય ઇનીજો આભાર મનણું ખપે!

ઍડ઼ા જ બ્યા ક્રાંતિકાર ઇ શહીદ-એ-આઝમ ભગતસિંહ! ઇનીજે ધિલમેં ખાલી ક્રાંતિજી જ ન, પણ આધુનિક વિચારશીલ ભારતજી જ્યોત પણ પ્રગટંધી હૂઇ. અંગ્રેજ સરકારજે કારનામે સામે ઇની બડ઼વો કયો હો. 1928મેં સાન્ડર્સજી હત્યા પોય લાહોર કોર્ટમેં ધડ઼ાકો ને છેલે ફાંસી થીંધે શહીદ થ્યા. કિન હધ સુધીજો જનૂન ક ચોં ચર્યાવેડ઼ાઅ ક પિંઢજી જુવાની ક કારકિર્દી ઉજવે જી ભધલે ડેસ લા ખપી વ્યા.

1930જે માર્ચ મેણેમેં જેર શ્યામજીજો નિધન થ્યો તેર ભારતજી જેલમેં વઠાવઠા ભગતસિંહ હિકડ઼ા ઍડા ક્રાંતિકારી વા જુકો બ્યે ક્રાંતિકારી કે શ્રદ્ધાંજલિ ડિની હૂઇ. જેંજો ઉલ્લેખ જિતેન્દ્ર નાથજી ચોપડ઼ી ‘સરદાર ભગતસિંહ: એ શોર્ટ લાઈફ સ્કેચ’ મેં ન્યારેલા જુડે઼તો. શહીદ દિવસ ત હેવર જ વ્યો નેં હાણે 31મી જો શ્યામજીકે ઇનીજી પુણ્યતિથિ તે ખાલી જાધ ન કરીંધે ઇનીજે વિચારેંકે પાંજે જીયણમેં ઉતારે રાષ્ટ્રલા સમર્પણ ભાવ કેડ઼વીયું.

આ પણ વાંચો: ઝબાન સંભાલ કે : પડવો: પખવાડિયાનો પ્રથમ દિવસ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button