ઉત્સવ

અઈં માંથી ક્ધટેન્ટ ચોરીનું જોખમ: બચકે રહેના રે બાબા..બચકે રહેના રે…

આવી ચોરી રોકવા સંશોધન થઈ રહ્યાં છે. પ્રયોગાત્મક સોફ્ટવેર પણ આવી રહ્યા છે, પણ ડેટાની સુરક્ષાનું શું?

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ

જ્યારથી ટેક્નોલોજીના ક્ષેત્રમાં ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ (અઈં)ની વાત થઈ રહી છે ત્યારથી મુદ્દાની એક બીજી પણ ચર્ચા શરૂ થઈ છે કે, ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે’ કલાકારો માથે જોખમ ઊભું કરી દીધું છે. જો કે, એક જ વાક્યમાં આનો જવાબ પણ છે કે, જેની પાસે પોતાની ઓરિજિનાલિટી- મૌલિકતા છે એને આવી કોઈ ટેક્નોલોજીથી ડર નહીં લાગે. કારણ કે, ટેક્નોલોજીનો કેવી રીતે ઉપયોગ કરવો એ આ કલાકારો સારી રીતે જાણે છે. હવે વાત જ્યાં મૌલિક કૃતિની આવે છે તો એમાં ડેટાથી લઈને પેઈન્ટિંગ સુધીની વસ્તુનો સમાવેશ થાય છે, પણ એક હકીકત એ પણ જાણવા જેવી છે કે, નવી ટેક્નોલોજીની પાછળ તો હ્યુમન બ્રેઈન્સ-માનવ મગજ જ કામ કરે છે. માણસનું દિમાગ જ સર્જન- વિસર્જનના બધા ખેલ કરે છે..
હવે જે જોખમની ચર્ચા થઈ રહી છે તો મુદ્દો એ છે કે, કલાકારોનાં પેઈન્ટિંગ્સ ‘એઆઈ’ની મદદથી ચોરાઈ ન જાય એની ચિંતા છે. હવે આવી કોપીથી બચવા માટે કલાકારો પણ ટેકનોલોજીના શરણે આવ્યા છે.
અમેરિકામાં બનેલી એક ઘટના પરથી ‘એઆઈ’ના ડેટા સામે સવાલનો મારો શરૂ થયો. ઘટના એવી હતી કે, અમેરિકાના શિકાગો સિટીમાં એક કલાકારના પેઈન્ટિંગ્સની ‘એઆઈ’ થકી કોપી કરી લેવામાં આવી. પછી આ કલાકારને ન તો ક્રેડિટ મળી કે ન તો કેશ મળ્યા. પછી વાત નૈતિકતા પર આવીને અટકી ગઈ અને આવી ચોરી કરીને પણ જે રીતે ભ્રષ્ટચારીઓ ફાવી ગયા એ પછી ‘એઆઈ’માં વધી રહેલી આવી શક્યતાઓની ક્ષિતિજ લંબાઈ રહી છે.
વાત જ્યારે ક્ધટેન્ટની થાય છે ત્યારે તમામ પ્રકારના ફોર્મેટને આવરી લેવામાં આવે છે. ‘એઆઈ’ના અગમન બાદ જે તે ભગવાનના થ્રી-ડી ફોટો સાથે ઈમેજિનેશનને વિશ્ર્વફલક મળ્યો છે એ હકીકત.
બીજી તરફ, ડીપફેક વીડિયોથી કેટલીય જાણીતી હસ્તીઓની ઈજ્જતના કાંકરા થઈ ગયા એ પણ કડવાશથી સ્વીકારવું પડે એમ છે.
કહે છે કે, જરૂરિયાત એ કોઈ પણ શોધની પહેલી કડી છે. હકીકત એ છે કે, ઠોકર વાગે પછી જ સોલ્યુશન-ઉકેલ શોધવાની કસરત શરૂ થતી હોય છે. એ પછી ‘શિકાગો યુનિવર્સિટી’ના આઈટી નિષ્ણાતોએ એક સોફ્ટવેર તૈયાર કર્યો, જેની મદદથી પિક્સલ સાથે કરેલી કોઈ પણ પ્રકારની છેડછાડને સરળતાથી પકડી શકાય છે. આ સોફ્ટવેરનું નામ છે ‘ગ્લેજ’ ‘એઆઈ’ના મોડલને ટક્કર મારે એવું આ સોફ્ટવેર છે. ‘એઆઈ’થી કરેલી કોઈ પ્રકારની છેડછાડ હોય તો આ સોફ્ટવેરમાં ડિટેક્ટ થઈ જાય છે. ચાર મહિનામાં તૈયાર થયેલું ‘ગ્લેજ’ આવું સારું અને સચોટ કામ આપશે એવી કોઈ ધારણા ન હતી. આ સોફ્ટવેર તૈયાર કરનારી ટીમમાં કમ્પ્યુટર અને પ્રોગ્રામિંગ ક્ષેત્રના પ્રોફેસર છે. આ પ્રોફેસર એવું કહે છે કે, આ ટુલ્સ તરીકે કામ છે. લોકો એે સોફ્ટવેર તરીકે લઈ રહ્યા છે. જો કે, કોપીકેટ હોય એનામાં ક્રિએટિવિટીની મર્યાદા હોય છે. ‘એઆઈ’ની પાછળ આમ તો ડેટાનું પ્રોપર એનાલીસસ છે, જેમાં એક એક ડેટાની એવી કેટેગરી પાડવામાં આવી છે, જેનો એક અક્ષર પર મેચ થઈ જાય તો આ ‘એઆઈ’ અન્નકુટ જેટલો માહિતીનો ઢગલો કરી દે.
બાજી તરફ, ‘ગ્લેજ’ સોફ્ટવેરમાં મર્યાદા એ છે એનાથી ફેસ ડિટેક્શન – બે ચહેરા વચ્ચેનું મેચિંગ થતું નથી. આના પર ટીમ કામ કરી રહી છે. ટીમે સ્કિનટોન મેચ કરવા સુધીના કલર કોમ્બિનેશ તૈયાર કરવામાં પડી છે. ૧૬ લાખ ડાઉનલોડ બાદ આ ટીમે કંપની ‘બેઝ’ પર પ્રોડક્શન તૈયાર કર્યું અને અનેક એવી ‘પ્લગ ઈન’ એમાં અટેચ કરી દીધી છે, જે ‘એઆઈ’ના મોડલ્યુ સાથે ‘એઆઈ’ની ફાઈટમાં સુરક્ષા આપવા માટે એ સોફ્ટવેરે સારું નહીં, પણ શ્રેષ્ઠ કામ કર્યું છે.
હવે વાત જ્યાં ડેટાની થઈ રહી છે તો ડેટા સિક્યોરિટીનો મુદ્દે એક સવાલ એ પણ થાય છે કે, ડેટાના સોર્સ મળે છે ક્યાંથી? ઘણી એવી કંપનીમાં અને રેસિડન્ટલ કોમ્પ્લેક્સમાં રજિસ્ટ્રેશન કરતી વખતે મોબાઈલ નંબર દેવા માટે ફરજ પાડવામાં આવે છે. આવી ઓપનસોર્સ જગ્યા પરથી ઘણી વખત મોબાઈલ નંબર શેર થઈ જાય છે. પછીથી ‘વોટ્સઅપ’ અને ‘ટેલિગ્રામ’ જેવી એપ પર ટ્રેકિંગ શરૂ થાય છે. ડેટા સિક્યુરિટી માટે જેમાં કોઈ સોશિયલ મીડિયા ન અટેચ હોય એવા નંબર સરળતાથી શેર કરી શકાય છે. ડેટા સિક્યોરિટી માટે ડિવાઈસની મદદ લેવામાં આવી રહી છે. પણ ડિવાઈસ સિક્યોરિટી માટે ખાસ પગલાં લેવામાં આવે છે, જે હવે અનિવાર્ય છે. માત્ર કોન્ટેટ ડેટાની વાત નથી. ઈન્ટરનેટ ડેટામાંથી પણ ઘણી એવી ચોરી થાય છે. જેના કારણે ટેલિકોમ કંપનીઓ સામે ઘણા પ્રશ્ર્ન થયા છે. ઘણા ગ્રાહકોનો ડેટા ચોરાયો છે એ પણ વાસ્તવિકતા છે.
‘વાઈફાઈ’ માં પણ ડેટા સિક્યોરિટીના પ્રશ્ર્નો છે, જે રીતે ‘એઆઈ’ના ટુલ્સ સામે ડખા છે. ફેક થતા વાર નથી લાગતી. અહીં ડેટા સિક્યોરિટી તૂટતા પણ વાર નથી લાગતી. આવા કેસમાં કાયદાકીય રીતે સુરક્ષા પણ જરૂરી છે. ડેટા સિક્યોરિટીના છીંડા અનેક વખત સપાટી પર આવ્યા છે. જે રીતે ‘એઆઈ’ દ્વારા નકલબાજી સામે સોફ્ટવેર તૈયાર થયો એ રીતે સિક્યોરિટી માટે પણ કંઈક થવું અનિવાર્ય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો