ઉત્સવ

ડીયર સાન્ટા, આય લવ યુ

આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે

સ્પોર્ટસના મેદાન પર ત્રીજા ધોરણની રનીંગ કોમ્પીટીશન પૂરી થયા પછી મેથ્યુસરે બધા સ્ટૂડન્ટસને નજીક આવવા કહ્યું. ત્યારે ત્યાં જરા દૂર ઊભો રહીને રમતસ્પર્ધા જોઈ રહેલો સ્કૂલબસના ડ્રાયવર લક્ષ્મણનો આઠ વર્ષનો દીકરો સંજય પણ સર પાસે આવીને ઊભો રહ્યો.

ડીયર સ્ટૂડન્ટસ, કાલે મેરી ક્રીસમસ છે, તમારે સાન્ટાને મળવું છે? એની સાથે રમવું છે? સરે પૂછ્યું.

યસ સર, કહેતાં બધા વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા.

કાલે આપણે બધા મોલમાં જઈશું. આપણે સ્કૂલબસમાં જવાનું છે. બપોરે ત્રણ વાગે અહીં આવી જજો.ડ્રેસ કોડ છે-રેડ એન્ડ વાઈટ કેપ, કોટ અને રેડ પેન્ટ એન્ડબ્લેક શૂઝ.

તમને ડ્રેસ સ્કૂલમાંથી મળશે. લેટ અસ એન્જોય. સાન્ટા કલોઝ તમને ચોકલેટસ,કુકીસ અને ગીફટ આપશે. તમારી સાથે રમશે, ડાન્સ કરશે. બધા વિધ્યાર્થીઓ ખુશ થઈ તાળી પાડવા લાગ્યા.
મેથ્યુસરની બાજુમાં ઊભેલા સંજયે કહયું- સર, મૈ આઉં, મલા પણ સાન્ટા બગાયચા આહે.

સંજયના ભોળા-નિર્દોષ ચહેરા સામું જોઈને મેથ્યુસરે વિચાર્યું કે પ્રિન્સીપાલ મેડમની પરમીશન લેવી પડશે. સરને ખાતરી હતી કે પરમીશન મળી જશે. એમણે સંજયને કહ્યું-અચ્છા, તીન બજે ઈધર આ જાના.

પ્યુનને કહ્યું- અપને કબોર્ડમેંસે એક ડ્રેસ સંજય કો ભી દેના, ઉસકો અપની બસમેં બીઠા દેના. પ્યુને કહયું- ઓ.કે. સર.
બીજા દિવસે સંજય તો અઢી વાગે જ સ્કૂલના મેદાને પહોંચી ગયો.નવો ડ્રેસ મળ્યો એટલે ખુશ હતો. પણ, તેની આંખો સૂજેલી હતી, માથામાં તેલનો થપેડો કર્યો હતો.
સંજય વાહ, તુ તો જલદી આ ગયા. મગર, આંખોમેં યે સૂજન કયું હૈ?. મેથ્યુસરે પૂછયું.

સંજય જવાબ આપવાને બદલે રડવા જ લાગ્યો. મેથ્યુસરે કહયું- રોને કા નહીં.કયા તકલીફ હૈ બોલો.

સર, કલ રાત કો મેરા બાપ બહુત શરાબ પી કે આયા ઔર મુઝે ઔર મેરી મા કો બહુત મારા. મેરી મા કે પાકીટસે પૈસા લે કે ચલા ગયા.
સંજય તૂ સ્કુલ જાતા હૈ ?, મેથ્યુસરે પૂછયું.

નહીં સર, મગર મુઝે કૌન પઢાયેગા- બાબા શરાબમેં, જુઆમેં પૈસે ખતમ કરતે હૈ, મેરી મા ઘરકામ કરકે ઘર ચલાતી હૈ.

મેથ્યુસરે કહયું- સંજય, મૈં સ્કુલમેં તેરા એડમિશન કરાઉંગા, તૂ પઢકર અચ્છા ઈન્સાન બનના.
બધા વિદ્યાર્થીઓ મોલ જવા બસમાં બેઠા.

સંજય ખુશ થતા બસમાં ચઢયો. ત્રીજી લાઈનમાં એક સીટ ખાલી હતી, સંજય ત્યાં બેસવા જતો હતો ત્યાં જ મોનીટર આર્યને બૂમ મારીને કહ્યું- યુ ગો લાસ્ટ લાઈન, નોટ હીયર.
સંજય નીચી નજર કરતાં છેલ્લી સીટ પર જયાં સ્કૂલના પ્યુન બેઠા હતા, ત્યાં બેસી ગયો.

મોલમાં પ્રવેશ થતાં આર્યને બધા વિદ્યાર્થીઓને બે ટૂકડીમા ઊભા રાખ્યા. સંજય સૌથી છેલ્લે એકલો ઊભો હતો. ત્યાં જ મેથ્યુસરે બૂમ મારીને કહ્યું- સંજય, કમ હીયર, યુ આર માય જોડીદાર.
સંજય ખુશ થતો, દોડીને સર પાસે ગયો ને સરનો હાથ પકડી લીધો.

મોલમાં મેઈનગેટ નજીક જ મોટું ક્રીસમસ ટ્રી હતું, તેમાં ડેકોરોશન સાથે ઘણી ચોકલેટ અને ગીફટ લટકતી હતી. લાઈટીંગના ઝગારા આકર્ષક લાગતા હતા. બે ગાયક માઈક પરથી ક્રિસમસના ગીતો ગાઈ રહયા હતા. ડાબી બાજુમા ગેમ્સ ઝોનમાં બાળકો જુદી જુદી ગેમ રમી રહયાં હતા. સંજયને લાગ્યું કે પોતે કોઈ અજાયબ દુનિયામાં આવી ગયો છે.

એટલામાં માઈક પરથી જાહેર થયું- સાન્ટા ઈઝ કમીંગ, મીટ યોર સાન્ટા, સાન્ટા વીલ ડાન્સ વીથ યુ.

બધા છોકરાંઓ હાથ ઊંચા કરીને સાન્ટાને બોલાવવા લાગ્યા. સાન્ટા, સાન્ટા, પ્લે વીથ મી.
એક ઓપન કારમાં ગોરો ગોરો સાન્ટા હસતા હસતા બધાની સામે જોઈને હાથ ઊંચા કરીને હલાવી રહયો હતો. સાન્ટાની કારની બંને બાજુ નાના ત્રણ સાન્ટા પણ રેડ કેપ અને લાલડ્રેસ પહેરીને ચાલતા હતા.

માઈક પરથી ગીત શરુ થયું.
મેરી ક્રીસમસ. ઝીંગલ બેલ્સ, ઝીંગલ બેલ્સ
ઝીંગલ ઓલ ધ વે.
ઓહ વોટ ફન ઈંટ ઈસ ટુ રાઈડ
ઈન અ વન હોર્સ ઓપન સ્લેજ.
મેથ્યુસરે સાન્ટા જોડે હાથ મિલાવતા કહયું- ચીલ્ડ્રન એન્જોય વીથ સાન્ટા.

સાન્ટા સાથે હાથ મિલાવીને કુકીસ લેવા, ડાન્સ કરવા બધા છોકરાઓ પડાપડી કરતા હતા. સંજય પણ ટોળામાં જતો હતો, ત્યાં બે છોકરાઓ એને ધક્કો મારવા લાગ્યા, આ જોતાં જ મેથ્યુસરે કહ્યું- નો, બોયઝ. સંજય ઈઝ અવર ફ્રેન્ડ, ટેક હીમ વીથ યુ. એ બંનેએ સંજયનો હાથ પકડી લીધો. આર્યને કહ્યું- ચલ, સાન્ટાસે હાથ મીલાયેંગે.
સંજય ખુશ થતો થતો સાન્ટાની નજીક ગયો. સાન્ટા મીઠું હસતા બોલ્યો- હલો, મેરી ક્રીસમસ.

સંજય તો સેન્ટા સામું એકધારું જોઈ રહ્યો. મ..મ.. મેરી… એ વધુ આગળ બોલી ન શક્યો. સાન્ટાએ હસતા હસતા સંજયને મુઠ્ઠી ભરીને ચોકલેટ આપી.
સંજય ખુશ થતાં સાન્ટાને વળગી પડ્યો.પછી ધીરેથી બોલ્યો-
સાન્ટાદાદા, મુઝે યે સબ લડકોંકી તરહ ખૂબ પઢના હૈ.

યસ, માય બોય, તુ જરૂર પઢેગા, માય બ્લેસીંગસ આર વીથ યુ, ડીયર ચાઈલ્ડ.
પછી સાન્ટા, મેથ્યુસર, અને આર્યને સંજય સાથે ડાન્સ કર્યો.
સંજય ખુશ હતો પણ અચાનક એને એના બાપાનો દારુ પીને ઘીબેડતો ચહેરો નજર સામે યાદ આવી ગયો, એની મા કેટલું રડી હતી. સંજયની આંખમાં આંસુ આવી ગયા.
સંજય કેમ રડે છે, જો આ સાન્ટા તને બોલાવે છે.

સર, મેરા બાપ શરાબ ક્યોં પીતા હૈ ? મુઝે ઔર મેરી મા કો કયું મારતા હૈ?

સંજય તેરે પિતાકો ઐસા નહીં કરના ચાહિયે,મગર તુ અભી છોટા હૈ. તુ સ્કૂલમેં જા કે અચ્છા પઢેગા તો એક દિન બડા આદમી બનેગા, સમજા? મૈ તેરે પિતાજી કો સમજાઉંગા.
સંજયે સરનો હાથ પકડતાં કહ્યું- સર, હું ખૂબ ભણીશ અને મોટો માણસ બનીશ.

સેન્ટા હવે બીજા છોકરાઓ સાથે રમતો હતો. ઝીંગલ બેલના સૂરમાં નાચતા નાચતા સંજય બોલ્યો- સર, આય લવ યુ, ડીયર સાન્ટા, આય લવ યુ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…