ડાર્ક સિક્રેટ
પુસ્તકોની દુનિયા
ડાર્ક સિક્રેટ: (રહસ્ય અને રોમાંચથી ભરપૂર નવલકથા)
લેખક: યોગેશ સી. પટેલ. પૃષ્ઠ સંખ્યા: ૨૦૫,
મૂલ્ય રૂ. ૩૦૦/-
પ્રકાશક: એન. એમ. ઠક્કરની કંપની, ૧૬૦ પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦૦૦૨.
ફોન: ૯૯૬૭૪ ૫૪૪૪૫.
છેલ્લાં ૧૫ વર્ષથી ‘મુંબઈ સમાચાર’માં ક્રાઈમ રિપોર્ટર તરીકે ફરજ બજાવતા યોગેશ સી. પટેલની આ નવલકથા મુંબઈ સમાચારમાં ધારાવાહિક તરીકે પ્રકાશિત થઈને ખૂબ લોકપ્રિય બની ચૂકી છે. એક વાર હાથમાં લીધા પછી પૂરું કરવાનું મન થાય તેવું રસપ્રદ આ પુસ્તક છે. મુંબઈ સમાચારના તંત્રી નીલેશ દવે આ પુસ્તક વિષે લખે છે “આ નવલકથાનો પ્લોટ ખૂબ જ રોમાંચક અને જકડી રાખે તેવો છે. ક્રાઈમ રિપોર્ટિંગ કરતાં કરતાં ગુનાહિત માનસ ધરાવતા લોકોની વાત રજૂ કરવાની યોગેશની આવડત આ નવલકથાનું જમાપાસું છે. વેરની આગમાં બળતું માનવ મન કઈ હદ સુધી જઈ શકે છે તે અહીં તાદૃશ રજૂ કરાયું છે. ડાર્ક સિક્રેટની સફળતા માટે યોગેશ પટેલને ખૂબ ખૂબ અભિનંદન..નીલેશ દવે, તંત્રી: મુંબઈ સમાચાર. રહસ્યથી ભરપૂર આ નવલકથા વાચકોને
ગમશે જ.
આયુર્વેદનું અમૃત મંથન
સંકલન: ડૉ. કિરણ દેસાઈ.
મોટી સાઈઝના ૧૪૨ પાનાં
મૂલ્ય રૂ. ૩૦૦/-
પ્રકાશક: એન. એમ. ઠક્કરની કંપની, ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, ગોવિંદ બિલ્ડિંગ, મુંબઈ-૪૦૦૦૦૨
ફોન નં. ૯૯૬૭૪ ૫૪૪૪૫. આયુર્વેદના અનેક દુર્લભ ગ્રંથોનો અભ્યાસ કરીને આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં વાત, પિત્ત, કફથી થતા રોગો, વ્યાધિઓના પ્રકાર, આહાર, ઊંઘ, ગર્ભાધાન, પ્રસૂતાની સારવાર, પુત્ર કે પુત્રી, બાળકોનાં ઉછેર માટે ધ્યાનમાં રાખવાની બાબતો, બાળકો માટેનો આહાર, બાળકોને ઉપયોગી ઔષદ્ધીઓ, કફના વીસ વિકારો, પાણી ક્યારે અને કેટલું પીવું, પાણી પીવાની સાચી રીત અને સમય, મંદાગ્નિ હોય તો શું કરવું, વ્યાધિઓના પ્રકાર અને તેના ઉપચાર વિષે વિસ્તૃત માહિતી આ ગ્રંથમાં આપવામાં આવી છે. આ ગ્રંથના લેખક ડૉ. કિરણ દેસાઈને ૫૦ વર્ષોનો ચિકિત્સાનો અનુભવ છે. પ્રખ્યાત આયુર્વેદના નિષ્ણાત વૈદ કૃપાશંકર ભટ્ટ પાસેથી તેઓએ આયુર્વેદના ગ્રંથો અને ચિકિત્સાનું જ્ઞાન પ્રાપ્ત કરી અનેક દર્દીઓને સાજા કર્યા છે.
કુરુક્ષેત્રની કથા અને વ્યથા
યુધિષ્ઠિરનું મનોમંથન
લેખક: પંકજ કડકિયા અનુવાદ: સતીશચંદ્ર વી. જોષી પૃષ્ઠ સંખ્યા: ૨૬૫ મૂલ્ય રૂ. ૩૫૦.
પ્રકાશક: હેમંત ઠક્કર, એન. એમ. ઠક્કરની કંપની, ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, ગોવિંદ બિલ્ડીંગ, મુંબઈ-૪૦૦૦૦૨ ફોન નં. ૨૨૦ ૧૦ ૬૩૩. મો.નં. ૯૯૬૭૪૫૪૪૪૫
કુરુક્ષેત્રની કથા અને વ્યથા રજૂ કરતું આ પુસ્તક અંગ્રેજીમાં લોકપ્રિય થયેલી નવલકથા “યુધિષ્ઠિર્સ ડાયમેલાનો ગુજરાતી અનુવાદ છે. રામાયણ અને મહાભારત-ઈતિહાસ કથા નથી પણ ભારતીય સંસ્કૃતિ-સંસ્કારથી લઈને જીવનસંઘર્ષના તમામ પ્રશ્ર્નો અને પાસાંઓ માટેના માર્ગદર્શક ગ્રંથો છે. મહાભારતની કથામાં જીવનના લગભગ તમામ પ્રશ્રોનો ઉકેલ છે. આ સુંદર ગ્રંથમાં મહાભારતના મુખ્ય પાત્રો યુધિષ્ઠિર, કર્ણ, દ્રોણાચાર્ય, દ્રૌપદી, કુંતી, ભગવાન શ્રીકૃષ્ણ, ધૃતરાષ્ટ્ર, શકુનિ, દુર્યોધન, ગાંધારીની કેફિયત જુદી જ રીતે દર્શાવી છે. તમામ પાત્રો પોતાની ભૂલો, ભૂમિકા અને ક્યારેક મજબૂરી વર્ણવે છે. મહાભારત વિષેના અનેક સંદર્ભ ગ્રંથોનો અભ્યાસ કર્યા પછી લેખકે આ પુસ્તકની રચના કરી છે. મહાભારત અને ઐતિહાસિક ગ્રંથોમાં રસ ધરાવનારા વાંચકો માટે વસાવવા જેવી નવલકથા. મહાભારત એ મેઘધનુષ કે કેલીડોસ્કોપ જેવું છે. એવો ક્યો વિષય છે જે મહાભારતમાં આવરી લેવાયો નથી? પ્રસંગો વાંચતા રસ પડે તેવો છે અને ઉપસંહાર તો પુનરપિ પુન: વાંચવા-વિચારવા જેવો છે.