ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૨૬-૧૧-૨૦૨૩ થી તા. ૨-૧૨-૨૦૨૩

રવિવાર, કાર્તિક સુદ-૧૪, તા. ૨૬મી, ૨૦૨૩. નક્ષત્ર ભરણી બપોરે ક. ૧૪-૦૪ સુધી, પછી કૃત્તિકા. ચંદ્ર મેષમાં રાત્રે ક. ૧૯-૫૫ સુધી, પછી વૃષભ રાશિ પર જન્માક્ષર. વૈકુંઠ ચતુર્દશી, વ્રતની પૂનમ, ત્રિપુરારિ પૂનમ, કાર્તિક સ્વામી દર્શન સાંજે ક. ૧૫-૫૩થી. બડાઓસા (બિહાર), કૃતિકા દિપમ્ (દક્ષિણ ભારત), ભદ્રા ૧૫-૫૩થી મધ્યરાત્રિ પછી ૨૭-૧૬. બુધ ધનુમાં રાત્રે ક. ૨૯-૫૩. ભૂમિ, ખાતમુહૂર્ત. શુભ કાર્ય વર્જ્ય છે.

સોમવાર, કાર્તિક સુદ-૧૫, તા. ૨૭મી, નક્ષત્ર કૃત્તિકા બપોરે ક. ૧૩-૩૪ સુધી, પછી રોહિણી. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. દેવિદવાળી, ભીષ્મ પંચક વ્રત સમાપન, તુલસી વિવાહ સમાપ્તિ, કાર્તિક સ્નાન સમાપ્તિ, અન્વાધાન, મન્વાદિ, ધાત્રીપૂજન, કાર્તિક સ્વામી દર્શન બપોરે ક. ૧૩-૩૪ સુધી., પુષ્કર મેળો (અજમેર), ગુરુનાનક જયંતી, કેદારવ્રત (ઓરિસ્સા), હુથરી (કુર્ગ). લગ્ન, ભૂમિ, ખાતમુહૂર્ત, વાસ્તુકળશ. શુભ દિવસ.

મંગળવાર, કાર્તિક વદ-૧, તા. ૨૮મી, નક્ષત્ર રોહિણી બપોરે ક. ૧૩-૩૦ સુધી, પછી મૃગશીર્ષ. ચંદ્ર વૃષભમાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૪૦ સુધી (તા. ૨૯મી) પછી મિથુન રાશિ પર જન્માક્ષર. ઈષ્ટિ, હુથરી (કુર્ગ), સ્પષ્ટ રાહુ મીનમાં અને કેતુ ક્ધયામાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૨૫ (તા. ૨૯). શુભ દિવસ.

બુધવાર, કાર્તિક વદ-૨, તા. ૨૯મી, નક્ષત્ર મૃગશીર્ષ બપોરે ક. ૧૩-૫૮ સુધી, પછી આર્દ્રા. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. હુથરી (કુર્ગ) શુક્ર તુલામાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૦૩, ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૬-૦૫ (તા. ૩૦). લગ્ન, ભૂમિ, ખાતમુહૂર્ત, વાસ્તુકળશ. શુભ દિવસ.

ગુરુવાર, કાર્તિક વદ-૩, તા. ૩૦મી, નક્ષત્ર આર્દ્રા બપોરે ક. ૧૫-૦૦ સુધી, પછી પુનર્વસુ. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય રાત્રે ક. ૨૦-૩૫, ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૪-૨૬. શુભ દિવસ.

શુક્રવાર, કાર્તિક વદ-૪, તા. ૧લી, ડિસેમ્બર નક્ષત્ર પુનર્વસુ સાંજે ક. ૧૬-૩૯ સુધી, પછી પુષ્ય. ચંદ્ર મિથુનમાં સવારે ક. ૧૦-૧૧ સુધી, પછી કર્ક રાશિ પર જન્માક્ષર. શુભ કાર્ય વર્જ્ય છે.

શનિવાર, કાર્તિક વદ-૫, તા. ૨જી, નક્ષત્ર પુષ્ય સાંજે ક. ૧૮-૫૩ સુધી, પછી આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. (સાંજે ક. ૧૭-૨૧ સુધી શુભ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
AUS vs NZ TEST: કેન વિલિયમ્સને 14 વર્ષની કારકિર્દીમાં પહેલી વખત કરી મોટી ભૂલ પઢાઈમાં Zero કમાણીમાં No 1, જાણી લો બોલીવૂડના સુપરસ્ટાર્સ WPL : RCBની કૅપ્ટન સ્મૃતિ મંધાનાને ધમાકેદાર પ્રથમ ફિફ્ટી ન ફળ્યાં મોબાઈલ ફોન ગુમ થઈ ગયો છે? No problem સ્વીચ ઓફ મોબાઇલ પણ ટ્રેક કરી શકાશે.