સાપ્તાહિક દૈનંદિની
તા. 7-4-2024 થી તા. 13-4-2024
રવિવાર, ફાલ્ગુન વદ-13, વિ. સં. 2080, તા. 7મી એપ્રિલ, ઈ. સ. 2024. નક્ષત્ર પૂર્વાભાદ્રપદા બપોરે ક. 12-57 સુધી, પછી ઉત્તરા ભાદ્રપદા. ચંદ્ર કુંભમાં સવારે ક. 07-38 સુધી, પછી મીન રાશિ પર જન્માક્ષર. શિવરાત્રિ, ચતુર્દશી ક્ષયતિથિ છે., પંચક, ભદ્રા સવારે ક. 06-53 થી સાંજે ક. 17-10 શુભ કાર્ય વર્જ્ય છે.
સોમવાર, ફાલ્ગુન વદ-30, તા. 8મી, નક્ષત્ર ઉત્તરાભાદ્રપદા સવારે ક. 10-12 સુધી, પછી રેવતી. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. દર્શ અમાવસ્યા, સોમવતી અમાવસ્યા, અન્વાધાન, મન્વાદિ, પંચક, ખગ્રાસ સૂર્યગ્રહણ (ભારતમાં નહીં દેખાય.). શુભ કાર્ય વર્જ્ય છે.
મંગળવાર, ચૈત્ર સુદ-1, તા. 9મી, નક્ષત્ર રેવતી સવારે ક. 07-31 સુધી, પછી અશ્વિની મધ્યરાત્રિ પછી ક. 29-05 સુધી (તા. 10મી), પછી ભરણી. ચંદ્ર મીનમાં સવારે ક. 07-31 સુધી, પછી મેષ રાશિ પર જન્માક્ષર. ચૈત્ર શુકલપક્ષ પ્રારંભ, શાલિવાહન શક 1946 `ક્રોધી’ નામ સંવત્સર પ્રારંભ, ગૂડી પડવો, ઈષ્ટિ, ચૈત્રી નવરાત્રિ પવિત્ર પર્વપ્રારંભ,ઉપવાસ, ભક્તિ,ભજન,જાપ. ધ્વજારોહણ, ઘટસ્થાપન, અભ્યંગ સ્નાન, કલ્પાદિ તિથિ, તર્પણ, પંચક સમાપ્તિ સવારે ક. 07-31. વક્રી બુધ મીન પ્રવેશ ક. 21-32, મંગળ અશ્વિની અમૃતસિદ્ધિ યોગ ક. 07-31થી મધ્યરાત્રિ પછી ક. 29-06.દેવી સુકત,શ્રી સુક્ત,દેવી માહાત્મ્ય વાંચન શુભ દિવસ.
બુધવાર, ચૈત્ર સુદ-2, તા. 10મી, નક્ષત્ર ભરણી મધ્યરાત્રિ પછી ક. 27-05 સુધી (તા. 11મી), પછી કૃત્તિકા. ચંદ્ર મેષ રાશિ પર જન્માક્ષર. ચેતી ચાંદ દિન, ચંદ્રદર્શન. શુભ દિવસ.
ગુરુવાર, ચૈત્ર સુદ-3, તા. 11મી, નક્ષત્ર કૃત્તિકા મધ્યરાત્રિ પછી ક. 25-37 સુધી (તા. 12મી), પછી રોહિણી. ચંદ્ર મેષમાં સવારે ક. 08-39 સુધી, પછી વૃષભ રાશિ પર જન્માક્ષર. મન્વાદિ, ગૌરી તૃતીયા, ગણેશ તૃતીયા, આંદોલન તૃતીયા, મત્સ્ય જયંતી, મન્વાદિ, સૌભાગ્ય શયન વ્રત, ભદ્રા ક. 26-02થી, મુસ્લિમ 10મો શવ્વાલ માસારંભ, રમજાન ઈદ. શુભ દિવસ.
શુક્રવાર, ચૈત્ર સુદ-4, તા. 12મી, નક્ષત્ર રોહિણી મધ્યરાત્રે ક. 00-50 સુધી, પછી મૃગશીર્ષ. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. વિનાયક ચતુર્થી, પારસી 9મો આદર માસારંભ, વિષ્ટિ બપોરે ક. 13-11 સુધી. સામાન્ય દિવસ. સર્વદેવ પ્રતિષ્ઠા, ઉપનયન.
શનિવાર, ચૈત્ર સુદ-5, તા. 13મી, નક્ષત્ર મૃગશીર્ષ મધ્યરાત્રે ક. 00-48 સુધી, પછી આર્દ્રા. ચંદ્ર વૃષભમાં બપોરે ક. 12-43 સુધી, પછી મિથુન રાશિ પર જન્માક્ષર. મેષ સંક્રાંતિ, સૂર્ય અશ્વિની નક્ષત્ર,મેષ રાશિ પ્રવેશ ક. 21-03, પુણ્યકાળ ક. 12-39થી 18-53. શ્રી પંચમી, હયવ્રત, કલ્પાદિ, કમુહૂર્તા સમાપ્ત. સામાન્ય દિવસ. ઉ