ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. 10-3-2024 થી તા. 16-3-2024

રવિવાર, માઘ વદ-30, વિ. સં. 2080,
તા. 10મી, ઈ. સ. 2024. નક્ષત્ર પૂર્વાભાદ્રપદા મધ્યરાત્રિ પછી ક. 25-54 સુધી (તા. 11મી), પછી ઉત્તરા ભાદ્રપદા. ચંદ્ર કુંભમાં રાત્રે ક. 20-39 સુધી, પછી મીન રાશિ પર જન્માક્ષર. ઈષ્ટિ, દર્શ અમાવસ્યા, અન્વાધાન, દ્વાપર – યુગાદિ, પંચક, બુધ પશ્ચિમમાં ઉદય થાય છે. શુભ કાર્ય વર્જ્ય છે.

સોમવાર, ફાલ્ગુન સુદ-1, તા. 11મી, નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા રાત્રે ક. 23-02 સુધી, પછી રેવતી. ચંદ્ર મીન રાશિ પર જન્માક્ષર. ચંદ્રદર્શન, મું. 45. સમર્ઘ દક્ષિણ શૃંગોન્નતિ, પંચક. લગ્ન, ભૂમિ-ખાત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ, શુભ દિવસ.

મંગળવાર, ફાલ્ગુન સુદ-2, તા. 12મી, નક્ષત્ર રેવતી રાત્રે ક. 20-28 સુધી, પછી અશ્વિની. ચંદ્ર મીનમાં રાત્રે ક. 20-28 સુધી, પછી મેષ રાશિ પર જન્માક્ષર. શ્રી રામકૃષ્ણ પરમહંસ જયંતી, તૃતીયા ક્ષય તિથિ છે. મુસ્લિમ 9મો રમજાન માસારંભ. પંચક સમાપ્તિ રાત્રે ક. 20-31. મંગળ અશ્વિની અમૃતસિદ્ધિ યોગ 20-31થી સૂર્યોદય (પ્રવેશે વર્જ્ય). શુભ કાર્ય વર્જ્ય છે.

બુધવાર, ફાલ્ગુન સુદ-4, તા. 13મી, નક્ષત્ર અશ્વિની સાંજે ક. 18-24 સુધી, પછી ભરણી. ચંદ્ર મેષ રાશિ પર જન્માક્ષર. વિનાયક ચતુર્થી, સંત ચતુર્થી (ઓરિસ્સા), પારસી 8મો આવા માસારંભ, ભદ્રા બપોરે ક. 14-40 થી મધ્યરાત્રે ક. 25-25 (તા. 14). લગ્ન, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ. સામાન્ય દિવસ.

ગુરુવાર, ફાલ્ગુન સુદ-5, તા. 14મી, નક્ષત્ર ભરણી સાંજે ક. 16-55 સુધી, પછી કૃત્તિકા. ચંદ્ર મેષમાં રાત્રે ક. 22-39 સુધી, પછી વૃષભ રાશિ પર જન્માક્ષર. સૂર્ય મીનમાં બપોરે ક. 12-37, મીન માસારંભ, સંક્રાંતિ પુણ્યકાળ મધ્યાહ્નથી સૂર્યાસ્ત. શુભ કાર્ય વર્જ્ય છે.

શુક્રવાર, ફાલ્ગુન સુદ-6, તા. 15મી, નક્ષત્ર કૃત્તિકા સાંજે ક. 16-07 સુધી, પછી રોહિણી. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. આચાર્ય સુંદર સાહેબની પુણ્યતિથિ (સચ્ચિદાનંદ સંપ્રદાય), ગોરુપીણી ષષ્ઠી (બંગાળ), મંગલ કુંભમાં સાંજે ક. 18-09. ભૂમિ-ખાત, શુભ દિવસ.

શનિવાર, ફાલ્ગુન સુદ-7, તા. 16મી, નક્ષત્ર રોહિણી સાંજે ક. 16-05 સુધી, પછી મૃગશીર્ષ. ચંદ્ર વૃષભમાં મધ્યરાત્રિ પછી ક. 28-20 સુધી (તા. 17મી), પછી મિથુન રાશિ પર જન્માક્ષર. શનિ રોહિણી અમૃતસિદ્ધિ યોગ સૂર્યોદયથી સાંજે ક. 16-05 (પ્રયાણે વર્જ્ય), હોળાષ્ટક પ્રારંભ રાત્રે ક. 21-38, ભદ્રા પ્રારંભ રાત્રે ક. 21-38. લગ્ન, ભૂમિ-ખાત, વાસ્તુકળશ, શુભ દિવસ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker