ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૩-૧૨-૨૦૨૩ થી તા. ૯-૧૨-૨૦૨૩

રવિવાર, કાર્તિક વદ-૬, તા. ૩જી ડિસેમ્બર, ૨૦૨૩. નક્ષત્ર આશ્ર્લેષા રાત્રે ક. ૨૧-૩૫ સુધી, પછી મઘા. ચંદ્ર કર્કમાં રાત્રે ક. ૨૧-૩૫ સુધી, પછી સિંહ રાશિ પર જન્માક્ષર. બ્રહ્મલિન પૂ. શ્રી. ડોંગરેજી મહારાજની પુણ્યતિથિ. સૂર્ય જયેષ્ઠામાં બપોરે ક. ૧૩-૦૦. ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૧૯-૨૭. સામાન્ય દિવસ.

સોમવાર, કાર્તિક વદ-૭, તા. ૪થી, નક્ષત્ર મઘા મધ્યરાત્રે ક. ૦૦-૩૪ સુધી, પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર.
ભદ્રા સમાપ્તિ સાંજે ક. ૦૮-૪૦. શુભ કાર્ય વર્જ્ય છે.

મંગળવાર, કાર્તિક વદ-૮, તા. ૫મી, નક્ષત્ર પૂર્વાફાલ્ગુની મધ્યરાત્રિ પછી ક. ૨૭-૩૭ સુધી (તા. ૬ઠ્ઠી), પછી ઉત્તરા ફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. કાલાષ્ટમી, કાલભૈરવ જયંતી, પ્રથમાષ્ટમી (ઓરિસ્સા), વાસ્તુકળશ, સામાન્ય દિવસ.

બુધવાર, કાર્તિક વદ-૯, તા. ૬ઠ્ઠી, નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની મધ્યરાત્રિ પછી ક. ૩૦-૨૮ સુધી (તા. ૭મી), પછી હસ્ત. ચંદ્ર સિંહમાં સવારે ક. ૧૦-૨૧ સુધી, પછી ક્ધયા રાશિ પર જન્માક્ષર. કાનજી અનલા નવમી (ઓરિસ્સા), નેપ્ચ્યૂન માર્ગી સાંજે ક. ૧૮-૫૪. સામાન્ય દિવસ.

ગુરુવાર, કાર્તિક વદ-૧૦, તા. ૭મી, નક્ષત્ર હસ્ત. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. ભદ્રા ૧૬-૦૭થી મધ્યરાત્રિ પછી ક. ૨૯-૦૬. (તા. ૮મી), લગ્ન, ભૂમિ, ખાતમુહૂર્ત, વાસ્તુકળશ શુભ દિવસ.
શુક્રવાર, કાર્તિક વદ-૧૧, તા. ૮મી, નક્ષત્ર હસ્ત સવારે ક. ૦૮-૫૩ સુધી પછી ચિત્રા. ચંદ્ર ક્ધયામાં રાત્રે ક. ૨૧-૫૨ સુધી, પછી તુલા રાશિ પર જન્માક્ષર. ઉત્પત્તિ સ્માર્ત એકાદશી (બદામ). લગ્ન, ભૂમિ, ખાતમુહૂર્ત, વાસ્તુકળશ શુભ દિવસ.

શનિવાર, કાર્તિક વદ-૧૨, તા. ૯મી, નક્ષત્ર ચિત્રા સવારે ક. ૧૦-૪૨ સુધી, પછી સ્વાતિ. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. ઉત્પતિ ભાગવત એકાદશી (બદામ), દ્વાદશી વૃદ્ધિતિથિ છે. શુભ કાર્ય વર્જ્ય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button